RAIN A HEARTLESS STORY books and stories free download online pdf in Gujarati

RAIN : A HEARTLESS STORY

ના પૂછો મિત્રો કેવી આ વાત થઈ

જેને બનાવી સૃષ્ટિ આખી

તેની આંખો માંથી પણ નીર ની વરસાદ થઈ.....


ચોમેર કાળા વાદળો છવાયેલા હતા. વખત મધ્ય જૂનનો હતો. આ વાદળોને જોય સૌના મનમાં ખુશીની લહેર છૂટી હતી.વૃક્ષો, ખડૂતો, મોરલાઓ અને કેટલાય વર્ષા પ્રેમીઓ આ ખુશી જોય દેવરાજ ઈન્દ્ર આજ ઉલ્લાસ અને ઉમંગ થી વર્ષી જવાની પુરી ઈચ્છામાં હતા. આજ તેમના હૃદયમાં પણ એક લહર છૂટી હતી. આ હજારો પ્રકાશિત ખુશીના દિવા વચ્ચે એક દુઃખી પ્રકાશહીન દીવડો પણ હતો.

રોડના કિનારે એક કાચી ઝૂંપડી હતી. ઘાસના પૂળા અને ગારા ના લીપણ થી બનેલ એક મહેલ! આ ઝૂંપડીમાં ત્રણ જીવો શ્વાસ લઈ રહયા હતા. લક્ષ્મી અને તેના બે બાળકો.લક્ષ્મીના પતિ જીવણનું અવસાન થયું તને 6 મહિના થઈ ગયા હતા. જીવણને ચામડીનો દર્દ હતો. તને વિલખતાં વિલખતાં છેલો શ્વાસ લક્ષ્મીના ખોળામાં લીધો હતો. જીવણ અને લક્ષ્મીના બે બાળકો હતા. મોટો 5 વર્ષનો મોહન અને નાનો ૩ વર્ષનો શ્યામ. પતિના અવસાન પછી લક્ષ્મી આ બે ફૂલડાંઓના સહારે જીવન જીવી રહી હતી. લક્ષ્મી આખો દિવસ કાળી મજૂરી કરી બાળકોના પેટની ભૂખ શાંત કરતી.આ નિર્દય દુનિયમાં કોઈની આશા રાખ્યા વગર તે બાળકોનો ઉછેર કરી રહી હતી.

કાળઘેરા વાદળો સાથે હવે ઈન્દ્રએ ચાબુક ચલાવવાની શરૂઆત કરી હતી એટલે વીજળી ધરતીને વરસાદના આગમનના સમાચાર આપતી હતી.જાણે કંઈક નવું થવાનું હોય તે રીતે સૌ વરસાદની રાહ જોય રહ્યા હતા. પરંતુ લક્ષ્મીને વરસાદના આ સ્વભાવ થી કઇંક વાંધો હતો. તે લાચાર મોં કરી આભ સામે જોય રહી હતી. ભય અને ઉદાસી તેની આખોમાં દેખાય રહી હતી. લક્ષ્મીએ આંખો બંધ કરી મનમાં ઈશ્વરને એક પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્નનો જવાબ ઈશ્વર વરસાદમાં થતા વીજળીના ચમકારામાં સંભળાતું હાસ્ય રૂપે આપી રહ્યા હતા.લક્ષ્મીની આ ચિંતા તેનો કાચો માટીનો મહેલ હતો. જીવણ જીવતો હતો ત્યાં સુધી તે વરસાદ આગાઉ ઝૂંપડી પર તાડપત્રી ચડાવી દેતો. જેથી ઘરની રક્ષા થતી અને વરસાદ ખલેલ ન પહોંચાડી શકતો. પણ હવે જીવણ પણ ન હતો અને તાડપત્રી પણ ન હતી. લક્ષ્મી પાસે પોતાના પતિ ની અંતિમ વિધિ કરવા પૈસા ન હતા. તેથી તને ઘરની ઘણી ખરી વસ્તુ વેચી નાખી હતી. જેમાં તાડપત્રી પણ હતી. તને વિચાર્યું હતું કે ચોમાસા પહેલા મહેનત કરી અને થોડી બચત કરી નવી તાડપત્રી લઈ લેશે.આમ શક્ય બને તે પહેલા તો વર્ષા આવી ગઈ.આ વાત ની ઉદાસી અને આગળ શું થશે? આવી ચિંતા લક્ષ્મીને ખાતી હતી.

