પેરેમૌર - ૩ - છેલ્લો અધ્યાય અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેરેમૌર - ૩ - છેલ્લો અધ્યાય

એલિસ કેસટેલ

અમેન્ડા ચાર દિવસથી ઓફિસ નથી આવી. હું આનું કારણ જાણું છું.

અમેન્ડા ઇસ ડેડ. તે મૃત્યુ પામી છે.

***

ચાર દિવસ પેહલા

મેથ્યુ વિવયેન પાસે ગયો હતો. અમેન્ડા વિષે કોઈ ને ખબર ન હતી. તે તો જાણે હવામાં ખોવાઈ ગઈ હતી. ફ્રેયા મુજબ તે છેલ્લી વાર ઓફીસ જવા નીકળી હતી. પણ પછી દેખાઈજ નહીં. આ બધાથી અજાણ મેથ્યુ તો એક હોટેલમાં રોકાયો હતો.

આમ ને આમ બે દિવસ પસાર થઈ ગયા. પછી મેથ્યુ એ મિસિંગ કમ્પલેન દર્જ કરાઈ. એજ દિવસે, સાંજના છ વાગ્યે, એક કાળા રંગની ગાડી, 'ઓલેસ્ટ્રિયા' નામના લેક માંથી મળી આવી. આ ગાળીમાં જે મૃતદેહ હતું, તે અમેન્ડા જેવુજ લાગતું હતું. ગાડીનો નંબર અમેન્ડાની ગાડીના નંબરથી મેલ ખાતો હતો.

ફ્રેયા એવેલીને એ મૃતદેહ ઓળખ્યું, તે તો ઢળીજ પળી.

***

પછી ચાલુ થઈ પૂછ - પરછ

મૃત દેહના મરવાનું કારણ ગૂંગળામાણ/શ્વાસરોધન હતું. ઇન્સ્પેક્ટર બેનર પ્રમાણે આ મૃત્યુ એક મર્ડર હતું.

તેના પતિ, તેની દીકરી, અને તેના સહ-કર્મચારીની પૂછ પરછ કરવામાં આવી. તેના પતીની પોલિગ્રાફ ટેસ્ટ (જુઠ્ઠાણું પકડવા થતી 'લાઇ ડિટેક્ટર ટેસ્ટ') કરવામાં આવી.

પણ કઇ સામે ન આવ્યું.

તેના સાથી કામજનોમાં વિવયેનની પૂછ પરછ પ્રમાણે તે 'એકદમ બદલાઈ ગઈ હતી, તેના પતિના અફેર પછી તો એ બૌ ડ્રામા કરતી હતી, મને તો લાગે છે કે એનું માનસિક સંતુલન જતું રહ્યું હશે' અને પીટર પ્રમાણે, 'તે કામમાં નિષ્પક્ષ, અને પ્રામાણિક હતી, પણ તે મારી ફીઓનસે સાથે અસહ્ય વર્તન કરતી' (પીટર એ ફોન કોલ અને એંગેજમેંટ વાળી વાત પણ કરી) એન્ડ્ર્યુ મુજબ તે 'ચૂડેલ હતી, ચૂડેલ, મારા સર મેથ્યુ સાથે ઝગડો કરતી, અને તે કેવી હતી તે અમે જાણીએજ છે, મેથ્યુ સરે કઇ ખોટુ નતું કર્યું, તે હત્તીજ એવી..' અને મેથ્યુ એ કઇ ખાસ ના કહ્યુ.

હા એક વસ્તુ પોલીસ સામે આવી ગઈ હતી, મેથ્યુ જે હોટેલમાં રેહતો હતો, તેજ હોટેલથી તેના ઘરે જવાના રસ્તા વચ્ચેજ એ લેક પડતો હતો.

મેથ્યુ પર તેમનો શક્ક કાયમ રહ્યો.

***

અને પછી આવી હું

બે મહિના પછી મારી પલિગ્રાફ લીધી. અને મારા દરેકે દરેક જવાબને 'જુઠ્ઠાણું' ઘોષિત કરવામાં આવ્યું.

કેમકે તે સાચ્ચે જુઠ હતું.

એ લોકોએ મને એક રૂમમાં રાખી. ચાર કલાક સુધી પાણીના એક ગ્લાસ સિવાય કઇ મે નતું લીધું. અને એ લોકો એમના પ્રશ્ન બોલતાજ જાય. એકને એકવાર સેમ પ્રશ્ન પૂછ પૂછ કરે. આમને આમ આંઠ કલાક વીતી ગયા.

