આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-26 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-26

"આસ્તિક"
અધ્યાય-26
હવનયજ્ઞની જવાળામાં પૂર્ણાહૂતિ સમયે સ્વયં જરાત્કારુ ભગવન પ્રગટ થાય છે. આસ્તિકને વિજયી થવાનાં આશીર્વાદ આપે છે માં જરાત્કારુ ભગવનને જોઇને આનંદ પામે છે. સાથે સાથે વિહવળ થાય છે તેઓ આક્રંદ કરે છે અને કહે છે સ્વામી તમે આશ્રમે આવો આમ કેમ સમય વ્યતીત થશે ?
ભગવન જરાત્કારુ કહે છે હું સૂક્ષ્મ તમારી સાથેજ છું પળ પળ આસ્તિક અને તમને જોઇ રહ્યો છું પણ હવે ભાગ્યની લકીરો હું બદલી શકું એમ નથી પણ હું એક દિવસ જરૂરથી આવીશ. મારો દીકરો આસ્તિક એનાં કુળને બચાવવાનું કાર્ય પુરુ કરશેજ. તમે નિશ્ચિંત રહો.
વાસુકીનાગ અને અન્ય નાગ સેવકો હાથ જોડીને એમનાં દર્શન કરીને આશીર્વાદ લે છે અને ભગવાન જરાત્કારુ પછી અંતરધ્યાન થાય છે.
આસ્તિકની આંખમાં આનંદના આંસુ આવી જાય છે કહે છે હવનયજ્ઞમાં આહવાન કરી પિતાજી એ દર્શન આપ્યાં તેઓ સદાય આપણી સાથેજ છે મને પૂરો એહસાસ છે.
માં જરાત્કારુ આસ્તિકને વ્હાલથી વળગી પડે છે આશીર્વાદ આપે છે. માં એ કહ્યું દીકરા તમારી આગળની તાલિમ ભાઇ વાસુકી આપશે. આમતો તારી બધીજ તાલિમ અને શાસ્ત્રાર્થ તે કરી લીધાં છે પણ જ્યાં શરીરનું, કુટુંબ રક્ષણ કરવાનું હોય ત્યારે આપ બળે કરવું પડે છે. તારી સાથે બધીજ શક્તિઓ રહેશે દીકરા તું મારો પુત્ર તથા શિષ્ય છે.
દીકરા હું તારી માતા જરાત્કારુ બધીજ શક્તિઓની સ્ત્રોતા, જ્ઞાતા અને માતા છું હુંજ શક્તિ છું હુંજ જંગદબા છું મારા એકે એક સ્વરુપ અનેકરુપમાં એક તારી માં છું. હું તારાં સાથમાં રહીશ તારાં કર્મ, પૂજા-અર્ચના-ઉપાસ્નામાં સાથી બની રહીશ. પુત્ર તમે શારીરિક પુષ્તા સાથે નિપુર્ણતા મેળવો હવે આવનાર શ્રાવણ માસમાં તમારી કસોટી છે ત્યારે રાજા જન્મેજય પાસે જવાનું છે. ત્યાં તમારે શાસ્ત્રાર્થ કરીને રાજાનું દીલ જીતવાનું છે એમાં કુળનું ભાગ્ય ખૂલશે. કુળનો નાશ થતો અટકશે. તમારાં ભાગ્યમાં આ પુણ્યકર્મ લખ્યુ છે એ પુરુ કરવાનું છે. ભાઇ વાસુકી બધી વાત સમજાવશે. એનાં માટેની તૈયારી કરવાની છે.
આસ્તિકે કહ્યું મામા મારાં ભાગ્યમાં જે કર્મ કરવાનું લખ્યુ છે માતા જે મને સમજાવી રહી છે હું એ કાર્ય કરવા તત્પર છું. મહાન રાજા જન્મેજય પાસે જવા હું તૈયાર અને ઉત્સુક છું. આપ મને નિર્દેષ આપો હું એ આજ્ઞા સમજીને માથે ચઢાવીશ.
વાસુકી નાગે કહ્યું આસ્તિક અમે ઘણાં સમયથી આ સમયની રાહ જોતા હતાં. તું હવે સંપૂર્ણ તૈયાર છે. અમાસ વિતે પછી બેસતાં મહીને આપણે જવા માટે પ્રયાણ કરીશું. ત્યાં સુધીનાં દિવસોમાં બધી તૈયારો પૂર્ણ કરી લઇએ.
