પરાગિની 2.0 - 48 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 48

પરાગિની ૨.૦ - ૪૮




ઝૂઝ મહેમાનો સાથે રિસોર્ટમાં ચહેલ પહેલ હોય છે... આજે રિનીની મહેંદી હોય છે. રિસોર્ટનાં ગાર્ડનમાં મહેંદીનું અલગથી ડેકોરેશન કર્યુ હોય છે. દાદીએ મહેંદીના બે બાઉલ તૈયાર કરાવ્યા હોય છે. બંને બાઉલ રિસોર્ટમાં તેમના રૂમમાં હોય

છે. શાલિની દાદી પાસે જઈને કહે છે, મમ્મી લાવો મહેંદી હુ જાતે જઈને છોકરીવાળાને આપી આવુ..! પહેલા દાદીને નવાઈ લાગે છે પરંતુ તેઓ કંઈ બહુ વિચારતા નથી અને શાલિનીને બાઉલ અને ઉપર રેશમનું કપડું ઢાંકી આપી દે છે. શાલિની તે બાઉલ લઈને તેની રૂમમાં જતી રહે છે અને ફટાફટ મહેંદીના બાઉલમાં એક કેમિકલ રેડે છે અને બરાબર તેને હલાવી દે છે ત્યારબાદ તે મહેંદીનો બાઉલ લઈને જ્યાં મહેંદીનું ફંક્શન હોય ત્યાં જતી હોય છે. સમર અને માનવ બધી વ્યવસ્થા જોતા હોય છે. સમર ડેકોરેટરને કહેતો હોય છે કે આ બાજુ ડેકોરેટ કરે... શાલિની બાઉલ લઈને જતી હોય છે અને બરાબર તે જ સમયે સમર પાછળ ખસીને ડેકોરેશન બરાબર થયું કે નહીં તે જોવા જતો હોય છે અને તે તેની મોમ સાથે અથડાય છે અને શાલિનીનાં હાથમાં જે મહેંદીનો બાઉલ હોય છે તે નીચે પડી જાય છે.

સમર તરત પાછળ ફરીને જોઈ છે તો તેની મોમ હોય છે. તે તરત તેમને સોરી કહે છે... અને કહે છે, હું ડેકોરેશન જોતો હતો.. મને ખબર નહોતી કે તમે પાછળથી જતા હશો... તમને કશે વાગ્યુ તો નથીને..?

શાલિની અકડાઈને કહે છે, સમર.. તે આ શું કર્યુ...?

શાલિની કંટ્રોલ કરતાં કહે છે, મહેંદી રિની માટે હતીને તે બધી બગાડી...! તારી દાદી જોશેને તો મને જ બોલશે...!

સમર- સોરી મોમ... મેં જાણી જોઈને તો નથી કર્યુને...!

શાલિની- ઓકે... ચાલ હું બીજી મહેંદી લઈ આવુ... તું કોઈને બોલાવીને આ સાફ કરાવી દે...

સમર- હા.. મોમ...

શાલિની બીજી મહેંદી લેવા જતી હોય છે પરંતુ દાદી સામેથી બીજો મહેંદીનો બાઉલ લઈને આવતા હોય છે.

દાદી શાલિની પાસે આવીને કહે છે, મને ખબર જ હતી કે જતા જતા તું કંઈ ગરબડ કરીશ... એટલે હું પાછળ બીજો બાઉલ લઈને આવી.. તુ બધા મહેમાનને જો.. હું મહેંદી આપી આવુ..!

દાદી મહેંદી આપી આવે છે. મહેંદી મૂકનાર જે આવ્યા હોય છે તેઓ પહેલા રિનીના હાથમાં એક શગુનનું ટીપુ મૂકી મહેંદીના કોન બનાવીને મહેંદી મૂકવાનું ચાલુ કરે છે.


રિની આરામદાયક સોફા પર બેસીને બંને હાથમાં મહેંદી મૂકાવતી હોય છે. રિની ડાર્ક ગ્રીન કલરનાં ક્રોપટોપ અને ચણીયામાં સુંદર લાગતી હોય છે. એશા અને નિશા સુંદર લાગતા હોય છે અને તેઓ પણ મહેંદી મૂકાવતા હોય છે. ઘરની બધી જ લેડીઝ વારાફરતી મહેંદી મૂકાવે છે. શાલિનીએ ડેન્સીને પણ બોલાવી હોય છે. શાલિની બધાની ઓળખાણ ડેન્સીને કરાવે છે. ડેન્સી પણ તેના હાથમાં મહેંદી મૂકાવે છે.