અને અંતમાં મે બધ્ધુંજ સત્ય બોલવાનું શરૂ કર્યું.

મારા પૂછ પરછમાં ઇન્સ્પેક્ટર બેનર અને સબ ઇન્સ્પેક્ટર (તે એક સ્ત્રી ઓફિસર હતી) જોસેફ બેસ્યા હતા.

'હવે અમને વિસ્તૃતમાં બધ્ધીજ વાત કે.' બેનર પૂછે છે.

'અમે અમેન્ડા એ મારવાનું જે દિવસે એ ગાયબ થઈ તેજ દિવસે નક્કી કર્યું હતું.'

'અમે?' ઓફિસર જોસેફે પૂછ્યું.

'અમે બધાએ. મે, મેથ્યુએ, એન્ડ્ર્યુએ, વિવયેનએ, પીટરે પણ સાથ આપ્યો હતો. અને..'

'અને?'

'ફ્રેયા એ. અમે બધ્ધા અમેન્ડાથી કંટાળી ગયા હતા.'

'ફ્રેયા અને વિવયેન કઇ રીતે?' બેનરે પૂછ્યું.

'વિવયેન અને મેથ્યુની હિસ્ટ્રી હતી. એને જ્યારે ખબર પડી કે હું અને મેથ્યુ.. ત્યારે તે બૌ ગુસ્સે થઈ ગઈ, અને એણે મેથ્યુને કઇ દીધું. હવે મેથ્યુ બદલો લેવા એને ધમકાવતો હતો કે એમની વાત જો અમેન્ડાને ખબર પડી તો અમેન્ડા વિવયેનનું પ્રમોશન રોકી જશે. આ વાત ખુદ અમેન્ડા સાંભળી ગઈ, ફોન પર. એક રાત પેહલા.'

'અને ફ્રેયા?' જોસેફ પૂછે છે.

'એ.. ફ્રેયાને અમારા અફેર વિષે ખબર હતી. મેથ્યુ આ વાત છુપાવવા કઇ પણ કરી શકતો હતો. બદલામાં ફ્રેયા ડ્રગ્સ માંગતી. ફ્રેયા મેથ્યુની સગી દીકરી નતી, તેથી તે એને ડ્રગ્સ આપતો પણ ખરો. પણ આ અફેર બહાર આવ્યા બાદ તેની જરૂરતો મેથ્યુ પૂરી નતો કરતો. તે કંટાળી ગઈ હતી.'

'આ પ્લેન કોને વિચાર્યો?'

'પીટરે. અને બધુ પ્લાન મુજબજ ગયું. અમેન્ડા ફ્રેયા સાથે પાર્ક ગઈ. ત્યાં મેથ્યુએ એને સોરી કેહવા હોટેલ પર બોલાઈ, પછી અમેન્ડા માની ગઈ, ત્યારે એન્ડ્ર્યુએ એની ગાડીના ટાયર ફાડી નાખ્યા. એ લોકો પાછા ઘરે જવાના હતા, તો મેથ્યુની ગાડી લીધી. મેથ્યુ અડધે રસ્તે પહોંચી તેણે ગાડી વાળાઈ લીધી, વિવયેનને જોઈને. વિવયેન એ વખતે ધ્યાન રાખતી હતી કોઈ લેક પર ના આવે. પછી વિવયેનને મળવા તે લોકો ઉતાર્યા ત્યાં પીટરે એને ઝપેટી લીધી. મેથ્યુએ તેના બેલ્ટથી અમેન્ડાનુ ગળું દાબી દીધું. પછી પીટર ઓફિસે બધાની પ્રેજન્ટ પૂર્વા ગયો, અને મેથ્યુ હોટેલે. મે અને વિવયેને મળી ને તેનું શરીર પથ્થરોથી બાંધી લેકમાં જવા દીધું, જેમ અમે ડિસક્સ કર્યું હતું. ફ્રેયા એકદિવસ સુધી કઇના બોલી. અને પછી નાટક ચાલુ થયું.'

'તમારી પ્લેનીંગ જોરદાર હતી.' બેનર બોલ્યો.

'પણ તમે એક વસ્તુ ભૂલી ગયા.' જોસેફ.

'શું?'

એ બંનેઉ સાથે બોલ્યા, 'ગુનેગાર હમેંશા પકડાઈ જ જાય છે.'

(મેથ્યુ, એલિસ, પીટર, વિવયેન અને એન્ડ્ર્યુ ને ૭૦ વર્ષની સજા થઈ. સાથે ફ્રેયાને જુવેનાઇલ ડિટેન્શન પર રાખવામાં આવી છે.)