પેરેમૌર - ૨ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેરેમૌર - ૨

અમેન્ડા એવલીન

એ મેથ્યુ સમજે છે શું મને? હું એટલી બુદ્ધિ વગરની છું કે હું એલિસનો પ્લેન ન સમજુ? કે હું (હું, અમેન્ડા એવલીન) એ જુઠ્ઠીની વાતોમાં આવી જઉ?

હું, તો બસ આ ફોનનીજ રાહ જોતી, હતી.
અને હવે, છે મારો વારો.

મે ફોન પછાડી, મારા કેબિનના દરવાજાને ધક્કો માર્યો. ભરી બપોરે બધા કામ કરી રહ્યા હતા. વિવયેન એ મને ઈશારો આપ્યો: એ હજી ત્યાંજ છે.

પછી મે એલિસની કેબિન ખખડાવી, અને બીજી બાજુ પીટર દોડતો આવી ગયો: એક નંબર નો કૂતરો છે, ખબર નથી પડતી એને કે એની ફીઓનસે તેણે ઘૂમાવી રહી છે? કે એ પણ નાટક કરે છે?

દરવાજો ખોલતા મે એલિસને ધક્કો માર્યો. તે એકદમ તેની ડેસ્ક ઉપર પડી. બાજુ માં મેથ્યુ ઊભો હતો. પીટર તો અપશબ્દોની નદીયો વરસાવવા લાગ્યો. ત્યાં તો મે એલિસનું કોમ્પુટર મેથ્યુના માથા પર માર્યું. તેની બધી ફાઈલો એલિસ પર વરસાવવી. મેથ્યુના નાક માંથી લોહી ટપકવા લાગ્યું.

'તું સમજે છે શું તારી જાતને?' કહી મે એલિસને તેની કેબિનથી બહાર વાળ પકડી કાઢી મૂકી. અને તેણે મારુ તે પહેલા વિવયેન વચ્ચે આવી ગઈ.

તે માંડ - માંડ મને શાંત કરવામાં સફળ થઈ, ત્યાં તો પીટરે કહ્યું એને પોલીસ બોલાઈ છે.

***

પછી પોલીસ આવી

પોલીસ એ એલિસની સ્ટેટમેંટ લીધી. તેણે કહ્યું કે પેહલા મે એને માનસિક તથા મૌખિક ત્રાસ આપ્યો છે. પણ વિવયેને મારી સાઇડ લીધી. તેણે મેથ્યુને નગ્ન કરી નાખ્યો. તેની પોલ બધ્ધા ઊભા હતા અને પોલીસને કહી. આ સાંભળી પીટર રૂમની બહાર જતો રહ્યો. મેથ્યુનો આસિસ્ટન્ટ એન્ડ્ર્યુ, તેની પાછળ ગયો. તેની આંખો મને ખુન્નસથી ઘૂરી રહી હતી.

પછી મને વોર્નિંગ, અને ૭૫ ૦૦૦ રૂપિયા નું ફાઇન, આપી છોડી મૂકી. પણ હું આ ભૂલીશ નહીં.

ઘરે આવી ફ્રેયા નતી, મારી વાલી - વાલી દીકરી, તો મે ચાલુ કર્યું. અમે એટલી જોરથી ઝગડયા કે, મિસ્ટર વૂડ્સ, અમારા પાડોશી જોવા ચાલી આવ્યા. તેમણા કાન ફાટી ગયા હતા, અને હવે તેમણે હિયરિંગ એડ વાપરે છે.

મે એને ઘરની બારી કાઢી મૂક્યો. તે ગાડીમાં ઊંઘી ગયો.

બીજા દિવસે મારી કેબિનમાં એક પત્ર હતો.
મારુ પ્રમોશન લેટર.

હવે, મારી જોડે હતું સિંઘાસન.

***

પીટર અને હું

પીટરને આ વખતે પ્રમોશન ન મળ્યું. તેનું દુખ જતાવવા મે એને ફોન કર્યો. પછી એની પ્રેમિકાના પ્રેમ પ્રકરણ વિષે ચાલુ કરી વાત. હદ બહારની વાત કરી.

"હું તને તારી પ્રેમિકા અને મારા પતી વચ્ચે થયેલી બધીજ વાત, બધીજ ક્રિયા વિષે.. '

અને પછી, તેણે ફોન કટ કરી નાખ્યો.

બીજા દિવસે મે એને એ ફોટા મોકલ્યા જે મારા ઘરના સી સી ટી વીમાં હતા. તેણે મારી ગાડીના બધાજ કાચ ફોડી નાખ્યા.

પછીના દિવસે મિટિંગ હતી.

મે મિટિંગમાં કોઈને પ્રમોશન કે પે રેઝની વાત જ ન કરી.

બહાર નીકળતા મને મેથ્યુ ભટકાયો.

'હવે ખુશ રેહજે, આવતા જનમ સુધી ડેબ્યુટી તરીકે કામ કરીને.'

વિવયેન પણ દુખી હતી. પણ એ તો ડિસર્વ કરતી હતી.

જલ કૂકડી.

***

એલિસની સગાઈ માં

મને એલિસને હેરાન કરવાની આદત પડી ગઈ હતી. તેની સગાઈમાં હું કે મેથ્યુ નતા આવ્યા, પણ હું કોનું માનવા વાળી? સગાઈમાં ઘૂસી મે વાઇનનો ગ્લાસ લીધો. એ જેવી સ્ટેજ પર ગઈ કે તરત મે એના મોઢા પર વાઇન મારી અને હું જે ભાગી છું!

આ બધામાં અલગ જ મજા હતી. જેમ મેથ્યુને મળતી હતી. એને ખબર છે કે મને ખબર છે કે એનું અફેર છે, તો પણ, તો પણ એણે અફેર ચાલુ રાખ્યો છે.

***

પછી થઈ બરબાદી

જાણતા અજાણતા મે ઘણા દુશ્મનો પેદા કરી દીધા હતા. કેટલાય લોકો મને મૃત ઇચ્છતા હતા, એન્ડ્ર્યુ એ તો મેથ્યુ ને ફોન પર એટલી હદ સુધી કીધુ (એક ફોન પર ) કે: "મેથ્યુ, અમેન્ડા ને રસ્તાથી હટાવવી પડશે. મને એ જોબ જોઈએ છે. તને તારી આઝાદી જોઈએ છે. તુજ કઈક કરી શકે તેમ છે. તારેજ કઈક કરવું પડશે. નહિતર તો હું.. "

હવે આવશે મારો પ્રલય.