જજ્બાત નો જુગાર - 17 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

શ્રેણી
શેયર કરો

જજ્બાત નો જુગાર - 17


"ડૉક્ટરનાં કહ્યાં પ્રમાણે અંડાશયની ગાંઠ નહીં પણ ડાબી બાજુનું અંડાશય જ કાઢવાની જરૂર પડી હતી" પ્રકાશભાઈ ખુરશીમાં બેઠા બેઠા વિચારી રહ્યાં હતાં, કે શું કલ્પનાના લગ્ન થશે કે શું કેન્સર હશે તો... પ્રકાશભાઈનું મગજ ઘુમરી મારી રહ્યું હતું
શું એક દિકરી બાપ માટે બોજારૂપી સાંપનો ભારો હોય છે ?.... શું દિકરીનું કોઈ ઘર હોય છે ?... કેમ આપડા સમાજમાં લગ્ન ફરજીયાત હોય છે? કેમ દિકરી પોતાના જ બાપના ઘરે જીંદગી ભર નથી રહી શકતી....? શામાટે...
"ભાઈ... ભાઈ.." પ્રવિણભાઈએ જાણે ભર નિદ્રા માંથી ઉઠાડતા હોય એમ બૂમ પાડી. પ્રકાશભાઈ ઝબકી ગયા, ને વિચાર કરવા લાગ્યા કે ડૉક્ટરે ઓ.ટી.મા જે કહ્યું તે પ્રવિણને કહું કે ન કહું... ડૉક્ટરે ઓ.ટી.મા કહ્યું હતું કે કલ્પનાને આ વાતની ખબર ન પડવી જોઈએ. પ્રકાશભાઈએ નક્કી કર્યું કે ઘરના કોઈપણ વ્યક્તિને આ વાતની જાણ ન થવી જોઈએ. આ વાત કલ્પનાનાં લગ્ન માટે અડચણ રૂપ સાબિત થશે. ઘરના બધા સભ્યોને કહેવામાં આવ્યું કે કલ્પનાને ઓપરેશન કર્યું તેમાં પથરી હતી.
લેબોરેટરી માંથી ગાંઠનો બાયોપ્સી રીપોર્ટ આવી ગયો. રીપોર્ટમાં કેન્સર ન આવતાં પ્રકાશભાઈનાં જીવમાં જીવ આવ્યો. સાદી રસોળીની ગાંઠ હતી.
કલ્પનાની હાલત બહુ જ ખરાબ હતી. દર દસ દિવસે માસિક આવતા ડૉક્ટરો પણ વિચાર વિમર્શ કરવો પડે તેવી ગંભીર પરિસ્થિતિ હતી. સમયની સાથે બધું ધીમે ધીમે નોર્મલ થઈ ગયું હતું. ફરીથી નોર્મલ થતાં કલ્પના માટે મુરતિયો જોવાનું શરૂ કરવામાં આવ્યું.
કલ્પનાને જોવા માટે ઘણા છોકરોઓ આવ્યા પરંતુ એક પણ પસંદ ન કરતાં પ્રકાશભાઈ તથા ઘરના સભ્યોએ કારણ જાણવા મથામણ કરી હતી.
આખરે કલ્પનાને એક છોકરાએ પસંદ કરી. પરંતુ કલ્પનાના મમ્મી (મમતાબેન) મેણાં મારવાનું બાકી રહી જતું હોય એમ કહ્યું કે તને આવાં સુંદર છોકરો થોડો હાં પાડે. પ્રકાશભાઈની ઈચ્છા હતી કે છોકરો ઓછા પૈસા વાળા ચાલે પણ સુંદર હોવો જોઈએ. પ્રકાશભાઈએ છોકરાં વાળાને કહ્યું કે તમારે કલ્પનાને એક નહીં પણ જેટલી વખત જોવી હોય એટલી વખત જોવો પણ પછી સગાઈ થઈ ગયા પછી હલનચલન નહીં કરી શકો.
સૂર્ય મધ્યમ તપીને થાક્યો હોયને બારીની નજીક આછો પ્રકાશ પથરાયને વિરાજના તેજસ્વી મુખને વધારે તેજ આપી રહ્યો હોય એમ વિરાજ રૂપરૂપનો અંબાર લાગી રહ્યો હતો.
કલ્પના બ્લ્યુ રંગના ડ્રેસમાં પાણીની ટ્રે લઇને આવી. નીચી નજરે વિરાજ સામે જોઈ લાગ્યું કે ખરેખર મમતાબેનની વાત સાચી છે કે આવો રાજાનાં કુંવર રૂપરૂપના અંબાર જેવો છોકરો મને થોડો પસંદ કરે.... આનાથી ઉલટું વિરાજ તો સામે ને સામે જોઈ રહ્યો. કલ્પનાને ખુરશીમાં બેસવા કહ્યું. કલ્પના નીચી નજરે જ ખુરશીમાં બેસી ગઈ. વિરાજે નામ પુછ્યું. કલ્પનાએ એની અણીયાળી આંખો ઉંચી કરી ને કહ્યું "કલ્પના" કલ્પનાએ પણ નામ પુછ્યું. બીજો સવાલ કલ્પનાએ કર્યો કે વોટ ઈઝ યોર એજ્યુકેશન...? વિરાજ સમજ્યો નહીં. કલ્પનાએ ગુજરાતીમાં પુછ્યું કેટલું ભણ્યા..? વિરાજે કહ્યું દસ. વિરાજ વિચારવા લાગ્યો કે આ છોકરી તો બહુ ભણેલી છે આ થોડી હાં પાડે. એનાથી ઉલટું કલ્પના પણ વિચાર કરતી હતી કે આવો રાજાનાં કુંવર જેવો છોકરો મને થોડી હાં પાડે...
વિરાજ કંઈ જ ન બોલી શક્યો ને રીતરિવાજ પ્રમાણે કલ્પનાના હાથમાં પાંચસો રૂપિયા આપીને જતો રહ્યો. કલ્પનાને તો પૂરેપૂરો વિશ્વાસ હતો કે વિરાજ એમને ના જ પાડશે. પ્રકાશભાઈએ છોકરાંના ફેમિલીને બોલાવવાનું નક્કી કર્યું. આ બાબતે કલ્પનાને તો પૂછ્યું જ નહીં. પ્રકાશભાઈ નક્કી કરે તે જ શીરોમાન્ય બાકી દિકરીઓને પુછવાનું નહીં દિકરીઓની મરજી હોય કે ન હોય છતાં મા-બાપ જ્યાં કહે ત્યાં પરણી જવાનું.
વિરાજનુ ફેમિલી કલ્પનાને જોવા આવ્યા, એ લોકોને પણ કલ્પના પસંદ આવી ગઈ. આ બાજુ પ્રકાશભાઈ તો તૈયારી કરવા લાગ્યાં. કલ્પના તો એમ જ વિચારતી હતી કે પપ્પા તો મને પુછ્યાં વગર થોડા નક્કી કરે.

