આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-28 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-28

આઇ હેટ યુ
પ્રકરણ-28
નંદીની રાજ સાથે વાત કર્યા પછી એનાં રૂમમાં ધુસ્કો ને ધૂસ્કો રડી રહી... એ એટલું રડી કે આંસુ ખૂટી પડ્યાં. એ કોરી આંખે છત તરફ નજર કરીને પડી રહી. ત્યાંજ એની મંમીનો ચીસ જેવો અવાજ આવ્યો. નંદીની નંદીની અહીં આવ જો તારાં પપ્પા...
નંદીની સફાળી ઉભી થઇ ગઇ. એ રૂમનો દરવાજો ખોલીને સીધી બહાર નીકળી અને જોયું તો પાપાનાં મોઢાંમાંથી જાણે લોહીનાં ફુવારા ઉડતાં હતાં. એમને લોહીની ઉલ્ટીઓ થતી હતી. શ્વાસ ઘમણની જેમ ચાલતો હતો. એમની આંખો ચઢી ગઇ હતી એ આ દશ્ય જોઇને ખૂબ ગભરાઇ ગઇ આટલી રાત્રે ડોક્ટરને ફોન કરુ કેના કરુ ? એ અવઢવમાં પડી પણ તરતજ નિર્ણય કરી ડોક્ટરને ફોન લગાવ્યો.
સામેથી તરતજ ફોન ઊંચક્યો અને નંદીની રડતાં રડતાં પાપાની બધીજ સ્થિતિ વર્ણવી. ડોક્ટરે કહ્યું ઓહ આ સ્ટેજ આટડલું જલ્દી આવી ગયું ? બેટા તું રડીશ નહીં હું હમણાંજ તારાં ઘરે પહોચુ છું અને ફોન મૂકાઇ ગયો.
નંદીની અને એની મંમીએ કપડાથી બધું સાફ કર્યું એમને પાછળ ઓશીકા મૂકીને બેસાડ્યા. એની મંમી એનાં પાપાની છાતીએ હાથ ફેરવી રહ્યાં હતાં. આંખોમાં આંસુ હતાં.
નંદીનીનાં પાપા કંઇક બોલવા માંગતા હતાં. પણ કંઇ અવાજજ ના નીકળ્યો. એમને હાંફ ચઢી હતી નંદીનીએ કહ્યું કંઇજ ના બોલશો તમે શ્રમ ના લેશો ડોક્ટર અંકલ આવેજ છે. નંદીનીનાં પાપાએ હાથનાં ઇશારાથી કંઇક સમજાવવા પ્રયત્ન કર્યો પણ.....
થોડીવારમાં ડોક્ટર આવી ગયાં એમણે પાપાને તપાસી એમની સ્થિતિ અને લક્ષણો જોઇ તાત્કાલીક એક ઇન્જેકશન આપ્યું અને પછી કહ્યું હવે આમની તબીયત નાજુક છે અત્યારે મેં હેવી ઇન્જેક્શન આપ્યુ છે રાહત થવી જોઇએ. પછી નંદીનીને કહ્યું હું જે ગોળીઓ આપુ છું એ વાટી પાણીમાં ઓગાળી.. દર 4-4 કલાકે આપવાની છે. હવે સમય ઓછો છે. એમને હોસ્પીટલમા એડમિટ કરવાનો અર્થ નથી હવે ઇશ્વરનાં હાથમાં છે.
એવું સાંભળી નંદીની છૂટા મોઢે રડી પડી. ઇન્જેક્શન આપ્યાં પછી એનાં પાપાએ આંખો મીચી દીધી જાણે નીંદરમાં સરી ગયાં. એની મંમીએ કહ્યું ડોક્ટર હવે સમય ઓછો છે એટલે ? કોઇ દવા સારવાર નથી ? ડોક્ટરે કહ્યું મેં જે છેલ્લામાં છેલ્લી દવા હતી એવું ભારે ઇન્જેક્શન આપ્યુ છે ફરક પડશે પરંતુ થોડાં દિવસો માટેજ હું તમને અંધારામાં નહીં રાખું આ લક્ષણો સારાં નથી કાલે સવારે માણસ આવીને બ્લડ-યુરીન બધાં સેમ્પલ લઇ જશે રીપોર્ટ પછી આગળ વિચારીશું પરંતુ મારો અનુભવ એવું કહે છે કે હવે લાંબુ નહીં ખેચેં.
