રાક્ષશ - 4 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાક્ષશ - 4

દ્રશ્ય ચાર -
" જાનવી... ચાલ હાથ થામિલે મારો પાર્ટી માં જયિએ."
" ઓકે.. "
હાથ થામી એ પાર્ટી માં આવે છે અને એ જોડી ને જોઈ ને ઘણા લોકો એમની વાતો ચાલુ કરે છે.
" આવી ગયા પાર્ટી ના મુખ્ય મહેમાન.... અરે મિસ પટેલ તમને યાદ છે આ બંને ને લગ્ન કરી ને મિસ્ટર મેહતા નું કેટલું નુકશાન કર્યું અને કેટલા અભિમાન થી રેહતાં હતા."
" મિસ શાહ.. અરે એમને તો મોટા ઘરના છોકરા જોડે સબંધ નક્કી કરવાનો વિચારતા હતા જેની પાસે યું.એસ.એ માં પોતાની મોટેલ્સ હતી પણ આ છોકરી નાની કુરિયર કંપની ચલાવતા આ છોકરા જોડે પરણી ને ઘરે આવી."
"મિસ પટેલ તમારે બધા ની આટલી શું પંચાત છે એને જે ગમ્યું તે ખરું."
" હરિકા તરી મિત્ર ને અમે કહીએ છે એ કઈ ખોટું નથી. આવી બધી વાતો તો હવે થવાની એની ભૂલ ના કારણે."
" તમને કઈ કેહવાય જ નહિ."
" મિસ શાહ... ભાગી ગઈ મિત્રની ચાંપલી."
એમની વારો ને સંભાળ્યા પછી તે જા ન વી ની બાજુ જાય છે.અને ધીમા ધીમા અવાજે બોલી છે.
" જાનવી..જાનવી..જરા અમારા સામે તો જો તારું તો ધ્યાન જ સમીર માં છે."
" હરીકા .. તું.. ઉભીરે...સાચે તું જ છે કેટલા સમય પછી મળી અને એ પણ અહીંયા."
" હા તારા અને સમીર ના લગ્ન વિશે સાંભળ્યું પછી મળવું હતું પણ કામ ના કારણે મળી ના સખી પણ જો સંજોગ તું મને ક્યાં મળી."
" હા હવે મને લાગે છે કે મે અહીંયા આ પાર્ટી માં આવી ને સરું કર્યું. પણ તું કેવી રીતે આવી.."
" અરે.. હું પણ અહીંયા છું તમે તો વાતો માં મને ભૂલી જ ગયા... હેલો હું સમીર.."
" સોરી.. હું જાનવી ને લાંબા સમય પછી મળી એટલે મારી ઓળખાણ આપવાનું ભૂલી ગઈ."
" સોરી.. આ સમીર મારા હસ્બડ અને સમીર આ મારી મિત્ર હારિકાં."
" હા હવે તો ઓળખાણ પડી ગઈ તમે થોડી વારમાં એટલી બધી વાતો કરી નાખી.. ચાલો ક્યાંક બેસી ને શાંતિ થી વાત કરીએ."
"સમીર અને જાનવી પાર્ટી ના માહોલ થી થોડા દૂર જઈએ."
" હા હારીકા ચલ... સમીર ગાર્ડન સાઇડ શાંતિ છે ત્યાં બેસી ને વાત કરીએ."
" સમીર મે સાંભળ્યુ છે હિલ્સ રિસોર્ટ ના માલિક ને તમે ઓળખો છો..કઈ વાત થઇ હિલ્સ રિસોર્ટ વિશે."
"હા હું નિખિલ ને ઓળખું છું એ મારો ખાસ મિત્ર છે પણ કઈ વાત નથી થયી પણ શું થયું તું આટલી ગંભીર છે."
" ગયા વર્ષે અહી કામ કરતા વર્કર અચાનક ગાયબ થઇ ગયા. અને વળી ને ક્યારે પાછા નથી આવ્યા કે એમના કોઈ સમાચાર પણ નથી."
" કેમ શું થયું એમને અને ક્યાં ગયા કેટલા વર્કર હતા."
" જાનવી એટલી બધી ચોકસ માહિતી તો નથી પણ વીસ વર્કર કામ કરતા હતા અને એમનું શું થયું એ મને નથી ખબર."
