રાત - 8 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રાત - 8




રાતનાં ત્રણ વાગ્યાં હતાં. આખી હવેલીમાં આંધરાનું સામ્રાજ્ય છવાયેલું હતું. જમીન ઉપર એક નાની ટાંચણી પણ પડે તો અવાજ આવે, એટલી શાંતિ હતી. બધાં પોતાનાં રૂમમાં સૂઈ રહ્યાં હતાં. અચાનક હવેલીમાં કોઈનાં ચાલવાનો અવાજ આવ્યો. કોઈ ધીમા અવાજે બોલ્યું, "શુ.........! ચાલવાનો અવાજ ન આવવો જોઈએ. કોઈ ઉઠી જશે તો મુસીબતમાં મૂકાઈ જશું." મોન્ટુ બોલ્યો, "રોહન! પણ આપણે આટલી રાત્રે ક્યાં જઇ રહ્યાં છીએ? આ અંધારું તો જો! મને ખૂબ ડર લાગે છે." રોહન બોલ્યો, "તું મુંગા મોઢે ચાલ મારી સાથે. મને ખોટાં પ્રશ્નો ન કર." તેઓ આગળ ચાલવા લાગ્યાં.

થોડીવાર પછી તેઓ હવેલીમાં એક રૂમનાં દરવાજા પાસે જઇને ઊભા રહ્યાં. મોન્ટુ બોલ્યો, "રોહન! આ કોનો રૂમ છે?" રોહન બોલ્યો, "અરે પાગલ! આ રૂમમાં કોઈ રહેતું નથી. તને આ તાળું દેખાતું નથી. આ રૂમ ઘણાં સમયથી બંધ છે." મોન્ટુ બોલ્યો, "આપણે અહીંયા શું કરવા આવ્યાં છીએ?" રોહન બોલ્યો, "આપણે જ્યારે મંદિરેથી પાછાં હવેલી પર આવ્યાં હતાં, ત્યારે મેં પેલાં ડોશાને રામકાકા સાથે વાત કરતાં જોયો હતો. તે ડોશો રામકાકાને કહી રહ્યો હતો કે આ રૂમમાં કોઈ વિદ્યાર્થીને આવવા ન દે. આ રૂમ બંધ જ રહે તેનું ધ્યાન રાખજે. પહેલાં તો થોડીવાર મને ન સમજાયું કે તેઓ ક્યાં રૂમની વાત કરતાં હતાં. પછી જ્યારે હું રામકાકાની પાછળ પાછળ ગયો. તેઓ આ રૂમ પાસે આવ્યાં અને આ તાળું બંધ છે કે નહિ તે ચેક કરીને ચાલ્યાં ગયાં. પછી મને વિચાર આવ્યો કે આ રૂમમાં જરૂર કોઈ કીમતી ખજાનો હશે, જે પેલો ડોશો કોઇનાં હાથમાં નહીં આવવાં દેવા માંગતો હશે. હું પણ રોહન છું, આ ખજાનો તો હું જ લઈ જઈશ."

મોન્ટુ બોલ્યો, "પણ આ દરવાજા પર તો તાળું લગાવેલું છે, એને કેમ ખોલશું?" રોહન બોલ્યો, "મોન્ટુ! રોહન બધું સમજી વિચારીને જ કરે છે અને બધું પહેલેથી જ તૈયાર કરી લે છે. હું રામકાકાનાં રૂમમાં જઈને આ તાળાની ચાવી લઇ આવ્યો છું. હવે આપણે આ રૂમમાં જઈને બધો ખજાનો લઈ લેશું." પછી રોહને તેનાં ખિસ્સામાંથી ચાવી કાઢી અને તે તાળામાં લગાવી. રોહન ચાવી ફેરવવાનો જ હતો કે મોન્ટુ એ મોટેથી ચીસ પાડી, "ભૂત! ભૂત! ભૂત મને લઈ જશે. કોઈ બચાવો મને, બચાવો." રોહન બોલ્યો, "અરે! અહીંયા આપણાં બે સિવાય કોઈ નથી. તું કેમ ચીસો પાડે છે?" મોન્ટુ બોલ્યો, "Sorry! મારાં પગ ઉપરથી અચાનક ઉંદર પસાર થયો હતો. હું ડરેલો હતો એટલે મને એવું લાગ્યું કે કોઈ મારાં પગને ખેંચી રહ્યું છે." રોહન અને મોન્ટુ જલ્દીથી ભાગીને રૂમમાં જઈને સુઇ ગયાં. મોન્ટુની ચીસ સાંભળી બધાં રૂમમાંથી બહાર આવી ગયાં. પ્રોફેસર શિવ બોલ્યાં, "આ તો મોન્ટુની ચીસ હતી." તેઓ મોન્ટુનાં રૂમમાં ગયાં. તેમણે દરવાજો ખોલીને જોયું તો મોન્ટુ અને રોહન સૂઈ રહ્યાં હતાં. પ્રોફેસર શિવ બોલ્યાં, "બધાં સૂઈ જાવ." પછી બધાં પોતાનાં રૂમમાં જઈને સુઈ ગયાં.

