Circus - 1 books and stories free download online pdf in Gujarati

સર્કસ - 1




રોયલ સર્કસ શહેરનું પ્રખ્યાત સર્કસ હતું. ત્યાં અઠવાડિયામાં ત્રણ દિવસ જ શો થતાં એટલે ટીકીટ લેવા લોકોની ભીડ જામતી હતી. આ સર્કસનાં પ્રખ્યાત થવા પાછળનું કારણ ત્યાં દેખાડવામાં આવતાં ભયાનક કરતબો હતાં. કાચાં પોચાં હ્રદયનાં લોકો તે કરતબો જોઈ જ ન શકે. ત્યાં ગળું કાપીને તેનાંથી ફૂટબોલ રમવું, ચામડીનાં ચંપલ બનાવવા, આંખો કાઢી તેનાંથી લખોટીઓ રમવી, ચાલુ પંખામાં હાથ નાખી હાથ કાપવો, આવાં ઘણાં કરતબો દેખાડવામાં આવતાં હતાં. ત્યાં એક સૌથી ભયાનક કરતબ થતું, એ હતું કે એક ખૂબ ભયાનક ચહેરાવાળો જોકર ત્યાં બેસેલા કોઈ પણ પ્રેક્ષકને ઉઠાવી જતો અને શો પૂરો થાય પછી તે પ્રેક્ષક સર્કસની બહાર બેભાન મળતો.

આ રોયલ સર્કસનાં માલિકનું નામ હાર્દિક શાહ હતું. તેનાં માતા-પિતા આ દુનિયામાં રહ્યાં ન હતાં. એક મહિના પછી તેનાં લગ્ન હતાં એટલે સર્કસનાં બધાં શો કેન્સલ કર્યાં હતાં. શહેરનાં ખૂબ ધનિક માણસ એવાં રોહિત શેઠની દીકરી ઊર્મિ સાથે હાર્દિકનાં લગ્ન થવાનાં હતાં. તેમનાં લગ્ન ખૂબ ધામધૂમથી થઈ ગયાં.

લગ્ન પછી સર્કસનાં શો ફરી શરૂ થયાં. ઊર્મિ એક મેકઅપ આર્ટિસ્ટ હતી. તેણે હાર્દિકને કહ્યુ કે તે સર્કસમાં કલાકારોનો મેકઅપ કરવા ઈચ્છે છે, હાર્દિકે પહેલાં ના પાડી, પણ પછી તે માની ગયો. આજે ઊર્મિનો સર્કસમાં પહેલો દિવસ હતો. હાર્દિકે સર્કસનાં બધાં કલાકારો સાથે ઊર્મિનો પરિચય કરાવ્યો. ઊર્મિ સર્કસનાં ખૂબ પ્રખ્યાત જોકરને મળી. તેનું નામ ઓમ હતું. તે મધ્યમ વર્ગનો યુવાન હતો. તેનાં પરિવારમાં કોઈ ન હતું. આજે ઊર્મિએ સૌથી પહેલાં તેનો જ મેકઅપ કરવાનો હતો.

(ઊર્મિ મેકઅપ રૂમમાં ગઈ અને ઓમ સામે હાથ લંબાવીને બોલી)

ઊર્મિ : Hii. હું ઊર્મિ શાહ. હાર્દિક શાહની પત્ની.

ઓમ : Hello. હાર્દિક સરે બહાર તમારો પરિચય કરાવ્યો.

ઊર્મિ : ઓહ...હા. તો તમને એ પણ ખબર હશે કે આજથી હું જ તમારો મેકઅપ કરવાની છું.

ઓમ : હા, મને ખ્યાલ છે. Please તમે જલ્દી મેકઅપ કરી આપો. મારે સ્ટેજ પર જવાનું છે.

ઊર્મિ : ખુરશી પર બેસો.

(ઓમ અરીસાની સામે ખુરશી ઉપર બેઠો હતો અને ઊર્મિ તેનો મેકઅપ કરી રહી હતી.)

ઊર્મિ : Ok. મેકઅપ થઈ ગયો છે. તમે જઇ શકો છો.

ઓમ : આભાર.

(ઓમ ખુરશી પરથી ઊભો થઈને સ્ટેજ પર ચાલ્યો ગયો. શો પૂરો થયો.)

ઊર્મિ ઘરે આવી. તે ફ્રેશ થઈને વાળ ઓળવતી હતી. હાર્દિક પાછળથી આવીને તેને ભેટી પડ્યો. હાર્દિક અચાનક ઊર્મિને ભેટી પડ્યો એટલે ઊર્મિ ડરી ગઈ.

ઊર્મિ : શું તમે પણ. ક્યારેક મને હાર્ટ એટેક કરાવશો. આમ અચાનક ભેટી પડાય? તમને ખબર છે હું કેટલી ડરી ગઈ?

હાર્દિક : મહોતરમા! હું તારો પતિ છું. તને ભેટી પણ ન શકું?

ઊર્મિ : એવું નથી. પણ તમારે ભેટવું જ હોય તો સામે આવીને ભેટી જવાય ને!

હાર્દિક : પણ તું કેમ ડરી ગઇ?

