આફત - 1 - કાતિલ કોણ? Aarti Garval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આફત - 1 - કાતિલ કોણ?

સિંધુ સંસ્કૃતિની સભ્યતા ને તાદૃશ કરતું તે ગામ.ગામ‌ના મકાનો, રસ્તાઓ, કોઠારો દરેક ની સુવ્યવસ્થિત રચના જે તેની‌ સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા.ગામની‌આ સ્વચ્છતા અને શાંતિ નુ એકમાત્ર કારણ હતું તે ગામનાં મુખ્યા સજ્જનસિંહ.
મુખ્યા ગામ ની દરેક સમસ્યાનો ઉકેલ ખૂબ ધૈર્ય અને સમજદારી થી લાવતા હતા અને આ સમસ્યાઓ માંથી બહાર નીકળવા ની સહનશીલતા તેમને મળતી તેમના પરિવારના સભ્યો પાસેથી.
પરિવારના સભ્યોમાં મુખ્યા ની પત્ની ઉજ્જવલાદેવી, દિકરી ચંદા, મુખ્યા ના નાનાભાઈ વામનસિંહ,‌નાના‌ભાઈ ની પત્ની સરલાદેવી અને તેમની દીકરી તૃષલા નો સમાવેશ થતો હતો.ઘરના આજ સભ્યો ની આસપાસ સમાયેલું હતું મુખ્યા નુ‌‌ સંસાર.જે સુખેથી પસાર થઈ રહ્યું હતું.સમય પોતાનું ચક્ર ચલાવે છે અને તે સાથે વધુ ગાઢ થાય છે ચંદા ને તૃષલા નો સંબંધ.
રૂપ માં બંને બહેનો જાણે સ્વર્ગ થી ઉતરેલી અપ્સરા.કમળ જેવા જેમના નૈન, ગુલાબ ની પાંખડી જેવા હોઠ અને હરણ સમોવડી ચાલ.બંને બહેનો જ્યારે તેમની કોમળ કેડ માં ઘડા મુકીને પાણી ભરવા નીકળતી ત્યારે ગામ આખુ‌ તેમની સુંદરતા અને સંબંધ જોઈ ને બળી ઉઠતું.ચંદા રૂપ અને ગુણ બંનેમાં સમાન જ્યારે તૃષલા નો સહેજ ગુસ્સેલ સ્વભાવ પરંતુ જ્યાં સુધી ચંદા તેના સાથે હતી ત્યાં સુધી તેને કોઈ સમસ્યાનો સામનો ‌કરવો‌ પડે તેમ‌‌ ન હતું.
એકદિવસ નિત્યક્રમ મુજબ બંને બહેનો પાણી ભરવા જાય છે ત્યારે-
'અરે વાહ ચંદા તારી આ રત્નજડિત વીંટી તો ‌ખુબ સુંદર છે' - તૃષલા એ કહ્યું.
'હાં, તે મને ‌પિતા‌જી‌ એ‌ આપી ‌છે'
' તે ‌મને પહેરવા આપ ને, મારા હાથ માં તે વધુ સુંદર લાગશે'- તૃષલા‌ હસતા‌ હસતા બોલી
'અરે તૃષલા જે મારું છે એ તારું જ તો છે પણ આ વીંટી ને પિતાજીએ મને અત્યંત સાચવી ને રાખવા કહ્યું છે તેથી તે હું તને ન આપી શકું'-ચંદા એ સમજાવતાં કહ્યું
ચંદા ના‌ મોં થી આમ ના સાંભળી ને તૃષલા સહેજ રોષે ભરાય, ચંદાની પુરી વાત પણ સાંભળવા ન રહી અને ગુસ્સામાં ચંદા ને નદી તરફ ધક્કો મારી ને તે પોતાના ઘડામાં પાણી ભરી ઘર તરફ ચાલવા લાગી.તૃષલા એટલા તે રોષમાં હતી કે પાછળ ચંદા આવે છે કે નહીં તે પણ‌ જોવા તે ઉભી ન રહી, થોડી વારમાં ચંદા તૃષલા ને થોભવા ની સાદ‌ દેતી‌ દોડતી આવી. ગામમાં પ્રવેશતા જ આજે વાતાવરણમાં કઈક બદલાવ નો આભાસ થયો.