મળે છે બધાં અજનબીની જેમ,
પછી પોતાના બની અજનબી ક્યારે બની જાય છે.
આફત દેખી આપણી,
આપણા તો ક્યાંક ખોવાઈ જાય છે.
આફતોની વાદળી તો કાલ સંતાઈ જશે,
મીઠાં જળનો વરસાદ ક્યારેક તો આવશે.

નદીનાળાં જેમ વરસાદ માં છલકાઈ જાય છે
એવી સુખની પળો મારા આંગણે આવશે...
પ્રકાશભાઈ ખૂબ જ ટેન્શન માં હતાં કે ગાંઠ વિશે વાત કરવી કે નહીં ને જો વિરાજનાં ઘરે વાત કરી તો કલ્પનાની સગાઈ નહીં થાય તો ગાંઠની વાતતો કદાચ કરી પણ શકાય પરંતુ એક અંડાશયની વાત...
પ્રકાશભાઈએ મક્કમ મને નક્કી કર્યું કે જે થવું હોય તે થાય પણ આ વાત તો કહેવી પડશે. આ વાત છુપાવવાથી કલ્પનાને ભવિષ્યમાં તકલીફ પડી શકે.

કલ્પનાના લગ્ન થશે કે ....?
પ્રકાશભાઈ ગાંઠની વાત કરશે....?
વિરાજ અંડાશયની વાત જાણી લગ્નની હાં પાડશે...?

જાણવા માટે વાંચતા રહો
જજ્બાત નો જુગાર