રાત - 6 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાત - 6




બધાં મંદિરે પહોંચી ગયાં હતાં. મંદિર બસો વર્ષ જૂનું હતું, પરંતુ તે એકદમ નવું લાગતું હતું. મંદિરનું શિલ્પકલા અચરજ પમાડે તેવું હતું. મંદિરનાં મુખ્ય પ્રવેશદ્વાર પર બંને તરફ એક એક સિંહની પ્રતિમા રાખવામાં આવી હતી. મંદિર ત્રણ માળનું હતું. મંદિર ની ઉપર 'જય ચામુંડા માં' લખેલી ધ્વજા હવામાં લહેરાતી હતી. નિજમંદિરમાં માં ચામુંડાની બે મુખ વાળી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. માતાનું મુખ અપાર તેજથી ચમકતું હતું. માતાને આજે લીલાં રંગની ચૂંદડી ધરાવવામાં આવી હતી. માતાને અદ્ભુત શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. એક વખત જો કોઈ માતાની મૂર્તિ જોઈ લે, તો તે આખી દુનિયાને ભૂલી જાય.

બધાં વિદ્યાર્થીઓએ મંદિરમાં જઈને માતાનાં દર્શન કર્યાં. વિશાલ ભક્તિને પૂજારીજીનાં ઘરે લઈ ગયો હતો. સ્નેહા, અવની, રિયા, રવિ, ભાવિન અને ધ્રુવ પણ તેમની સાથે ગયાં હતાં. ભક્તિનાં શરીરમાંથી ઝેર કાઢી નાખવામાં આવ્યું હતું. ભક્તિ ભાનમાં આવી ગઇ. વિશાલે તેને પાણી પીવડાવ્યું. વિશાલ બોલ્યો, "તું ઠીક છે ને?" ભક્તિ બોલી, "હા!" ભાવિન બોલ્યો, "ભક્તિ! તારે નીચે જોઈને ચાલવું જોઈતું હતું." અવની બોલી, "ભાવિન! શું તું પણ એને ખિજાય છે? એની હાલત તો જો." ભાવિન બોલ્યો, "Ok, Sorry." ભક્તિ બોલી, "અવની! તું ભાવિનને કંઇ ન બોલ. એ સાચું જ કહે છે, મારો જ વાંક હતો. મારે નીચે જોઈને ચાલવું જોઈતું હતું." વિશાલ બોલ્યો, "હવે તું એ બધું ભૂલી જા. જો તને સારું ફિલ થતું હોય તો આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ?" રીયા બોલી, "વિશાલ! અત્યારે એને આરામની જરૂર છે." ભક્તિ બોલી, "ના! મારે દર્શન કરવા માટે જવું છે, ચાલો." ભક્તિ ઊભી થઈ ગઈ અને તે ચાલવાનો પ્રયત્ન કરવા લાગી. તે ચાલી ન શકી એટલે તે પાછી બેસી ગઇ. વિશાલ બોલ્યો, "અરે! તું કેમ બેસી ગઇ? ચાલ ઊભી થઈ જા." ભક્તિ બોલી, "વિશાલ! મારાથી ચાલી શકાશે નહીં." વિશાલ બોલ્યો, "અરે! તું ટેન્શન શું લે છે? ચાલ! હું તને ઉઠાવીને લઈ જાવ છું." વિશાલ ભક્તિને ઉઠાવીને મંદિરે ગયો. બીજાં બધાં પણ તેમની સાથે મંદિરે ગયાં.

બધાં વિધાર્થીઓ મંદિરમાં માતાજીનાં દર્શન કરીને મંદિરને નિહાળી રહ્યાં હતાં. વિશાલ ભક્તિને લઈને ત્યાં પહોંચી ગયો. તે બધાંએ પણ માતાજીનાં દર્શન કર્યાં. પછી તેઓ મંદિરમાં એક જગ્યા શોધી ત્યાં બેસી ગયાં. બધાં મંદિર વિશે વાતો કરી રહ્યાં હતાં, પણ ભાવિન નું ધ્યાન તેમની વાતોમાં ન હતું. તે જ્યારથી મંદિરમાં ગયો હતો, ત્યારથી તે માતાજીની મૂર્તિ સામે જોઈ રહ્યો હતો. ધ્રુવે તેને પૂછ્યું, "ભાવિન! તું ક્યારનો તે મૂર્તિ સામે જોઈ રહ્યો છે. અમને પણ જણાવ કે તું શું જોવે છે." ભાવિન બોલ્યો, "ફ્રેન્ડસ્! તમે એક વાત નોટિસ કરી?" રવિ બોલ્યો, "કઇ વાત?" ભાવિન બોલ્યો, "તમે જોયું હશે કે દરેક મંદિરમાં ત્રિશુલ નાં ત્રણ તીર ઉપરની તરફ હોય છે. તમે આ મંદિરમાં જુઓ, માતાની મૂર્તિ વચ્ચે જે ત્રિશુલ છે તેનાં ત્રણ તીર નીચેની તરફ છે. તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે વચ્ચેનું તીર થોડું જમીનમાં રહેલું છે." રવિ બોલ્યો, "હા યાર! તું સાચું કહે છે પણ આમ ત્રિશુલ ઊંધું રાખવાનું કારણ શું હોઇ શકે?" ધ્રુવ બોલ્યો, "ચાલો! પૂજારીજીને જ પૂછી લઈએ." ભાવિને પૂજારીજીને બોલાવ્યાં. પૂજારીજી બોલ્યાં, "બોલો બેટા! શું વાત છે?" ભાવિન બોલ્યો, "પૂજારીજી! આ મંદિરમાં માતાની મૂર્તિ વચ્ચે જે ત્રિશુલ છે તે ઊંધું કેમ છે? અમે ઘણાં મંદિરોમાં જોયું છે કે ત્રિશુલ ઉપરની તરફ હોય છે." પૂજારીજી બોલ્યાં, "બેટા! ત્રિશૂલ ઊંધું કેમ છે એનું કારણ તો મને પણ જ્ઞાત નથી. જ્યારે હું નાનો હતો ત્યારે આ પ્રશ્ન મેં પણ મારાં પિતાજીને પૂછ્યો હતો, પરંતુ એમણે મને કોઈ ઉત્તર આપ્યો ન હતો. એમને મને જણાવ્યું હતું કે આ ત્રિશુલ સીધું ન થવું જોઈએ અને જમીનની બહાર ન નીકળવું જોઈએ. જો એવું થશે તો ખૂબ મોટી આફત આવશે." આટલું કહીને પૂજારીજી ત્યાંથી ચાલ્યાં ગયાં. ભાવિન બોલ્યો, "અજીબ વાત છે." અવની બોલી, "હા! અને આ અજીબ વાત પાછળનું કારણ પણ જાણવા ન મળ્યું."

