Ek Pooonamni Raat - 26 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-26

એક પૂનમની રાત
પ્રકરણ-26
અઘોરીજીએ અંગારીનાં જીવની સદગતિ કરી દીધી એ વિધિમાં લગભગ 3 કલાક નીકળી ગયાં. પછી અઘોરીજીએ કહ્યું દેવાંશ તારી સાથે કોણ છે ? દેવાંશે કહ્યું બાપજી આતો મારી સાથે નોકરી કરતી છોકરી વ્યોમાં છે એણે વ્યોમા તરફ જાઇને કહ્યું. અઘોરીજીએ કહ્યું હું એ છોકરીની વાત નથી કરતો. મે તારી સાથે કહ્યું એટલે તારી સાથે કોણ ફરી છે ? તને ખબર છે ? અત્યારે હાલ તારી સાથે નથી આ ઘરમાં હવે બીજી કોઇ પ્રેત પ્રવેશી પણ નહીં શકે એવી વિધી કરી છે.
વિક્રમસિહે કહ્યું બાપજી બીજુ કોઇ એટલે ? મારાં દિકરાને કોઇ નુકશાન તો નહી પહોચેને ? કોઇ મેલી શક્તિ છે શું છે ? બાપજી એની પણ સાથે વિધી કરાવી નાંખોને
અઘોરીજીએ કહ્યું એની વિધી હમણાં નહીં થાય. એટલે કરવી નથી મારે તમારો દીકરો જ્ઞાની અને પહોચી વાળે એવો છે. થોડું એનાં જીવનમાં થવાકાળ છે એ થવા દો એ સમાજને મદદરૂપ થશે. એ જે કામ કરી રહ્યો છે કરવા દો. એને કોઇ નુકશાન કદી નહીં પહોચે એમ કહી એમણે એક માદળીયુ એમની બંડીનાં ખીસામાંથી કાઢ્યુ અને દેવાંશનાં ગળામાં મંત્ર ફુંકીને પહેરાવી દીધું...
વિક્રમસિહ તરુબહેનને કહ્યું બાપજી માટે ફળ દૂધ બધુ લાવો. અઘોરીજીએ કહ્યું એ બધાંની જરૂર નથી હું માત્ર ચા પીશ વધારે ખાંડ નાં નાખસે પછી બોલ્યાં જરૂર પડે તમારાં દીકારને હું બોલાવીશ. મારાં માટે એ ખૂબ કામનો છે. એમ કહીને દેવાશ તરફ જોયું.
તરુબહેન બધાની ચા મૂકવા અંદર ગયાં. ત્યાં બાપજી સેવકે કહ્યું બાપજીને કાચમાં કે બીજામાં ચા ના આપશો પણ ધાતુનાં વાસણમાં આપજો.
દેવાંશે કહ્યું બાપજી તમે બોલાવશો તો આવી જઇશ. પણ બાપજી મારો એક બીજો પ્રશ્ન છે મારો ખાસ મિત્ર મિલીંદ અકસ્માતે એનાં ધાબેથી પડીને ગૂજરી ગયો છે. એનું માથું છૂંદાઇ ગયુ હતું એ ખાસ જીગરી મિત્ર હતો. બાપજી એની બહેન....
અઘોરીજીએ કહ્યું મને ખબર છે પણ તારી બહેન અંગારી સાથે કોઇ લેવા દેવા નથી અને એની બહેન એનું નામ વંદના.. છે ને ? દેવાંશે આષ્ચર્યથી કહ્યું હાં બાપજી પણ તમને એનું નામ કેવી રીતે ખબર ? મે તો જણાંવ્યુજ નથી.
અઘોરીજી હસી પડ્યાં અને બોલ્યાં મારાંથી કંઇ અજાણ્યું નથી એ તારો મિત્ર પડી નથી ગયો એને ધક્કો મારી પાડી નાંખ્યો છે. એનાં અપમૃત્યુ માટે એનાં સગા જ જવાબદાર છે પણ એનાં નસીબ સારાં હશે કે એને કોઇ મોહ કે વાસના નહોતી એટલે એની સદગતિ થઇ ગઇ છે. એ પોલીસનો મામલો છે એમ કહી વિક્રમસિહ તરફ નજર કરી.
