આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-27 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-27

"આસ્તિક"
અધ્યાય-27
આસ્તિક માં જરાત્કારુની આજ્ઞા માથે ચઢાવીને મામા વાસુકીનાગ સાથે જન્મેજન્ય રાજનાં રાજ્ય્ તરફ પ્રયાણ કરે છે. મનમાં લક્ષ્ય નક્કી છે કે જન્મેજય રાજાને પ્રસન્ન કરી નાગકુળનમો બચાવ કરી લેવો. અને મનમાં નારાયણ પ્રભુનું સ્મરણ કરતો આગળ વધે છે.
વાસુકી નાગ સમ્રાટ અમુક હદ સુધી આવીને પછી અટકી જાય છે. આસ્તિકને કહે છે. આસ્તિક દીકરા યજ્ઞનાં પ્રભાવની હદ હવે શરૂ થાય છે હું આગળ નહીં વધી શકું નહીંતર યજ્ઞનાં શ્લોક મંત્રોચ્ચારની શક્તિ એટલી પ્રબળ છે કે હું યજ્ઞ વેદી તરફ ખેંચાઈને ભસ્મ થઇ જઇશ.
નાગસમ્રાટ આસ્તિકને સમજાવે છે કે આ યજ્ઞની અને મંત્રોની સૂક્ષ્મ, સાક્ષાત, ગમ્ય અગમ્ય શક્તિઓ ગોચર અગોચર શક્તિઓ ખૂબ પ્રબળ હોય છે એને નાથી ના શકાય એટલે એમને સન્માન આપી હું અહીં મર્યાદા રાખી રહ્યો છું આગળ તારે એકલાએ સ્વબળે તારી અગમ્ય શક્તિઓ સાથે જવાનું છે. અને આસ્તિકને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે કે વિજયી ભવ અને કુળનો નાશ અટાકાવી કુળદીપક થાવ.
આસ્તિક આશિર્વાદ લઇ પગે લાગીને આગળ વધે છે. મનમાં પ્રભુનું સ્મરણ છે અને દઢ નિશ્ચય અને માઁ નાં આશીર્વાદ છે.
આ બાજુ યજ્ઞમાં મંત્રોચ્ચાર થઇ રહ્યો છે. પ્રબળ શક્તિઓનો ઉદભવ છે. તક્ષક નાગ ઇન્દ્રનાં આવાસમાં મિત્ર તરીકેનો સંબંધ બતાવી છૂપાઇ ગયો છે.
મંત્રોચ્ચારની શક્તિથી રાજા જન્મેજય સમજી જાય છે કે ઇન્દ્રની રક્ષા હેઠળ તક્ષક ઇન્દ્રલોકમાં છૂપાયો છે. ઇન્દ્ર જો ના મુક્ત કરે તો હવે તક્ષક સાથે ઇન્દ્રને પણ સજા કરવી. તેઓ મંત્રોચ્ચારમાં તક્ષક ઇન્દ્ર બંન્નેને સ્વાહા કરવા માટે મંત્રોચ્ચાર કરવા તૈયાર થાય છે.
આસ્તિક પોતાની શક્તિ દ્વારા રાજા જન્મેજય જ્યાં આ મહાન યજ્ઞ કરે છે ત્યાં પહોચી જાય છે અને રાજા જન્મેજ્ય ને ઉદ્દેશીને કહે છે. હે મહાપરાક્રમી રાજા જન્મેજય હું આસ્તિક એક બાળક માઁ જરાત્કારુનો પુત્ર આપની સમક્ષ શાસ્ત્રાર્થ કરવા ઉપસ્થિત થયો છું આપ મને આજ્ઞા આપો આશીર્વાદ આપો એમ કહીને નમસ્કાર કરે છે.