‌ રોહન અને મોન્ટુ મંદિરની બહાર રહેલાં એક વૃક્ષ નીચે ઊભા હતાં. મોન્ટુ બોલ્યો, "બિચારી ભક્તિ! તેને સાપ કરડી ગયો. મને તો ખૂબ દુઃખ થાય છે." મોન્ટુની વાત સાંભળીને રોહન હસવા લાગ્યો. મોન્ટુ બોલ્યો, "હું અહીં ગંભીર વાત કરું છું અને તું હસી રહ્યો છે." રોહન બોલ્યો, "હસું નહીં તો શું કરું?" મોન્ટુ બોલ્યો, "પણ તું હસે છે કેમ? એ તો જણાવ." રોહન બોલ્યો, "તને યાદ છે, મેં તને બસમાં કહ્યું હતું કે હવે મારે કંઈક કરવું પડશે!" મોન્ટુ બોલ્યો, "હા! યાદ છે. પણ તે શું કર્યું એ તો બોલ." રોહન બોલ્યો, "ભક્તિને જે સાપ કરડ્યો હતો, તે મારાં કારણે કરડ્યો હતો." મોન્ટુ બોલ્યો, "તારાં કારણે? પણ તારાં કારણે કેમ?" રોહન બોલ્યો, "જો! આપણે બસમાંથી ઊતરીને ચાલતાં થયાં ત્યારે પેલાં ડોશાએ કહ્યું હતું કે ખેતર છે એટલે જીવજંતુ હશે. ત્યારે મને વિચાર આવ્યો કે જો સ્નેહાની સહેલીને કંઇ થઇ જાય તો સ્નેહા તેની સેવા કરવામાં લાગી જશે અને તે રવિથી દૂર રહેશે. આપણે જ્યારે ચાલતાં હતાં ત્યારે મને એક સાપ દેખાયો. બધાનું ધ્યાન સાક્ષી અને આઈશા મેડમ તરફ હતું ત્યારે મેં એ સાપ ભક્તિનાં પગ પાસે મૂકી દીધો. તું તો જાણે છે કે હું સાપને હેન્ડલ કરી શકું છું. પછી ભક્તિએ સાપ ઉપર પગ મૂક્યો અને સાપ તેને કરડી ગયો." મોન્ટુ બોલ્યો, "રોહન! તું તો સ્નેહાને મેળવવા કંઇ પણ કરી લે છે. તને ખબર છે ને કે આમાં ભક્તિનો જીવ પણ જઈ શકતો હતો." રોહન બોલ્યો, "સ્નેહાને મેળવવા હું કોઇનો પણ જીવ લઈ શકું છું."

સાક્ષી ઉદાસ ચહેરે શ્રદ્ધા સાથે મંદિરનાં એક ખૂણામાં બેઠી હતી. શ્રદ્ધા બોલી, "તું કેમ ઉદાસ છે?" સાક્ષી બોલી, "અરે યાર! મારાં નસીબ તો જો. શું વિચાર્યું હતું અને શું થયું! મારી ઈજ્જત નાં તો બધાંની વચ્ચે કાંકરા થઈ ગયાં, નહીં કાંકરા નહીં પાંદડા થઈ ગયાં." આ સાંભળીને શ્રદ્ધા હસવા લાગી. સાક્ષી બોલી, "અરે! તારી બેસ્ટ ફ્રેન્ડ ઉદાસ બેઠી છે અને તું હસે છે?" શ્રદ્ધા બોલી, "હસું નહીં તો શું કરું? તે કામ જ એવું કર્યું હતું. મેં તને ના પાડી હતી, પણ તું ન માની. જોઈ લીધું મારી વાત ન માનવાનું પરિણામ?" સાક્ષી ફરી ઉદાસ થઈ ગઈ. શ્રદ્ધા બોલી, "અરે! આમ ઉદાસ ન થઈશ. બીજી વખત હું તારી મદદ કરીશ, બસ!" સાક્ષી ઉત્સુકતા સાથે બોલી, "સાચે?" શ્રદ્ધા બોલી, "હા".



#રાત
#horror #romance #travel