વિક્રમસિહ અને સિધ્ધાર્થ બંન્ને બાપજી તરફ જોવા લાગ્યાં. અઘોરીજીએ કહ્યું ત્યાં બરાબર તપાસ કરો બધુ હાથ લાગી જશે કોઇ પ્રેત-ભૂતનો મામલો નથી સ્વાર્થના અને લાલચનો મામલો છે. એનાંથી વિશેષ કંઇ નહીં કહું..
થોડીવાર શાંતિ પથરાઇ ગઇ. વિક્રમસિહ અને સિધ્ધાર્થ વિચારમાં પડી ગયાં. ત્યાં વિક્રમસિહે કહ્યું પણ બાપજી એ મિલીંદની બહેન.... અમને એવો વહેન હતો એનામાં અંગારીનો આત્મા....
અઘોરીજી ખડખડાટ હસીપડ્યાં એમણે કહ્યું તમારાં જેવા પોલીસ જે ચપટીમાં ગુનો કરનારને પકડે એ આમાં કેવી રીતે થાપ ખાઇ ગયાં ? તમને તમારાં દીકરાએ કહ્યું હતું ને કે આમાં મારી બહેન અંગારી નથી અંગારી એવું. અઘમકૃત્ય ના કરી શકે...
વિક્રમસિહે કહ્યું હાં કીધું તો હતું પણ ઘણીવાર અમને પણ ના સમજાય એવાં કેસ અમારી પાસે આવે છે.
અઘોરીજીની પાસે ચા આવી ગઇ. બધાએ ચા ને ન્યાય આપ્યો. અઘોરીજીએ કહ્યું જે ખાડો ખોદે એજ પડે એ ઘરમાં એવુ ઘણુ થવાનું છે તમે તમારી રીતે તપાસ કરજો ચા પીધા પછી અઘોરીજીએ દેવાંશને કહ્યું તું ઘણાં કેસમાં સંડોવાનો છે તારી લાઇન જે એવી છે મેં તને આ તાંત્રિક રીતે પુષ્ટ થયેલું માદળીયું પહેરાવ્યુ છે ચિંતા ના કરીશ.
દેવાંશે આશીર્વાદ લેતાં કહ્યું હાં બાપજી મને એવાં અનુભવ થયાં છે ખાસ કરીને જંગલની વાવ. બાપજીએ કહ્યું એનાંથી આધો રહેજો એ પ્રેત ખૂબજ શક્તિશાળી છે ખબર નથી એની પાસે આટલી શક્તિ ક્યાંથી આવી છે અને મેં પણ એનાં પર પ્રયોગ કર્યા છે પણ મચક નથી આપતી એ ખૂબ જૂઠુ બોલીને રૂપ લઇ શકે છે એની કોઇ વાત પર વિશ્વાસ ના કરીશ.
દેવાંશને હવે રસ પડ્યો એણે પૂછ્યુ બાપજી એણે મને પૂનમની રાતે ત્યાં બોલાવ્યો છે. પણ હું...
વિક્રમસિહ અને સિધ્ધાર્થ એક સાથે પૂછ્યુ અરે તું ફરીથી ત્યાં ક્યારે ગયેલો ? તને ક્યારે આવું કીધુ ?
અઘોરીજીએ હસતાં હસતાં કહ્યું તમારો આ દીકરો સાહસીક અને પહોચેલો છે એને આવી કાળી શક્તિઓમા ખૂબ રસ છે જાણવાની જીજ્ઞાસા છે એટલે આવાં સાહસ કરે છે. પણ વાંધો નહીં આવે એનામાં પૂરી પાત્રતા છે.
દેવાંશે કહ્યું પછી બધી વાત કરીશ અત્યારે તો મારી પાસે પ્રોજેક્ટજ એ અવાવરી વાવ અને જંગલમાં આવેલો બિસ્માર થયેલો જીર્ણ મહેલ. એનો ઇતિહાસ એની બાંધણી કોતરણી બધાં ઉપર રીપોર્ટ બનાવવાનો છે. એમાં મારી સાથીદાર કલીગ વ્યોમા છે અમને આ કામ સોંપવામાં આવ્યુ છે.
