Ek Pooonamni Raat - 16 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-16

એક પૂનમની રાત
પ્રકરણ-16
દેવાંશ સિધ્ધાર્થ અંકલ સાથે મીલીંદનાં ઘરે આવ્યાં ત્યાં. મીલીંદને સ્મશાન લઇ જવાની તૈયારી ચાલી રહી હતી. દેવાંશને ખૂબ આધાત લાગેલો એ હજી સુધી માની નહોતો રહ્યો કે મીલીંદ જીવીત નથી. એ આખા રસ્તે જીપમાં મૌનજ રહેલો એનાં મનમાંથી આ ઘટના ખસી નહોતી રહી વળી રાત્રે એને એનાં ઘરમાં વિચિત્ર અનુભવ થયેલો અંગારી એની મૃત થયેલી બહેનને આત્મા ત્યાં આવેલો એની બહેનનું મૃત્યુ પણ આમ બાઇક પરથી ઉછળીને કારનાં ટાયર નીચે માથું છૂંદાઇ ગયું હતું. એનાં મનમાં આવાં બધાં વિચાર ચાલી રહેલાં.
સિધ્ધાર્થ અને દેવાંશ બધાની સાથે બધી ક્રિયા જોઇ રહેલાં ત્યાંજ વંદનાદીદી આવીને દેવાંશને કહે છે કે આવી ગયો ભાઇ ? મીલીંદ તો કશું બોલતોજ નથી હવે મીલીંદની જગ્યાએ તું મારો ભાઇલો છે. મેં રાત્રે તને બધું કહેલું તને યાદ છે ને ? એવું બોલતાં વંદના દીદીની આંખોમાં લાલ પ્રકાશ છવાઇ ગયો અને પછી શાંત થયો.
દેવાંશતો વંદનાદીદીને જોઇજ રહ્યો એને થયું વંદના દીદી કેમ આવી વાતો કરે છે ? એણે કહ્યું દીદી તમને બહુજ આધાત લાગ્યો છે હું સમજુ છું તમે ભાઇ ખોયો છે હું પણ તમારો ભાઇજ છું ને ?
વંદનાદીદીએ કહ્યું દેવાંશ હવે મીલીંદને સ્મશાન લઇ જવાનો છે ત્યાં આખરી વિધી અગ્નિસંસ્કાર કરવાનાં છે હું પણ સ્મશાન આવું છું તું મારી સાથેજ રહેજે.
બધાં આ વાત સાંભળી રહેલાં કોઇને અજુગતુ નહોતું લાગી રહ્યું પણ દેવાંશને આ વાત બીજે જોડાતી હોય એવું લાગ્યું પણ કંઇ બોલ્યો નહીં. સિધ્ધાર્થ અંકલ ધ્યાનથી બધુ આશ્ચ્રર્ય સાથે સાંભળી રહેલાં પણ કંઇ બોલ્યાં નહીં.
આવેલા વિધી માટે જે બ્રાહ્મણ હતાં એમણે કહ્યું ચાલો હવે મીલીંદની નનામી ઉઠાવો અને બધાં કુટુબી સગાવ્હાલાનાં રુદન વચ્ચે એની નમામી ઉઠાવી રામ બોલો ભાઇ રામની ધૂન સાથે નનામી નીકળી. થોડે સુધી આગળ જઇને દિશા સ્મશાનની પકડી. શબવાહીનીમાં નનામી મૂકી અને ઘરનાં બધાં મીલીંદના પિતા વંદના દીદી વગેરે શબવાહીની માં બેસી ગયાં અને સ્મશાન જવા નીકળ્યાં દેવાંસ અને કાળુભા સાથે સિધ્ધાર્થ જીપમાં સ્મશાન જવા નીકળ્યાં. કાળુભા જીપ ચલાવી રહેલાં. એમનાં મનમાં પણ અનેક પ્રશ્ન હતાં. દેવાંશ અને સિધ્ધાર્થ શાંત હતાં પછી સિધ્ધાર્થ દેવાંશને પૂછ્યું કેમ દેવાંશ કંઇ બોલતો નથી ? હું સમજુ છું તને આધાત પહોચ્યો છે. પણ આ મીલીંદના દીદી શું કહી રહેલાં રાત્રીની શું વાત છે ? એમનો ફોન આવેલો ? શું કહેતાં હતાં ?
