આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-9 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-9

"આસ્તિક"
અધ્યાય-9
જરાત્કારુ બેલડી પવિત્ર ભૂમિ પર વિચરણ કરી રહેલા સાથે સાથે વિવાહીત જીવનનો આનંદ લઇ રહેલાં બંન્ને ખૂબ ખુશ અને સંતુષ્ટ હતાં. પરશુરામ ભગવાનની રક્ષિત ભૂમિ અને સહિયાદ્રી પર્વતમાળા એમને આનંદ આવી રહેલો. આ ભૂમિ પરજ માઁ જરાત્કારુનાં દેહમાં ગર્ભ રહ્યો હતો. ભગવાન જરાત્કારુ પણ ખૂબ જાણીને આનંદીત થયાં.
રાજકુમારી જરાત્કારુએ કહ્યું "ભગવન આપને પામીને હું ખૂબ ખુશ છું બધી ધરતી એક છે માઁ સ્વરૂપ છે. પણ ખબર નહીં અહીં પાતાળલોકની જેમ આ ધરતી વિશેષ ગમે છે મને જાણે અહીં આનંદીત રાખે છે. સમગ્ર પૃથ્વીની સૃષ્ટિ માઁ છે હું સમજુ છું કે પંચતત્વથી બનેલી આ સૃષ્ટિમાં પૃથ્વીનું ખાસ મહત્વ છે એનાં ગર્ભમાંજ જીવો ઉત્પન્ન થાય છે અને એનું સંવર્ધન કરે છે સંભાળ લે છે. પોતે અનેક દુઃખ વેઠીને પણ પોતાનાં સંતાન સ્વરૂપ જીવોનું પાલન કરે છે રક્ષણ કરે છે. જળસંચય કરી આખુ વર્ષ તૃષા સંતોષે છે કેટલું કેટલું ધ્યાન રાખીને સંભાળ લે છે.
ભગવન જરાત્કારુએ કહ્યું "દેવી તમે આ પૃથ્વી માઁ અને એં સંવર્ધનની કેમ વાતો કરવા લાગ્યા ? તમારી વાત સાચી છે પૃથ્વી માઁ છે અને બધાં જીવોનું પાલનપોષણ કરે છે.
રાજકુમારી જરાત્કારુએ કહ્યું "ખબર નહીં ભગવન પણ મારાં મુખેથી આ શબ્દો સરી ગયાં મારાં દીલમાં કોઇ અગમ્ય આનંદ અનુભવી રહી છું મને એવું થાય છે કે મારાં મન હૃદયમાં બધી આવી વાતો વિચાર સ્ફુરી રહ્યાં છે હું જાણે અનુભવી રહી છું.
ભગવન જરાત્કારુએ કહ્યું "હું સમજુ છું બધી વાત દેવી તમારાં ગર્ભમાં બીજ રોપાઇ ગયું છે હવે તમારી શારીરીક, વૈચારીક શ્રૃતિઓને આવું બળ મળશે વિચારો આવશે તમે કુમારીમાંથી માતા બનવા તરફ આગળ વધી રહ્યાં છો... દેવી તમારાં શરીરમાં અને વિચારોમાં પણ પરિવર્તન આવશે તમે તમારાં બાળક આપતાં પહેલાંજ તમારી શારીરીક અને માનસિક વિચારધારા એવી રીતે સુદ્ઢ બનાવતાં જશો જે એક કુદરતી પ્રક્રિયા છે.
આ બીજનું નીરુપણ થયાં પછી દેવી તમારે ખૂબ આનંદમાં રહેવાનું છે શાસ્ત્રો, વેદ વિગેરેનું વાંચન- સ્મરણ અને શ્રવણ કરવાનું જેથી આવનાર બાળક ગર્ભમાંથીજ એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને તમારાંમાં થઇ રહેલાં આ ફેરફાર સ્વાભાવિક છે પણ ખાસ અગત્યની વાત આપને જણાવી રહ્યો છું કે હવે તમારાં શરીરમાં મન હૃદયમાં જે કુદરતી સ્વાભાવીક ફેરફારો પરીવર્તન થવાનું છે એને સાચી દિશા આપો એ તમારી અંદર રહેલાં ગર્ભનાં સંસ્કાર એવાં રોપો એવાં સંવર્ધિત કરો કે બીજી દિશામાં ધ્યાનજ ના જાય હવે તમે એવી શરૂઆત કરશો તો તમારાં અંદર રહેલા ગર્ભને પણ બધુ જાણવાની જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખ જાગશે આ એટલી સૂક્ષ્મ પ્રક્રિયા છે કે એ તમે સીધું અનુભવી નહીં શકો પરંતુ એ પ્રમાણેથી પરોવણી થશે એ નક્કી છે એટલે દેવી તમારું પણ ધ્યાન સારાં વિચાર, સંસ્કાર અને વેધ શાસ્ત્ર ભણવામાં જરૂર રાખજો જે વિચાર પોષષો એવું સંબર્ધન થશે એ નક્કી છે.