રાજા જન્મેજય પોતાની સમક્ષ ઉપસ્થિતિ થયેલાં બાળકને જોઇ અને શાસ્ત્રાર્થ કરવા માટે પડકાર આપી રહેલો જોઇને વિસ્મય પામે છે.
રાજા જન્મેજય અને યજ્ઞમાં બેઠેલા મહર્ષિ ઋષિઓ બાળકને કહે છે. વત્સ આ મહાપરાક્રમી રાજા અત્યારે મહાન સર્પયજ્ઞ કરી રહ્યા છે. રાજા પરીક્ષીતનાં મૃત્યુનો બદલો લેવા તક્ષક અને સમગ્ર નાકુળનો નાશ કરવા નિશ્ચય લીધો છે. તું અમારી સાથે શું શાસ્ત્રાર્થ કરવાનો તું હજી બાળક છે તને અહીં કોણે શા માટે મોકલ્યો છે ?
વળી શાસ્ત્રાર્થમાં જો તારી હાર થઇ તો તને મૃત્યુ દંડ મળી શકે છે શા માટે તું તારો જીવ જોખમમાં મૂકે છે. લાગે છે તું બ્રહ્મપુત્ર છે તારે આવી હિંમત ના બતાવવી જોઇએ તું જઇ શકે છે અને હજી આગળ અભ્યાસ કરવાની ઊંમર છે આટલી કુમળી વયે શા માટે તું આવો કઠણ પ્રયાસ કરે છે ?
આસ્તિકે કહ્યું હાં હુ બાળક જરૂર છું પણ પ્રખર અભ્યાસી છું મને મારાં જીવની કે હાર જીતની પરવા નથી મારું લક્ષ્ય શાસ્ત્રાર્થ કરવાની છે મને મંજૂરી આપો.
રાજાને આસ્તિકમાં રસ પડ્યો એમણે કહ્યું તારી આ જીદ કે ઇચ્છા તારી સાથે શાસ્ત્રાર્થે કરવા માટે પ્રેરણા આપે છે. હું મારાં પૂજ્ય એવાં મહર્ષિ ઋષિઓને આગ્રહ કરું છું કે તારી સાથે શાસ્ત્રાર્થ કરે. જોઇએ એનું પરિણામ શું આવે છે ? એમાંથી પણ કોઇ સત્ય બહાર આવશે.
એમ કહીને રાજા જન્મેજય મહર્ષિ ઋષીજણોને વિનંતી સાથે આગ્રહ કરે છે કે તક્ષક કે બીજા નાગ હવે બચવાનાં નથી એવો યજ્ઞ ચાલી રહ્યો છે. તમે આ બાળક સાથે શાસ્ત્રાર્થ કરો. અને પછી જે અંતે પરિણામ મળે એ પ્રમાણે આગળ કાર્ય પૂર્ણ કરીશું.
રાજા જન્મેજયની ઇચ્છા અને આગ્રહને માન આપી ઋષિમુનીઓ બાળ આસ્તિક સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર થાય છે. અને આસ્તિકને આમંત્રણ અને પરવાનગી આપે છે.
આસ્તિકને યજ્ઞવેદી પાસે આસન મળે છે છતાં આસ્તિક હાથ જોડીને ઉભો રહ્યો છે. તે રાજા જન્મેજય અને અન્ય ઋષિ મહર્ષિઓને પગે લાગે છે આશીર્વાદ લે છે.
બધાં ઋષિગણો એં સંસ્કાર અને વિનયી વ્યવહારથી ખુશ થાય છે અને શાસ્ત્રર્થ કરવા માટે રજા આપે છે.
આસ્તિક ખૂબ વિનમ્રતા સાથે રાજા અને ઋષિગણોને માન આપીને પ્રથમ માઁ જરાત્કારુ ત્થા પિતા જરાત્કારુ અને નારાયણ ભગવાનની હાથ જોડી સ્તુતિ કરે છે અને વાતાવરણ એકદમ જ પવિત્ર થઇ જાય છે.
