આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-23 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-23

આઇ હેટ યુ
પ્રકરણ-23
રાજનાં મંમી પપ્પા ઘરે આવીને ગયાં. રાજને જતાં નંદીની જોઇ રહી હતી એનાં મનમાં વિરહની વંદેના શરૂ થઇ ગઇ હતી. વચ્ચે બસ એક દિવસ અને એક કતલની રાત હતી. રાજ જવાનો હું સાવ એકલી થઇ જઇશ એવાંજ વિચારો આવ્યાં કરતાં હતાં. એ દિવસે રાજને ઘરે પાછાં જતાં એની આંખમાં ઝંઝાવાત જોયો હતો એને પણ અસહ્યપીડા હતી. બીજા દિવસે સવારે ઉઠીને એણે રાજનાં ફોનની રાહ જોઇ હતી અને રાજનો ફોન આવેલો. મેં એને તરતજ પૂછેલું રાજ તું જતાં જતાં કહેતો ગયેલો કે રાત્રે ફોન કરીશ મેં કેટલી રાહ જોઇ આખો વખત ફોન હાથમાં લઇને ચેક કરતી ફોન આવ્યો હશે ? ફોનમાં બેટરી તો છે ને ? ફોન સ્વીચ ઓફ નથી થઇ ગયો ને ? તારાં ફોનમાં ભણકારે મને સૂવા નથી દીધી પણ તારો રાત્રે ફોનજ ના આવ્યો.
રાજનો અવાજ ખૂબજ ઉદાસ હતો ઉધંરેટો અવાજ હતો અને એણે કહેલું કે ઘરે ગયાં પછી મારો ઉદાસ ચહેરો જોઇને પાપાએ મને ટોકેલો કે તારાં પેપર્સની ફાઇલ તૈયાર કરવાની છે તારી બેગ વગેરે તૈયાર કરવાની છે મને એમની સાથે રોકેલો રાખેલો. મને ચાન્સજ નહોતો મંમી પણ સાથે ને સાથે હતાં બધી વાતો કર્યા કરતાં હતાં. બધી સલાહોજ સાંભળ્યા કરેલી. હું હમણાંજ ઉઠ્યો છું ઉઠીને તરતજ તને ફોન કર્યો છે.
નંદીનીએ યાદ કર્યું કે મેં એને કીધેલું કે એલોકોને પણ તારી સાથે સમય જોઇએને ? એ લોકોને પણ વાત કરવી હશે. ઠીક છે રાજ આજે કેટલા વાગે મળીશું ? આજે છેલ્લો દિવસ છે કાલે સવારે તો તારી ફલાઇટ છે.
રાજે કીધેલું હું તને ફોન કરીશ. હમણાં સવારે તો મારે હમણાં પાપા સાથે ડોક્ટર અંકલને ત્યાં બધાં રીપોર્ટ કઢાવવા જવાનાં છે. પછી ફ્રી થઇને તને ફોન કરીશ પછી શાંતિથી મળીશું પછી રાજે ફોન મૂક્યો. .. ફોન મૂક્યા પછી હું ફરીથી એનો ફોન આવે એની રાહ જોતી રહેલી.
સાંજ થઇ ગઇ હતી રાજનો ફોનજ ના આવ્યો અને લગભગ રાત્રે 8.00 વાગે સીધો ઘરેજ આવેલો અને એને જોઇ હું ખૂબ ખુશ થઇ ગઇ હતી. મેં પૂછ્યું તારો ફોનજ ના આવ્યો એણે કીધું એટલેજ રૂબરૂ આવી ગયો. હું એની આંખમાં જોઇ રહી હતી.
રાજે આવીને કહ્યું પાપાને કેમ છે ? મેં કીધું પાપા સૂઇ ગયાં છે અને મંમી સામે આંટીને ખબર કાઢવા ગયાં છે હમણા આવશે. મેં રાજ માટે ચા મૂકી. રાજ પાછળને પાછળ કીચનમાં આવી ગયો મને વળગીને ખૂબ કીસ્સીઓ કરી અને મારી કીચનનાં પ્લેટફોર્મ પરજ બેસી ગયો. મને ચા બનાવતી જોયા કરતો હતો.
