પરાગિની 2.0 - 46 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 46

પરાગિની ૨.૦ - ૪૬



છ મહિના બાદ.......

પરાગ અને રિનીની લાઈફ પણ પહેલા જેવી થઈ ગઈ હોય છે. નવીનભાઈ હજી ઘરે નથી આવ્યા હોતા... તેઓ દાદીને ફોન કરી બધાની ખબર પૂછી લેતા... માનવ અને એશાએ કોર્ટ મેરેજ કરી લીધા હોય છે. બંને ખુશ હોય છે. દાદાને પહેલા કરતાં સારૂં હોય છે. તેઓ પાછા જેતપુર જતા રહ્યાં હોય છે. શાલિની બધા સામે ખુશ રહેતી હોય છે પરંતુ હજી તેને અંદરથી હોય છે કે શાહ પરીવારની બધી મિલકત તેના છોકરાં સમરને મળે...! સમર અને નિશા તેમના રિલેશનથી ખુશ હોય છે પરંતુ શાલિની ખુશ નથી હોતી..! તેના સમર માટે તે પૈસાદાર કુટુંબની છોકરીઓ જોવાનું શરૂ કરી દે છે. લીનાબેન મહિના પહેલા જ દુનિયાને વિદાય આપીને જતા રહ્યાં હોય છે. પરાગે પોતાની જાતને ઘણી સારી રીતે સંભાળ્યો હોય છે. રિની હંમેશા તેની સાથે ઊભી રહેતી...!

આ બાજુ પારસને જાણ થાય છે કે તેની મમ્મી હવે આ દુનિયામાં નથી રહી... તે પરાગને કોઈ પણ કોન્ટેક્ટ કર્યા વગર પોતાની લાઈફ જીવવાનું શરૂ કરે છે. લીનાબન તેના માટે થોડું સેવીંગ્સ કરીને ગયા હોય છે અને પારસ હજી કોલેજમાં હોવાથી પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી દે છે. પરાગ પારસને શોધી કાઢે છે પરંતુ તેને કહ્યા વગર તેની મદદ કરતો રહે છે.


સિમિતએ નક્કી કર્યુ હોય છે કે તે ફરી હવે પરાગની કંપની એ પાછો નહીં જાય..! પહેલા તેને નક્કી કર્યુ હોય છે તે પરાગને બરબાદ કરવા આવશે પરંતુ તેને પાછળથી ખબર પડે છે કે પરાગ તેના પ્લાન વિશે જાણી ગયો હતો છતાં તેને કંઈ ના કર્યુ...!

બે દિવસ આમ જ સિમિત બેસી રહે છે પરંતુ તેના મગજમાંથી રિની નિકળતી જ નથી હોતી...! આ બાજુ નવીનભાઈ પાસે પૈસા પતવા આવ્યા હોય છે... તેઓ ઘરે જઈ શકતા નથી કેમ કે તેમને ખબર હતી કે જો તેઓ ઘરે જશે તો બધા તેમને પૂછશે જ કે કેમ જતા રહ્યા હતા? બધા જ સવાલોનો મારો કરશે...અને તેમની પોતાની પાસે જ સરખો જવાબ નહતો કે તેઓ કેમ જતા રહ્યા હતા..! તેથી તેઓ તેમના શેર વેચવાનું નક્કી કરે છે. સિમિતને જાણ થાય છે કે નવીનભાઈ તેમના શેર વેચવાના છે તે આ તક ઝડપી લે છે કેમ કે જે પણ આ શેર ખરીદે તે બ્લોસમ ડિઝાઈન કંપનીમાં પાર્ટનર બની જશે..! સિમિત આ શેર ખરીદી લે છે.


નવીનભાઈ કંપનીમાં એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં બધી વાત કરી લે છે અને ઓફિસીયલી બધી પ્રોસેસ ફોન પર જ પતાવી દે છે અને તેમને જણાવી દે છે કે કાલથી નવો પાર્ટનર કંપનીમાં આવશે. એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના હેડ જે હોય

છે તે પરાગ અને સમરને આની જાણ કરી દે છે.