બપોરે આશાબેન અને રિનીનાં પપ્પા ગણેશ સ્થાપનાની પૂજા કરે છે. રિનીનાં હાથમાં મહેંદી લગાવેલી હોય છે તેથી પરાગ તેને તેના હાથથી રિનીને જમાડે છે. તેવી જ રીતે માનવ એશાને અને સમર નિશાને.... સમર નિશાને જમાડતો હોય છે તે શાલિનીને નથી ગમતુ... તે સમરને બૂમ પાડીને બોલાવે છે અને કહે છે, બેટા.. ડેન્સીએ પણ મહેંદી મૂકાવી છે... તેને કોઈ જમાડે એવું નથી.. જરાં તું એને જમાડી લેજેને..! સમર હા કહે છે અને વેઈટર પાસે એક લંચ પ્લેટ મંગાવી લે છે. સમર ડેન્સીને જમાડતો હોય છે તે જોઈ નિશાને અજીબ લાગે છે. નિશાને ખબર નથી હોતી કે ડેન્સી સમરની નાનપણની દોસ્ત છે. નિશાને ખોટું લાગે છે કે સમર તેને છોડી બીજી છોકરીને જમાડવા ગયો...!

રિની પરાગને ઈશારો કરીને બતાવે છે કે નિશાને ખોટું લાગ્યુ છે. પરાગ અને રિની બંને તેમની પ્લેટ લઈને નિશા પાસે જતા રહે છે. પરાગ નિશાને ખવડાવે છે પરંતુ નિશા ના કહી દે છે. પરાગ નિશાને કહે છે, મારી સાળી ભૂખી રહે તો ના ચાલે...! રિની નિશાને ઈશારો કરે છે કે ચાલ જમી લે... પરાગ રિની અને નિશા બંનેને જમાડે છે.

સમર એક સારા ફ્રેન્ડની હેસિયતથી ડેન્સીને જમાડતો હોય છે અને તેને ખબર હોય છે તેની અને તેની મમ્મી સિવાય અહીંયા ડેન્સીને કોઈ નથી ઓળખતું...! ડેન્સીને સમર ગમતો હોય છે અને એમાં આજે સમર તેને જમાડતો હોય છે તેથી તેને ઘણું સારૂં લાગતું હોય છે. ડેન્સીને જમાડ્યા બાદ સમર નિશા પાસે જાય છે. નિશા સમર સાથે બોલતી નથી હોતી..! પરાગ સમરને કારણ જણાવે છે. સમર નિશા પાસે બેસીને તેને કહે છે, અરે... ડેન્સીનાં લીધે તું મારી સાથે નથી બોલતી? એ તો મારી નાનપણની ફ્રેન્ડ છે. અમેરીકાથી આવી છે.. તેનું કોઈ અહીંયા નથી સિવાય મારા અને મોમ.. મોમએ કહ્યુ એટલે જ મેં એને જમાડી..!

નિશા- હા, તે આમ અડધેથી જ મૂકીને જતુ રહેવાનુ..? હંહ..

સમર- આઈ એમ સોરી નિશા...

નિશા સમર તરફ જોઈ વાકું મોં કરે છે અને પરાગ પાસે જઈને ઊભી રહે છે અને પરાગને થેન્ક યુ કહે છે.

મિહીર સવારથી જૈનિકાની આજુબાજુ ફરતો હોય છે. જૈનિકાને જેવી તેવી તો ખબર પડી જાય છે.

ત્રણેય કપલ ફોટોગ્રાફી પતાવીને સાંજ માટે તૈયાર થવા જતા રહે છે.


સિમિતનો ફોન શાલિની પર આવે છે અને શાલિનીને કહે છે, મહેંદી પણ મુકાય ગઈ પરંતુ તમે હજી કંઈ ના કર્યુ?

શાલિની- મેં સવારે તેની મહેંદીમાં કેમિકલ ભેળવ્યુ હતુ જેનાથી તેને સહેજ બળે અને ફોલ્લીઓ નીકળે...પરંતુ તે મહેંદી નકામી ગઈ... મારા જ છોકરાનાં લીધે..! તું ચિંતા ના કરીશ.. હજી લગ્ન નથી થયા..! કંઈક કરુ છુ..!

