આફત - 2 - કાતિલ કોણ? Aarti Garval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આફત - 2 - કાતિલ કોણ?

ચંદા ના‌ વ્યવહાર માં આવેલા બદલાવ વિશે પૂછવા ઉજ્જવલાદેવી ની નજરો તેને આમતેમ શોધતી હોય છે, ત્યાંજ ચંદા મુખ્ય દ્વાર થી અંદર પ્રવેશ કરે છે. તેના મુખ પર આજે એક અલગ જ પ્રકારનો સંતોષ વર્તાય રહ્યો હતો.


'ચંદા દિકરી ક્યાં હતી તું ‌અને તૃષલા ક્યાં છે?' - માં એ પુછ્યુ


'હુ નથી જાણતી માં'- સહેજ ખચકાતા ચંદા એ જવાબ આપ્યો


'આ શબ્દો મારી દિકરી ‌ના નથી... ચંદા શું થયું છે તને? તારા વર્તનમાં આટલી કઠોરતા કેવી રીતે થય ગઈ?'- માં એ આખરે આ પ્રશ્ન પુછી જ લીધો.


'કઠોરતા!‌ના‌ માં ‌તમારી‌ દિકરી ‌કઠોર નથી.માં શું તમને યાદ છે સરલા કાકી ના મૃત્યુ નો એ દિવસ?- ચંદા એ પુછ્યુ


'હા, દિકરી તે હું કેવી રીતે ભુલી શકું!' - સરલાદેવી એ કહ્યું


'એ દિવસે પિતાજીએ મને એક અત્યંત સુંદર એવી રત્નજડિત વીંટી ભેટમાં આપી જે પિતાજી ને તેમના મિત્ર ઝવેરી કાકાએ જીવનના અંતિમ ક્ષણોમાં આપી હતી.તે અત્યંત કિંમતી તો હતી જ પણ તેથીય વધારે તે પિતાજી માટે મુલ્યવાન હતી કારણકે તે ઝવેરી કાકાની છેલ્લી નિશાની હતી.પિતાજી જ્યારે તે મને આપી રહ્યા હતા ત્યારે કોઈ અમને છુપી રીતે જોઈ રહ્યુ હોય તેવો મને આભાસ થયો હતો અને પિતાજીને વિંટી સાચવી રાખવાનું વચન આપી જ્યારે હું મારા ઓરડામાં જઈ રહી હતી ત્યારે કોઈની વાતચીતનો ગણગણાટ મારા કાનમાં પડ્યો જે સાંભળી હું ‌તે અવાજની દિશામાં આગળ વધી.કાકા કાકી અને તૃષલા પિતાજીની હત્યા ‌કરી‌ તેમનું સ્થાન લેવાની અને તે માટે એ તે જ રત્નજડિત વીંટી કે જે અત્યંત તિક્ષણ છે તેનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યા હતા જેથી હત્યા નો આરોપ મારા પર આવે'- ચંદા એ વિસ્તારમાં સમજાવતાં કહ્યું


'આ વાત સાંભળી ને મારા હૈયે ફાળ પડી માં, પરંતુ પિતાજી ને કઈ કહેતા‌ પહેલા જાતે એકવાર તૃષલા ને સમજાવાનો નિર્ણય કર્યો એટલામાં તૃષલા‌ એ મને પાણી ભરવા જવા‌ સાદ દિધી, અને‌ ત્યાં જ‌ તેને સમજવાનો નિર્ણય ને અમલમાં મુકવાના વિચાર સાથે હું તેના સાથે ચાલતી થઈ.નદીકિનારે તૃષલા એ મારી પાસે વિંટી માંગી જવાબમાં મેં તેને ના કહ્યું અને આગળ કઈ સમજાવું તે પહેલાં જ તૃષલા એ‌ મને ‌નદી તરફ ધક્કો મારી તે ઘર તરફ ચાલી નીકળી'


'દિકરી તને ‌કયાય વાગ્યું તો નહોતું ને?'- ચિંતા સાથે ઉજ્જવલાદેવી ઉભા થઇ ને બોલ્યા


'‌ઉજ્જવલા , ચંદા ક્યાં છો, જલ્દી થી આંગણા માં આવો' - ઉતાવળા અવાજે સજ્જનસિંહ એ સાદ દીધી