દેવાંશ થોડીવાર સિધ્ધાર્થ સામે જોઇ રહ્યો પછી બોલ્યો અંકલ શું કહું તમને ? આ બધું શું થઇ રહ્યું છે મને સમજ જ નથી પડતી. કાલે રાત્રે તમે મને ઘરે મૂકીને ગયાં પછી હું દૂધ પીને સૂઇ ગયેલો રાત્રે મને કોઇનો હસવાનો અવાજ સંભળાયો મારી મૃત અંગારી દીદી મારી બારીએ બેઠેલાં જોયાં એજ નાનપણની ઊંમરનાં... શું કહુ મને ખૂબ ડર લાગી ગયેલો એમનો આત્મા ગતિ નથી થયો એ પ્રેત સ્વરૂપે ઘરમાં અને આસપાસ ફરી રહ્યાં છે.
અત્યારે વંદના દીદી જે બોલ્યાં એ અંગારી દીદીનાં શબ્દો હતાં મને કંઇ સમજ નથી પડતી આ શું થઇ રહ્યું છે ?
સિધ્ધાર્થ કહ્યું શું વાત કરે છે ? મને લાગે છે તારી અંગારી દીદીનો આત્મા જે પ્રેત સ્વરૂપે છે એમણે તો આ મીલીંદને ..... પછી અટકી ગયા. ના ના એવું ના હોય.
દેવાંશે કહ્યું તમે અટકી ગયા અંકલ પણ મને એજ વહેમ પડ્યો છે. વંદના દીદીનાં શરીરમાં અંગારી દીદીનોજ આત્મા પ્રવેશ્યો હોય એવુ લાગ્યું હવે શું કરવું નથી સમજાતું.
સિધ્ધાર્થ પણ વિચારમાં પડી ગયો. સિધ્ધાર્થ આ આત્મા, પ્રેત-બધામાં માનતોજ નહોતો પણ વાવ પાસે જે અનુભવ થયો નજરે જોયાં સાંભળ્યા પછી માનવા માટે મજબૂર થયો હતો.
સિધ્ધાર્થ પૂછ્યું તને જે વહેમ છે એજ વહેમ હવે મને થઇ રહ્યો છે. આપણે આનો ઉપાય કરવો પડે અને તારાં માટે ચિંતા થઇ રહી છે. આપણે સરને વાત કરવી જોઇએ હમણાં સ્મશાન જઇએ ત્યાં હાજરી આપીને ત્યાંથી નીકળી સીધાં સર પાસેજ જઇએ.
દેવાંશ કંઇ બોલ્યો નહીં હકારમાં માથું હલાવ્યું એની આંખમાંથી આંસુ નીકળી આવ્યા એણે કહ્યું અંકલ આતો ઉપાય કરવો પડશે આતો બે બે આત્મા હેરાન થશે ઉપરથી વંદના દીદીનું જીવન ખરાબ થશે.
આ લોકો વાતો કરતાં હતાં અને સ્મશાન આવી ગયુ મીલીંદનાં ઘરનાં પણ ત્યાં પહોચી ગયા હતાં. મીલીંદનાં શબને ઉત્તર દિશામાં માથું કરાવીને પછી એની પૂજા કરી બધાં આખા શરીરે અબીલ, ગુલાલ, ફૂલો મૂક્યાં. પછી બ્રાહ્મણનાં કહેવાં પ્રમાણે એનું શબ ઉઠાવીને ગોઠવેલ લાકડાની ચિતા પર મૂક્યો અને એને ગાયનું ઘીનું લેપન કર્યું અને પછી અગ્નિ પ્રગટાવીને એનાં પાપાએ પ્રદક્ષિણા ફરીને અગ્નિ દાહ આપવા જાય છે ત્યાં વંદના દીદી આગળ આવીને કહે છે અગ્નિદાહ હું આપીશ એમ કહીને પાપાનાં હાથમાંથી પ્રગટાવેલ અગ્નિ લઇને પ્રદક્ષિણા કરીને અગ્નિદાહ આપ્યો એનાં પાપાએ મીલીંદના મુખમાં, મુખાગ્નિ આવ્યો અને લાશ ભડભડ સળગવા માંડી અને મીલીંદનાં પાપાએ પછી માટીની ઘડામાં પાણી ભરી એમાં છીદ્ર કરીને પાણીની પ્રદક્ષિણા કરી.
