આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-31 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-31

આઇ હેટ યુ
પ્રકરણ-31
નંદીની માંને ઘરેથી ફલેટ પર આવી ગઇ. વરુણ પણ જોબ પરથી આવી ગયેલો. પરવારીને વરુણ રૂમામાં સુવા માટે આડો પડ્યો. નંદીની પણ કપડા બદલી સૂવા માટે આવી. વરુણે નંદીનીને સૂવા માટે બોલાવી સૂઇ ગઇ અને વરુણે નંદીનીને પોતાની તરફ ખેંચી અને પછી એને વળગી પ્રેમ કરવા ગયો અને નંદીનીએ બળપૂર્વક એ હાથ છોડાવીને કહ્યું વરુણ આ શું છે ? તું તારી રીતે સૂઇ જા આમ ફરીવાર મારી સાથે આવું ના કરીશ મેં લગ્ન પહેલાંજ મારી શરત કીધી હતી મને આવું નહીં ફાવે એવું હોય તો હું ડ્રોઇગરૂમમાં જઇને સૂઇ જઊ.
વરુણે કહ્યું મને શરત ખબર છે પણ આપણે લગ્ન પછી આજે શાંતિથી મળ્યાં છે તને વળગીને વ્હાલ કરવામાં શું વાંધો છે ? મેં ક્યાં કંઇ બીજુ કર્યુ છે ?
નંદીનીએ કહ્યું સોરી વરુણ મને સ્પર્શ પણ નહીં કરવાનો તેં આમ ગંદી રીતે મને ખેંચી મને નથી ગમ્યુ મને નહીં ફાવે આપણે લગ્ન કર્યા છે પણ આનો સ્વીકાર નહીં થાય. તારી સાથે ખર્ચમાં કે ઘરનું કામ બધામાં સાથ આપીશ બાકી મને એક અમથો પણ સ્પર્શ નહીંજ કરવાનો નહીં હું અહીં નહીં રહું હું સ્પષ્ટ કહી દઊ છું.
વરુણ નંદીનીની સામેજ જોઇ રહ્યો પછી કંઇ વિચારીને બોલ્યો ઠીક છે હવે ધ્યાન રાખીશ એમ કહીને પડખું ફેરવીને સૂઇ ગયો.
આમને આમ સમજૂતિ પ્રમાણે દિવસો અઠવાડીયા અને મહીના વિત્યાં. છ માસ નીકળી ગયાં. નંદીનીએ વરુણને ક્યારેય સ્પર્શ પણ ના કરવા દીધો.
એક દિવસ વરુણ જોબ પરથી આવી એનાં કપડાં બદલી ફોન - ઘડીયાળ વોલેટ બધુ મૂકીને ન્હાવા માટે ગયો અને એનાં ફોનમાં રીંગ આવી.
નંદીનીએ રસોઇ કરતાં કરતાં વરુણને બૂમ પાડીને કહ્યું વરુણ તમારો ફોન પણ વરુણે સાંભળ્યુજ નહીં. નંદીનીએ ફોન હાથમાં લીધો અને ફોન કપાઇ ગયો.
ફોન કટ થતાં પહેલાં નંદીનીએ સ્ક્રીન પર નામ વાંચ્યુ. માય લવ હતું. નંદીનીને કૂતૂહૂલ સાથે આષ્ચર્ય થયું એણે ફોન જોયો હેતલનાં ફોન કટ થઇ ગયેલો પણ પછી એમાં ઘણાં મેસેજ હતાં એ નંદીનીએ બધાંજ વાંચ્યા અને પછી ફોન એની જગ્યાએ મૂકી દીધો.
વરુણ ન્હાઇને બહાર આવ્યો ત્યારે નંદીનીએ કહ્યું કોઇની રીંગ આવતી હતી મેં બૂમ પાડી પણ તેં સાંભળીજ નહીં. હું લેવા ગઇ પહેલાં બંધ થઇ ગયો.