આસ્તિક શાસ્ત્રાર્થ ચાલુ કરે છે એ પ્રથમ પંચતત્વોનાં ઉદગમ અને આજે જે ધરતી પર હવનયજ્ઞ થઇ રહ્યો છે એનાં અંગે શ્લોક બોલીને શક્તિઓનું આહવાન કરે છે.
ઋષિગણો આનંદ પામે છે કે તે શરૂઆતતો સરસ કરી છે એમ કહીને તો સામે શ્લોક બોલી રહ્યાં છે. આમ શ્લોકો અને ઋચાઓ બોલાઇ રહી છે.
આસ્તિક બ્રહ્માંડ રચનાથી શરૃ કરી જીવ સૃષ્ટિનાં રચના તેનાં કારક દરેક પ્રાણી પક્ષી માનવ બધાં જીવોનો ઉલ્લેખ કરીને એમનાં જન્મ નિર્વહન અને મૃત્યુ સુધીનું ચક્ર સમજાવી રહ્યો છે. આસ્તિક પૃથ્વી પર જન્મ લેનાર દરેક જીવની જીવનક્રિયા એમની જીવન શૈલી સ્વભાવ અને સંપૂર્ણ ચક્ર શ્લોક દ્વારા રજૂ કરી રહ્યો છે.
કર્મ અને એનાં ફળ વિષે દ્રષ્ટાંત ટાંકીને સમજાવે છે કે જન્મ અને મૃત્યુ ઇશ્વરમાં હાથમાં છે એનાં પર કોઇ માનવનો અધિકાર કે એનો નિર્ણય નથી ચાલતો જીવનકાળ દરમ્યાન થતાં કર્મ આગલાં જન્મો અને પ્રારબ્ધ પ્રમાણે થાય છે. આ ક્રમમાં પૃથ્વી પર જીવતો કોઇ જીવ બાકાત નથી પછી એ પક્ષી, પ્રાણી, સૂક્ષ્મ જીવો કે કોઇ સર્પ નાગ કોઇ પણ હોય એ જીવ ઇશ્વરે નિર્માણ કરેલી ક્રીયાઓને આધીન છે કોઇ સ્વતંત્ર નથી રાજા પોતાનાં જન્મ પછી કર્મ કરે છે વિજયી થાય છે સુખ આનંદ કર્મ-પ્રારબ્ધ પ્રમાણે ભોગવે છે પણ મૃત્યુ આપી શકતાં નથી.
બ્રાહ્મણોનાં શાસ્ત્રાર્થ અને ઋચાઓનાં અર્થ સમજી જવાબ આપે છે. ઋષિમુનીઓ શાસ્ત્રાર્થમાં કહે છે કે રાજા પ્રજા માટે ઇશ્વર સમાન છે અને પુત્રને પિતાનાં મૃત્યુનો બદલો લેવાનો અધિકાર અને ફરજ છે અત્યાર સુધીમાં રાજનાં ક્રોધને આધિન થઇને સેંકડો હજારો સર્પ નાગ સ્વાહા થઇ ચૂક્યા છે એ રાજાનો પ્રતાપ છે એમનું પુણ્ય કર્મ છે. પિતાનાં મૃત્યુનો બદલો લેવો એમનો ધર્મ છે.
આસ્તિકે શાસ્ત્રાર્થમાં જવાબ આપતાં કહ્યું રાજાએ પ્રજાનો સેવક છે ઇશ્વર નથી, ઇશ્વર તો આ પંચતત્વની યુગ્મ સંયુક્ત ઊર્જા -તેજ સ્વરૂપ ખુદ નારાયણ છે. રાજાનાં પિતાનું મૃત્યુ પહેલેથી નિશ્ચિત હતું એમાં તક્ષક નાગ માત્ર કારણ બન્યા છે.