આસ્તિકે કહ્યું હે નાગ સમ્રાટ વાસુકી આપ મને સર્વ પ્રથમ આ કર્મ કરવાનું પ્રયોજન અને એની કથા સમજાવોએ પછી એનાં અંગેનું મારું કર્મ કહો.
સમ્રાટ નાગોનાં રાજા વાસુકીએ કહ્યું જો વત્સ સાંભળ આજે ભગવાન શિવની કૃપાથી તને આ વાત જણાવી રહ્યો છું. હું વાસુકીનાગ ભગવાન શિવના ગળામાં સ્થાન પામ્યો છું. મારો ભક્તિ અને શિવજીની કૃપાઓ મને એ સ્થાન મળ્યું છે.
અર્જુન પુત્ર અભિમન્યુનાં પુત્ર રાજા પરીક્ષીતને શ્રાપને કારણે તારાં દાદા તક્ષક નાગે એ પરીક્ષીત રાજાને ડશ મારેલો અને એમનું મૃત્યુ થયેલું એમનાં પછી એમનો પુત્ર જન્મેજ્ય રાજા થયો.
જન્મેજય રાજાને એમનાં પિતાનાં મૃત્યુનો પ્રતિશોધ લેવો હતો. એમણે પણ લીધું હતું કે તો પૃથ્વી પરનાં સમસ્ત નાગજાતીનો સર્વ નાગનો નાશ કરશે. એમને પિતાનાં મૃત્યુનો બદલો લેવો હતો. આથી એમણે નાગયજ્ઞ જે નાગસત્ર કહેવાય છે એવા મહાયજ્ઞ આરંભ કરેલો છે. એમાં એ અત્યંત વિશાળ યજ્ઞની પૂર્ણાહૂતિએ સર્વ નાગવંશનો નાશ થવાનો છે આથી બધાં નાગ ભયભીત છે.
નાગોનાં અસ્તિત્વ ઉપર આવી પડેલી આ ઉપાધી નિવારવાની છે. આથી મેં મારી બહેન જરાત્કારુ જે તારી માતા છે એમનાં લગ્ન તારાં પિતા જરાત્કારુ મુનિ સાથે કરાવ્યા જેનાથી તું ઉત્પન્ન થયો છે. તારી એવી પાત્રતા છે કે તું આ યજ્ઞ બંધ કરાવીશ અને નાગકૂળનો નાશ થતો અટકશે.
આજ સુધી એ નાગયજ્ઞમાં અનેક નાગ-સાપ સ્વાહા થઇ ચૂક્યાં છે. એમાં તક્ષક નાગ અને મારો વારો પણ છે પણ દીકરા અમને બચાવનાર એક માત્ર તુંજ છે તારી પાત્રતા છે અને હવે એ ઘડી નજીક આવી છે આપણે બે દિવસ પછી રાજા જન્મેજ્ય પાસે જઇશું.
આસ્તિક તારુ નામ આસ્તિક કેમ પડ્યું જાણે છે ? જ્યારે તું તારી માતાનાં ગર્ભમાં હતો અને જરાત્કરુ ભગવન મારી બહેનને ભગવાન શંકર પાસે લઇ ગયાં હતાં ત્યારે ભગવાન શંકરે ધર્મ અને જ્ઞાનનો ઉપદેશ આવ્યો હતો. આમ ગર્ભમાં રહીને જ તને જ્ઞાન મળેવું જેથી તારું નામ આસ્તિક પડ્યું છે.
આસ્તિક આપણે બે દિવસમાં તૈયારી પૂર્ણ કરીશું અને પછી રાજા જન્મેજય જ્યાં યજ્ઞ કરી રહ્યાં છે ત્યાં પહોચીશું ત્યાં જન્મેજય રાજા જે નાગયજ્ઞ કરી રહ્યાં છે. એમાં અનેક સર્પ નાગનો નાશ થઇ રહ્યો છે એને અટકાવવા માત્ર તુંજ શક્તિમાન છે.
આસ્તિકે કહ્યું નાગરાજ વાસુકી આપ મારાં મામા છો અને ગુરુ સમાન છો હું તમારી આજ્ઞા માથે ચઢાવું છું બેસતા મહીને આપણે અહીંથી પ્રયાણ કરીશું શ્રાવણ માસનાં શુભ દિવસોમાંજ હું મારી ફરજ અને કાર્ય પુરુ કરીશ.
આમનો આમ બે દિવસ વીતી ગયાં છે. પ્રાતઃકાળે ઉઠી આસ્તિક સ્નાનાદી પરવારીને તૈયાર છે. એણે માં જરાત્કારુની પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધાં. માઁ જરાત્કારુએ આશિષ આપીને કહ્યું પુત્ર તું તારાં મામા સાથે અહીંથી પ્રયાણ કર અને વિજયી થઇને પાછો આવ, તારી સાથે મારી બધીજ ગમ્ય અગમ્ય, ગોચર અગોચર સૂક્ષ્મ સાક્ષાત બધીજ શક્તિઓ છે. તું કોઇપણ રીતે રાજા જન્મેજયનું દીલ જીતીને યજ્ઞ બંધ કરાવ અને તારાં દાદા અન્ય દૈવી નાગને બચાવ.