વિક્રમસિહ અને સિધ્ધાર્થ આશ્રર્યથી સાંભળી રહ્યાં અઘોરીજીએ કહ્યું તું તારે કરજે જે કરવુ હોય એ પણ સાવધાન રહેજે જરૂર પડે મારો સંપર્ક ગમે ત્યારે કરી શકે છે તું જે વાંચી રહ્યો છે એ વાંચન ચાલુ રાખજે અને પૂનમની રાતે જાય પહેલાં મારી પાસે આવજે. આટલુ કહી અઘોરીજી ચૂપ થઇ ગયાં.
એમનાં સેવકે કહ્યું હવે બાપજીનો જવાનો સમય થઇ ગયો છે. વિક્રમસિહે એમનાં વોલેટમાંથી 5000/- રૂપિયા કાઢીને બાપજીનાં ચરણોમાં મૂક્યા અઘોરીજીએ કહ્યું મારે પૈસા નથી જોઇતાં હું અહીં પૈસા માટે નથી આવ્યો. તમારાં દીકરા માટે આવ્યો છું એ મારો શિષ્ય થવાને લાયક છે. જ્યારે પૈસાની જરૂર પડશે હું જણાવીશ હમણાં કંઇ નહીં. એમ કહીને ઉભા થઇ ગયાં અને સેવક સાથે બહાર નીકળ્યાં. બહાર નીકળીને દેવાંશને પોતાની પાસે બોલાવ્યો અને કોઇ ના સાંભળે એમ એનાં કાનમાં કહ્યું કંઇક અને પછી કાળુભાને કહ્યું કાળુભા ચલો મને આશ્રમે છોડી દો.
કાળુભાએ અઘોરીજી અને સેવકને બેસાડ્યાં અને સિધ્ધાર્થની રજા લઇને નીકળી ગયો.
સિધ્ધાર્થે દેવાંશને કહ્યું તને બાપજીએ કાનમાં શું કહ્યુ ? એ તો બધીજ વાતો નામ જાણે છે ત્રિકાળજ્ઞાની લાગે છે. તને તો એમણે એમનો ચેલો બનાવી દીધો.
દેવાંશે કહ્યું કંઇ નહીં કોઇ મંત્ર બોલ્યાં અને આશીર્વાદ આપીને ગયાં. દેવાંશે અસલી વાત છૂપાવી.
સિધ્ધાર્થનાં પ્રશ્નોનો જવાબ આપતાં દેવાંશે કહ્યું હું જોબ પર ચઢ્યો એનાં આગલાં દિવસે તમારાં પોલીસ સ્ટેશનથી સીધો વાવ પર ગયેલો ત્યારે ત્યાં પેલીનો પ્રેતાત્મા મને મળેલો ભારે વાત થઇ હતી એણે કહેલુ તારે બધુ જાણવું હોય તો પૂનમની રાતે આવજે.
પછી એણે સિધ્ધાર્થ અને વિક્રમસિહને કહ્યું પાપા હું તમને કહેતો હતો ને કે મીલીંદનાં કેસમાં મારી બહેન અંગારી નહોતી હવે તપાસ કરવી પડશે કે સાચુ કારણ શું છે ? કોન ગુનેગાર છે મારાં મિત્રનો...
ત્યાંજ તરુબહેન કહ્યું બધી વાત ઠીક છે પણ આજે અંગારીનો જીવ સદગતિ કરી ગયો એનો મને આનંદ છે મારી દીકરી મુક્ત થઇ ગઇ.
વિક્રમસિહે કહ્યું પણ તરુ તે કદી વાત નહોતી કરી આમે અઘોરીજીએ કહ્યું ત્યારે બધી ખબર પડી. તરુબહેન કહે મને માયા લાગી હતી અને અંગારીને આવી હાલતમાં અહીં રહેવાની વાસના હતી અંતે એ મુક્ત થઇ ગઇ.
સિધ્ધાર્થ કહ્યું મને મીલીંદનાં કેસમાં વ્હેમ તો હતોજ પણ આજે ખાત્રી થઇ ગઇ એ જે રીતે પડેલો એ આપધાત નહતો ઘટના હતી... દેવાંશે કહ્યું અંકલ...
વધુ આવતા અંકે - પ્રકરણ - 27




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED