સર્કસ - 2 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સર્કસ - 2
(ઊર્મિ હાર્દિક પાસે જઈને બોલી)

ઊર્મિ : હાર્દિક, તમે વિચારો છો એવું કંઈ નથી. 

(હાર્દિક હસવા લાગ્યો)

હાર્દિક : મને ખબર છે એવું કંઈ નથી. પણ તું તારું મોઢું તો જો, તું કેટલી ડરી ગઈ છે.

ઊર્મિ : તમને મારાં પર વિશ્વાસ છે ને?

હાર્દિક : હા ઊર્મિ! મને તારાં પર વિશ્વાસ છે. (તે ઓમ સામે જોઈને બોલ્યો) ઓમ તું સ્ટેજ પર જા, તારો ટર્ન છે.

(ઓમ ત્યાંથી ચાલ્યો ગયો. ઊર્મિ હાર્દિકને ભેટીને બોલી.)

ઊર્મિ : હાર્દિક! હું માત્ર તમને જ ચાહું છું. તમે મને બીજાં કોઈ પણ પુરુષ સાથે જોઇને કોઇ શંકા ન કરતાં.

હાર્દિક : હું પણ માત્ર તને જ ચાહું છું. તું પણ મને બીજી કોઈ પણ સ્ત્રી સાથે જોઇને કોઇ શંકા ન કરતી.

(સર્કસનો શો પૂરો થઈ ગયો. ઊર્મિ અને હાર્દિક ઘરે ચાલ્યાં ગયાં.)

             હાર્દિક સોફા ઉપર બેસીને ટીવી જોતો હતો. ઊર્મિ તેની બાજુમાં ગઈ.

ઊર્મિ : હાર્દિક...!

હાર્દિક : બોલ.

ઊર્મિ : હાર્દિક...!

હાર્દિક : શું છે?

(ઊર્મિ મોટા અવાજે બોલી)

ઊર્મિ : હાર્દિક, મારી સામે જુઓ. મારે તમારી સાથે વાત કરવી છે.

(હાર્દિક હજી પણ ટીવી જોવામાં મસ્ત હતો. ઊર્મિ એ હાર્દિકનાં હાથમાંથી ટીવીનું રિમોટ લઈ લીધુ અને ટીવી બંધ કરી દીધું.)

હાર્દિક : અરે! ટીવી ચાલુ કરને વિરાટનો છેલ્લો બોલ હતો. 

ઊર્મિ : હવે તમે મારી સાથે વાત ન કરીને, તો તમને બોલ બનાવીને ફેંકી દઈશ.

હાર્દિક : શું છે બોલ?

ઊર્મિ : તમને ખબર છે કાલે શું છે?

હાર્દિક : શું છે કાલે ?

ઊર્મિ : કાલે કઈ તારીખ છે?

(હાર્દિક મોબાઇલમાં જોઈને બોલ્યો)

હાર્દિક : આઠ તારીખ. પણ કાલે શું છે?

ઊર્મિ : આ ક્યો મહિનો ચાલી રહ્યો છે?

(હાર્દિક ફરીથી મોબાઈલમાં જોઈને બોલ્યો)

હાર્દિક : છઠ્ઠો મહિનો. પણ કાલે શું છે?

ઊર્મિ : શું હાર્દિક! તમને બધું જ યાદ રહે છે, માત્ર તારો જન્મદિવસ જ યાદ નથી રહેતો.

હાર્દિક : મને યાદ જ હતું, હું તો તારી સાથે મજાક કરતો હતો. 

ઊર્મિ : તમે હંમેશા મજાક જ કર્યાં કરો છો. કોઈ દિવસ ગંભીર હોતાં જ નથી.

હાર્દિક : Ok. Sorry. બોલ શું પ્લાન છે કાલ માટે? 

ઊર્મિ : કાલે આપણે સર્કસનાં બધાં કલાકારો માટે જમણવાર ગોઠવીએ અને રાત્રે આપણે બંને ક્યાંક ફરવા જઇએ.

હાર્દિક : નોટ બેડ. સારું, તું કહે એમ.

ઊર્મિ : તો ચાલો, હવે સૂઈ જઈએ. કાલે સવારે વહેલું ઊઠવાનું છે.