મેં કીધું તને મન ભરીને જોવાનો પણ સમય નથી રહ્યો. રાજ તું આમ જવાનો અને હું એકલી અહી... એમ બોલતાં બોલતાં રડી પડી હતી. રાજ મને મનાવવા ખૂબ પ્રયત્ન કરેલાં મને ખૂબ વ્હાલ અને પ્રેમ કરેલો. ત્યાં મંમી આવી ગયેલાં.
રાજને કીચનમાં પ્લેટફોર્મ પર બેસી ગયેલો જોઇને હસી પડેલાં. મને કહે એને બેસવા ખુરશી પણ ના આપી તે ? અને પોતે ખુરશી લઇ આવ્યા રાજને બેસાડેલો. મંમીએ પણ પૂછેલુ બધી તૈયારીઓ થઇ ગઇ ? સવારે તો તમે જવાનાં ?
રાજે કહ્યું મંમી તમે મને તમે તમે ના કરો તુંકારે બોલાવો તો મને પોતીકું લાગે છે... હાં મંમી તૈયારી થઇ ગઇ છે બધી સવારની ફલાઇટમાં નીકળી થઇશ પરંતુ હું ફોનથી વાત કરીશ સમાચાર લેતો રહીશ મારા આપતો રહીશ.
મંમીએ રાજને કબાટમાંથી લાવીને ચાંદીનો સિક્કો આપીને કહેવું રાજ આ સિક્કો સદાય તમારી સાથે રાખજો આજે મને મંમી કહ્યું છે તો મારી સલાહ માનજો ખૂબ સરસ ભણજો તૈયાર થજો મારાં આશીર્વાદ છે.
આ ચાંદીનો સિક્કો શુકન છે અને એ તમને તરક્કી કરાવશે અને અહીની યાદ અપાવશે સુખી રહો.
રાજ મંમીને પગે લાગેલો અને કહેલુ મંમી અહીની યાદ તો સદાય દીલમાં રહેવાની. હું મારી અમાનત તમારી પાસે મૂકીને જઊં છું એનું ધ્યાન રાખજો. હું સતત સંપર્કમાં રહીશ અને ક્યારે પાછો આવું અને મારી અમાનત ને હું મારાં ઘરે રંગે રંગે લઇ જઊં એનીજ રાહ જોઇશ.
પછી રાજે ચા પીધી ત્યાંજ પાપાનો ફોન આવેલો ઘરે બધાં રાહ જુએ છે. રાજને મળવા એનાં સગાવ્હાલા અને મિત્રો આવ્યા છે અને રાજ મને મળી મારી આંખોને ચૂમીને ઘરે ગયેલો.
મોડીરાત સુધી હું જાગતી રહેલી પણ રાજનો ફોન નહોતો આવ્યો. મને ખ્યાલ આવી ગયેલો કે એનાં સગાવ્હાલા અને મિત્રો આવ્યાં હશે એમાં વ્યસ્ત હશે. પણ રાજ મને એનાં ઘરે રાત્રે કેમના લઇ ગયો ? હું એની ખાસ નહોતી ? પણ મને ખબર છે એંને પાપાએ એને ચાન્સજ નહીં આપ્યો હોય. આમ આખી રાત મારી જાગતાં વીતી હતી મેં એક મટકુ નહોતું માર્યુ રાજની યાદોમાં જાગતીજ રહેલી.
સવારે 7.00 વાગે રાજનો ફોન હતો મને કીધેલું નંદુ હું નીકળુ છું 1 કલાકમાં મુંબઇ પહોંચી જઇશ. નંદુ પછી શાંતિથી પાછો ફોન કરીશ. લવ યુ ડાર્લીંગ બાય.
મેં રાજને કીધેલુ રાજ બેસ્ટ ઓફ લક તારી યાદમાં જીવું છું અને જીવીશ તારાં આવવાની રાહ જોતી હોઇશ બાય માય ડાર્લીગ રાજ લવ યુ બાય.
એ દિવસે ફોન મૂક્યો પછી રાજનાં બે દિવસ પછી રાત્રે ફોન આવેલો. મેં પૂછેલું રાજ બે દિવસ પૂરા થઇ ગયાં. તને હવે સમય મળે છે. મેં કેટલી ચિંતામાં અને રાહ જોવામાં આ સમય કાઢ્યો છે.