લક્ષ્મી દરવાજા પાસે ઉભી રહી કાળા વાદળો સાથે પ્રશ્ન જવાબ કરી રહી હતી ત્યારે મોટો છોકરો મોહન આવી લક્ષ્મીની રંગબેરંગી સાડી એટલે અનેક થીગડા જડેલ સાડી ખેંચવા લાગ્યો.મોહન બોલ્યો,"માં બહુ ભૂખ લાગી છે! કઇંક ખાવા દેના."આ સાંભળી પાછો એક વીજળી જેવો લિસોટો લક્ષ્મીના હૃદયમાં પડ્યો.તને ખ્યાલ આવ્યો કે તેની પાસે ખાલી ૫૦ રૂપિયા જ છે. લક્ષ્મીની આંખમાં પતિ જીવણની યાદ સાથે લાચારીના આસું આવી ગયા! તને આસુંઓને આંખમાંથી બહાર ન પડવા દીધા અને મનનું દુઃખ મનમાં પી ગઈ. તને પોતાની પાસે રહેલા ૫૦ રૂપિયા માંથી ૧૦ રૂપિયા આપતા કહ્યું," જા બેટા ચણા લઈ આવ."મોહન ના કાને આ શબ્દ પડતા એક તદ્દન માસુમ સ્મિત આવી ગયું.મોહને દાળિયા લેવા ઘરની થોડે એવી દુકાન તરફ દોડ મૂકી. લક્ષમીએ દોડતા મોહનને ટંકોરો કર્યો, "વાહનોનું ધ્યાન રાખજે અને જલ્દી પાછો આવજે." ના જાણે મોહને આ વાત કાને ધરી કે નહિ.બસ દોડતો ગયો. જ્યારે સુધી મોહન દેખાતો બંધ ન થયો.ત્યાં સુધી લક્ષ્મી તેને જોતી રહી. ત્યાં અચાનક વીજળીનો એક ચમકારો થયો અને મેઘરાજ આવી ગયા.ધરતીની આતુરતા સમાપ્ત થઈ. થોડી જ વારમાં વરસાદે રોદ્ર સ્વારૂપ ધારણ કરી લીધું. ચોતરફ પાણીની ગંગા વહેવા લાગી.લક્ષ્મીના ઘરમાં પાણી પાડવા લાગ્યું.આ ખલેલથી તેનો નાનો દીકરો શ્યામ જાગી ગયો અને રડવા લાગ્યો.લક્ષ્મીએ શ્યામને ઉંચકી લીધો અને ચૂપ કરવાનો પ્રયત્ન કરવા લાગ. લક્ષ્મી શ્યામના પીઠ પર હાથ સહેલાવતી જાય અને કહે,"બેટા ચૂપ થઈ જા હું છું ને અહીં. કંઈ નહિ થાય."એમ લાગતું હતું કે આ આશ્વાસન લક્ષ્મી પોતાની જાત ને આપી રહી હોય. આજ તેના મનમાં ઊંડાણ માં એક ભય હતો.