વરુણે તરતજ ફોન હાથમાં લઇને જોયું અને બોલ્યો ઓહ. ઓકે. વરુણે જોયું હેતલનો ફોન હતો એ ફોન લઇને બેડરૂમમાં જતો રહ્યો અને હેતલ સાથે વાત કરી લીધી.
નંદીનીએ પણ જોબમાં 5 પાંચ મહીનાં થઇ ગયાં હતાં એ જોબમાં પરમેનેન્ટ થઇ ગઇ હતી. એણે આ પાંચ મહીનામાં ઘણાં પૈસા વરુણને આપ્યાં અને હપ્તે હપ્તે જરૂરી ફર્નીચર પણ કરાવી લીધું હતું.
નંદીનીને વરુણનાં હેતલનાં સંબંધની બધીજ ખબર પડી ગઇ હતી પણ એને કોઇ ફરકજ નહોતો પડતો આમને આમ જીવન આગળ ચાલી રહેલું.
***************
રાજે આજે એની મોમને ફોન કર્યો. એની મંમી ખૂબજ ખુશ થઇ ગયાં. એ બોલ્યાં દીકરા કેટલાં સમયે તેં ફોન કર્યો. તને મારી યાદ નહોતી આવતી તારી ફર્સ્ટ ટર્મની એકઝામ ચાલુ હતી એટલે અમે પણ ફોન નહોતાં કરતાં. મને ખબર છે તારાં પાપા સાથે તો તારી વાત થતી હતી એ મને તારાં સમાચાર આપતાં હતાં તે આજે મંમીને યાદ કરી ફોન કર્યો મને ખૂબ ગમ્યું કેમ છે દીકરા ? કેવી ગઇ એકઝામ ?
રાજે કહ્યું માં મારે તમારી સાથે વાત કરવી હતી પણ પાપાએ કહ્યું એકઝામ પછી કરજે. હું તમને લોકોને ખૂબ મીસ કરુ છું. હું બધાને ખૂબ યાદ કરુ છું. એમ કહી બધાને પર વજન દીધું.
રાજની મંમીએ કહ્યું હાં દીકરા યાદ તો આવેને તને અને ખૂબ યાદ કરીએ મીસ કરીએ તો તને એનો એહસાસ તો થાયજ ને. ચલો એકઝામ સરસ ગઇ એટલે સારુ થયું. હવે બીજી ટર્મ ક્યારે ચાલુ થવાની ?
મંમી બીજી ટર્મ 21 દિવસ પછી ચાલુ થવાની ત્યાં સુધી બ્રેક છે. હવે શું કરવાનું ? મને થાય છે હું 15 દિવસ ઇન્ડીયા આવી જઊ ? નંદીનીનાં શું સમાચાર છે ? એ જોબ કરે છે ? એણે તો ફોન ના કરવા સમ આપેલાં એન એણે ફોન નથી.... એ શું કરે છે ? મેં એનાં નંબર પર આજે ફોન કરેલો પણ બંધ આવે છે.
રાજની મંમીએ કહ્યું રાજ અમે મુંબઇથી પાછાં ગયાં પછી ખૂબ પ્રયત્ન કર્યો પણ એનો ફોન કાયમ બંધ આવે છે. મને એકલીને એનું ઘર નાંજ મળે તારાં પપ્પા કામમાંથી નવરાજ નથી પડતાં જઊં કેવીરીતે પણ તારું ભણવાનું પુરુ થાય ત્યાં સુધી એ વાત નહીં કરે મનની, ખૂબ મજબૂત છે. તારાં પાપા પણ કહે છે. કે નંદીનીનાં સંપર્ક ના કરશો. એ વધારે દુઃખી થશે.
રાજે કહ્યું માં હું 15 દિવસ માટે ઇન્ડીયા આવી જઊ ? પાપાને કાલે પૂછ્યું તો ના પાડે છે. પાપાને કહે હું કમાઇશ પછી બધાં પૈસા પાછાં વાળી આપીશ.
મંમીએ કહ્યું કેમ આવું બોલે છે ? અમારુ છે એ તારું જ છે ને ? આજે એમને હું પૂછી લઇશ તું મને અહીનાં સાંજના 8 વાગે ફોન કરજો દીકરા...
રાજે કહ્યું પૂછી લેજે અને મનાવી લેજે. હું. રાત્રે 8.00 વાગે ઇન્ડીયાનાં સમયે ફોન કરીશ. અને ફોન મૂકાઇ ગયો.
*************
વરુણ સાથે આજે થયેલી વાત પરની નંદીનીને ખબર પડી ગઇ કે વરુણને રાજની ખબર પડી ગઇ છે. એ પણ મેં હેતલ સાથે આજે જોયો છે. જોઊં છું ઘરે જઊં જોઇએ શું થાય છે ? મહાભારત થવાનું હોય તો હવે ભલે થાય આ પાર કે પેલે પાર... એમ વિચારીને ઘરે પાછાં જવાની તૈયારી કરવા માંડી. નંદીનીએ માં ને કહ્યું માં તમે બીલકુલ ચિંતા ના કરશો. જે હશે એ કાલે ઓફીસે જઇને તને ફોન કરીશ. એમ કહી બધુ નીપટાવી ઘરે આવવા નીકળી ગઇ.
નંદીની ઘરે પહોંચીને જોયું વરુણ હજી આવ્યો નથી એણે લોક ખોલી ઘરમાં આવી બધુ ઘરમાં સરખુ ગોઠવ્યું. અને કપડા બદલી ફ્રેશ થઇને સૂવાની તૈયારી કરવા માંડી. ત્યાંજ વરુણ લોક ખોલીને ઘરમાં આવ્યો. આવીને એણે રૂમમાં જઇને કપડા બદલ્યાં ફેશ થયો. એ કશુંજ બોલ્યો નહીં ખૂબ ધૂંધવાયેલો હતો.
એણે એનાં બેડ પર લંબાવ્યું અને પછી નંદીનીને કહ્યું આ બધુ હું શું સાંભળું છું ? આ રાજ કોણ છે ? એની સાથે તારે સંબંધ હતાં ? ક્યાં સુધીનાં કેવા સબંધ હતાં ? એનેજ પ્રેમ કર્યો હતો તો એની સાથેજ ફેરા ફરવાં હતાં ને ? મારો ભવ કેમ બગાડ્યો ? મોટી સતિસાવિત્રી થઇને ફરે છે ઉપરથી.....
નંદીનીને પણ ખૂબ ગુસ્સો આવ્યો એણે કહ્યું મને કંઇ પણ કહેવાનો મેં કોઇને હક નથી આપ્યો. હાં રાજ સાથે પ્રેમ હતો પણ લગ્ન પહેલાંથીજ હવે મારે કશુજ નથી તારી જેમ નથી લગ્ન પછી પણ હેતલ સાથે તું.. જોકે મને કોઇ ફરકજ નથી પડતો તારે જેની સાથે જે સંબંધ રાખવા હોય રાખ પણ મારી વચ્ચે ના આવીશ. મેં રાજને લગ્ન પહેલાંથી જોયો નથી જોવાની નથી.....
તારે ડાઇવોર્સ લેવાં હોય તો એ પણ લઇ લઇએ આમ પણ આપણે તો લીગલ રજીસ્ટ્રેશન પણ નથી કરાવ્યું એટલે ડાઇવોર્સનાં પ્રશ્ન નથી તું કહે કે નથી સાથે રહેવું તો હું કાલે મારી મંમીને ત્યાં જતી રહીશ. આપણાં ઘડીયા લગ્ન ફોક.. તું તારી જીંદગીમાં સુખી રહે હું જતી રહું.
વરુણ સમસમીને સાંભળી રહ્યો પછી એ બેડ પરથી ઉભો થયો અને નંદીનીને......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-32