સંસાર ચાલુ થયાં પછી વિવાહીત જીવન દરમ્યાન ભ્રુણ જેવું વિકાસ પામે ગર્ભમાં એને એનાં શરીર પોષણ એને જ્ઞાન પોષણની ભૂખ હોય છે એનાં નવા ઘડાઇ રહેલાં મનહૃદયમાં જે સાવ કોરી પાટી જેવુંજ હોય છે એમાં તમે સારાં સંસ્કાર અને વિચારનું આલેખન કરી દો તો એનાં જન્મ પછી પણ એની દ્રષ્ટિ અને અને એની ભુખ જ્ઞાન અને સંસ્કાર માટે રહેશે. એને એવો પ્રવિણ બનાવી દો કે જન્મ લે પહેલાંજ એને દરેક શાસ્ત્ર વેદનું જ્ઞાન હોય.
રાજકુમારી જરાત્કારુ ખૂબ ધ્યાનથી રસપૂર્વક ભગવન જરાત્કારુને સાંભળી રહેલાં એમનાં ચહેરાં પર ખૂબ આનંદ છવાયેલો હતો એમણે કહ્યું "મારાં ભગવન તમે કેવું સરસ સમજાવ્યું સાચી વાત છે તમારી, હવે હું મારું ચિત્ત શાસ્ત્ર, વેદ અને ભગવન સ્મરણમાંજ રાખીશ અને એનાં જન્મ સુધીમાં સંસ્કાર સિંચન કરી લઇશ.
જરાત્કારુ રાજકુમારીએ કહ્યું ભગવન મારી એક પ્રાર્થના છે કે.... જરાત્કારુ ભગવને કહ્યું બોલો દેવી તમારી દરેક વાતને હું સમજીશ કહો કોઇ સંકોચ વિના શું વાત છે ?
રાજકુમારી જરાત્કારુએ કહ્યું "તમારાં આદેશ અને સમજણ પ્રમાણે હું જરૂર મારાંમાં રહેલા પોષાઇ રહેલાં જીવને બધુજ જ્ઞાન આપીશ ખૂબ કાળજી લઇશ કોઇ ખોટાં કે નકારાત્મક વિચારો નહીં આવવા દઊં પણ ભગવન મારે મારાં માટે ઉછરી રહેલાં જીવને ખૂબ બહાદુર યૌદ્ધો બનાવવો છે એનાં માટે તમે મદદ કરજો.
ભગવન જરાત્કારુએ મંદ મંદ હસતાં હસતાં કહ્યું દેવી તમને જાણ પણ થઇ ગઇ કે તમારાં ગર્ભમાં ઉછરી રહેલો જીવ રાજકુમારજ છે ? મને આશ્ચર્ય થાય છે કે તમે એનાં માટે ખૂબ ભરોસાથી કહી રહ્યાં છો.
રાજકુમારી જરાત્કરુએ શરમાતાં કહ્યું ભગવન જેવું મારામાં જીવનનું નિરુપણ થયું મને આનંદની સીમા નહોતી તમારો પ્રેમ અને આશીર્વાદથી જે બાળક આવીને સર્પનાગ યોનીનું રક્ષણ કરવાનું એ રાજકુમાર યૌધ્ધોજ હોય. અરે હું એનાં વિચારોમાં અને એ પ્રમાણેનું સિંચન કરીશ મારી માનસિક્તા રહેશે ભગવન મારી પ્રાર્થના એજ છે કે તમે પણ આપણાં યુગ્મ પ્રેમની નિશાની આ જીવને તમે પણ જ્ઞાન આપજો હું આપની સમક્ષ બેસીસ તમે મને પ્રેરણા આપજો બોધ કરજો હું શ્રવણ કરીને મારાંમાં સંચિત કરીશ કારણ કે યુધ્ધકળા કે શસ્ત્ર કળા પણ શાસ્ત્ર અને વેદોની જેમ તમારેજ શીખવવી પડશે અને એનાં જન્મ પહેલાંજ એ ઘણુ બધુ જ્ઞાન પ્રાપ્ત કરીલે એવું હું ઇચ્છું છું.