વંદના દીદીએ રડતા રડતાં કહ્યું મારો ભાઇ મને છોડીને ગયો ઓ મીલીંદ... બધાની આંખમાં આંસુ આવી ગયાં. સિધ્ધાર્થે દેવાંશનાં કાનમાં કહ્યું હવે આપણે નીકળીએ અને પાપા પાસે પહોચીએ હવે આગળની વિધી એ લોકો નીપટાવશે.
દેવાંશે કહ્યું ઠીક છે અંકલ ચાલો. કાળુભા સિધ્ધાર્થ અને દેવાંશ ત્યાંથી નીકળવાની તૈયારી કરી ત્યાં વંદના દીદીએ બૂમ પાડીને કહ્યું “દેવાંશ ભાઇનાં અસ્થિ પધરાવવા તું સાથે આવજે”. અમે વિધી પતાવીએ છીએ જવા અસ્થિ વિસર્જનમાં સાથે રહેજે.
દેવાંશે હાથ જોડી નમસ્કાર કરી બોલ્યો ભલે. અને રડતી આંખે સ્મશાનની બહાર નીકળી ગયો. કાળુભા અને સિધ્ધાર્થ જીપમાં બેસી ગયાં હતાં. દેવાંશ પણ આવીને બેઠો. જીપ ચાલુ થઇ અને નીકળી ગઇ.
દેવાંશે જીપમાં બેઠાં પછી કહ્યું અંકલ મારું માથું ભારે ભારે લાગે છે. સિધ્ધાર્થે કહ્યું આ બધુ જોયું અને રાતનો ઉજાગરો છે એટલે સ્વાભાવિક છે એમ કહીને એણે કાળુભાને કહ્યું કાળુભા જલ્દી ઓફીસ પહોચીએ ત્યાં જઇને ચાપાણી કરીએ દેવાંશને ચેઇન્જની જરૂર છે.
બધાં ઓફીસ પહોચ્યાં અને સીધા વિક્રમસિંહજીની ચેમ્બરમાં ગયાં. વિક્રમસિંહે કહ્યું આવી ગયાં તમે બધુ બરાબર છે ને ? અને સિધ્ધાર્થે કહ્યું હાં સર અને કાળુભાને ચા મંગાવવા કહ્યું.
દેવાંશ માથું પકડીને બેઠો હતો. એણે કહ્યું પાપા કાલ રાત્રીની અંગારી દીદીનો અનુભવ અને આજે વંદના દીદીની વાતો વચ્ચે કંઇક સંબંધ છે પણ મને કંઇ સમજાતુ નથી મારી અંગારી દીદીનો આત્મા ગતિ નથી કરી ગયો તેઓ પ્રેતયોનીમાં છે કોઇક ઇચ્છા બાકી છે તેઓનો અતૃપ્તી આત્મા ભટકી રહ્યો છે.
વિક્રમસિહે કહ્યું તું બહુ વિચારો ના કર જે થયું એ મેં જાણ્યુ છે પણ આ વંદના દીદીની શું વાત છે ? તું એક કામ કર પહેલાં ચા પીને પછી વાત કરીશું.
ત્યાં કાળુભા ચા લઇને આવી ગયાં. એ બધે સાથે હતાં તેથી એમને પણ જાણવાનું કૂતૂહૂલ હતું. દેવાંશે ચા પીધી પછી શાંતિથી બેઠો અને પછી પાપાને વંદનાદીદી બોલેલા એ બધી વાત કરી અને કહ્યું એમના શબ્દો બધાં અંગારી દીદીનાંજ હતાં ચોક્કસ કંઇક ગરબડ છે.
ક્યારથી શાંતિથી સાંભળી રહેલાં કાળુભા બોલ્યાં સર અમારાં ગામમાં એક અઘોરીબાબા છે એ આ બધી વિદ્યાનાં જાણકાર છે. તમે કહો તો દેવુભાઇને એમની પાસે લઇ જઊં. તેઓ અઘોરીજીને બધી વાત કરે તો કોઇક નિવારણ મળી આવશે.
વિક્રમસિંહ સાંભળી રહેલાં પછી બોલ્યાં ઠીંક છે હમણાં બે ત્રણ દિવસ જવાદો પછી જરૂર પડે ત્યાં જઇશું. ત્યાં અચાનક દેવાંશે કહ્યું મારે વાવ પણ જવું છે બધાં કનેકશન એકજ લાગે અને પછી અઘોરીજી પાસે જઇએ.
વધુ આવતા અંકે - પ્રકરણ - 17




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED