પ્રકરણ ૨
જવાનાં દિવસે…
અવની ત્રણ બેગો ભરીને તૈયાર થઈ ત્યારે આકાશને નવાઇ લાગી “ આપણે કોઇનાં લગ્ન ઉપર નથી જતા તે આટલી બેગો ભરી.”
“ હું તો મારા લગ્ન ઉપર જઉં છું” અવની એ આકાશ સામે બરોબર તેજ રીતે આંખ મિચકારી જે રીતે આકાશે તેની સામે મિચકારી હતી. સાયનૉટ સ્વામીનારાયણ ટેંપલથી નીકળ્તી બસમાં બંને ગોઠવાયા. ભારતી મોટી બેગ લાવી હતી તે જોઇને આકાશે કહ્યું” શું ભારતી બેન તમે પણ અવની ની સ્પર્ધામાં ઉતર્યા છો કે શું?”“નારે ના આતો અઠવાડીયાની સફરનાં સાત ડ્રેસ અને ઠંડીનાં બે સ્વેટરર્થી જ ભરાઈ ગઈ.જે રીતે અવનીબેને કહ્યું હતું તેમ જ.”
સાયનોટ થી ગેલ્વેસ્ટન દોઢ કલાકનો રસ્તો કાપતા પુરા બે કલાક થયા. ટ્રાફીક જામ બે વખત નડ્યો.પણ પહોંચવાનાં સમયે પહોંચી ગયા સીનીયર સીટીઝનનાં જોડીદાર પ્રદીપ અને મીના અને શૈલેશ અને રક્ષા બીજી બસમાં હતા .તેઓ ગેલ્વેસ્ટન મળ્યા.
સામાન સોંપી રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારે કેબીન નંબર ૩૨૧૬ મળ્યો.
આ હતું આકાશ અને અવનીનું સાત દિવસનું ઘર. જ્યાં ટેલીફોન અને ઈંટરનેટ નો સાથ ખુબ મોંઘો હતો, આ બધી વિગતો ટીવી ઉપર અવની જોતી હતી ત્યાં તેની નજર ફ્રી પ્લે મની ઉપર મળેલી ક્રેડીટ ઉપર પડી અને આકાશને પુછ્યુ આ પ્લે મની શું છે?
“કેસીનો માં રમવાનાં પૈસા છે”
“એટલે?”
“એના નામ પ્રમાણે ફ્રી પ્લે મની છે તેનાથી આ શીપ ઉપર ગમે તે ખરીદી શકાય.
કેસીનોમાં જવા માટેનું લોભામણું આકર્ષણ છે.”
“આ પૈસાથી કેસીનો માં જીતીયે તો?”
“તો તેટલા પૈસા તમારા “
“અને હારીયે તો ?”
“ પ્લે મની તેટલી હાર ઓછી કરે.”
અવની એ નક્કી કરી લીધુ તે સો ડોલરથી વધુ નહીં રમે. પણ આકાશ તે પ્લે મની માં થી રોલેક્ષ ઘડીયાળ ખરીદવા માંગતો હતો.પણ અવનીનો મુડ ના બગડે તેથી મૌન રહ્યો.
“આકાશ હું મારા પૈસાથી નહી પણ આ ફ્રી પ્લે મની થી રમીશ અને મઝા કરીશ.”
“ અવની આ માછલી ફસાવવાનો કાંટો છે અળસિયાને કાંટા પર ભરાવી ને પાણીમાં ઉતારાય અને ભુખી માછલી તેને ખાવા જાય અને ફસાઈ જાય.”
“આપણે નિર્ધારિત મર્યાદા થી વધારે ના રમીયે તો ના ફસાઇ એને?”
“કેસીનોમાં વાતાવરણ એર્વું લોભામણું હોય ને કે મર્યાદા જ ના રહે. જો જીતિયે તો વધુ જીતવાનો લોભ જાગે અને હારીયે તો હારેલી રકમ પાછી મેળવવા ફરી રમો અને વધુ ગુમાવો.”’આકાશ ની વાતમાં અનુભવીનો રણકો હતો.
“ તુ તો જાણે જુગારી હોય અને અનુભવી હોય તેમ બોલે છે.”
“જો અનુભવ તો નથી પણ તીન પત્તી કીંગ મારો મિત્ર હર્ષદ આમ બોલતો હતો”
“તારા મિત્રનો અને તારો અનુભવ હું તો લેવાની નથી અહીં મઝા કરવા આવી છું તે મઝા તારે પૈસે નથી કરવાની.”
“ભલે તારે રમવું જ છે ને તો રમ પણ જો હારી તો તારી ફરગતીની ધમકીઓ બંધ સમજી?” આકાશે છેલ્લી પાટલી ઉપર બેસતા અવની ને ધમાકાવી.
“અને જીતુ તો?”
“તુ કહે તે કરવાનું”
“ તે તો તું કરેજ છે પણ મને મારી ઈચ્છા વિરુધ્ધ ક્યારેય નહીં સતાવવાની.”
“ તું તો ક્યારેય ઇચ્છા ના કરે તો? બાંધી મુદત તો રાખવાની ઉદાહરણ તરીકે અઠવાડીયુ કે મહીનો કે વરસ.”
“હવે લજવાઓ. સીતેરનાં તો થયા. આજન્મ ની મુદત રાખવાની છે”
“અને હારે તો ? મારી દાદાગીરી સહેવાની ખરુંને? ફારગતીની ધમકી તો બંધજ ”
“પેલી કહેવત તને યાદ છે ને?”
“કઈ?”
“વેગસમાં થયેલું કોઇ કાર્ય_ વેગસમાં જ રહેવાનું”કહી ખુલ્લી આંખોમાંની એક આંખ અવની એ મારી.”
આકાશ અવની ની હોંશિયારીને માની ગયો..ચીત પડે તો જીત મારી અને પટ પડે તો હાર તારી,
એટલે બંને તબક્કામાં તું જ જીતે અને હું હારુ?