રાજા પરિક્ષીતનું આયુષ્યજ એટલું હતું. નિમિત્ત બનનાર તક્ષકનાગ એ તો ઇશ્વરનું મ્હોરું હતાં. કારણ એ ઇશ્વરથી ઉભું થાય છે કારણ કે એ પ્રારબ્ધ છે. ઇશ્વર કારણ ઉભા કરી પોતે ક્યારેય નિમિત્ત નથી બનતાં. આ સમગ્ર સૃષ્ટિનાં જીવો ઇશ્વરનાં રમકડાં છે કોણ ક્યારે જન્મ ક્યાં કેવો લેશે.. કેવું જીવન વિતાવશે અને કેવું ક્યારે મૃત્યુ પામશે એ ઇશ્વર અને એનું કર્મથી બનલું પ્રારબ્ધ નક્કી કરે છે.
આપ મહાનજ્ઞાની ઋષિમુનીઓ આ બધાં ર્સ્પનાગને સ્વાહા કરી ભસ્મ કરીને તમારું કર્મ બાંધી રહ્યાં છો જે કર્મ જેવું કર્મ એવું ફળ એવુંજ પ્રારબ્ધ જન્મ કે મરણ તમે કોઇને ના આપી શકો તમારી શક્તિમાં કે પાત્રતામાં છે જ નહીં શા માટે આ પાપ કરી રહ્યાં છો ?
આ સર્પ નાગનાં મૃત્યુથી તમારાં પિતા યશસ્વી રાજા પરીક્ષીતનાં જીવને સુખ કે આનંદ નથી મળવાનો તેઓ એમનાં જન્મ પછી જેટલું જીવવાનું હતું જીવી ગયાં આયુષ્ય ખૂટી પડતાં કોઇક કારણ બની મૃત્યુ પામ્યાં.
રાજા જન્મેજય આપની સાથે જેટલું ઋણાનુબંધ સગપણ હતું એટલું ભોગવ્યુ પછી એમની વિદાય નિશ્ચિત હતી એમાં તમે કે હું કે ખુદ ઇશ્વર ઓછું કે વધારે ના આપી શકે ના લઇ શકે.
શા માટે તમે નકારાત્મક ઋણ બાંધી રહ્યાં છો ? અને અહીં મારું આગમન થયું છે એનું પણ કારણ છે મારે તમને તમારાં આ પાપ કર્મ અને બદલો લેવાની વૃત્તિથી મુક્ત કરવાનાં હશે જેથી મને અહીં મોકલવામાં આવ્યો છે. બ્લ્કે તમારાં સારાં માટે તમેજ મને સૂક્ષ્મ રીતે બોલાવ્યો છે મારી વિનંતી છે કે ઇશ્વરને સાક્ષી માની આ યજ્ઞમાં થતો સહાર બંધ કરો.
રાજા જન્મેજય શાસ્ત્રાર્થથી ખુબ આનંદ પામ્યાં અને ખુશ થઇને કહ્યું હે બાળજ્ઞાની હું તારાં અર્થસભર શાસ્ત્રાર્થથી ખૂબ ખુશ થયો છે બોલ તારે શું જોઇએ છે ?
આસ્તિકે નમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યુ હે રાજન આપ મારા માટે પિતા તૃલ્ય છો. આપને મારાં શાસ્ત્રાર્થ આનંદ થયો હોય તો આ સર્પયજ્ઞ અહીં જ રોકાવી દો. બધાં સર્પનાગ, તક્ષક, વાસુકી જે કોઇ હોય સર્વને માફ કરો. રાજા જન્મેજયે પછી કહ્યુ હે આસ્તિક....
વધુ આવતા અધ્યાયે - અધ્યાન ----28

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 1 વર્ષ પહેલા

Jaydeep R Shah

Jaydeep R Shah 1 વર્ષ પહેલા

Parul

Parul 1 વર્ષ પહેલા

Vipul Petigara

Vipul Petigara 1 વર્ષ પહેલા