બીજા દિવસે સમર પરાગની કેબિનમાં જઈને કહે છે, ભાઈ તમે સાંભળ્યુ કે પપ્પાએ તેમના શેર બીજાને વેચી દીધા? તેઓ આવું કેવી રીતે કરી શકે છે? આપણું ના વિચાર્યુ પરંતુ કંપનીનું તો વિચારવુ હતુ...!

પરાગ- હા, મને ખબર પડી કે પપ્પાએ શેર વેચી દીધા... તેમને આપણી પડી હોત તો આપણાને છોડીને જતે જ ના...! શેર તેમના હતા એટલે આપણાથી પણ કંઈક કરી ના શકાય...!

સમર- હા, ભાઈ... નવો પાર્ટનર કોણ છે તે તમને ખબર છે?

પરાગ- ના... આજે આવશે એટલે ખબર પડશે...

એટલામાં સિયા પરાગને કેબિનમાં કહેવા આવે છે કે સર, નવા પાર્ટનર તરીકે જે આવવાના હતા તે નીચે નવીન સરની કેબિનમાં બેઠા છે.

પરાગ- ઓકે...હુ જાઉં છુ મળવા...

રિની પણ કેબિનમાં આવીને પરાગને પૂછે છે કે શું આ સાચું છે કે નવો પાર્ટનર આવવાનો છે..?

સમર- આવવાનો છે નહીં આવી ગયો છે...

પરાગ- ચાલો તો મળવા જઈએ...

પરાગ, સમર અને રિની ત્રણેય નીચે સાથે જાય છે. નવીનભાઈની કેબિનમાં જઈને જોઈ છે તો સિમિત સોફા પર બેઠો હોય છે.

તેને જોતા જ પરાગ તેને શાંતિથી પૂછે છે, તું અહીં શું કરે છે?

સિમિત- નવા પાર્ટનરનું વેલકમ નહીં કરે પરાગ?

સમર અને રિની બંને શોક લાગે છે. પરાગને પણ થોડો શોક લાગે છે પરંતુ તે કંઈ હાવભાવ નથી બતાવતો... તે બધી વાત સમજી જાય છે.

પરાગ- બધા પોતાના કામ બિઝી છે એટલે વેલકમ ના કર્યુ.... સિયા તમને તમારી કેબિનન બતાવી દેશે...

સિમિત- પણ મને તો આજ કેબિન ગમે છે...

સિમિત નવીનભાઈના કેબિનની વાત કરતો હોય છે.

સમર સિમિતને કહે છે, વિચારતો પણ નહીં......

પરાગ- તમારી કેબિનમાં સાંજ સુધીમાં તૈયાર થઈ જશે... સિયાને હુ કહી દઈશ...

આટલું કહી પરાગ, સમર અને રિની ત્યાંથી જતા રહે છે.

સમર ઉપર જૈનિકા સાથે કામ કરવા જતો રહે છે. પરાગ અને રિની બંને કેબિનમાં પહોંચે છે. રિની તરત પરાગને પૂછે છે, હવે શું કરીશું પરાગ?

પરાગ- રિની તું ચિંતા કેમ કરે છે? હું છુને... કામ વગર તારે એની સાથે વાત નહીં કરવાની અને હા, કંઈ પણ કરે કે તને આળુઅવળુ કહે તો તરત આવીને મને કહેજે..!

રિની- હા, ચોક્ક્સ..!

પરાગ અને રિની બંને કામ પર લાગી જાય છે. પરાગે સિયાને કહી દીધુ હોય છે કે સિમિત માટે કેબિન તૈયાર કરાવી દે...!!

પરાગ સિમિતને ફોન પર કહી દે છે કે થર્ડ ફ્લોર તારી કેબિન છે સિયા તને બતાવી દેશે..!

સિયા સિમિતને કેબિનમાં લઈ જાય છે. એક નાની રૂમ હોય છે... જેમાં ટેબલ-ખુરશી, કોમ્પ્યુટર, એસી, એક કબાટ હોય છે. પરાગ, સમર અને નવીનભાઈ જેવી ક્લાસી કેબિન નથી હોતી... સાદી જ હોય છે. સિયા સિમિતને કહે છે, સોરી સર... હમણાં તમારે આનાથી કામ ચલાવુ પડશે... કેબિન માટે હમણા જગ્યા નથી એટલે... મહિના પછી તમને પણ સર જેવી કેબિન મળી જશે.. પરાગ સરે વાત કરી લીધી છે. આટલું કહી સિયા ત્યાંથી જતી રહે છે.