હાર્દિક : Ok. Good Night.

હાર્દિક : Good Night.

              વહેલી સવાર હતી. સૂરજ હજી ઊગ્યો ન હતો. પક્ષીઓ કલબલ કરી રહ્યાં હતાં. ઊર્મિ ફ્રેશ થઈને હાર્દિકને ઉઠાડવા ગઈ. તેણે હાર્દિકનાં ગાલમાં ચુંબન કર્યું.

ઊર્મિ : સુપ્રભાત અને જન્મદિવસ મુબારક.

(હાર્દિક કંઇ બોલ્યો નહીં. તેણે ઊર્મિને પોતાની સાથે પથારીમાં ખેંચી લીધી.)

ઊર્મિ : આ શું કરો છો?

હાર્દિક : મારી પત્નીને પ્રેમ કરું છું.

ઊર્મિ : અરે! છોડો મને. મારે તૈયાર થવું છે. 

(ઊર્મિ ઊભી થઈ ગઈ.)

ઊર્મિ : ચાલો! હવે તમે પણ ઊભાં થઇ જાવ અને ફ્રેશ થઈ જાવ.

(હાર્દિક આળસ મરડીને ઊભો થયો અને ફ્રેશ થવા ચાલ્યો ગયો.)

                 સર્કસમાં આજે શો ન હતો, પણ હાર્દિકનો જન્મદિવસ હતો એટલે બધાં માટે જમણવાર ગોઠવ્યો હતો. બધાં જમીને ઘરે ચાલ્યાં ગયાં. ઊર્મિને સાંજ માટે તૈયાર થવું હતું એટલે એ પણ ઘરે ચાલી ગઈ. હાર્દિકને સર્કસમાં થોડું કામ હતું, તે કામ પૂરું કરી હાર્દિક ઘરે જવા માટે નીકળ્યો. હાર્દિક સર્કસનો મેઈન ગેટ બંધ કરીને કારમાં બેઠો ત્યાં તેનાં ફોનમાં મેસેજ આવ્યો. હાર્દિકે તે મેસેજ જોયો. મેસેજ જોઈને હાર્દિકનાં હોશ ઉડી ગયાં. એ મેસેજમાં ઓમ અને ઊર્મિનાં બીભત્સ ફોટા હતાં. હાર્દિક જલ્દીથી કાર ચલાવીને ઘરે ચાલ્યો ગયો. તેણે ઘરે જઈને દરવાજો ખોલ્યો તો ઊર્મિ અને ઓમ તેની સામે ઊભા હતાં. તે વિચારવા લાગ્યો કે તેણે જે ફોટા જોયાં તે સાચાં હતાં. તે કંઈ પણ બોલ્યાં વગર પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો. ઊર્મિને આ વાત થોડી અજીબ લાગી. 

ઓમ : મેડમ! તમે સરને જણાવી દેજો કે મારે પૈસાની જરૂર હતી એટલે હું મારાં આગળનાં મહિનાનો એડવાન્સ પગાર લેવાં આવ્યો હતો.

ઊર્મિ : હા! હું તેમને જણાવી દઈશ.

ઓમ : Ok. Bye.

(ઊર્મિ એ જવાબમાં ફક્ત હળવું સ્મિત આપ્યું.)

              હાર્દિકે પોતાના રૂમમાં જઈને સર્કસનાં મૅનેજરને ફોન કર્યો. 

હાર્દિક : મેનેજર, આજે જાહેરાત કરી દો કે રોયલ સર્કસમાં આવતીકાલે આજ સુધીનો સૌથી ભયાનક શો થશે અને ટીકીટનાં ભાવ પણ બમણાં કરી દો.

મેનેજર : પણ સર આમ અચાનક! બધું આટલાં ઓછાં સમયમાં કેમ શક્ય બનશે?

હાર્દિક : મેનેજર! હું તમને જેટલું કહું છું, તમે એટલું કરો. બાકી હું સંભાળી લઇશ.

મેનેજર : ઠીક છે.

(હાર્દિકે ફોન મૂકી દીધો. ઊર્મિ હાર્દિક પાસે જઈને બોલી)

ઊર્મિ : ચાલો! મેં એક સરસ સ્થળ શોધ્યું છે. મને વિશ્વાસ છે કે તે સ્થળ તમને ખૂબ જ ગમશે.

