હાર્દિકે ઊર્મિની હત્યા કરી નાખી હતાં. બધાં કલાકારો આશ્વર્યમાં મૂકાઈ ગયાં હતાં કે હજી જેમનાં લગ્નને એક મહિનો પણ નહોતો થયો, એવાં દંપતી જુદાં પડી ગયાં અને પતિએ પત્નીની હત્યા કરી નાખી. સર્કસનાં બધાં કલાકારોને હાર્દિકે ધમકી આપીને ચૂપ કરાવી દીધાં હતાં. ઊર્મિની લાશને હાર્દિકે ઠેકાણે પાડી દીધી હતી.
હાર્દિક હવે ઘરમાં એકલો રહેતો હતો. તેની પત્નીએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો એ વિચારીને તે રડ્યાં કરતો. થોડાં દિવસો પછી હાર્દિક નાં ઘરમાં ભૂતિયાં ખેલ શરૂ થયાં. રાત્રે ઝાંઝરનો અવાજ આવવો, કોઈ સ્ત્રીનાં રડવાનો અવાજ આવવો, કોઈ સ્ત્રીની ચીસો સંભળાવી વગેરે. હાર્દિક આ ઘટનાઓથી ડરી ગયો હતો. તેણે તે ઘર છોડી દીધું અને તે બીજાં ઘરે રહેવાં ચાલ્યો ગયો. તે ઘરમાં આનાથી પણ વધારે ભૂતિયાં ખેલ ખેલાયા. દીવાલ ઉપર પગનાં નિશાન દેખાવા, નળમાંથી પાણીની જગ્યાએ લોહી નીકળવું, ચા લોહીમાં બદલાઈ જવી, જમવાનું જીવડાંમાં બદલાઈ જવું, અડ્યા વગર ઘરનો સામાન તૂટી જવો, લાઈટો ચાલુ બંધ થવી, અચાનક ટીવી ચાલુ થઈ જવું વગેરે જેવાં ખેલ શરૂ થયાં. આ ભૂતિયાં ખેલ બંધ થવાનું નામ જ ન લેતો હતો.
હાર્દિકે એક તાંત્રિકને ઘરે બોલાવ્યો. તાંત્રિકે જેવો ઘરમાં પગ મૂક્યો. ઘરની લાઈટ ચાલુ બંધ થવા લાગી. પવન ખૂબ વેગથી ફૂંકાવા લાગ્યો. બારી દરવાજા ખુલી અને બંધ થવા લાગ્યાં. થોડીવાર પછી અચાનક ઘરમાં શાંતિ છવાઈ ગઈ. ઘરનાં બધાં બારી દરવાજા બંધ થઇ ગયાં. લાઈટો પણ બંધ થઈ ગઈ. પવન ફૂંકાતો બંધ થઈ ગયો. તાંત્રિકે હાર્દિકને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું. તાંત્રિકે ઘરની વચ્ચે અગ્નિ પ્રગટાવી અને મોટેથી મંત્ર બોલવા લાગ્યો. આ બધું તે હાર્દિકને દેખાડવા કરી રહ્યો હતો. થોડીવારમાં તેણે ઘરમાંથી બધાં રૂપિયા લઈ લીધાં. તે જેવો હોલમાં આવ્યો, ત્યાંના અગ્નિકુંડમાં લોહી ટપકવા લાગ્યું અને અગ્નિ ઓલવાઈ ગઈ. અચાનક દરવાજો ખુલ્યો અને તે ઘરની બહાર ફેંકાઈ ગયો. તે કંઈ પણ લીધાં વગર ત્યાંથી ભાગી ગયો.
હાર્દિક ભૂતિયાં ઘટનાઓથી ખૂબ ડરી ગયો હતો. તેણે તે ઘર પણ છોડી દીધું. હાર્દિક હવે સર્કસમાં જ રહેવા લાગ્યો. એક વાર હાર્દિક મેકઅપ રૂમમાં ગયો. તે રૂમમાં જઈને અરીસાની સામે ઊભો રહ્યો. તેને અરિસામાં તેની પાછળ ઊર્મિ ઊભેલી દેખાઈ. તે પાછળ ફર્યો. તે ઊર્મિની આત્મા હતી. તેણે હાર્દિકનું ગળું પકડી લીધું.
ઊર્મિ : કેમ? કેમ તમે મારો જીવ લઈ લીધો. શું વાંક હતો મારો?
હાર્દિક : તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તારાં ઓમ સાથે આડાસંબંધ હતાં.
ઊર્મિ : આ તમે શું બોલો છો? તમને કંઈ ભાન પણ છે? તમને તમારી પત્ની વિશે આવું બોલતાં શરમ નથી આવતી.
હાર્દિક : તને ખરાબ કરવામાં શરમ ન આવી તો મને બોલવામાં ક્યાંથી આવે?
ઊર્મિ : તમારી પાસે શું પ્રૂફ છે કે જેનાં કારણે તમે મારાં વિશે આવું બોલો છો?
(હાર્દિક પોતાનો મોબાઇલ કાઢીને ઊર્મિને ફોટા દેખાડ્યા. ઊર્મિ ફોટા જોઇને આશ્ચર્યમાં પડી ગઈ.)
