વિનોદ ભાઈ ,સારિકા બેન અને મુસ્કાન થાઇલેન્ડ થી ભારત જવા માટે નીકળી ગયા હતા.....
અખિલ ને પણ મુંબઈ મળવા માટે બોલાવ્યો હતો....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
મિટિંગ પૂરી થઈ ગય હતી....હવે થી નિહાર અને મિસ્ટર રોય ની કંપની સાથે કામ કરવાની હતી.....
મિટિંગ દરમિયાન નિહાર ને પ્રાચી જીયા જેવી જ લાગતી હતી....પરંતુ ખાલી ચહેરા ઉપરથી.....પ્રાચી ના હાવભાવ,સ્વભાવ ...જીયા સાથે મળતા જ ન હતા....
નિહાર મિટિંગ પૂરી થયા બાદ મિસ્ટર.રોય ની મુલાકાત લેવા લંડન માટે રવાના થઈ ગયો.....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
મુંબઈ પહોંચી ગયા બાદ........ત્યાંના ટ્રાફિક ના વાતાવરણ માં અને ગીચ વસ્તી માં પણ મુસ્કાન ખુલ્લી હવા અને શાંતિ અનુભવી રહી હતી.....
મુસ્કાન ને આટલી ખુશ જોઈને વિનોભાઈ અને સારિકા બેન પણ ઘણા ખુશ હતા .....
અખિલ સાથે ફોન પર વાત કરી લીધી હતી કે અખિલ એના મમ્મી પપ્પા સાથે આવશે અને લગ્ન નું શુભ મુહર્ત પણ કાઢી લેવાનું છે...અને જેમ બને એમ હવે વહેલા પરણાવી દેવાના છે......
સારિકા બેન અને મુસ્કાન વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી રહ્યા હતા.......
__________________________________________
અખિલ એના મમ્મી પપ્પા સાથે મુસ્કાન ના ઘરે જવા માટે ઘરેથી નીકળી ગયા હતા...
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
નિહાર લંડન પહોંચ્યો ત્યારે મિસ્ટર.રોય ની મુલાકાત લીધી.......
ત્યારે અચાનક જ વાત કરતા નિહાર થી બોલાય ગયું હતું.......મિસ.પ્રાચી રોય મારા ભાભી ની બહેન જીયા જેવી જ દેખાઈ છે .....
આ વાત સાંભળતા મિસ્ટર.રોય ના હાવભાવ ઉપર થી નિહાર સમજી ગયો કે કઈક તો કહાની છે પ્રાચી અને જીયા વચ્ચે ની જે મિસ્ટર.રોય જાણે છે.....
નિહાર મિસ્ટર.રોય ને આડાઅવળા સવાલ કરવા લાગ્યો...
જેના જવાબ આપવા અઘરું બની ગયું હતું મિસ્ટર.રોય માટે ....
___________________________________________
નિહાર ના સવાલો થી કંટાળીને મિસ્ટર.રોયે જણાવી દીધુ કે પ્રાચી જ જીયા છે .....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
અખિલ અને મુસ્કાન નું પરિવાર એક બીજાને મીઠાઈ આપીને શુભકામનાઓ આપી રહ્યા હતા.....
લગ્ન નું શુભ મુહર્ત ચાર મહિના પછીનું નીકળ્યું હતું.....
નિહાર ને પણ જાણ કરી દેવામાં આવી હતી.....ત્યારે નિહાર એ કહ્યું કે એને કામ હોવાથી હવે લગ્ન નજીક આવે ત્યારે જ લંડન થી પાછો આવાનો છે....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
મિસ્ટર.રોયે જીયા પ્રાચી કઈ રીતે બની એની કહાની નિહાર ને જણાવી....
"જીયા ની ગાડી નું એક્સીડન્ટ થયું ત્યારે એની આજુ બાજુ ના બીજા થોડા લોકોના પણ મૃત્યુ થયા હતા એમાંથી એક મારી દીકરી પ્રાચી રોય પણ હતી.........
એની યાદ માં હું તે જગ્યા પર જ બેઠો રહેતો હતો...તે રસ્તો એક ખીણ ની ઉપર હતો ....એક દિવસ તે ખીણ માંથી એક નાના છોકરા ને ઉપર આવતા જોયો....તે દોડીને મારી નજીક આવી રહ્યો હતો.....અને તેણે જણાવ્યું કે એક છોકરી ખીણ માંથી પડીને નીચે એક નાનું એવું ગામડું છે ત્યાં આવી હતી....તે ખૂબ જ ઘાયલ હતી એટલે ગામના વૈધે એની કાળજી લેવાની જવાબદારી લીધી ......અને તેને સારું થઇ જાઈ તો એ એના ઘરે જતી રહે તો અમારે પોલીસના ના ચક્કરમા પડવું ના પડે.....પણ એને હોશ આવતા બધાને જાણ થઈ કે એ છોકરીને કઈ યાદ હતું નહિ.....એટલે મને જોઈને એ છોકરો આવ્યો હતો .....હું ઓળખતો હોય તો પોલીસ ની મદદ ના લેવી પડે .....એવું એ લોકોએ વિચાર્યું
.....મે એ છોકરી ને જોઈ તો એ જીયા હતી...."
