પ્રકરણ ૩
મને છુટી કર
અવની માં સાઠે બુધ્ધી નાસવાને બદલે આવી.હવે તે બધુ જોતી અને સમજતી થઈ. ખાસ તો પૈસાની બધીજ તાકાત સમજી ગઈ. આકાશની મિલ્કતની ૫૦ % હક્કદાર ત્યારે જ બને જ્યારે કાયદાકીય રીતે તેના આકાશ સાથે છૂટા છેડા થાય. ભારતની મિલકતો અને અમેરિકાનું રીટાયર ધન બંને ભેગા મળીને કરોડોમાં થતા હતા, અને તેને આકાશ ગમતો હતો પણ નિવૃત્ત થયા બાદ તેનામાં ઇર્ષા ઘર કરી ગઈ હતી. તેને ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે કરતા જોઇને કાયમ થતું કે તે પણ સીત્તેરની થઈ પણ નિવૃત્તિ હજી દુર હતી.તેના રસોડે રસોયણ આવે તેને મંજુર નહોંતુ અને ફફડતી ખુબ મહેનત થી કમાયેલ મૂડી આમ ઉડાડી થોડી દેવાય? આકાશ તો કહેતોજ કે આ ભેગી કરેલી મૂડી ડોક્ટર કે હોસ્પીટલ ભેગી થવાની છે,એટલે અમેરિકનો ની જેમ ખાઈ પીને મોજ કરો.પૈસા તો સરકાર માઇ બાપ દર મહીને સોસીયલ સીક્યોરીટી પેટે આપે જ છે ને?
ભારતીને અવની કાયમ કહેતી કે આ અમેરિકનો જબરી જિંદગી જીવે છે.ખાઇ પી ને જલસા કરે છે નહીં બચતો કરવાની કે ન ભવિષ્યને માટે બચતો કરવાની. ભારતી કહે અવની બેન તમે તો નકામી ચિંતા કરો છો આકાશભાઇ તમારું ખાસુ એવું ધ્યાન રાખે છે પણ તમે ઝંપતા જ નથી. તક દેખાય કે તરત કમાવાની વાતો કરવા માંડો..તમને શું ઓછુ છે કે હજી પણ ભેગુ કર્યા કરો છો.?
ભારતી બે નોકરી કરતી હતી અને આવી તેની વાત સાંભળીને અવની બોલી “ હવે ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે તેવી વાત ન કર.. તુ તો ૬૬ ની થઈ હવે મેડી કેર અને સોશીયલ સીક્યોરીટી મળે તેમ છે પણ હજી મોડુ કરું કે ૭૦ માં વર્ષે સોસિયલ સીક્યુરીટી વધારે મળે તેમ કરીને હજીય કામ કરે છે.”
“ આકાશભાઈને આ પ્લેમની માં થી ઘડીયાળ ખરીદવી છે અને તમે એકનાં બમણા કરી વધુ કમાવા જઈ રહ્યા છો તે જરાય સારુ નથી કરતા.”
“ ભારતી તું મારી બહેનપણી પહેલા છે તેથી મારી સાથે જ રહેજે. આકાશભાઇને હાથ ઘડીયાળો ની ખોટ નથી.”
આતો મારા ભુવન પાસે સારી ઘડીયાળ હતી તે આકાશ્ભાઇને ગમતી હતી એટલે વાતમાંથી વાત નીકળી એટલે બોલી”.
“ હું કમાઈશ તો તેમને ઘડીયાળ આપીશ.”
“ અને ના કમાયા તો?”
“ મારો વર છે હું હારીશ તો તેને સમજાવી દઈશ…. પણ તુ એમને ચગાવીશ ના.”
“ નારે ના તમે જાણો અને આકાશ્ભાઇ જાણે.” કહી ભારતી ચુપ થઈ ગઈ.
પાંચમે માળે કેસીનો આવી ગયો હતો કીડીયારુ ઉભરાતું હતું
અવની કોઇન પુશર નાં ટેબલ ઉપર ગોઠવાઈ. ભારતીનાં પ્લેમની થી રમવાની શરુઆત કરી.
૧૦ ડોલરનાં ક્વાર્ટર કાઢી લાસવેગાશ મશીન ઉપર ભારતી અને અવની સિક્કા નાખવા માંડ્યા અને દસ ડોલરનાં ક્વાર્ટર પુરા થતી વખતે શીપ હલ્યુ અને ઢગલો નીચે પડ્યો..દસ ડોલર બાવીસ થયા હતા. અવનીએ ભારતી ને ૧૧ ડોલર કેશ કરાવવા આપ્યા અને ૧૧ ડોલર થી બીજો દાવ શરુ કર્યો
આ વખત ૨૫ ડોલરનું બંડલ મળ્યુ…જ્યારે ૧૦ ડોલર ગેમમાં ગયા હતા.
૨૫ ડોલરનું બંડલ ભારતી ને આપી અવની એ કહ્યું હવે તારો ભાગ પુરો આ છેલ્લા ૮ ક્વાર્ટર રમીને ઉભા થઈએ.
બાજુમાં બેઠેલા વિનોદ પટેલે કહ્યું જીતીને આ મશીન જવા નહી દે. અને ખરેખર એવું જ થયુ. ૮ ક્વાર્ટરનાં ચાલીસ થયા. તે બધા રમાઈ ગયા પછી અવની નાં કાર્ડમાં થી પ્લે મની રમાતા ગયા. કલાક બાદ આકાશા આવ્યો ત્યારે અવની ૨૦૦ ડોલર જીતેલી હતી. ત્યાંજ વિનોદ્ભાઇનાં મશીન ઉપર જીતનું સંગીત વાગ્યું તેમને જેક પોટ લાગ્યો હતો ૪૨૦૦ ડોલરનો.
વિનોદ્ભાઇ બોલ્યા અવની બેન તમે મશીન ને હંફાવો છો. તેને બદલે જરા પ્રેમથી પંપાળો અને બેટ વધારો તો તમને પણ જેક પોટ લાગશે.
ભારતી કંટાળી હતી આકાશ પણ કહેતો હતો હવે બ્રેક લો અને ચાલો પેટ્પુજા કરી આવીયે. ત્યારે પ્રદીપ અને મીના સાથે શૈલેશ અને રક્ષાબેન પણ ત્યાં આવ્યા. મીનાએ અવની નાં ચહેરા ઉપર ચમક જોઇ કહ્યું “ અવની જીતતી લાગે છે”
અવની કહે “આકાશ! હું તારી સંમતિ નથી માંગતી પણ હું ભારતી સાથે રમવા જઈશ અને જઇશ..તારે ઉંઘી જવું હોય તો ઉંઘી જા.”
આકાશ થોડો ખમચાયો પછી પાછુ વળી જઈને રુમ તરફ ચાલવા માંડ્યો