૨૦ મિનિટથી ગાંડોતૂર વરસાદ થઈ રહ્યો હતો અને સાથે ઝડપી પવન ફુકાય રહ્યો હતો. લક્ષ્મીના મનનો ભય હવે વધતો જાય છે. મોહન કેમ નો આવ્યો હજુ? ક્યાં રહી ગયો હશે? તે વરસાદમાં પલળી માંદો પડી જશે તો શું થશે? મારી પાસે તો તને દવાખાને લઈ જવાના પૈસા પણ નથી! હે ઈશ્વર મારા છોકરાની રક્ષા કરજો.આવા વિચારો લક્ષ્મીના મનમાં ચાલી રહ્યા હતા.તેની મોંની રેખાવો બદલાય ગઈ હતી.લક્ષ્મી શ્યામને ઉંચકી દરવાજા પાસે જાય છે અને રસ્તા પર નઝર નાખે છે. તને આંખે પાછી નિરાશા આવે છે.આવી રીતે લક્ષ્મી સતત અંદર થી બહાર આંટા મારી રહી હતી. તેના મન માં એક ભય હતો.જે તને શાંતિ થી બેસવા નહતો દેતો. ૫-૭ આંટા પછી લક્ષ્મીએ શ્યામને એક ફાટેલી ગોદડી પર સુવડાવ્યો અને પાણીના માટલા તરફ પાણી પીવા વધી.તે પોતાના મનના ભમરમાં ખોવાયેલી હતી.તને પાણીનો ગ્લાસ હાથમાં પકડ્યો અને માટલામાંથી પાણી ભરિયું. પાણીનો ગ્લાસ મોં ને સ્પશે તે પહેલા તને એક વેદના ભરેલ ચીખ સંભળાય.આ ચીખ. મોહનની હતી.લક્ષ્મીના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો અને તને ઘરની બહાર દોડ મૂકી. તેના હૃદયનો ભય હવે સાચો થતો દેખાતો હતો.લક્ષ્મી બહાર આવી.વરસાદ હજુ પોતાના રોદ્ર સ્વરૂપમાં હતો. થોડા ક્ષણોમાં તો લક્ષ્મી આખી પલળી ગઈ.લક્ષ્મી બહારનું દ્રશ્ય જોય આભી બની ગઈ.તને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. લક્ષ્મીની આંખો સામે તેનો દીકરો મોહન લોહથી લાથપથ કાયા માં પડ્યો હતો.તે આ જોય બેબાકળી બની ગઈ અને મોહન તરફ દોડ મૂકી.થયું એવું કે મોહન વરસાદમાં પૂરો ભીંજાય ગયો હતો અને ઠંડી લાગતી હતી.તને ચણાની કોથરીને હાથમાં પુરી તાકાત સાથે દબાવી અને ઘર તરફ દોડ મૂકી.ઠંડી તેના શરીર પર વશ કરી ગઈ હતી.મોહન ધ્રૂજતો ધ્રૂજતો દોડતો હતો અને પેટમાં ભૂખ પણ હતી.છેલ્લા બે દિવસ અડધું પેટ ભરી વિતાવ્યા હતા! મોહન ને હવે તેનો મહેલ દેખાવા લાગ્યો હતો અને હવે તેણે પુરી તાકાત એકઠી કરી અને મુઠી વારી દોડ મૂકી પણ કુદરતે કઈ બીજું વિચારીયું હતું ઘરની થોડી પાસે પહોંચતાની સાથે સામે થી એક ગાડી પુરી ગતિમાં આવી અને આ માસુમ પર થઈ પસાર થઈ ગઈ!મોહન ગાડી સાથે અથડાય દૂર જઈ પડ્યો અને તેના મોં માંથી એક ચીખ નીકળી ગઈ,"માં........"અને આ અંતિમ ચીખ સાથે મોહનના પ્રાણનું પંખીડું મુક્ત થઈ ગયું!