રાજે કહેલુ. સોરી જાન. મુંબઇ આવીને મારે તરત હું ફ્રેશ થઇ જમીને સૂઇજ ગયેલો મને ખૂબજ થાક વર્તાતો હતો. પછી જે ક્લાસીસ કોર્ષ કરવાનો હતો ત્યાં મળવા ગયો બીજા દિવસથીજ એ શરૂ થઇ ગયું વ્યસ્ત શીડ્યુલમાં તારી સાથે વાત કરવી રહી ગયેલી મને થયું કે તું સમજી ગઇ હોઇશ.
નંદીનીએ કહ્યું એતો મને સમજ પડેલી પણ તારે રહેવાનું કેવું છે ? તારાં અંકલનું ઘર છે એટલે બીજી ચિંતા નથી જમવાનું ને બધું ફાવે છે ને ? ઘરમાં બીજું કોણ કોણ છે ? રાજે કહેલુ. ઘણાં સારાં છે મને ખૂબ સાચવે છે ઘરમાં અંકલ આંટી બેજ છે અને હું ત્રીજો જમવાનું બધુ સરસ છે હવે રેગ્યુલર થઇ ગયુ છે બધું કોઇ ચિંતા નથી. એય લવ યુ નંદુ તારી યાદ ખૂબ આવે છે. કેમ છે પાપાને ? દવાઓને બધુ છે ને ? મંમી મજામાં ? રાજે મને બધુ પૂછી લીધેલુ જરૂર પડે તો હું ડોક્ટર અંકલને કહી દઇશ તને બધી દવાઓ વગેરે મોકલી આપી હતી.
આમને આમ દિવસો પસાર થતા હતાં. રાજનો એક દિવસ સવારે વહેલો ફોન આવ્યો મને કહ્યું નંદુ હવે અઠવાડીયાનુંજ બાકી છે પછી હું US જવાનો છું એ પહેલાં બે દિવસ તું અહીં આવી જા. હું તારી ફલાઇટ વગેરેની વ્યવસ્થા કરુ છું તને ટીકીટ મોકલી આપુ છું એરપોર્ટ હું લેવા માટે આવી જઇશ.
પણ મારું નસીબ ચાર ડગલાં આગળ હતું પાપાની તબીયત વણસી હતી હું મંમીનાં માથે નાંખીને નીકળી શકું એમ નહોતી. મેં કીધેલુ રાજ મારાંથી નહીં અવાય પાપાની તબીયત સારી નથી.
રાજે કહ્યું હું ડોક્ટર અંકલને કહી દઊ છું પાપાને આવીને જોઇ જાય એ અવાય તો આવીજા પ્લીઝ બે દિવસ અહીં મુંબઇમાં ફરીશું અહીં આંટીનાં ઘરે રહીશું તારાં વિશે મે બધી વાત કરી દીધી છે કોઇ ચિંતા નથી નંદીનીએ કહ્યું હું મંમી સાથે વાત કરીને તને ફોન કરુ છું.
પાપાની તબીયત એવી હતી કે મંમીએ કહ્યું એમની આવી તબીયત છે તારું જવું સારુ નહીં લાગે નંદીની અને મેં રાજને કોઇ જવાબ નહોતો આવ્યો. એ દિવસે ડોક્ટર અંકલ પોતે આવેલા ઘરે પાપાને ચેકઅપ કરી દવાઓ બદલી હતી પાપાનું ખાસ ધ્યાન આપવાની સૂચના આપી હતી. એ બધી દવાઓ પણ આપી ગયાં હતાં.
મેં રાજને ફોન કરીને બધી સ્થિતિ સમજાવી આમાંજ બે દિવસ નીકળી ગયાં રાજ નિરાશ થઇ ગયેલો. હવે બીજા દિવસે તો એ US જવાનો હતો અહીંથી એનાં પાપા મંમી પણ મુંબઇ પહોચી ગયાં હતાં. છેક ફલાઇટ ઉપડતાં પહેલાં એનો ફોન આવ્યો અને....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-24