સવાર પડી ગઇ હતી. ભક્તિ, સ્નેહા, રીયા, અવની, રવિ, ભાવિન, વિશાલ અને ધ્રુવ બધાં એકસાથે બેસીને રિસર્ચ પેપર બનાવી રહ્યાં હતાં. ભાવિન બોલ્યો, "મારું પેપર તો તૈયાર થઇ ગયું છે. તમારાં બધાનું પણ તૈયાર થઈ ગયું છે?" બધાં બોલ્યાં, "હા". વિશાલ બોલ્યો, "આપણા બધાનું રિસર્ચ પેપર તૈયાર થઇ ગયું છે તો ચાલો બધાં, આપણે આ હવેલી વિશે તપાસ કરીએ." ધ્રુવ બોલ્યો, "મેં સાંભળ્યું છે કે આપણે અહીં આવ્યાં એ પહેલાં આ હવેલી ઘણાં વર્ષોથી બંધ હતી." રીયા બોલી, "એ તો મને પણ ખબર છે, પણ આપણે આના વિશે પૂછીશું કોને?" રવિ બોલ્યો, "અરે હા! અહીંથી થોડી દૂર પેલાં દાદા રહે છે. તેમને પૂછીએ તો?" વિશાલ બોલ્યો, "હા! ચાલો, એમને જ પૂછીએ." પછી રવિ, સ્નેહા, રીયા, ભાવિન, વિશાલ, ધ્રુવ તે દાદાનાં ઘરે જવા માટે નીકળ્યાં. ભકિતની તબીયત હજુ નાજુક હતી, એટલે તે અને અવની બધાંની સાથે ન ગયાં.

બધાં તે દાદાનાં ઘરે ગયાં. તેમણે દાદાનાં ઘરનો દરવાજો ખખડાવ્યો. દાદા અંદરથી બોલ્યાં, "કોણ છે?" રવિ બોલ્યો, "દાદા! અમે શહેરથી આવેલાં વિદ્યાર્થીઓ છીએ. તમારાં ઘરની સામેની હવેલીમાં રહીએ છીએ. અમારે તમારી પાસેથી થોડી જાણકારી જોઈએ છે." દાદાએ દરવાજો ખોલ્યો. દાદા બોલ્યાં, "અંદર આવો. અંદર આવો." બધાં તેમનાં ઘરમાં અંદર ગયાં. દાદા બોલ્યાં, "બેસો. બેસો. હું તમારાં માટે પાણી લાવું છું." સ્નેહા બોલી, "દાદા! તમે બેસો. અમારે કંઈ નથી જોતું." દાદા બોલ્યાં, "અરે ના, ના. એમ કેમ ચાલે? તમે બેસો હું તમારાં માટે ચા-પાણીની વ્યવસ્થા કરું છું." સ્નેહા બોલી, "દાદા! તમે બેસો હું પાણી લઈને આવું છું અને ચા પણ બનાવી દઈશ." દાદા બોલ્યાં, "સારુ! આજે ઘણાં સમય પછી બીજાં કોઈનાં હાથની ચા પીવા મળશે. અત્યાર સુધી તો હું મારાં હાથની જ ચા પીતો હતો." સ્નેહા અને રીયા દાદાનાં રસોડામાં ગયાં અને ચા બનાવવા લાગ્યાં.

થોડીવાર પછી સ્નેહા એ ચા બનાવીને બધાને આપી આપી અને પછી તે બધાની સાથે બેસી ગઈ. વિશાલ બોલ્યો, "દાદા! તમે આ ગામમાં કેટલાં વર્ષોથી રહો છો?" દાદા બોલ્યાં, "હું જ્યારથી જન્મ્યો છું, ત્યારથી જ અહીં જ રહું છું. મારું મૂળગામ આ જ છે." ભાવિન બોલ્યો, "દાદા! તમને તો આ ગામ વિશે બધી જાણકારી હશેને?" દાદા બોલ્યાં, "હા! પણ તમારે શું જાણવું છે?" રવિ બોલ્યો, "દાદા! અમે જે હવેલીમાં રહીએ છે, તે હવેલી વિશે અમારે જાણવું છે." દાદા બોલ્યાં, "તમને આમ અચાનક એ હવેલી વિશે જાણવાની શું જરૂર પડી?" પછી રવિએ દાદાને તેમની સાથે ઘટેલી બધી ઘટનાઓ વિશે જણાવ્યું.

દાદા બોલ્યાં, "આ કોઇ નવી વાત નથી. આવી ઘટનાઓ હવેલીમાં થતી જ રહે છે. મેં તમારાં પ્રોફેસરને ત્યાં રહેવાની ના પાડી હતી, પણ તેઓ ન માન્યાં." વિશાલ બોલ્યો, "દાદા! તમે એ હવેલી વિશે અમને માહિતી આપી શકો?" દાદા બોલ્યાં, "હા! કેમ નહીં! તમે બધાં એ હવેલીમાં રહો છો, એટલે તમારે એનાં વિશે જાણવું જ જોઈએ. તો સાંભળો, તે હવેલી 50 વર્ષ જૂની છે. આ ગામમાં મહેન્દ્રસિંહ ચૌધરી નામનાં સરપંચ હતાં. તે હવેલીનાં માલિક પણ તે જ હતાં. તેમના કુટુંબમાં બે દીકરાઓ હતાં. તેમાં મોટાં દીકરાનું નામ રાજસિંહ ચૌધરી હતું. તેને પાર્થસિંહ નામનો દીકરો અને સુરેખા નામની દીકરી હતી. મહેન્દ્રસિંહનાં નાના દીકરાનું નામ શક્તિસિંહ હતું. શક્તિસિંહને કોઈ સંતાન ન હતું. સુરેખાને આ ગામમાં રહેતો રુદ્ર નામનો છોકરો ગમતો હતો, પણ રાજસિંહે કોઈ કારણથી તે બંનેનાં લગ્ન માટે ના પાડી દીધી. તેથી રુદ્ર અને સુરેખા ઘરેથી ભાગી ગયાં. પછી તેમનું શું થયું, તે આજ સુધી કોઈને ખબર નથી. થોડાં દિવસો પછી અચાનક તે ઘરનાં સભ્ય એક પછી એક મૃત્યુ પામ્યાં. પછી તે ઘરમાં ભૂતિયા ઘટનાઓ થવા લાગી. રાત્રે ત્યાંથી ચીસો સંભળાતી. થોડા દિવસ પછી તે ઘટનાઓ બંધ થઈ ગઈ." વિશાલ બોલ્યો, "દાદા! આ જાણકારી આપવા માટે તમારો આભાર!" દાદા બોલ્યાં, "હવે તમે ધ્યાન રાખજો. કોઈ પણ જરૂર જરૂર જણાય તો મને બોલાવી લેજો." પછી તેઓ દાદાનાં ઘરેથી નીકળી ગયાં. તેમણે બાકીનો દિવસ ગામમાં પૂછપરછ કરવામાં વિતાવ્યો.



#રાત

#horror #romance #travel