વિજય શાહ
લજ્જા ગાંધી
પ્રકરણ ૧
બુકીંગ થઇ ગયુ
આકાશ અને અવનીનાં લગ્ન જીવનનાં રથે એક પૈડુ ટ્રેક્ટરનું અને એક પૈડું સ્કુટરનું.. ડગુ મગુ થતા થતા ચાલ્યું અત્યાર સુધી તેનું કારણ અવનીનો આકાશ માટે નો આંધળો પ્રેમ..પણ હવે અવની ની આંખ ખુલી ગઈ હતી. હવે આકાશ કંઇ પણ કરે તેમાં તેને આકાશનો સ્વાર્થ જ દેખાતો અને કાયમ કહેતી તેં મારો લાભ જ લીધો છે હવે તે નહીં ચાલે.
“તો શું કરીશ?”
“મારુ ચલાવીશ”
“ચાલે જ છે ને બધુ તારુ?”
“ના એવી રીતે જ મને તુ ઠગે છે.જેટલી મેં ગુલામી કરી છે તેટલી હવે તારી પાસે પણ કરાવીશ”
“એટલે?”
“એટલે ખાટલે થી પાટલે બેસવાનું મારું કામ અને તારે હું કહું તે બધુ કરવાનું.”
“અને ના કરું તો?”
“ફારગતી આપી દઇશ” અવનિ બરાડી
થોડોક સમય મૌન રહી આકાશ બોલ્યો “ ફારગતિ તો હું કદી નહી લઉં પણ ચાલ હવેથી તારુ કહ્યું માનીશ.
“ચા ગરાડીની જેમ દિવસમાં પાંચ વાર નહીં પીવાની.”
’ભલે’
“મારા પગ દબાવીશ?”
“એ કામ મારું નહીં”
“શાક સમારી આપીશ?”
“એ કામ મારું નહીં”
“રોટલી વણવામાં તો મદદ કરીશેને?”
“એ કામ મારું નહીં”
“સારું કપડા મશીનમાં લોડ કરીશને?”
“એ કામ પણ મારું નહીં”
“ ઘરમાં વેક્યુમ તો કરીશને?”
“જરા ઢંગનાં કામ સોંપને આ બધા કામો મને શોભા ના આપે”
“બહાર લોનનાં ઘાંસમાં પાણી તો પાઇશને?”
“માળીનું તે કામ છે હું તો તારો મરદ છે તે સમજ ને જરા”
“મરદ છે તે મારે શું તને વેઠવાનો?”
“ના હમણા જ રીટાયર થયો છું તો જરા ખમને?”
“કેટલું ખમું, તુ તો રીટાયર થયો તે થયો મને ક્યારે રીટાયર કરીશ?”
“તુ રીટાયર થાય તે ના ચાલે.”
“કેમ?”
“તું રીટાયર થાય તો અમારે ફરીથી કામે ચઢવું પડેને?” આંખ મિચકારતા આકાશે કહ્યું
કામચલાઉ વિરામ પડ્યો પણ રાત્રે સુતા પહેલા અવની કહે” મેં ઈટર્નેટ ઉપર જોયું એમ મેક્ષીકોની ક્રુઝ સસ્તી છે. સાત દિવસ દરિયામાં રહીને હું રિટાયર થવા માંગું છું. “
“કેટલા દિવસ્ ની ક્રુઝ છે ?”
આઠ દિવસનીમને ચુલામાંથી મુક્તી મળે ને?
“હા તેનો વાંધો નહીં પણ કેટલા પૈસા ભરવાના છે?”
“૫૦૦ ડોલર છે અને કેબીનમાં ભાગીયો મળે તો બીજા સો ઓછા થાય.”
થોડા મૌન પછી અવની બોલી “ મેં ભારતી ને તૈયાર કરી છે એટલે ૪૦૦ જેટ્લા ભરવાનાં થશે.”
“ ભલે ત્યારે કરો કંકુનાં”
અવની કહે “ મેંતો ટીકીટ બુક કરાવી લીધી છે આ તો તમને જણાવવાનું બાકી હતુ.તે જણાવી લીધુ.