ભગવન જરાત્કારુએ કહ્યું દેવી આપણે હવે અહીંથી આપણાં આશ્રમ તરફ પ્રયાણ કરીશું એ પછી આપણાં ગૃહસ્થ જીવન, દરમ્યાન રોજ હવનયજ્ઞ થશે રોજ અગ્નિને આહુતિ આપીને બધાંજ શાસ્ત્રનું વાંચન અને વેદોનું શ્રવણ કરાવીશ અને આવનાર બાળકને જ્ઞાનથી સંતૃપ્ત કરીશું.
દેવી જરાત્કારુએ આભાર માનતાં કહ્યું ભગવન આપની બસ સતત કૃપા રહે એજ ઇચ્છું છું. તમારો પ્રેમ અને લાગણી પામીને મારી જાતને ધન્ય માનું છું. દેવ એક ખાસ વાત મારે જણાવવી છે આપ આજ્ઞા કરો તો કહું..
ભગવન જરાત્કારુએ વિસ્મય પામતાં કહ્યું અરે દેવી એમાં આજ્ઞા માંગવાની શું આવશ્યકતા છે ? તમે જે કહેવુ હોય નિઃસંકોચ કહી શકો છે.
દેવી જરાત્કારુએ આનંદ પામતાં કહ્યું ભગવન આપણા પ્રેમથી જે જીવ મારાં ગર્ભમાં વિકાસ પામી રહ્યો છે એનાં જન્મ પછી થોડાંકજ વર્ષોમાં જે લક્ષ્ય થી એનો જન્મ થવાનો છે એનાં માટે જાણે સમયજ નથી આ પહેલું એવું બાળક કે જે એનાં જન્મ પહેલાંથી લક્ષ્ય બાંધીને આવે છે. અથવા એવું કહો કે એનાં જન્મ પહેલાંજ એનાં જીવનનો લક્ષ્યનો ભાર છે એનું બાળપણ એવું ના હોવુ જોઇએ કે એ એનાં નૈસર્ગીક ઊંમર જીવનનો આનંદ ના લઇ શકે. એનું જીવન બીજા બાળકો જેવું નિર્દોશ અને આનંદમયજ રહે ભલે લક્ષ્ય રહે પણ લક્ષ્યનાં ભય કે ભાર ના રહે. એટલેજ એનાં જન્મ થવા પહેલાનો કાળ જે કંઇ છે એમાં એને ઘણું બધું જ્ઞાનનું નિરુપણ થઇ જાય એવું હું ઇચ્છું છું અને તમારો મારાં પર અસીમ પ્રેમ બની રહે.
રાજકુમારી જરાત્કારુની વાત સાંભળીને ભગવન જરાત્કારુને હાસ્ય આવી ગયું પછી ગંભીર થઇ ગયાં. તેઓ બોલ્યાં દેવી તમારી વાત સાચી છે એ બાળક આ આપણું બાળક ચોક્કસ લક્ષ્ય સાથેજ જન્મ લઇ રહ્યું છે એનાં પણ કેટલાંય જન્મોનાં સંચિત કર્મો અને જ્ઞાન હશે જેને તમારી કુખ મળી છે એનાં પણ સૌભાગ્ય છે કે તમારા જેવી માં અને માં નાં કુળને તારવાનાં અને બચાવવાનું લક્ષ્ય મળ્યું છે પણ હું વાતનું ચોક્કસ ધ્યાન રાખીશ કે એનું બચપણ ક્યાંય ખોવાઇ ના જાય. એને બધીજ તાલીમ અને જ્ઞાન સાથે એ બાળપણ અને શૈષવ ખૂબજ સારી રીતે માણી શકે અને એ જીવનકાળ દરમ્યાન પણ ખૂબ સાહસિક અને હિંમતવાળાં કામ કરે ખૂબ આનંદીત રહે.
દેવી આપણાં બાળકમાં જ્ઞાનનાં નીરુપણ સાથે હું એને મારી સિધ્ધ શક્તિઓ આપીશ એને યોગ્ય બનાવીશ જેથી પાંચ વર્ષની ઊંમર પછી એ એ સિધ્ધીઓનો આદર કરશે અને કેવી રીતે એનાં લોક કલ્યાણમાં ઉપયોગ કરવાં એ પણ એ જાણી લેશે તમારી બધીજ મનોકામનાં હું પુરી કરીશ.
ભગવને આગળ વધતા કહ્યું "દેવી તમારી સાથેનો મેળાપજ આ બાળક માટે થયો છે તો ક્યાંય કંઇ અધુરુ ઓછું નહીં હોય એવો વિશ્વાસ અને વચન આપું છું.
રાજકુમારી જરાત્કારુ ખૂબ ખુશ અને આનંદીત થયાં. ભગવન જરાત્કારુ પોતાનાં આશ્રમ પાછા ફરવાની તૈયારી કરી નાગસેવકને હુકમ કર્યો અને પવનહંસ.......
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----10