આટલુ કહી શાલિની ફોન મૂકી દે છે.


સાંજે બધા તૈયાર થઈને જ્યાં સ્ટેજ તૈયાર કર્યો હોય છે ત્યાં જઈને બેસે છે. સંગીતમાં બધાએ પરર્ફોમ કરવાનું હોય છે. ખાસ વાત એ હોય છે કે બધાએ પોતપોતાની રીતે ડાન્સ કરવાનો હોય છે.. કોઈ કોરીયોગ્રાફર નથી રાખ્યો હતો..!

સૌથી પહેલા ડાન્સ માનવ અને એશાનો.. પછી સમર અને નિશા.. ત્યારબાદ બંને ઘરનાં સભ્યો વારાફરતી ડાન્સ કરે છે. માનવ, સમર અને પરાગ ડાન્સ કરે છે. એશા, નિશા અને રિની પણ ડાન્સ કરે છે. સૌથી છેલ્લે પરાગ અને રિની રોમેન્ટિક કપલ ડાન્સ કરે છે. બધા સંગીતમાં ખૂબ જ મજા કરે છે.


બીજા દિવસે સવારે બધી વિધી હોય છે અને પછી હલ્દી હોય છે. જૈનિકા વિધીની તૈયારીમાં દાદી અને આશાબેનની હેલ્પ કરતી હોય છે. મિહીર તેના જોયા જ કરતો હોય છે. બે-ત્રણ વખત તો જૈનિકા પાસે જઈને પૂછી પણ આવ્યો હોય છે કે કંઈ મદદ જોઈએ તો કહેજો..!

વિધી પત્યા બાદ પરાગ અને રિની હલ્દી હોય છે. બંનેએ મેચીંગ પહેર્યુ હોય છે. રિનીએ પીળા કલરની લખનવી વર્કની ચણીયાચોળી પહેર્યા હોય છે જ્યારે પરાગએ લખનવી વર્કનો કૂર્તો અને સફેદ પાયજામો પહેર્યો હોય છે. બધા વારાફરતી બંનેને હલ્દી લગાવે છે. બધા બહુ જ મસ્તી કરે છે.

સાંજે પાર્ટી જેવુ રાખ્યુ હોય છે જેમાં પરાગ અને રિનીનાં બધા ફ્રેન્ડ્સ હોય છે. રિસોર્ટનાં જ ક્લબમાં પાર્ટી જેવુ હોય છે.

નિશા સવારની જોતી હોય છે કે ડેન્સી સમરની આજુબાજુ ફર્યા કરતી હોય છે. નિશાને ખ્યાલ આવી જાય છે કે ડેન્સીને સમર ગમવા લાગ્યો હોય છે. અત્યારે પાર્ટીમાં પણ તે સમર સાથે જ ડાન્સ કરતી હોય છે અને તેની સાથે જ ફર્યા કરતી હોય છે. સમરને સહેજ પણ નહોતી છોડતી..!


આ બાજુ રૂમમાં શાલિની વિચારતી હોય છે કે કેવી રીતે પરાગ અને રિનીનાં મેરેજ રોકાવા..! તેને ખબર છે કે તે ખાલી ખોટી આ કોશિશ કરી રહી છે. તેને ખબર છે કે મેરેજ રોકવાનું કોઈ કારણ પણ નથી..! તેને કંઈ ખબર પડતી નથી કે શું કરવુ?


લગ્નનાં દિવસે... બધી તૈયારીઓ થઈ ગઈ હોય છે. પરાગ તેના રૂમમાં તૈયાર થતો હોય છે. રિની પણ તૈયાર થતી હોય છે. રિની ઘણી ખુશ હોય છે કે ફાઈનલી તે ધામધૂમથી પરાગ સાથે લગ્ન કરશે..! તે સવારથી જ ભગવાનને પ્રાર્થના કરતી હોય છે કે લગ્ન કોઈ પણ બાધા વગર થઈ જાય..!




પરાગ અન રિનીનાં મેરેજમાં કોઈ વિઘ્ન આવશે?

શું સિમિત મેરેજમાં કંઈ કરશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૪૯