મા ના હૈયાથી વાત बिट्टू श्री दार्शनिक દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મા ના હૈયાથી વાત

(ઘણાં વર્ષે આજે બપોરે ઘરે આવ્યો છું)
મા ! હું આવી ગયો !
મા ! ક્યાં છે ? બઉ ભૂખ લાગી છે ! તને ભૂખ નથી લાગી ?
(મમ્મીને કૈંક મોટી તકલીફ છે એ અનુભવ તો મને હૃદયમાં જ હતો. કદાચ એ જ કે મા હવે સાથે નઈ હોય.)
મા ! ક્યાં છે ? મા...... ! (મા દેખાતી નથી)
હમ...! મમ્મી ...!? મમ્મી !?... (ચિંતા અને ગભરાતા કરતા અવાજ માં)
(ઘરમાં પણ બીજું કોઈ છે નહીં.)
(હું મારી બધી વસ્તુઓ મૂકીને ઘરની બહાર શોધવા જઉં છું.
ઘણું શોધ્યા પછી બધા મને એક મોટા મેદાનમાં ઊભા દેખાય છે. મમ્મી બધાથી બઉ જ દૂર એકલી ઊભી છે. બધા મમ્મીને જોઈ રહ્યા છે અને મમ્મી બધાને રડમસ આંખે અને એક ધીરજ વાળા સ્મિત સાથે જોઈ રહી છે.)
(મારા હૃદયમાં ભાવ બેસી જ ગયો કે મમ્મી હવે હંમેશ માટે જાય છે. કદાચ આ દુનિયા છોડીને જ. મમ્મી કદાચ ત્યાં દૂર ઉભી જ અલોપ થઈ જવાની છે અને બસ થોડી જ ક્ષણોની વાર છે.
મારું હૃદય સાવ રડી પડ્યું ! મારું હૃદય જે ચિંતા અને ગભરામણમાં હતું એ હવે સાવ એકલું અને અનાથ અનુભવતું હતું.)

હું કઈ બોલી ના શક્યો પણ મારા બધા ભાવને મારા હૃદયે શબ્દો આપી તરત જ મા ને કહ્યા,

મા, પહેલા તારો આ નમણો હસતો ચહેરો મને આશ્વાસનના શબ્દો કહેતો એને હૂંફનો અનુભવ આપતો. આજે એ જ નમણી તારી આંખો બધાથી દુઃખ છુપાવે છે. તારું એક મલકાતું સ્મિત આજે કોરું પડી ગયું હતું. જે ચહેરો મારી મારી તકલીફ પર હિંમત અને આશ્વાસન વરસાવવા તૈયાર હતો, મને,

"હું છું ને બેટા"

કહેતો હતો, એ જ ચહેરો આજે સાવ મૂક સ્મિત આપી હંમેશ માટે ચાલ્યા જવાનું મન બનાવીને જવાની વાત હળવા સ્વરમાં કરે છે.

ખબર નઈ મા, તને કઈ વાતનું દુઃખ પડ્યું છે તો તું બધાને છોડવા તૈયાર થઈ ગઈ છે. જો ને તને કોઈ રોકવા પણ આગળ નથી આવતું. બધા સાવ સ્તબ્ધ બની તને જતા જોઈ રહ્યા છે.

પપ્પાને તો જાણે તું પહેલા જ ના રોકવા મનાવી ચૂકી છે. નાના - નાની, દાદા - દાદી, કાકા - કાકી જાણે આજે મારા બદલે પોતે વાંકમાં જ છે. એ વાંકમાં છે તો મા તું કેમ જાય છે ? એમને પણ પાંચ વાર લેશન કરવા કેમ નથી આપતી ?!

તારો એ મલકાતો ચહેરો મને આ સુકાયેલો તારો સંસાર બતાવે છે અને કેહ છે,
"બેટા આ જગ્યા સાવ સુકાઈ ગઈ છે. મારું અહી રહેવું યોગ્ય નથી. મારે જવાનું છે."
મેં તારી સાથે આવવા કર્યું તો તારી તરફ વધી જ ના શક્યો. મારા પગ ચાલતા હતા પણ હું તારી તરફ ન આવી શક્યો.

"બેટા ! તું તો મારો લાડકો બચ્ચો છું ને ! મમ્મી નો લાડકો બચ્ચો થોડી રડે !"
તે ત્યાં દૂરથી જ કહ્યું.

મને એક વાર સહેજ પણ ના પંપાળ્યુ. મા ! તને કોઈએ કદી પાંપાળ્યું નથી એ સાફ દેખાતું હતું. તને પણ મન દુઃખ થયું છે એ સ્પષ્ટ હતું. હું મારા બધા તોફાન મસ્તીની માફી માગવા તારી સાથે જવા ઈચ્છતો હતો પણ તે,

" બચ્ચા, મમ્મીના બચ્ચાનો કોઈ વાંક થોડી હોય !" કહીને સાવ અટકાવી જ દીધો.

મા ! તું તારો હસતો ચહેરે નમણી આંખો રાખી, તારી માયા અહી બધાને લગાડીને જતી હતી. આ વાતનું બઉ દુઃખ નતું મને. મારું દુઃખ તો મા હંમેશા તું જ ઝીલી લેતી ને! હું રડતો હતો કેમકે મારી મા તારું મન દુખ્યું હતું. તારું દુઃખ તને કોઈએ હળવું નઈ કરી આપ્યું હશે ! જે તને આ રીતે જવું પડ્યું !? અને તું ફરી કદી નહિ આવવા મન બનાવી ચૂકી હતી, તારા આ લાડકા બચ્ચા માટે પણ.

મા ! તું ના જઈશ ને !

(મારી મા જોત જોતામાં હસતાં ચહેરે આંસું સારતી આંખોએ એનું તેજ અને પ્રેમ પાથરતા પાથરતા, અલોપ થઈ ગઈ!)

મારા હૃદયનો એ અનુભવ સાચો જ પડ્યો !