નંદીની અને એની મંમી ખૂબ રડ્યાં. ડોક્ટરે કહ્યું હવે રડવાનો સમય નથી એમની પાસે જેટલો સમય છે એટલો સમય એમની સાથે ગાળો એમને આનંદ આવે એવું વર્તન કરજો. હવે એમની શાંતિજ એમનીજ દવા છે પણ શરીર દવાને રીસ્પોન્સ આપે તો સારું.
બધું સમજાવી દવા આપીને ડોક્ટર નીકળી ગયાં. નંદીની અને એની મંમી એમની સામેજ બેસી રહ્યાં. નંદીની માં સામે જોઇ રહી હતી એ પણ ઊંડા વિચારોમાં સરકી ગઇ હતી આમને આમ અડધી રાત્રી વિતી ગઇ આંખોએ એક મટકુ નથી માર્યુ અને માં દિકરી એમની સામેજ બેસી રહેલાં.
રાત્રીનાં 3 વાગે એનાં પાપાની આંખો ખૂલી આંખોમાં નર્યો વિષાદ અને હારી ગયાંની લાગણી હતી. એમણે હોઠ ફરકાવ્યાં અને બોલવા પ્રયત્ન કર્યો એમણે ધીમા અને ત્રુટક અવાજે કહ્યું દીકરી મારો જીવ તારાંમાં ભરાયો છે. તારુ લગ્ન એટલું બોલ્યાં ત્યાં હાંફ ચઢ્યો પાછાં મૌન થઇ ગયાં. પણ એમની આંખો માત્ર નંદીનીને જોઇ રહી હતી.
નંદીનીની મંમી બોલી - દીકરી તારાં પાપા તારાં લગ્ન વિશેજ વિચાર્યા કરે છે. તારી ચિંતા કરે છે. રાજની આમ કેમ રાહ જોવાશે ? તારાં પાપાનાં ખાસ મિત્રનો દીકરો વરુણ કહે છે સારો છે તું માની જાય તો તારાં પાપાની હાજરીમાં... તેઓ આગળ ના બોલી શક્યાં. નંદીની ત્યાંથી ઉઠીને એનાં રૂમમાં આવી એ ફરીથી રડવા લાગી આકાશ તરફ નજર કરીને બોલી હજી કેટલી કસોટી લઇશ ભગવાન ? હું શું કરું ? રાજ સિવાય મારાં મન હૃદયમાં બીજુ કોઇ નથી બીજું આવીજ કેવી રીતે શકે ? હું બીજી કોઇ વ્યક્તિનો સ્વીકારજ કેવી રીતે કરી શકું ?
નંદીનીને રાજ સાથે થયેલી વાત યાદ આવી ગઇ. રાજને કહેલું રાજ તારાં પાપાએ તારાં માટે સ્વપ્ન જોયાં છે. હું પણ મારાં પાપાની દીકરી છું... નંદીનીએ વિચાર્યુ મારાં પાપાએ મારાં માટે સ્વપ્ન જોયાં છે એમની આવી ગંભીર હાલતમાં હું એમની વાત નથી માની શક્તી. જેમ રાજને ફરજ સમજાવતી હતી કે એમનાં સ્વપ્ન પુરા કરવા માટે આપણે બલીદાન પણ આપવું પડશે હું શા માટે અચકાઊં છું ? પાપાની વાત માની લઇને લગ્ન કરી લઊં. તેઓ જાય તો શાંતિથી જાય એમનાં આત્માને કલેશ નથી આપવો.