" હારી કા તને હિલ્સ રિસોર્ટ વિશે એટલી બધી માહિતી કોને આપી. અને તું એમાં કેમ રસ લે છે."
" સમીર...હું એમાં એટલે રસ લવું છું કે મારી એક મિત્ર ના પિતા પણ વર્કર માના એક હતા. અને તેને મને એમને શોધવાનુ કીધું છે
અને હા હું એક પીઆઈ છું... હા આ એરીયા અને મારા અંડર નથી પણ છતાં હું તપાસ કરવાની છું. ખોટી રીતે પણ તપાસ કરવા તૈયાર છું."
" કઈ મળ્યુ કેમ બધા ગાયબ થયી ગયા."
" ના જાનવી કઈ નથી મળ્યું."
એટલી વાતચીત પૂરી થયા પછી મ્યુઝિક નો આવતો અવાજ બંદ થયી ગયા અને માઈક માંથી અવાજ આવ્યો.
" માય ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર્સ એન્ડ ઓલ ઇમ્પોરટન્ટ ગેસ્ટ હું આજે ખૂબ ખુશ છું મારી વારસો જૂની જમીન જે મારા પરિવાર માટે અગત્યની હતી તેની પર આજે હિલ્સ રિસોર્ટ ચાલુ કર્યો. આપડી આજુ બાજુ ફેમિલી સાથે શાંતિ થી સમય પસાર કરવા માટે આવી કોઈ જગ્યા ના હતી અને એટલા જ માટે હું ક્યારનો એ રિસોર્ટ ચાલુ કરવા માટેનો વિચાર અને સપનું મારા મનમાં હતો જે આજે પૂરું થયું છે...."
નિખિલ ની સ્પીચ ચાલુ હતી અને એક વૃદ્ધ વેટેર તેની બાજુ જવાનું શરૂ કરે છે અને એની હાથ માંથી માઈક લઈ ને બોલવાનુ શરૂ કરે છે.
" ભાગી જાઓ નહીતો આજે તમારા જીવન ની છેલ્લી રાત હસે... તમે નઈ બચો..કોઈ નઈ બચે...."
એટલા શબ્દો પૂરા કરી અને માઈક બચાવા માટે ના સંગર્ષ સાથે તે નીચે પડી ને બેભાન થયી જાય છે.
આ એક ગંભીર વાતાવરણ બની જાય છે બધા ડરી ને વાતો ચાલુ કરે છે એમને શાંત કરવા નિખિલ ફરી માઈક હાથ માં લઇ ને કહે છે
" પ્રેંક... સોરી પણ થોડું વધારે થયી ગયું... સોરી એન્જોય કરો.."
મ્યુઝિક ફરી ચાલુ કરે અને ફરી બધા એની તાલ પર કૂદવાનું સરું કર્યું. ઘડિયાળ માં બાર વાગ્યા અને પાર્ટી નો મોહૉલ માં બધા ખોવાઈ ગયા. જાનવી અને સમીર થાકી ને પાર્ટી માંથી પોતાના રૂમ તરફ આવ્યા એને ત્યાં એમના બાજુ વાળા રૂમ માંથી ચીસો નો અવાજ સાંભળી ને તેમને રૂમ નો દરવાજો ખખડાવ્યો.
" જાનવી આ કેવી બૂમો છે શું ચાલે છે મને તો સમજાતું નથી."
" તું મેનેજર ને ફોન કરીને આ રૂમ ની ચાવી મંગાવ અને એમને પણ અહી બોલાવ. હું હારિકા ને બોલાવું ડોમેસ્ટિક વાયોલેન્સ લાગે છે."
" જાનવી મે કોલ કર્યો પણ તે ફોન ઉપાડતો નથી."
" સમીર તે પાર્ટી માં હસે નીચે થી બોલાવી ને આવ. હરિકાં આવે છે મે મેસેજ કર્યો."
સમીર નીચે પાર્ટી માં જાય છે અને હારીકા જાનવી ના પાસે આવે છે તે બંને દરવાજા ના અંદર થી આવતી ચીસો સંભળી નથી સકતા અને હરીકાં દરવાજો તોડવા નો શરૂ કરે છે.
" હારીકાં તે જોયું...શું હતું એ..."