કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 4 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 4

પ્રકરણ ૪-

મારે ક્રુઝ દરમ્યાન તને સાંભળવી છે.

આકાશ બોલ્યો “પણ મારે મારે ક્રુઝ દરમ્યાન તને સાંભળવી છે પણ તુ જુગાર ના રમે તો”

“ હું જીતુ છું અને હજી પણ જીતીશ. મને મઝા આવે છે અને જીતનાં નશાને મારે માણવો છે.હજીતો આ પહેલો દિવસ છે કાલે વાત કરીશું ને?”

આકાશનું મો પડી ગયું. તે ઈચ્છતો હતો.કે અવની ના રમે. પણ વિનોદે એને રસ્તો બતાવ્યો હતો તેમ મોટી બેટ મુકીને તે પણ જેક પોટ મેળવવા માંગતી હતી.

આકાશ તેને સમજાવવા માંગતો હતો કે લાસ વેગસમાં થયેલી જીત હારનો તેમની જિંદગી સાથે કોઇ જ લાગતુ વળગતુ નથી કારણ કે મશીનો એવીરીતે ગોઠવાય હોય કે કેસીનો કદી નુકશાન ન કરે પાંચ ગુમાવે ત્યારે એક પૈસા બનાવે. અને તો જ કેસીનો પૈસા બનાવે. આ ડહાપણ અવની સાંભળવા નહોંતી માંગતી કારણ કે હવે વિનોદ પટેલે સુચવેલો મોટી બેટ નો રસ્તો તેને સમજાઇ ગયો હતો અને હવે તે માર્ગે રમવા માટેનાં પૈસા પણ તેની પાસે હતા.

એની અંદરનું મન આકાશ સામે બળવો કરવા માંગતુ હતુ અને તેની સફળતા તેને ખોટો આત્મ વિશ્વાસ આપતો હતો.પણ તે સમજતી હતી કે આ રમત છે અને તે રમતમાં ક્યાં રોકાવું તેને સમજાય છે.

વિનોદ પટેલની ચાલ હતી મોટી બેટ તે દસ ડોલરની મુકતો હતો અને પાંચ કે છવખતે સો ડોલર મળતા હતા. અવની દસ ડોલરને લગાડતા પહેલા સહેજ ખચકાઈ અને બરાબર તેજ વખતે વિનોદ પટેલ ને બીજો જેક્પોટ લાગ્યો જે ૫૦૦૦ ડોલરનો હતો.

વિનોદ પટેલ તે મશીનમાં પોતાનું કાર્ડ રાખી જેક પોટ્નો ચેક લેવા ગયા ત્યારે તેમની દીકરી બોલી પપ્પા જ્યોતિષ જાણે છે અને તેઓ માને છે કે આજે તેમના ગ્રહો ઉચ્ચ્ના છે અને આજે તેઓ જીતતા જ રહેવાનાં છે. પાછા આવતા તે બોલ્યા ચેક તો આપ્યો સાથે સાથે ટેક્ષનું કાગળ પણ આપ્યુ,, સરકાર માઈ બાપ અહીં પણ ટેક્ષ નહીં છોડે.પાછા આવીને વિનોદ પટેલે મશીન છોડી દીધુ ત્યારે તેમને જોઇ રહેલા એક ભાઈ એ એમને પુછ્યુ “ કેમ ભાઈ આ મશીન ઉપર વધુ નથી રમવું?”

વિનોદ્ભાઇ કહે “આ મશીન હવે ખાલી થઈ ગયું

પેલાભાઇ કહે “ આ મશીને તમને બે વખત જેક પોટ આપ્યા તો  ત્રીજીવખત નહીં આપે?”

“આટલા બધા મશીનો છે હું હવે બીજા મશીન ઉપર રમીશ” ત્યાં તેમને માટે ફ્રી ડ્રિંક આવ્યું

અવની સામે જોતા જોતા વિનોદ્ભાઇ બોલ્યા “ આ લોકો મને મળેલા પૈસા જુએ છે પણ કેટલા મેં મુક્યા તે નથી જોતા.એટલે તેમની સાથે વાત કરવી એટલે મારું નશીબ ઘટાડવું.”