"તમે જીયા ને ઓળખતા હતા ?...."નિહાર વચ્ચે કૂદી પડ્યો.
"હા,જીયા અમારી AK COMPANY ની એક હોનહાર કર્મચારી હતી....એના વગર મારી કંપની ચાલે જ નઈ એટલી નિર્ભર હતી એના ઉપર .....એની સાથે આવું થયું એની મને જાણ હતી નહિ....પણ એને ત્યાં જોઈને મને પણ શોક લાગ્યો હતો......."મિસ્ટર.રોય બોલતા હતા.
"તો તમે જીયા ને સાચું કેમ ના કહ્યું .....અને તમારી છોકરી છે એવું શું કામ કહ્યું...."નિહાર બોલ્યો.
" હું લાલચી થઈ ગયો હતો .....જીયા પણ મારી પ્રાચી જેવી જ મને લાડકી હતી .... આ રીતે જીયા મને મળી એમાં મને ભગવાનનો ઈશારો લાગ્યો....મને એમ થયું પ્રાચીના બદલે અને કંપની ને આગળ વધારવા આ બધું થયુ છે ......"મિસ્ટર.રોય હજી એનુ વાક્ય પૂરું કરે એની પહેલાં જ નિહાર ઊભો થયો અને મિસ્ટર.રોય ની શર્ટના કોલર પકડી લીધા.....
મિસ્ટર.રોય ડરી ગયા અને કોલર છોડાવતા બોલ્યા....
" પણ હવે હું મારી ભૂલ સુધારવા તૈયાર છું.....હું પહેલા પણ મુંબઈ આવ્યો હતો પરંતુ જીયા નો પરિવાર ત્યાં રહેતો હતો નહિ....."
નિહાર ને વાત માં થોડી સચ્ચાઈ દેખાઈ એટલે આગળ વધાર્યું...." પછી શું થયું...."
" હું જીયા ની સામે ગયો એટલે મને જોઈને જીયા ને એવુ લાગ્યું કે મને ક્યાંક જોયો છે .....ત્યારે મને એમ થયું આ એના પરિવાર ના સભ્યો ને જોઈ લેશે તો એને યાદ આવી જશે .....એટલે મેં એને જણાવી દીધું હું એના પપ્પા છું અને જીયા એ સ્વીકારી પણ લીધું ....લંડન માં એ.કે. કંપની નું નામ રોયલ કરીને જીયા ને અહી લઈ આવ્યો......."
નિહાર ગુસ્સા થી એને જોઈ રહ્યો હતો....."પછી...."
" ત્યાંના વૈધે જણાવ્યું કે અલ્ઝાઇમર નામ ની એક બીમારી આવે છે જેમાં માણસ આગળ નું બધું ભૂલી જઈ છે ક્યારે યાદ આવે એ કહી ના શકાય અને એને યાદ કરવા દબાણ કરે તો એ કોમાં માં પણ જઇ શકે...."
" જીયાને અલ્ઝાઇમર થયું છે....?"ભારેખમ ઉતાવળ થી અને થરથર કાંપતા અવાજે નિહાર બોલી રહ્યો હતો.
"ના,એના જેવું છે ....જીયા ને એની કામ કરવાની પધ્ધતિ અને બધા નિયમો યાદ છે .....પરંતુ આગળ નું બધું ભૂલી ગઈ છે....યાદ કરવા માટે દબાણ કરવામાં આવે તો......"મિસ્ટર.રોય એટલું બોલીને અટકી ગયા.
"એવું કંઈ નહિ થાય ....પ્રાચી માંથી જીયા હું બનાવીશ......અને એમાં તમારે મને મદદ કરવાની છે....." નિહાર ઉત્સાહ થી બોલી રહ્યો હતો.
"હા ,હા હું જરૂર મદદ કરીશ ....." મિસ્ટર.રોય પૂરા આત્મવિશ્વાસ થી બોલી રહ્યા હતા.
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
નિહાર ના મમ્મી પપ્પા અને અખિલ બધાએ વિચાર્યું અખિલ ની સાથે સાથે નિહાર ને પણ પરણાવી દેવામાં આવે.....એટલે નિહાર માટે છોકરી ની શોધ કરી રહ્યા હતા.
ત્રિવેદી પરિવાર ની દીકરી સાથે નિહાર ના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા.
અખિલ અને મુસ્કાન ની સાથે સાથે નિહાર ના લગ્ન પણ ચાર મહિના પછી રાખી દીધા હતા.....
____________________________________________
નિહાર ને આ વાત ની જાણ હતી પરંતુ એ અત્યારે જીયા ને આગળ નુ બધું યાદ આવી જાય એની કામગીરી માં વ્યસ્ત હતો....
ક્યાંક ને ક્યાંક નિહાર પ્રાચી માટે લાગણી અનુભવી રહ્યો હતો......પરંતુ પ્રાચી એને દોસ્ત થી વધારે કઈ સમજતી ન હતી....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
શું જીયા ને બધુ યાદ આવી જશે? નિહાર ના લગ્ન ત્રિવેદી પરિવાર ની છોકરી સાથે થવાના છે?....