મનનો તોફાન SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 36

    મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટો...

  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

શ્રેણી
શેયર કરો

મનનો તોફાન


"હે પ્રભુ, આવા તોફાની વાતાવરણમાં નિતિન ઘરે કેવી રીતે આવશે?"
બંધ બારી પાસે ઉભી, ગભરાયેલી નાયશાની નજર બહાર રસ્તા પર ટકી રહી. બારી ખોલાય એમ નહોતી, નહિતર વાવાઝોડાની તેજ હવાથી મીણબત્તી ઓલવાય જતે. આમ તો ચોમેર અંધારું હતું. ઘરમાં ફક્ત મીણબત્તીનું ઉજાસ થોડી રાહત આપી રહ્યું હતું. પણ બહાર, દર એક મિનિટે વીજળીના કડાકા આંખમાં વાગી, હૃદયના ધબકારા વધારી રહ્યા હતા.

તોફાનની આગાહી તો હતી, પણ પરિસ્થિતિ આટલી બધી ખરાબ થઈ જશે, એ કોઈએ વિચાર્યું નહોતું. આજુબાજુની બિલ્ડીંગની દીવાલો પડી ગઈ હતી અને ઘણા વૃક્ષ પણ જડથી ઉખડી ગયા હતા. વરસાદ રોકાવાનું નામ જ નહોતું લઈ રહ્યું. નાયશા ક્યારની નિતિનનો ફોન ટ્રાઈ કરી રહી હતી, પણ તે લાગી જ નહોતો રહ્યો, અને હવે નાયશની બેચેની વધતી ગઈ. ત્યાં તો ઓચિંતાનો, નાયશાના હાથમાં એનો મોબાઈલ વાઇબ્રેટ થયો. એણે ઝડપથી કોલ લીધો અને તરત બોલી,
"નિતિન, તમે ઠીક છો? ક્યાંય ફસાઈ તો નથી ગયાને? ઘરે કયારે આવશો?"
"નાયશા, રિલેક્સ અને મારી વાત સાંભળ. હું ઓફિસેથી નીકળી ગયો છું, પણ અહીંયા બધે પાણી ભરાઈ ગયા છે. કોઈ બસ કે રિક્ષા પણ નથી દેખાતી."
રાતના દસ વાગી ગયા હતા અને નિતિનની વાત સાંભળીને નાયશાના હાથ પગ ઢીલા થઈ ગયા. નિતિનને અમસ્તા પણ ઓફિસથી ઘરે આવતા બે કલાક લાગતા.
"તો હવે કેવી રીતે આવશો?"
"મને યાદ આવ્યું, માનસીનું ઘર અહીં આસપાસ છે, હું ત્યાં જતો રહું છું, સવારે, મોસમ ઠીક થશે તો ઘરે આવી જઈશ."
માનસીનું નામ કાનમાં પડતા જ નાયશા સુન પડી ગઈ. તે કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં લાઇન ડેડ થઈ ગઈ.

માનસી...એ લોકોના કોલેજની સૌથી સુંદર અને પ્રખ્યાત છોકરી. કેમ્પસમાં એવો કોઈ છોકરો નહોતો, જે એનાથી આકર્ષિત ન થયો હોય. પણ માનસી નિતિનની પાછળ ગાંડી હતી. નાયશા મન હી મન નિતિનને પ્રેમ કરતી હતી, પણ એને હમેશા એમ લાગતું કે એ નિતિનના લાયક નથી. ખુબસુરત અને આત્મવિશ્વાસી માનસીની સામે એનો શું મુકાબલો? તો જ્યારે નિતિન એ નાયશાને પ્રોપોઝ કર્યું તો તે હેરાન રહી ગઈ.
"નાયશા, મને બનાવટી લોકોથી સખત નફરત છે. તારી સાદગીએ મારું દિલ જીતી લીધું."

આ વાતને ચાર વર્ષ થઈ ગયા અને નાયશાનું જીવન સ્વાર્ગીય બની ગયું. પણ આજે, માનસીનું નામ નિતિનના મોઢે સાંભળીને તે હલી ગઈ. નિતિન આખી રાત એના ઘરે રહેવાનો હતો. શું માનસી કુંવારી હતી, કે એણે લગ્ન કરી લીધા હતા? શું તે હજી નિતિનને ચાહતી હતી? શું એ આ મોકાનો ફાયદો ઉપાડશે? શું નિતિન એના બેહકાવામાં આવી જશે? આ બધા પ્રશ્નોનું વમળ નાયશાના દિલમાં તોફાન ઉભું કરી રહ્યું હતું. આ તોફાન બહારના તોફાન કરતા વધારે ભયાનક અને ડરામણું હતું.

નાયશાને આખી રાત ઊંઘ ન આવી. બેચેન દિલની સાથે આખી રાત પડખા ફેરવતી રહી. એવું નહોતું કે એને નિતિન પર વિશ્વાસ નહોતો, પણ પરિસ્થિતિ ખરાબ હતી, જેના પર એનું કોઈ જોર ચાલે એમ નહોતું.

વહેલી સવારે છ વાગે ડોરબેલ વાગી, હજી વરસાદ આવી રહ્યો હતો, પણ હવામાન ઘણું શાંત થઈ ગયું હતું. દરવાજો ખોલવાની સાથે તે નિતિનને વળગી પડી. એણે એ પણ ફિકર ન કરી કે નિતિનના કપડાં ભીના હતા. નિતિનએ એને બાથમાં લેતા સ્મિત કર્યું અને સમજી ગયો.
"મનનો તોફાન શાંત પડ્યો?"
નાયશા ચોંકી ગઈ. નિતિનએ ખુલાસો આપ્યો,
"મને ખબર છે, માનસીનું નામ સાંભળીને તારી હાલત ખરાબ થઈ ગઈ હશે. પણ પછી હું તને ફોન ન કરી શક્યો. રસ્તામાં રાજેશ મળી ગયો અને હું એની સાથે એના ઘરે જતો રહ્યો."
નાયશાના દિલને પહેલા ક્યારે આવી ખુશીનો એહસાસ નહોતો થયો, જે એને નિતિનની વાત સાંભળીને થયો, અને તે એના ચહેરાની મુસ્કુરાહટમાં સાફ છલકાઈ રહ્યો હતો.

શમીમ મર્ચન્ટ, મુંબઈ
_______________________________

Shades of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on my blog

https://shamimscorner.wordpress.com/
______________________________