ઊર્મિ : આ ફોટા નકલી છે. તમને તમારી પત્ની પર વિશ્વાસ નથી?
હાર્દિક : એક વખત મેં તને ઓમ સાથે જોઇ હતી, તે સંજોગ હોય શકે પણ દરવખતે સંજોગ ન હોઈ શકે. તું જે વિશ્વાસની વાત કરે છે તે વિશ્વાસ તારી સાથે જ મરી ગયો હતો.
ઊર્મિ : ત્યારે તમારો વિશ્વાસ મર્યો હતો, હવે તમે મરશો.
(આટલું બોલીને ઊર્મિ હાર્દિકનું ગળું વધારે જોરથી દબાવવા લાગી. હાર્દિક તડાફડી રહ્યો હતો. થોડીવારમાં હાર્દિકનાં શરીરમાંથી પ્રાણ નિકળી ગયાં. જે સર્કસમાં ઊર્મિની હત્યા થઈ હતી ઊર્મિએ તે સર્કસને આગ લગાવી દીધી. આખું સર્કસ ભળકા સાથે સળગાવા લાગ્યું. શહેરનું નંબર વન સર્કસ હવે રાખમાં પરીવર્તન પામ્યું.)
રોયલ સર્કસ સળગી ગયું અને તેનો માલિક હાર્દિક શાહ પણ તેમાં બળીને મરી ગયો, આ વાત આખા શહેરમાં ફેલાઇ ગઇ. જ્યારે સર્કસનાં કલાકારોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ભાંગી પડ્યાં. બધાં કલાકારો રડી ગયાં હતાં. બધાની સાથે ઓમ પણ રડી રહ્યો હતો.
ઓમ પોતાનાં ઘરે ગયો. તેનાં ઘરની દીવાલ ઉપર એક ફોટો રાખેલો હતો અને તે ફોટા ઉપર હાર ચડાવેલો હતો.તે ફોટા સાથે વાતો કરતો હોય એમ ઓમ બોલ્યો.
ઓમ : પલ્લવી! તે જોયું? મેં તારી હત્યાનો બદલો લઈ લીધો. જેવી રીતે હાર્દિકે ખુલ્લેઆમ તારી હત્યા કરી હતી, તેમ મેં પણ તેનાં હાથે તેની પત્નીની ખુલ્લેઆમ હત્યા કરાવી. એને પણ ખબર પડવી જોઈએ ને કે કોઈ પોતાનું છોડીને જાય તો કેટલું દુઃખ થાય છે. હું તને પહેલાંથી બધું જણાવું. જ્યારે મને જાણ થઇ કે હાર્દિકની પત્ની સર્કસમાં કામ કરવાની છે, મેં ત્યારે જ બધો પ્લાન બનાવી લીધો હતો. સૌથી પહેલા મેં જાણી જોઈને મારી આંખમાં મેકઅપ બ્રશમારી દીધું. ત્યારે હાર્દિકે અમને પહેલી વખત સાથે જોયાં. પછી મેં ફોટોશોપથી મારાં અને ઊર્મિનાં બીભત્સ ફોટા બનાવી અને તે ફોટા અજાણ્યા નંબરથી હાર્દિકને મોકલી અને પછી તે ફોન ફેંકી દીધો. પછી હું ખોટું બહાનું કરીને ઊર્મિને મળવાં ગયો ત્યારે હાર્દિકે અમને બીજી વખત સાથે જોયાં હતાં. ત્યારે હાર્દિકને કન્ફર્મ થઈ ગયું હતું કે અમારા આડાસંબંધ હતાં. પછી હાર્દિકે ઊર્મિની હત્યા કરી નાખી. એ ઊર્મિની યાદમાં એટલો ડૂબી ગયો કે એણે મારાં વિશે કંઈ વિચાર્યું જ નહીં. પછી મેં એક ચોરને નકલી તાંત્રિક બનાવી મોકલ્યો હતો. પછી ઊર્મિની આત્મા એ હાર્દિકની હત્યા કરી નાખી. હવે પોલીસ તપાસ કરશે તો પણ મારું નામ ક્યાંય નહીં આવે. હાર્દિકે ઊર્મિની હત્યા સર્કસમાં શો દરમિયાન કરી હતી, એ વાતની કબૂલાત કલાકારો કરશે અને કોઈ નહીં કરે તો હું કરી લઈશ. હાર્દિકે ઊર્મિની હત્યા કરી એનું કારણ એનાં અને મારાં સિવાય કોઈને નથી ખબર. એનું મૃત્યુ થયું છે અને હું કોઈને કહીશ નહિ. રહી વાત હાર્દિક નાં મૃત્યુની તો આખાં શહેરને ખબર છે કે તે સર્કસની આગમાં સળગીને મૃત્યુ પામ્યો છે. છતાં પણ જો પોલીસ તપાસ કરશે તો તેમને કોઈ સબૂત નહીં મળે. કેમકે માણસ કોઈ કાંડ કરે તો પાછળ સબૂત છોડતો જાય, પણ આત્મા કોઈ સબૂત ન છોડે. મિસ્ટર હાર્દિક! મારો બદલો પૂરો થયો.
(આટલું બોલીને ઓમ મોટેથી હસવા લાગ્યો.)
•~•~•~ સમાપ્ત ~•~•~•