નંદીની ફરીથી રડી પડી.. રાજ બોલ હું શું કરું ? હું લગ્ન કરી લઊં છું તારાં પેરેન્ટસને શાંતિ મળી જશે. મારાં પાપાનો આત્મા જીવ બાળતો નહીં જાય જેની સાથે પરણીશ એને મારો સ્પર્શ નહીં કરવા દઊં તને વચન આપું છું રાજ. મારી પવિત્રતા અખંડ રહેશે. મારી પાત્રતાને ઊની આંચ નહીં આવે મારાં રાજ હું મજબૂર છું મને માફ કરજો. હું નિર્ણય લેવા જઇ રહી છું. રાજ આઇ એમ સોરી.. કુદરતે આપણને મેળવવાનાં હશે તો એ લોકોજ રસ્તો કાઢશે રાજ તું મારી યાદમાં ભણી નથી શકતો હું અહીં જીવી નથી શક્તી અને એ હું કેવા ત્રિભેટે આવીને ઉભી છું. મારે લગ્ન નથી કરવા પણ કરવા પડશે... તારાં આવવાની રાહ જોવાનું મે વચન આપેલું પણ રાજ મારાં પિતાની આખરી ઇચ્છાને આધીન થઇને હું બલીદાન આપુ છું આજે આપણો પ્રેમ આ બલીદાનની વાતે ભોગ બની જશે. રાજ... રાજ... રાજ...
નંદીનીએ મનોમન નિર્ણય લીધો આંસુ લૂછીને મક્કમ પગલે બહાર આવીને બોલી પાપા તમારી ઇચ્છા મારાં લગ્ન જોવાની છે ને ? હું તૈયાર છું હું તમને દુઃખ પહોચાડવા નથી માંગતી પણ લગ્ન સાવ સાદાઇ થી ઘરમેળેજ કરીશ કોઇજ બીજી ધામધૂમ નહીં હોય.
આ સાંભળીને એનાં પાપાની આંખો ખીલી ઉઠી એમણે નંદીનીની માં તરફ ઇશારો કર્યો એમની આંખમાં જાણે સંતોષની ઠંડક પ્રસરી ગઇ.
નંદીનીની માઁ એ કહ્યું આમ પણ આવી સ્થિતિ સંજોગ અને તબીયતમાં ધામધૂમ નથીજ થવાની. પણ નંદીની દીકરા તે બધું વિચારીને નિર્ણય લીધો છે ને ? હજારવાર વિચારીને જવાબ આપજે.
નંદીનીએ કહ્યું માં મારો નિર્ણય અફર છે હવે તમે વરુણનાં ઘરે કહેવડાવી દો અને લગ્ન કરતાં પહેલાં હું વરુણ સાથે વાત કરવા માંગુ છું. પછી બીજાજ દિવસે લગ્ન ભલે થતાં.
નંદીનીની મંમીએ કહ્યું કાલ સવારેજ ફોન કરી દઇશ. પણ તું ભલે વાત કરે તું છોકરાને જોઇલે બધી વાત કરી લે પછી તને ગમે તોજ લગ્ન કરીશું.
નંદીનીએ કહ્યું છોકરા કેવો દેખાય છે શું કરે છે ? મને કોઇ ફરક નથી પડતો. પણ વાત જરૂરી કરવી છે પછી લગ્ન કરી લઇશું. સવારે પાપાનાં સેમ્પલ લેવાઇ જાય પછી નો સમય રાખજો. છોકરાને અહીં બોલાવી લેજો....
***********
નંદીનીનો ફોન મૂક્યાં પછી રાજ વિચારમાં પડ્યો. નંદીનીને મેં પ્રોમીસ કર્યુ છે સારી રીતે ભણીશ. સારું નહીં સારામાં સારુ ભણીશ અને એની સાથે લગ્ન કરીશ.
નંદીનીએ ફોનમાં વાત કરવાની પણ ના પાડી આટલી કઠોર એ કેવી રીતે થઇ શકે છે. મને એનાં વિનાં એક પળ નથી ચાલતું નંદીની મારી એક ટર્મ પતવા દે પછી હું આવીશજ ઇન્ડીયા ભલે તું વાત ના કરે...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-29