ગામના લોકો ની નજર આજે પણ તેમના પર જ હતી પરંતુ તે નજર માં હતા સવાલ.... આ નજર‌ કોના‌ માટે હતી અને કેમ તેવા‌‌ વિચારો ના વંટોળ‌ સાથે તેમને ઘર તરફ જતાં પોતાના‌ પગલાં ને વેગ આપ્યો.પરંતુ આ શું ઘરના દ્વાર પાસે તેમના તો જાણે પગ જ જકડાઈ ગયા. આંખો સમક્ષ જે દૃશ્ય હતું કદાચ તે ગામમાં ક્યારેય કોઈએ જોયું નહિ હોય.તે ઘટના ને વધુ દર્દનાક બનાવવામાં જાણે કુદરત પણ સાથ આપી રહી હોય તેમ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, પવનના સૂસવાટા , વિજળી ના કડાકા અને નજર સમક્ષ છે સરલાદેવી નો મૃતદેહ....
હત્યા કોઈ તીક્ષ્ણ હથિયાર‌ વડે કરવામાં આવી હતી કદાચ..... કોઈ શા માટે આવું કરે અને કેમ તેવા અનેક‌ વિચારો દરેકના‌ મનમાં આવ્યા પરંતુ તે માત્ર વિચાર બની ને રહી ગયા.
દિવસો વીતતા જાય છે અને સમય રમી જાય છે પોતાની રમત.સરલાદેવી ના મૃત્યુ ને આજે આઠ મહિના થઈ ગયા છે પરંતુ હત્યા નું રહસ્ય આજેપણ અકબંધ.....
મુખ્યા‌ ની પત્ની ઉજ્જવલાદેવી અંને ચંદા એ તૃષલા ને ખુબ સારી રીતે સંભાળી લીધી અને જીવન ફરી એકવાર પાટે ચડી જાય છે.
'ચંદા, ભલે તૃષલા સ્વસ્થ દેખાય છે પરંતુ તારે હંમેશા તેની આસપાસ જ રહેવાનું છે એ તારી જવાબદારી છે હ‌ ને દિકરી?' - ઉજ્જવલાદેવી એ કહ્યું
'હા માં' એટલું કહીને ચંદા જાણે કોઈ વિચારો માં ખોવાઈ ગઈ.
ઉજ્જવલા દિકરી ના વર્તન માં આવેલા બદલાવને બહુ પહેલા થી ઓળખી જાય છે પરંતુ તે સમય બરાબર ન‌ હોવાથી તે આ વિશે પછી વાત કરવાનો નિર્ણય કરે છે.
નિત્યક્રમ મુજબ બંને બહેનો નદી‌ કિનારે પાણી ભરીને ગામમાં પ્રવેશ કરે છે અને આ શું કુદરત જાણે ફરી એ જ દિવસ બતાવવા જઈ રહી હોય એમ આકાશમાં કાળાડિબાંગ વાદળો, પવનના સૂસવાટા, વિજળીના કડાકા અને ગામના માણસોની એ જ સવાલ ભરી નજરો....જે જોઈ ને તૃષલા ના પગ ત્યાં જ‌ થીજી ગયા.
'તૃષલા ઉભી કેમ રહી ગઈ? ચાલને ઘરે' - કહેતી ચંદા આગળ ચાલે છે.
તૃષલા તેના મનમાં ઉઠતા પ્રશ્નોના વંટોળ ને દબાવી ને તેના સાથે ચાલતી થાય છે. ઘરના મુખ્ય દ્વાર પાસે એ જ આઠ મહિના જુના દ્શ્યો પરંતુ આ વખતે તૃષલા ના પિતા વામન સિંહ નો મૃતદેહ....જે જોઈ ને તૃષલા ના‌ મુખમાંથી ઉગર્યો' એક આખરી ચિત્કાર જે સાથે તે પોતાનો અવાજ ખોઈ‌ બેસે છે.ફરી એજ સવાલો ફરી એજ વિચારો અને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા ના અનુમાન.પોતાના ભાઈ નું મૃત્યુ મુખ્યા ને સંપૂર્ણપણે તોડી નાખે છે, પરંતુ ઈશ્વરની મરજી આગળ ક્યાં કોઈનું કંઈ ચાલે છે અને હવે તો પોતાના માથે બે-બે દિકરીઓ ની જવાબદારી છે એમ વિચારી તે ખુદને સ્વસ્થ કરે છે.
સમય ફરી પોતાની રમત રમી જાય છે.વામન સિંહ ના મૃત્યુ ને આજે એક વર્ષ થી વધુ સમય થઈ ગયા બાદ પણ તૃષલા માતા-પિતા ના મૃત્યુ ના આઘાત માંથી બહાર આવી શકી નથી, અને આમ જ ચાલે છે તેનું જીવનચક્ર.


(કોણે કરી હશે તૃષલા ના માતા-પિતા ની હત્યા અને કેમ? જોઈશું આવતા ભાગમાં)