ઊર્મિ : તમારાં સર્કસનાં કરતબોનો વિચાર કરતી હતી. એમાં અચાનક તમે ભેટી પડ્યા એટલે હું ડરી ગઈ.

હાર્દિક : અરે! તું એનાંથી ડરી ગઈ. હવે તો તારે એ બધું રોજ જોવાનું છે. એટલે જ હું તને ના પાડતો હતો.

ઊર્મિ : તમે મને જણાવશો કે આ તમારાં સર્કસમાં જે કરતબો થાય છે તેની પાછળ શું રહસ્ય છે. તે બધું સાચું તો ન હોઈ શકે. કેમકે એવાં કરતબ જો કોઈ કરે તો તે જીવતું જ ન રહે.

હાર્દિક : જો હું તને એનું રહસ્ય કહેવાને બદલે દેખાડું તો કેવું રહેશે? હું તને કાલે એ કરતબોનું રહસ્ય દેખાડીશ.

(ઊર્મિ ખુશીથી હાર્દિકને ભેટી પડી.)

ઊર્મિ : Thank you, હાર્દિક.

હાર્દિક : You are always welcome. ચાલ હવે, જમવાનું આપ. મને ખૂબ ભૂખ લાગી છે.

ઊર્મિ : આજે મેં જમવાનું તો નથી બનાવ્યું.

હાર્દિક : શું? અરે યાર, મને ખૂબ ભૂખ લાગી છે. હું શું ખાઈશ?

ઊર્મિ : અરે! અરે! હું મજાક કરું છું. જમવાનું તૈયાર છે. ચાલો!

હાર્દિક : યાર! તું આવાં મજાક ન કર. ચાલ હવે જલ્દી જમવાનું આપ.

(પછી તેઓ જમવા ચાલ્યાં ગયાં.)

પછીનાં દિવસે ઊર્મિને હાર્દિકે સર્કસ પર કરતબોનું રહસ્ય દેખાડ્યું.

ઊર્મિ : ઓ...! તો આ હતું કરતબોનું રહસ્ય. પણ અજીબ વાત છે!

હાર્દિક : શું અજીબ વાત છે?

ઊર્મિ : પ્રેક્ષકો જે જુએ છે એવું કંઈ તો હોતું જ નથી. મને તો આ પ્રેક્ષકો સાથેની છેતરપિંડી લાગે છે.

હાર્દિક : મેડમ! આ છેતરપિંડીથી જ આપણું સર્કસ ચાલે છે અને તેનાથી જ આપણું સર્કસ શહેરનું નંબર વન સર્કસ છે. રહી વાત છેતરપિંડીની, તો પ્રેક્ષકો ખુદ છેતરાવા માંગે છે તો પછી આપણને છેતરવામાં શું વાંધો? શિકાર સામેથી સિંહ પાસે આવે ત્યારે સિંહ ઉપવાસ તો ન કરે ને?

ઊર્મિ : હા એ પણ છે.

હાર્દિક : એ બધું મૂક. તારે જોકરનો, મતલબ કે ઓમનો મેકઅપ કરવા નથી જવાનું.

ઊર્મિ : અરે હા! તમારી સાથે વાતો કરવામાં હું એ તો ભુલી જ ગઈ.

હાર્દિક : તો જા જલ્દી. હમણાં એનો જ ટર્ન છે.

ઊર્મિ : સારું. તો હું જાઉં છું.

ઊર્મિ મેકઅપ રૂમમાં ઓમનો મેકઅપ કરતી હતી. બધાં આર્ટિસ્ટ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યાં હતાં એટલે રૂમમાં ઊર્મિ અને ઓમ સિવાય કોઈ ન હતું. ઊર્મિ ઓમની આંખોનો મેકઅપ કરતી હતી. ઊર્મિનાં હાથમાં રહેલું મેકઅપ બ્રશ ભૂલથી ઓમની આંખમાં લાગી ગયું. ઓમની આંખ બળવા લાગી.

ઊર્મિ : Sorry! Sorry! ભૂલથી લાગી ગયું. બાથરૂમમાં ચાલ, તારી આંખમાં પાણી છાંટી આપું.

(ઊર્મિ ઓમને લઈને બાથરૂમમાં ગઈ અને તેની આંખમાં પાણી છાંટવા લાગી.)

સ્ટેજ પર જવાનો ટર્ન ઓમનો હતો. પણ ઓમ હજુ આવ્યો ન હતો. હાર્દિક તેને શોધવા માટે મેકઅપ રૂમમાં ગયો. ત્યાં કોઈ ન હતું એટલે તે બાથરુમમાં ગયો. તેણે બાથરૂમમાં ઓમ અને ઊર્મિને સાથે જોઈ લીધાં.

હાર્દિક : ઊર્મિ મને તારી પાસે આવી અપેક્ષા ન હતી.



હાર્દિક ઊર્મિ અને ઓમ વિશે શું વિચારી રહ્યો હતો? શું હાર્દિક ઊર્મિને છોડી દેશે? જાણવા માટે વાંચો... સર્કસ-2





બીજા રસપ્રદ વિકલ્પો