અવની કહે “હા તેઓનાં નકારાત્મક વિચારોની અસર આવે.”

“પણ તમારા જેવા ખેલાડીઓ જે જીતવા માટે રમતા હોય તેઓની હકારત્મક અસરો પણ આવે.”

“ હું મીઠાખળી નો પટેલ. આજથી બરોબર ચાળીસ વર્ષ પહેલા મારા પાંચેય ભાઇઓને મારા બાપે ડોલર ખર્ચીને અમેરિકા મોકલ્યા. બધા જ ઇજનેર અને સારી રીતે અમેરિકામાં સ્થિર થયા અને તે સૌના છોકરા ભણી ગણીને ડોકટ્ર થયા એટલે પૈસે ટકે શાંતિ વળી લેઉઆ પટેલ એટલે છોકરો પરણે એટલે દહેજ સારુ એવું મળેઽને નશીબ પણ જુઓ એક મને જ દીકરી બાકી બધા ભાઇઓને ત્યાં દીકરાજ અને તે પણ ડોક્ટર.જ.”

સાંજે ભવ્ય ડીનર ખાઈને રુમ ઉપર પહોંચ્યા ત્યારે ફીલીપાઇંસ સ્ટુવર્ડ અસિહા એ સરસ અવાજમાં ગીત ગાઇને અમારુ સ્વાગત કર્યુ ” આપ આયે બહાર આઈ”શુધ્ધ ઉચ્ચાર હતા આખો રુમ વ્યવસ્થિત ગોઠવાયેલો હતો અને પોતાનું કાર્ડ આપતા અસિહા બોલી ” આપ લોગો કા સ્વાગત હૈ અબ સાત દિન તક આપકી સબ સુવિધાકા ધ્યાન રખના મેરા જિમ્મા હૈ…

અવની કહે “આપકો હિંદી આતી હૈ?”

તરત અંગ્રેજી માં તે બોલી “no no I donot know hindi but I like tune So I welcomed you my valuable guests.”

તેનો સાથીદાર મેથ્યુ કેરાલીયન હતો તે આવા ગીતો શોધીને અસિહાને આપતો. તે યાદ રાખીને ભારતિય મુસાફરોમાં પહેલી સરસ ઇમેજ પાડતી અસિહા સ્ફુર્તીલી હતી. અવની તેના હાથમાં મીઠુ લઈને આવેલી હતી તે જોઇને તેના કીચનમાં જઈને કાચનો સરસ વાટકો લઈ આવી અને બીજી નાની બોટલમાં લવીંગ ઓઈલ પણ લાવી. અવની આશ્ચર્ય અનુભવતિ હતી ત્યા અસિહાએ ફોડ પાડ્યો અમને ડીનર પીરસતા ટોમે ફોન કરી ને અસિહા ને કહ્યુ હતુ અવની ને દાંત દુઃખે છે તેથી ક્લોવર ઓઈલ પણ તે લાવી હતી.

અવની આભાર માનતી અસિહા ને ભેટી પડી.. ” વાઉ મારી દીકરીની જેમ તું મને સાચવે છે..થેંક્યુ..થેંક્યુ.”

આકાશે તેનું અંગ્રેજીમાં રુપાંતર કરીને કહ્યું તો અસીહા બોલી ” Oh thats nice I will call you my Mom..” અને મીઠુ હસી.

અવની કહે “આ ભારતી પણ મારી દીકરી છે અને હવે તુ પણ મારી દીકરી નંબર ૨”

માઈક્રો વેવમાં હુંફાળું પાણી ગરમ કરીને અવની ને આપતા અસિહા બોલી ” Please add some salt and gaargle this salt water mom.You will be fine in ten minutes!”