નજરાણું Jayshree Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નજરાણું

નજરાણું

આજે રવિન્દ્ર નાટ્ય મંદિરમાં સંગીત કાર્યક્રમમાં જવા તૈયાર થયેલા મોહિનદા વિચારમાં પડી ગયાં કે

ધણાં સમય પછી તે આજે બેંગોલી સંગીત સાંભળશે.

મનોમન ખુશ હતાં મુંબઈમાં આવ્યાને પંદર વર્ષ વીતી

ગયાં. ક્યારેક બેંગોલી સોસાયટીમાં ઉઠક બેઠક હતી.

ત્યાં અનુરાધાદેવી, માહેશ્વરીદેવી સુંદર કંઠને લીધે એક

બે મિત્રોનાં આગ્રહ ને લીધે ગાતા ત્યારે તેને બોન્દુંદીદી

ને વિશાદીદી યાદ આવી જતાં.કેવું સરસ તાલીમ સભર

સંગીત હતું તેઓ પાસે.

વર્ષો પછી આજે સંમોહિનીનો કાર્યક્રમ હતો. જેવું સુંદર ગાતી તેવું તેનું રૂપ હતું.કહેવાય છેને દરેક નરમાં એક રામ તો એક રાવણ પણછુપાયેલો હોય છે.તેવું જ થયું મોહિનદા ક્યારેય આડુંઅવળું ન વિચારતા પણ સૌંદર્ય સામે હારી ગયાં ને પેલો રાવણ સળવળ્યો. જોમળાય તો મંચ પાછળ મળી આવીશ સુભાષદાની ઓળખાણ ક્યારે કામ આવવાની છે! મોંઘામાનું અત્તરને પેલો કૂરતો પાયજામોકાઢ્યાને ટાપટીપ પૂર્ણ કરી ત્યાં સુભાષદાની ભોંપું વાગી ઉઠ્યું. મોહિનદાને એટલો કર્કશ અવાજ લાગતો પણ દફ્તરમાં એ એમના બોસછે એમ માની ચલાવી લેતાં.

હોલમાં જઈ ને પોતપોતાની જગ્યા પર બેઠાંને જ્યાં

સોની શરૂઆત થવામાટે પરદા ખૂલ્યાને સામે એક રૂપરૂપનો અંબાર સમી તેજ આંખોને ધારદાર હોઠનાં ખૂણાં, કપાળ પર સરકી આવેલીએ કાળી લટ.. જાણે

સુંદરતાને હરાવી દે તેવો સૂરને થરકતી હાર્મોનિયમ પર

લાંબી આંગળીઓને મધ્યમિકામાં ચમકતો હિરો મોહિદાના હાથની મુઠ્ઠી સજ્જડ બંધ થઈ ગઈ. એમને એવો ભાશ થયો કે સંમોહિનીએએમને જોઈ રહી છે.

તેની આંખો જોઈ તેમને લાગ્યું વિજુ જ જોઈલો.હા વિજુ

પણ તે તો ગંગા પાર કરતાં તણાઈ ગઈ હતી.કેટલા વર્ષોના વહાણાં વહી ગયાં. તેમની નજર સામે એ દ્રશ્ય

તરવા માંડ્યું. આંખો બંધ થઈ ગઈ, એકદમ તાળિયોનાં

ગડગડાટથી ઝબકીને ખોલી. કાર્યક્રમ પત્યો કે તે ઊભા

થઈ જવાની તૈયારી કરે ત્યાં જ,માહેશવરીદેવી તેની પાસે

આવ્યા અને નમસ્તે કરી, કહ્યું,”સંમોહિની બોલાવે છે, ચલો.”

મને ! મનોમન આશ્ચર્ય થયું, પણ મોહિનદા ખરેખર જ

આકર્ષાયા હતાં.એક ચુંબકીય તત્વ ખેંચી ગયું.

મંચ પાછળ પહોંચતાજ એ બેંગોલી પાલવ જમીન પર પાથરી સંમોહિનીએ દડંવત કર્યા, બોલી ઉઠી,” હું

વિજુ દાદા ન ઓળખી?”

આંખમાં આંનદાશ્ચર્ય સહિત હર્ષાશું ઢળી પડ્યા. બેંઉં ખભા પકડી ઊભી કરી તેને જોતાં જ રહ્યાં મોહિનદા.

આ જ વર્ષો પછી સ્વજન મળ્યું હતું દૂર દેશમાં.તેને ઘરે લઈ જવાનો પ્રસ્તાવ તેના મેનેજર પાસે મૂકી જવાબની રાહ

જોતા ઊભા રહ્યાં. મેનેજરનાં હાવ ભાવ પરથી લાગ્યું કે તેને પસંદ નથી પણ માહેશ્વરીદેવીએ તેની સાથે વાત કરી.

મંજૂરી મળતાં મોહિનદા તો અધીરા જ થઈ ગયાં.

બન્ને ઘરે પહોંચ્યા કે મોહિનદાએ ઘર ખોલ્યું , વિજુ

પ્રવેશતા જ મોહિનદાના પગમાં ઢળી પડી.બન્ને કેટલાય

કલાકો અંધારામાં આસું સારતા બેસી રહ્યાં. સ્વસ્થ થયાં

પછી લાઈટ ચાલું કરી મોહિનદાએ તેણીને પાણી આપ્યું અને વિજુએ વાત શરું કરી.

મોહિનદા, હોડી ઊંધી પડી તો મારો હાથ માના હાથમાં જ હતો, ક્યાંય સુધી તણાતા રહ્યાં અમે બન્ને, બધાં જ વિખરાય ગયાંહતાં. આંખ ખુલી તો હું એક ખાટલામાં પડી હતી, મારી આસપાસ ચાર પાંચ સ્ત્રીઓનું ટોળું જમા હતું. તેમાં જ આ મેનેજરની માતા પણહતી. તેણીએ મારી ખૂબ દેખભાળ રાખી.તમે જાણો છો મને આપણાં ગામનું નામ જ યાદ હતું તે હું રટ્યા કરતી. ત્યાં આવવા કે મૂકી જવાજીદ કરતી. કોઈ જ સાંભળતું નહિ.મારો પગ જળચર પ્રાણીઓ એ ખાઈ કાઢી ખોખલો કરી દીધો હતો.મા મારી સંભાળ ખૂબ જ

કરતાં, જેમ જેમ સાજી થતી ગઈ તેમ તેમ હું વિચારતી

ગઈ હવે ગામમાં કોણ હશે? કોઈ નહિ અહીં આટલો પ્રેમ મળ્યો છે તો હવે રહી જાઉં, મનોમન તમને ચાહતી હતી,

તેથી ઘણીવાર યાદ કરી રડી લેતી, શું તમે મારી શોધ નહોતી કરી?” આટલું બોલી વિજુ જોઈ રહી.

મોહિનદાએ બોલવા માંડ્યું ,” તારી હોડીનાં ડૂબવાના સમાચાર આવ્યા, તે જ ક્ષણે હું કોલેજથી ભાગ્યો, કિનારે પહોંચ્યા પછી નદીખૂંદી નાંખી મે મારા મિત્રોએ તેમજ પોલીસે પણ કેટલીક લાશો મળી પણ તું

કે માસીમા ન મળ્યા. અમે આશ છોડી દીધી હતી.પછી

તો મારું મન ન લાગતું. પણ અભ્યાસ પૂર્ણ કરી, હું તને

ભૂલવા મુંબઈ તરફ જ આવી ગયો. ફક્ત એક વાર માના

મૃત્યું પર ક્રિયા કરવા ગયો પછી... કલકત્તા જવાનું મન જ ન થયું.”

વિજુ ભાવ વિભોર થઈ ગઈ, તે મોહિનદાને હૃદયપૂર્વક ચાહતી હતી. મનોભાવ હોય તો જ વ્યક્તિ ફરી જીવનમાં પાછું આવે એવું તેમાનતી. તે બે ક્ષણ માટે

મોહિનદાને જોતી રહી, પછી એટલું જ બોલી,”શું તમે મને

અપનાવશો?”

આ વાક્ય સાંભળી મોહિનદાએ તેને નજીક લઈ તેના હોઠ પર મધુર મિલનનું એક નજરાણું ભેટ રૂપે આપ્યું. બન્ને પછી એકબીજાનીબાહોમાં ગાઢ આલિંગન

આપી સૂઈ ગયાં. સવાર પડતા જ મોહિનદા તેણીને લઈ પેલા મેનેજર પાસે પહોંચ્યા. અંત:કરણથી તેનો આભાર માન્યો અને વિજુ સાથેપોતે લગ્ન કરવા માંગે છે તે જણાવ્યું. મેનેજર સોહનલાલ વિફરી પડ્યો, તેની તો ધીકતી કમાણી હતી સંમોહની! તે લાલચું માણસેપોલીસની ધમકી અને ગુંડાઓ ઊભા કરી દીધાં. માહેશ્વરીદેવી જેમણે આ કાર્યક્રમ ગોઠવ્યો હતો તેમણે

અને તેમના પતિદેવે જ્યારે વિગત જાણી ત્યારે મામલો

સંભાળ્યો.

મેનેજર પાસે કોઈ કાગળ પત્ર કે કરાર પત્ર નહોતું કે તે સંમોહિની સાથે જબરજસ્તી કરી શકે! છતાં આ રીતે

સંમોહિનીનો ગેર ઉપયોગ કરવા માટે, તેની પર આ રીતે

જબરજસ્તી કરવા માટે તેને પોલીસ અને કલકત્તા કોર્ટમાં

ચાલતા તેના બીજા કેસ માટે મોટી સજા થઈ. વિજુને જોઈ

માહેશ્વરીદેવીએ તેણીને સરસ બેંગોલી સંગીતની તાલિમ

આપી.મોહિનદાએ તેને ખૂબ જ પ્રેમથી સ્વીકારી. તેના પગની સરસ રીતે ટ્રીટમેન્ટ કરાવી તેને ચાલતી ફરતી કરી.

એક સવારે મોહિનદાએ તેની સામે સરસ પરબીડિયું

મૂક્યું. ખોલતાં જ તેણી ખુશ થઈ ગઈ. કલકત્તાની બે એર ટિકિટ હતી. તે પ્રેમ સભર આંખોએ એટલું જ બોલી

શકી,”આભાર ,મારા મનની વાત સમજવા માટે.”

લગ્નને છ મહિના વીતી ગયા હતાં, મુંબઈની એ જ બેંગોલી સોસાયટીનો આજે દુર્ગાપૂજાનો કાર્યક્રમ હતો.

ત્યાં આજે સંમોહિની દેવીનો સંગીત કાર્યક્રમ હતો.મંચ પર જતાં સંમોહિનીદેવીએ મોહિનદા પાસે પાલવ પાથરી

નમન કરતાં એક નજરાણું માંગ્યું ,”આ મારો અંતિમ કાર્યક્રમ હશે,એવું વચન આપો.”

મોહિનદાએ તેણીની આંખોમાં જોઈ વચન સ્વીકૃત

કર્યુ, સંમોહિની તે જ ક્ષણે મૃત્યું પામી અને વિજુનો ફરી

જન્મ થયો.


જયશ્રી પટેલ

૭/૪/૨૧