આજે માં જરાત્કારુની આંખમાં જબરૂ તેજ હતું. એક ચમકારો હતો. વાસુકીનાગ થોડે સુધી આસ્તિક સાથે જવાનાં હતાં પછી આગળ જઇ શકે એમ નહોતાં તેથી માઁ જરાત્કારુની શક્તિઓ આસ્તિક સાથે રહેવાની હતી.
માઁ જરાત્કારુએ આસ્તિકને વ્હાલથી ગળે વળગાવ્યો આશીર્વાદ અને શીખ આપીને કહ્યું પુત્ર તમે તમારાં કાર્ય માટે સિધાવો ભગવન તારી રક્ષા કરશે. આ કાર્ય પુરુ કરીને ત્વરીત મારી પાસે પાછો આવી જજો. તારી માઁ તારી રહા જોતી હશે.
આસ્તિકે માઁ ને વ્હાલ કરતાં કહ્યું માઁ તમારાં આશીર્વાદ અને શીખઉપદેશથી હું મારુ કાર્ય સરસ રીતે પૂર્ણ કરીશ. તમે નિશ્ચિંત રહેજો એમ કહીને વાસુકી નાગ સાથે પ્રયાણ કર્યુ. માઁ જરાત્કારુ ગૌરવથી એને જતો જોઇ રહ્યાં અને મનોમન ફરીથી આશિષ આપ્યાં.
******************
જન્મેજય રાજાનાં રાજ્યની હદ આવી અને વાસુકી નાગ ત્યાં અટકી ગયો અને આસ્તિકને કહ્યું આસ્તિક ઘણાં સર્પ નાગ સ્વાહા થઇ ચૂક્યાં છે. યજ્ઞ હજી ચાલુ છે હવે મને જે એહસાસ કે જ્ઞાન થાય છે તે પ્રમાણે તક્ષકનાગને પછી મને સ્વાહા કરવાનું નિયોજન છે પૃથ્વી પરથી સર્વ નાગનો નાશ કરવાનું આહવાન કરેલુ છે.
આસ્તિકે કહ્યું મામા તમે નિશ્ચિંત રહો હું અહીંથી એકલો આગળ વધીશ રાજા જ્યાં યજ્ઞ કરી રહ્યાં છે ત્યાં પહોચીને પછી મારુ કાર્ય કરીશ.
***********
જન્મેજય રાજાનાં યજ્ઞમાં અનેક સર્પ નાગ સ્વાહા થઇ ચૂક્યાં છે હવે તક્ષક નાગનો બદલો લેવા એને યજ્ઞમાં સ્વાહા કરવા માટે મંત્રોચ્ચાર થાય છે પરંતુ તક્ષક નાગ ભગવાન ઇન્દ્રનો ખાસ મિત્ર હોવાથી સ્વરક્ષણ અર્થે ઇન્દ્રનાં નિવાસે આવીને સંતાય છે.
ઇન્દ્ર તક્ષકને આશરો આપે છે. અહીં રાજા જન્મેજયને ખબર પડી જાય છે કે તક્ષક ઇન્દ્રનાં નિવાહ સંતાયો છે તેઓ ઇન્દ્રને તક્ષકને બહાર કાઢવા માટે કહે છે પરંતુ આશરે આવેલો એવો શરણાર્થે તક્ષક બહાર નીકળવાની ના પાડે છે.
જન્મેજય રાજા પછી ક્રોધે ભરાય છે અને નક્કી કરે છે કે જો તક્ષક બહાર ના નીકળે તો ઇન્દ્રને પણ તક્ષક સાથે સ્વાહા કરી દેવો.
ત્યાં આગળ યજ્ઞ કાર્ય આગળ ચાલે છે અને મંત્રોચ્ચાર બોલાય છે કે....
વધુ આવતા અધ્યાયે - અધ્યાન ----27

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 માસ પહેલા

Pravin shah

Pravin shah 1 વર્ષ પહેલા

ATULCHADANIYA

ATULCHADANIYA 1 વર્ષ પહેલા

Bharatsinh K. Sindhav

Bharatsinh K. Sindhav 1 વર્ષ પહેલા

Vipul Petigara

Vipul Petigara 1 વર્ષ પહેલા