હાર્દિક : ઊર્મિ! અત્યારે મારે ક્યાંય નથી જવું અને કેમ નથી જવું એ ન પૂછતી.

ઊર્મિ : સારું.

હાર્દિક : અને બીજી એક વાત. કાલે આપણાં સર્કસનો આજ સુધીનો સૌથી ભયાનક શો થવાનો છે. એ શોમાં તારે અને મારે કરતબ દેખાડવાનું છે.

ઊર્મિ : પણ હું કેમ કરીશ?

હાર્દિક : Please વધારે સવાલ ન કર. હું તને કહું એમ તું કરજે.

ઊર્મિ : ઠીક છે.

(ઊર્મિ હાર્દિકનો બદલાયેલો સ્વભાવ જોઈ વધારે કંઈ ન બોલી.)

               આખાં શહેરમાં શો માટેની જાહેરાત થઈ ગઈ હતી. લોકો બમણી કિંમત આપીને પણ ટીકીટ ખરીદવાં તૈયાર હતાં. અવસર જોઈને મેનેજરે ટીકીટનાં ત્રણ ગણાં વધારી નાખ્યાં. ભાવ તો‌ વધ્યાં પણ લોકોની ભીડ ન ઘટી. શોનું નામ 'મોતનો તમાશો' રાખવામાં આવ્યું હતું. શો શરૂ થયો. પ્રેક્ષકો એ પોતાનું સ્થાન શોભાવી લીધું હતું. સ્ટેજ ઉપર કરતબોની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. હાર્દિક સ્ટેજ ઉપર ગયો.

હાર્દિક : પ્રિય દર્શકો! આજે આ સર્કસમાં આજ સુધીનો સૌથી ભયાનક કરતબ થવા જઈ રહ્યો છે અને તમે ભાગ્યશાળી તેનાં સાક્ષી બનવા જઈ રહ્યાં છો. 

(આટલું બોલતાં જ સૌએ તેને‌ તાળીઓથી વધાવી લીધો.)

              ઊર્મિ લાલ રંગનું વેસ્ટર્ન ગાઉન પહેરીને સ્ટેજ ઉપર આવી. આજે ઊર્મિ સ્વર્ગની અપ્સરાને પણ પાછી પાડે એવી સુંદર લાગતી હતી. ઊર્મિ સ્ટેજ ઉપર આવી, ત્યાં રાખેલા પારદર્શક બોક્સમાં ઊભી રહી ગઈ. તે બોક્સમાં તલવાર આરપાર થઈ જાય એવી જગ્યા હતી. હાર્દિકે તે બોક્સ બંધ કરી દીધું. બધાં દર્શકો તાળીઓ પાડવા લાગ્યા, સીટી વગાડવા લાગ્યાં અને ચીસો પાડવા લાગ્યાં. હાર્દિકે એક ક્ષણમાં તલવાર ઊર્મિની આરપાર કરી દીધી. ઊર્મિની ચીસ આખાં સર્કસમાં ગૂંજી ઉઠી. દર્શકોમાં શાંતિ છવાઈ ગઈ. તેમને આમાં કોઇ નવાઇ ન લાગી, કેમકે આવાં ખૂની ખેલ તો અહીંયા થતાં જ રહેતાં. હા! આ વખતે કરતબ થોડું વધારે ભયાનક હતું. પણ હંમેશાની જેમ દર્શકો કરતબ પૂરું થતાં જવા લાગ્યા. કરતબ કરનારનું શું થયું એ જાણવામાં કોઈને રસ ન હતો. 

            શું હાર્દિકે સાચે જ ઊર્મિની હત્યા કરી નાખી હતી? આગળ શું થશે હાર્દિક સાથે? જાણવા માટે વાંચો... સર્કસ-3


રેટ કરો અને રિવ્યુ આપો

Jay Thummar

Jay Thummar 6 માસ પહેલા

Manav Limbola

Manav Limbola 6 માસ પહેલા

Meet Muchhadiya

Meet Muchhadiya 6 માસ પહેલા

Poonam Patel

Poonam Patel 6 માસ પહેલા

Chirag Thakkar

Chirag Thakkar 6 માસ પહેલા