આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-35 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-35

આઇ હેટ યુ
પ્રકરણ-35
નંદીનીએ વરુણનાં ડરથી અને ઘરમાં માં-પાપની યાદથી છૂટવા સુરત ટ્રાન્સફર માંગી... એના સરે કહ્યું હું સુરતનાં ઇનચાર્જ ભાટીયાને વાત કરુ છું પછી તને જણાવું છું નંદીનીએ થેક્યુ સર એમ કહીને એમની ચેમ્બરથી નીકળી એની સીટ પર આવી ગઇ. જયશ્રીએ પૂછ્યું. શું થયું ? શું કીધુ સરે ? એ ટ્રાન્સફર આપશે ? સુરતની ઓફીસમાં કામ ખૂબ છે અને સ્ટાફ ઓછો છે એ આપણને ખબરજ છે પણ અહીંની ઓફીસમાં પણ તારી પાસે અગત્યનો પોર્ટફોલીઓ છે સર તને જવા દેશે ? શું લાગે છે ?
નંદીનીએ કહ્યું મે એમને મારી અંગત બધીજ ફેક્ટ કહી દીધી છે. એમણે કહ્યું ભાટીયા સાથે વાત કરીને જણાવું છું.
જયશ્રીએ કહ્યું વરુણની પણ વાત કરી ? શું બોલ્યાં. નંદીનીએ કહ્યું બધુજ સાચું કહી દીધુ છે ટ્રાન્સફર થાય તો સારું નંદીનીએ દિવસ આંખો વખત ઓફીસમાં કામ કરતી રહીં એનાં સરે ઓફીસ બંધ થવા સુધી કોઇ જવાબ ના આપ્યો એ નિરાશ થઇ ગઇ.
જયશ્રીએ કહ્યું નંદીની તને બહુ ડર લાગતો હોય તો મારાં ઘરે ચાલ. આમ પણ હવે શનિ-રવિ છે જવાબ મળશે તોય સોમવારે મળશે.
નંદીનીએ કહ્યું નાં એનાં કરતાં તુંજ મારાં ઘરે આવે તો ? હું એકલીજ છું તારી કંપનીમાં બે દિવસ નીકળી જશે. ત્યાંજ નંદીનીનાં મોબાઇલમાં રીંગ આવી. નંદીનીએ જોયું સરનો ફોન છે એણે ઉત્સુક્તાથી તરતજ ઉપાડ્યો અને બોલી યસ સર... સામેથી સરે કહ્યું નંદીની સુરતથી ભાટીયાનું હણાંજ કન્ફર્મેશન આવ્યું છે ત્યાં તારા માટેની જગ્યા અને કામ છે. મેં તારાં અંગે બધી વાત કરી છે તારી ટ્રાન્સફર કન્ફર્મ છે તું સોમવારે જયશ્રીને બધી ફાઇલ અને વિગત આપીને મંગળવારે જઇ શકે છે અને ગુરુવારે ત્યાંની બ્રાન્ચ જોઇન્ટ કરી શકે છે. બેસ્ટ લક.
નંદીની એકદમ ખુશ થઇ ગઇએ બોલી. થેંક્યુ વેરી મચ સર તમે મારું બહુ મોટું કામ કરી દીધુ. થેક્યુ અગેઇન સર સરે કહ્યું ઇટ્સ ઓલ રાઇટ એન્ડ બેસ્ટ લક.
નંદીનીએ કહ્યું જયશ્રી મારી ટ્રાન્સફર કન્ફર્મ થઇ ગઇ સરે કહ્યું સોમવારે જયશ્રીને ફાઇલ્સ આપી સમજાવીને જઇ શકે છે. ગુરુવારે ત્યાની ઓફીસ જોઇન્ટ કરવાની છે. એમણે ભાટીયા સરનૈ મારી બધી વિગત આપી દીધી છે. આમતો ભાટીયા સર સાથે ઓફીસમાં કામ અંગે વાતો થયેલી છે એટલે ઓળખે તો છેજ વાંધો નહીં આવે મારે તો મારુ કામ કરવું છે ને ? અહીં કરું કે સુરત કંપનીતો એક જ છે ને.
જયશ્રીએ કહ્યું એની વે બેસ્ટ લક એન્ડ કોન્ગ્રેચ્યુલેશન સારું કહેવાય સરે તને સપોર્ટ કર્યો અને એકજ દિવસમાં ટ્રાન્સફર કન્ફર્મ કરી યુ આર વેરી લકી...
નંદીનીએ કહ્યું લકી ના કહીશ. મને ખબર છે હું કેટલી લકી છું ? પછી થોડીવાર બંન્ને મોન થઇ ગયાં. નંદીનીએ કહ્યું જયશ્રી તું શનિ-રવિ આવને મારાં ઘરે પછી તો આપણે મળવાનું નહીં થાય સિવાય તું સુરત આવે. સાચું કહું તો કંપની મળશે અને મારો સામાન પણ પેક થઇ જશે. આમ તો હું મારાં કપડાં અને જરૂરી વસ્તુઓ લઇશ બાકીનું ત્યાં કરી લઇશ. ક્યારેક આવવું હોય તો ઘરે આવી શકું.
જયશ્રીએ કહ્યું ઠીક છે હું મનીષ સાથે વાત કરી લઊં એને જણાવી દઊં પણ હું ઘરે જઇને તારાં ઘરે આવીશ નંદીનીએ કહ્યું પણ હું તારી સાથેજ તારાં ઘરે આવું પછી આપણે સાથેજ મારાં ઘરે જઇશું.
જયશ્રીએ કહ્યું તું ખૂબ ડરી ગઇ લાગે છે. કંઇ નહી એવુજ કરીએ મનીષ સાથે રૂબરૂ વાત થઇ જશે એ પણ ઓફીસથી આવી ગયો હશે.
નંદીની અને જયશ્રી બંન્ને જણાં સાથે જ જયશ્રીનાં ઘરે જવાં નીકળ્યાં અને નવરંગપુરા જયશ્રીનાં ફ્લેટ પર પહોંચ્યાં.
જયશ્રીનો વર મનીષ પણ ઓફીસથી આવી ગયો હતો. જયશ્રીની રાહ જોઇ રહ્યો હતો. જયશ્રી અને નંદીની ફલેટમાં આવ્યાં. મનીષે નંદીની સાથે હાય હેલો કર્યું. જયશ્રીએ કહ્યું તમે લોકો વાતો કરો ત્યાં સુધી હું પરવારી જઊં પછી મનીષને કહ્યું તારું જમવાનું બનાવી દઊ ? હું નંદીનીનાં ઘરે બે દિવસ જઊં છું એની સુરત ટ્રાન્સફર થઇ ગઇ છે એને હેલ્પ કરવા જઊં છું.
મનીષે કહ્યું તારે કરવી હોય તો ત્રણેની રસોઈ કરને નંદીની અને તું બંન્ને અહીં જમીને જાવ. નંદીનીએ કહ્યું અત્યારે ઉતાવળમાં ઘમાલ ના કરીશ તું પરવારી તૈયાર થઇ જા આપણે ત્રણે જણાં સારી રેસ્ટોરન્ટમાં જમીને ઘરે જઇએ ટ્રાન્સફરની ખુશીમાં મારાં તરફથી ટ્રીટ...
મનીષે કહ્યું ધેટ્સ ગ્રેટ... ચાલ એવુંજ કરીએ આમ પણ આજે ફ્રાઇડે છે શનિ-રવિ રજા છે એ બહાને બહાર જમીશુ અને પછી હું તમને લોકોને નંદીનીનાં ઘરે મૂકી જઇશ. નંદીનીએ કહ્યું માંરુ તો એક્ટીવા છે... ઓહ આ એક્ટીવાનું શું કરીશ ? સુરત કેવી રીતે લઇ જઇશ ?
મનીષે કહ્યું તું ચિંતા ના કર મારો એક ફ્રેન્ડ છે ટ્રાન્સપોર્ટનું કામ કરે છે હું તારાં એડ્રેસે મોકલાવી આપીશ તારુ એક્ટીવા ભલે અહીંજ રહે આપણે મારી કારમાંજ જઇશું. નંદીનીએ વિચાર કરીને કહ્યું ઓકે થેંક્સ.
જયશ્રીએ કહ્યું ચલ નંદીની તારુ તો ગોઠવાઇ ગયું બધુ હવે તું નિશ્ચિંત થઇ જા મનીષ કરી દેશે બધુ અને એ તૈયાર થવા અંદર ગઇ.
મનીષ અને નંદીની બંન્ને વાતો કરતાં બેઠાં મનીષે કહ્યું તારાં મંમી-પપ્પાનાં સમાચાર જાણીને દુઃખ થયું પણ મને એક વિચાર આવ્યો હું ઇન્સુરન્સ નું કામ કરુ છું LIC માં છું તારાં મંમી પપ્પાનાં ઇન્યુરન્સ હતાં ? તે એમાં કોઇ પ્રોસિજર કરી છે ?
નંદીનીએ કહ્યું ઓહ હા ? આ બધી દોડાદોડીમાં એ તો હું ભૂલીજ ગઇ છું પાપાનું તો પતી ગયું છે પણ મંમીને ઇન્સોરન્સ છે. ઓહ થેંક્સ સારું યાદ કરાવ્યું.
મનીષે કહ્યું કંઇ નહીં હજી સમય ગયો નથી તું મને એમની પોલીસી અને જરૂર ડોક્યુમેન્ટ આપી દેજે હું બધું પતાવી આપીશ.
નંદીની કહ્યું થેંક્યુ વેરી મચ તમે ઘરે આવો. ત્યારે બધુંજ આપી દઇશ. પછી મનમાં વિચારી રહી જયશ્રી સાચેજ લકી છે. એને મનીષ જેવો વર મળ્યો છે. ત્યાં જયશ્રી તૈયાર થઇને આવી ગઇ અને મનીષને કહ્યું તારે તૈયાર થવું હોય તો જા પછી આપણે નીકળીએ.
મનીષે કહ્યું નાં ના હું તો તૈયારજ છું જયશ્રીએ કહ્યું ઓકે તો નંદીની તું જા ફ્રેશ થઇ જા પછી સીધાં રેસ્ટોન્ટમાં જઇએ. નંદીની તરતજ જયશ્રીનાં રૂમનાં બાથરૂમમાં ગઇ અને થોડીવારમાં ફ્રેશ થઇને આવી ગઇ.
જયશ્રીએ કહ્યું કઇ રેસ્ટોરન્ટમાં જવુ છે ? નંદીનીએ કહ્યું તું કહે એમાં જઇએ... મનીષે કહ્યું તમને વાંધો ના હોય તો હેવમોરમાં જઇએ મારે ચણાપુરી ખાવાં છે તમારે જે ખાવુ હોય એ ત્યાં બધુજ મળશે મદ્રાસી-પંજાબી વગેરે.
નંદીનીએ કહ્યું ઓકે ચલો હેવમોરમાં અને બધાં મનીષની કારમાં નવરંગપુરાનીજ હેવમોરમાં જમવા ગયાં.
રેસ્ટોરન્ટમાં ગયાં પછી મનીષે ચણાપુરી મંગાવ્યાં અને નંદીની અને જયશ્રીએ પંજાબી શાક અને રોટી ઓર્ડર કર્યા. જમતાં જમતાં બધી વાતો કરી રહેલાં સુરત અંગે - સુરત શહેરમાં પણ ખાવા પીવાની મજા આવે અમદાવાદ કરતાં ગરમી ઓછી એમ વાતો કરતાં જમીને નંદીનીનાં ઘરે જવાં નીકળ્યાં.
નંદીની ઘરે આવી એણે જોયું એનાં ફલેટનાં પાર્કીગમાં વરુણનું સ્કુટર છે એને થોડો ડર લાગ્યો પણ કંઇ બોલી નહીં સાથે જયશ્રી અને મનીષ હતાં બધાં ફલેટમાં પહોંચ્યા અને નંદીનીને હાંશ થઇ.
મનીષે નંદીનીની મંમીની પોલીસી જોઇ અને બીજા ડોક્યુમેન્ટસ લીધાં સાથે લીધેલાં ફોર્મમાં નંદીનીની સહીઓ લીધી અને કહ્યું હવે બાકીનું હું કરી લઇશ અને તારાં એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર થઇ જશે. હવે ચિંતા ના કરીશ હવે મારી જવાબદારી.
નંદીનીએ થેંક્સ કહ્યું અને બોલ્યા વિના ના રહી શકીએ જયશ્રી સાચેજ લકી છે. પછી મનીષે કહ્યું તમે એન્જોય કરો હું જયશ્રીને ફોન કરીશ અને ત્રણે જણાં મનીષ જવાનો એટલે નીચે ઉતર્યા અને નંદીનીએ જોયું કે...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-36