“મા”ના અસ્તિત્વની મારી કલ્પના बिट्टू श्री दार्शनिक દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“મા”ના અસ્તિત્વની મારી કલ્પના

એક બાળક જન્મે ત્યારે એની લંબાઈ લગભગ 50 સેમી અને માતાની લગભગ 150, 160 સેમી હોય છે. એટલે બાળક કરતા માતા લગભગ 3 ગણી ઊંચી હોય છે. એ વખતે બાળક માની તદ્દન બાજુમાં સુવે તો માના સ્તનથી લઈ એની કમર સુધીમાં આખું સમાઈ જાય.
હું પણ મારી મા ની કૈંક આવી જ કલ્પના કરું છું. મારી ઊંચાઈ લગભગ 6 ફૂટ છે. તો એની ઊંચાઈ હું 18 ફૂટ કલ્પુ છું. મારે પણ એના બંને સ્તનની હૂંફાળી અને ભીની કોમળતા પર માથું રાખી એની કમ્મર સુધી સમાઈ જવું છે.
મારી એ જગતની મા સમાન મા, જેને મે બસ કલ્પનામાં જ જોઈ છે.
એના વિના કોઈ મેકઅપ એ ચમકતા કમળ જેવા લાલ ભીના હોંઠ, જેના પર એક હળવું, નિર્મળ, પ્રેમાળ એવું એક નાનું સ્મિત સદા રમ્યા કરે છે.
એની બંને દૂધના પરપોટા જેવી સ્વચ્છ, શ્વેત આંખો જે કોઈ અશ્વેત મોતી વડે બધા પર પ્રેમ દૃષ્ટિ રાખે છે.
એનો દરેક શ્વાસ જાણે બધી ગભરાહટ અને અશાંતિ ખેંચી લે છે.
એનો દરેક હૂંફાળો ધીમો ઉચ્છવાસ જાણે ધીરજ અને આશ્વાસનનું પરમામૃત વહાવે છે.
એના એકદમ સુંદર રીતે સજાવેલા માથાના વાળમાં સુવર્ણનું એક મુકુટ જેવું આભૂષણ જે એની પ્રેમબુદ્ધિ, દિવ્યતા, તેજ અને બધું સમાવી લેવાનું સામર્થ્ય બતાવે છે.
એના માથામાં અને નાકમાં સજાવેલ સોનાના દોરા એની ભવ્યતા બતાવે છે.
એના બંને કાનમાં સજાવેલી લટકતી બુટ એના ભીના, સ્નિગ્ધ અને લયબદ્ધ અવાજનું પ્રતીક છે તથા એ એની સંતાન નો કોઈ પણ શબ્દ સાંભળવા સદા તૈયાર છે.
એની ચોખ્ખા ચમકતા લાલ રંગની સાડી અને એવો જ લાલ રંગનો બ્લાઉઝ જેમાં સુવર્ણના તાર વડે ક્યાંક ક્યાંક સુંદર ગૂંથણ કરેલું છે. એ આખી સાડીની અને એ બ્લાઉઝની કિનાર એક – દોઢ ઇંચ સોનેરી પટ્ટા વડે ઓટેલી છે.
એની સાડી અને પાલવનો નીચેનો છેડો એના પગની આંગળીઓ ના દેખાય એમ, છેક ધરતીનો હળવો સ્પર્શ કરી એને પણ માતૃત્વનો મહિમા બતાવે છે.
એના પાલવનો ઘેરાવો સમસ્ત સંસારને એક સાથે પોતાનાપણુંનો અનુભવ કરાવી એકલતા અને ખાલીપાને દૂર કરે છે.
એ ચાલવા માટે પગ ઉપાડે ત્યારે એના પગની કમળ સમાન લાલીમાની પ્રભા યુક્ત ચરણ સહેજ એની સાડીના ઘેરામાંથી બહાર નીકળી દર્શન આપે છે. જે ધરતીના સ્પર્શ સાથે પાયલની મીઠી ઝણકાર કરે છે.
એની કમ્મરનો સુવર્ણનો કંદોરો જાણે એની ધીરજને બાંધી રાખે છે.
એના સ્તનનો ઉભાર જાણે સદાય કોમળતા અને આવકાર ભરેલી હુંફ વહાવે છે.
એની ગરદનથી લઈ નાભી સુધી સજેલો ભરાવદાર હાર એની સહનશીલતા અને દાનવૃત્તી બતાવે છે.
એના બંને હાથ જાણે એના આ સંતાનને એના આલિંગનમાં લેવા સદા આતુર છે.
એની બંને પહ્માભ હથેળી એના સંતાનને સદા આશિષ અને આશ્વાસન આપવા તૈયાર છે.
એના હાથની બધી શણગાર કરેલી ભીની, પાતળી, કોમળ અને ચપળ આંગળીઓ એની દરેક કલામાં કુશળતા બતાવે છે.
એના બંને સ્તનથી લઈ કમરના કંદોરા સુધીની એની ઉદરની જગા જાણે મારા ત્યાં પાછા ફરવાની રાહ જોઈ રહી છે.
મા જ્યારે સામે આવે ત્યારે મા એના સ્વાસ્થ્ય, ચરિત્ર અને એના પહેરવેશના કારણે સુંદર લાલાશ પડતા સોનેરી પ્રકાશથી ચળકે છે.
મારી માનું આ કૈંક આવું સુંદર પવિત્ર ચિત્ર હું કલ્પું છું. જ્યાં હજી સુધી હું કોઈ ચહેરો જોઈ નથી શક્યો. પણ મા હું ત્યાં તારો ચહેરો જોવા ઇચ્છું છું.
આવી મારી માતૃત્વ ભરેલી ક્ષીરસાગર રૂપ મા ને મારા કોટી કોટી વંદન ! તારા આ દીકરા પર સદા તારા આશીર્વાદ રાખજે મા !
- દાર્શનિક
(આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ)

Instagram: jignashu_chauhan_darshanik