પરાગનો કેબિનનીં ઈન્ટરકોમ પર ફોન આવે છે. સિમિત ફોન ઉપાડે છે.. પરાગ કહે છે, હોપ કે તને કેબિન ગમી હશે... હમણાં જગ્યા નથી કેબિન માટે એટલે તું એડજસ્ટ કરી લેજે... જલ્દી હું નવી સારી કેબિન બનાવડાવી લઈશ..! આટલું કહી હસીને પરાગ ફોન મૂકી દે છે.

સિમિત ફોન મૂકી દે છે અને કહે છે, કંઈ વાંધો નહીં ચાલશે...! મારે તો રિનીને પામવા સુધી જ અહીં રહેવું છે.


આ બાજુ ટેવ મુજબ રિની એશા અને નિશાને બધી વાત કહે છે... નિશા રિનીને સિમિતથી દૂર રહેવાનું કહે છે.


શાલિનીને ખબર પડે છે કે નવીનભાઈએ તેમના શેર સિમિતને વેચ્યા છે. તેથી તે સિમિતને ફોન કરે છે અને મળવાનું કહે છે. શાલિનીના શેતાની દિમાગમાં પ્લાન આવી ગયો હોય છે.


લગ્ન પછી માનવ અને એશા બંને ભાડાનાં ઘરમાં રહેતા હોય છે... તેઓ બંને નક્કી કરે છે કે પોતાનું એક ઘર ખરીદી લઈએ... મોટું નહીં પરંતુ નાનું ઘર લેશે..! તેઓ બંને ઘર જોવાના ચાલુ કરી દે છે. માનવ પરાગ પાસેથી એક દિવસની રજા લઈ લે છે અને બંને ઘર જોવા નીકળે છે. પરાગને ખબર પડે છે કે માનવ અને એશા નવું ઘર લેવાના છે અને ઘર જોવા જવાના છે તેથી માનવએ રજા લીધી છે.... પરાગ તેમની મદદ કરવાનું નક્કી કરે છે.


સિમિત અને શાલિની સાંજે કેફેમાં મળે છે. સિમિત શાલિનીની ફ્રેન્ડનો છોકરો હોય છે. તેથી શાલિની સીધુ જ સિમિતને પૂછી લે છે કે તને અચાનક શેર ખરીદવામાં ક્યાંથી રસ પડ્યો? એ પણ નવીનનાં?

સિમિત- હું પાછો નહોતો આવવાનો પણ.... પણ રિની મારા મનમાંથી ખસતી નથી.... એના માટે જ હું પાછો આવ્યો છુ... પાછા આવવા માટે કોઈ રસ્તો નહોતો અને એમાં મેં સાંભળ્યુ કે નવીનઅંકલ તેમના શેર વેચે છે તો મેં ડબલ કિંમત આપી ખરીદી લીધા...!

શાલિની બધી વાત સમજી જાય છે... તે સિમિત આગળ એક ડિલ રાખે છે. તે સિમિતને કહે છે, હું તારી મદદ કરીશ પરંતુ તારુ કામ પતે એટલે નવીનનાં જે તે શેક ખરીધ્યા છે તે તારે મને પાછા આપવાનાં રહેશે... પરાગને નહીં મને જ....!

સિમિત સમજી જાય છે કે શાલિની બધુ લઈ લેવા માંગે છે... સિમિતને શેર સાથે કંઈ મતલબ હોતો નથી તેથી તે શાલિનીને હા કહે છે અને પૂછે છે, તો કરવાનું શું રહેશે?

શાલિની- આજે તું આરામ કરી લે.. પછી હું તને કહીશ કે શું કરવાનુ...!


બીજા દિવસે શાલિની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં જાય છે અને એક રિપોર્ટ તૈયાર કરાવે છે. શાલિની સિમિતને ફોન કરી બધુ સમજાવી દે છે અને કહે છે, રિપાર્ટ તને બપોર સુધીમાં મળી જશે..!

શાલિની સાથે વાત કર્યા બાદ સિમિત રિની પાસે જાય છે. રિની ઉપર ડિઝાઈનીંગ એરીયામાં હોય છે. સિમિતને ત્યાં જોઈ રિની ત્યાંથી જતી રહેવાની હોય છે કે સિમિત તેને રોકતા કહે છે, ડોન્ટ વરી તને હેરાન કરવા નથી આવ્યો... એક જરૂરી વાત કહેવી છે એટલે આવ્યો છુ.... બપોરે મારી કેબિનમાં આવજે એક વસ્તુ મારે તને આપવાની છ. ના ના કહેતી... પરાગની વાત અને જરૂરી વાત છે.

આટલું કહી સિમિત ત્યાંથી જતો રહે છે. રિની વિચારે છે કે એવી તો શું વાત હશે..? અને ક્યાંક નવા ધતીંગ તો નહીં હોય ને આ સિમિત ના??


પરાગ રિની સાથે વિધીસર લગ્ન કરવા માંગતો હોય છે. તેથી તે પહેલા દાદીને બધી વાત કરે છે અને પછી આશાબેન સાથે વાત કરવા જાય છે. આશાબેન પણ ઈચ્છતા હતા કે રિનીનાં મેરેજ વિધીસર થાય અને તેઓ અને રિનીનાં પપ્પા રિનીનું કન્યાદાન કરી શકે..! આશાબેન પરાગને કહે છે, હું ત ઈચ્છુ છુ કે તમારા લગ્ન વિધીસર થાય.. મારી તો હા છે પરંતુ હું રિનીનાં પપ્પા સાથે વાત કરીશ કેમ કે તેમને ખબર નથી કે રિનીનાં લગ્ન થઈ ગયા છે કેમ કે જે પરિસ્થિતિમાં તમારા લગ્ન થયા હતા તે જો રિનીનાં પપ્પા જાણતે તો તને ખબર જ છે કે શું થતે..! બાપુજીએ પણ નથી કહ્યુ કે રિનીનાં લગ્ન થઈ ગયા છે એમ..!

પરાગ આશાબેનને કહે છે, મમ્મી.. તમે ચિંતા ના કરશો.. પપ્પાને નહીં ખબર પડે આ વાત.. આ જવાબદારી મારી.. ! બસ તમે અને દાદી બંને મૂર્હત જોવડાવી લો..! પછી હું પપ્પા સાથે વાત કરી લઈશ..!

રિનીનાં મોટાભાઈને પણ નથી ખબર હોતી કે રિનીનાં મેરેજ થઈ ગયા હોય છે..! જેતપુર ગયા બાદ દાદા મિહીરને (રિનીનો મોટો ભાઈ) અમદાવાદ મોકલે છે અને કહે છે, ઘરે નવરો બેસી રહે છે એના કરતાં.. અમદાવાદ જા.. તારી માઁ અને રિનીને સાચવજે... હવે કોઈક જવાબદારી ઉપાડતા શીખ..! આ આપણાં કારખાનાંમાં કાપડ બને છે તેનો કંઈક ધંધો કર... અમદાવાદ જઈને વેપારીઓ સાથે વાત કર..! તારી બહેન પાસેથી શીખ કંઈક... તારા કરતાં નાની છો તો પણ તેની મહેનતથી કમાઈ છે.

મિહીર અમદાવાદ જવાનું નક્કી કરે છે.


આ બાજુ રિપોર્ટ સિમિતને મળી જાય છે. રિની બપોરે પરાગ સાથે લંચ કરીને સિમિતની કેબિનમાં જાય છે.




શાલિનીએ શેનો રિપોર્ટ બનાવડાવ્યો હશે? તે રિપોર્ટથી શું પરાગ અને રિની વચ્ચે કંઈક થશે?

પરાગ અને રિનીના વિધીસર લગ્નમાં કંઈક અડચણ આવશે?

મિહીરને ખબર પડશે કે રિનીનાં મેરેજ થઈ ગયા છે તો શું રિએક્શન આપશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૪૭