' શું થયું તમે આટલા ચિંતામાં કેમ છો'- ઉજ્જવલાદેવી એ પુછ્યુ


'ગામની પેલા પાર આવેલા જંગલમાં નદી પાસેથી‌‌ કોઈનો મૃતદેહ મળ્યો છે એવા‌ સમાચાર આવ્યા છે, આપણે ત્યાં જવું જોઈએ' - મુખ્યા બોલ્યા


'ચંદા તું પણ સાથે ચાલ'- પિતાજી એ કહ્યું


જવાબ માં ચંદા માત્ર માથું ‌હલાવીને ના કહે છે. ઉજ્જવલાદેવી અને મુખ્યા જતી વખતે ચંદા ને જુએ છે ત્યારે તેમને ‌કઈક વિચિત્ર અનુભવ થાય છે જાણે તેઓ ચંદા ને છેલ્લી વાર જોઈ રહ્યા હતા.મુખ્યા અને ઉજ્જવલાદેવી બનાવ બન્યો ઝડપથી તે સ્થળે પહોંચે છે ત્યાં જે મૃતદેહ જુએ છે તે છે તૃષલાનો....


'આજથી દોઢ-બે વર્ષ પહેલાં પણ અમને અહીંયા થી આવી જ એક કન્યાનો મૃતદેહ મળ્યો હતો મુખ્યાજી' ટોળામાંથી કોઈ વૃદ્ધ બોલ્યા
'કોણ છો‌ તમે?' - મુખ્યા એ પુછ્યુ


'હુ અને મારી પત્ની અહીં જંગલ પાસે ઝુંપડી માં રહીયે છીએ' - વૃદ્ધ બોલ્યા


' એક-બે વર્ષ પહેલાંની વાત છે અમે અહીં થી પસાર થઇ રહ્યા હતા ત્યારે અમે તે કન્યાને કિનારે જોઈ આ તરફ આવ્યા તે મૃત્યુ પામી હતી ઘણો સમય થઈ ગયો હોવાના‌ કારણે મૃતદેહ સંપૂર્ણ કોહવાઈ ગયો હતો તેથી તેની ઓળખાણ થઈ શકે તેમ ન હતું જેથી ‌અમે તે મૃતદેહને અહિં જ દાટી‌ દિધો હતો.' - વૃદ્ધ એ સમગ્ર વાત સ્પષ્ટ કરી


ત્યાં જ‌ ઉજ્જવલાદેવી‌ ને કોઈના અત્યંત નજીક થી પસાર થવાનો આભાસ થયો.


'ચંદા.......' - ઉજ્જવલાદેવી ચીસ પાડી ઊઠ્યા


' ઉજ્જવલા શું થયું?‌આમ ચંદા ને સાદ દેવાનું શું કારણ?' - મુખ્યા એ‌ પુછ્યુ


ઉજ્જવલાદેવી ની નજર આસપાસ ચંદા ને શોધવા લાગી, પરંતુ તે ત્યાં ન હતી.


' અહીંયા ખાડો ખોદાવો, મારે તે કોન છે તે જોવું છે'-ઉજ્જવલાદેવી એ ગભરાયેલી અવસ્થામાં કહ્યું


' પરંતુ તે શક્ય નથી આપણે આવું ન કરી શકયે' - મુખ્યા એ કહ્યું


' હું કય નથી જાણતી તમે માત્ર આ ખાડો ખોદાવડાવો' - ઉજ્જવલાદેવી હઠ કરતાં બોલ્યા


મુખ્યા એ ગામમાંથી બે-ચાર માણસો બોલાવી ત્યાં ખાડો ખોદવાનું કામ શરૂ કરાવ્યું , થોડી જ વારમાં લોકો ની નજર સમક્ષ આવ્યો અત્યંત કોહવાઈ ગયેલો મૃતદેહ જેના ‌હાથની આંગળીમાં હતી રત્નજડિત વીંટી.........