લક્ષ્મી મોહનની તરફ દોડી અને તને ખોળામાં લઈ લીધો.લક્ષ્મીની આંખોમાંથી હવે નીર વહેવા લાગ્યા અને મોં માંથી "મોહન, મોહન...."ચીખો નીકળવા લાગી.પતિ પછી બાળકે પણ લક્ષ્મીના ખોળા માં પોતાનો છેલ્લો શ્વાસ લીધો.લક્ષ્મીની આંખમાંથી આંસુ આજ થોભવાનું નામ ન હતા લેતા.એક ફાટી ફાટી રુદન કરતી માં,ખોળામાં નિર્જીવ પડેલ બાળક અને આજુ બાજુમાં પેટની ભૂખ શાંત કરવા લાવેલા ચણા! આ દ્રશ્ય જોય વિધાતાની આંખ માંથી પણ એક અમૃત છૂટી પડ્યું. પણ આજ નિર્દયતાની હદ આવવી બાકી હતી.કુદરત હજી બીજું કઈ ધારી બેઠી હતી.લક્ષ્મીની પોતાના બાળક મોહનના નામની જાણે ભીખ માંગતી હોય એમ ચીખો નાખતી હતી.પણ બીજા જ ક્ષણે માં.......નામ ની બીજી એક ચીખ વીજળીના ઝબકાર સાથે ભળી ગઈ.આ ચીખ હતી શ્યામની.લક્ષ્મીએ પાછળ દૃષ્ટિ નાખી તો બીજો આઘાત લાગ્યો.તેના ઘરનું છાપરું નિર્દય પવન ઉડાડી ગયો હતો.એક દીવાલ પણ નમી ગઈ હતી.લક્ષ્મી આ જોય પોતાના જીવનીની છેલ્લી આશા શ્યામને બચાવવા પાગલો માફક દોડ મૂક છે.ક્ષણે ક્ષણે હૃદય ફાડી નાખે તેવો ભય વધતો જાય છે.શ્યામની બીજી એક રૂંધવાયેલી માં.....નામ ની ચીખ સંભળાય છે.લક્ષ્મી હવે પુરી તાકાત સાથે દોડે છે.તે ઘરથી માત્ર ૧૦ કદમ દૂર હોય અને તેનો પગ એક પથ્થર સાથે અથડાય છે અને તે ધરા પર પછેડાય છે.વીજળી તેની આ દરિદ્ર સ્થિતિ પર હાસ્ય કરતી હોય એમ લાગ્યું.લક્ષ્મીનું મસ્તક પથ્થર સાથ અથડાયું.માથા પરથી લોહીની ધાર થઈ.રુધિર વહેતું વહેતું તેની આંખો પર આવી ગયું.તે થોડા ક્ષણો માટે નિષ્ક્રિય પડી રહી પણ તે એક માં હતી.બાળકની રક્ષા કરવાના ધર્મથી તેને ઈશ્વર પણ વિખૂટો ન પાડી શકે.તેના શરીરમાં અચાનક ઉર્જા આવી અને ઉઠી ઘર તરફ દોડ મૂકી. લક્ષ્મી ઘરની માત્ર ૨ કદમ દૂર હતી અને કુદરતે પોતાની રમત પૂર્ણ કરી.ઘરની દીવાલો પડી ગઈ અને અંદર થી શ્યામની અંતિમ રૂંધાયેલી ચીખ સંભળાય "માં....."લક્ષ્મી સ્થિર ઉભી રાહી ગઈ.તને આ બધું એક ભયાનક સપના જેવું લાગતું હતું.થોડી જ ક્ષણોમાં તેની સ્થિરતા તૂટી. તે જમીન પર બેસી ગઈ.તેની આંખો માંથી આસુંઓ સતત વહેતા હતા પણ મોં ઉપર કોઈ રેખા ન હતી.તેને કઈ બોલ્યા વગર આકાશ તરફ જોયું અને આ નિર્દય એ પાછું એક સ્મિત આપ્યું.લક્ષ્મી થોડા ગુસ્સામાં થોડા દ્રઢ સ્વરે આકાશ સામે જોય બોલી,"તું ખુશ થઈ ગયો!"

Pls RATE IT.....
FOLLOW FOR NEW STORY

બીજા રસપ્રદ વિકલ્પો