રાક્ષશ - 5 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાક્ષશ - 5

દ્રશ્ય પાંચ -
એક રાક્ષસ ત્યાં રૂમ ની બાલ્કની થી આવ્યો કાચ ના દરવાજા ને તોડી ને પલંગ પર સુઈ ગયેલા વ્યક્તિ પર હુમલો કર્યો તેને ભયાનક રીતે માર્યો એ વ્યક્તિ ના શરીર નું કોઈ અંગ બચ્યું નથી જેના પર પંજા ના પ્રહાર ના હોય. એ દ્રશ્ય બાથરૂમ માંથી બહાર આવી ને એની પત્ની ને જોયું અને તે પણ બૂમો અને ચીસો પાડવા લાગી અને ડર ના કારણે એનુ શરીર ધ્રુજવા લાગ્યું.
એની ચીસો નો અવાજ એની વેદના પણ તે રાક્ષસ ની ક્રૂરતા ને રોકી ના સખી. એ બસ એ વ્યક્તિ ને એક પછી એક માર મારતો ગયો અને પોતાની નિર્દયતા બતાવવા લાગ્યો હજુ પણ તેના મનમાં નો ગુસ્સો શાંત ના થયો પણ રૂમ ની બહાર ના અવાજ થી તે ભગવા લાગ્યો એટલામાં હરીકા અને જાનવી તે દરવાજો તોડી ને અંદર આવે છે. અને જાનવી તેને જોઈ લે છે.
" હારીકા તે જોયું..શું હતું એ.."
" જાનવી મે કઈ જોયું નથી પણ મને અહી કઈક ભયાનક થયું લાગે છે."
"હા તે ખૂબ ભયાનક રાક્ષસ હતો તેનું શરીર આખું કાળા રંગ નું અને લાંબા વાળ હતા મે તેની એક જલક જોઈ."
" તું આ બધી વાતો પછી કર પેહલા આ મેડમ ને તારા રૂમ માં લઇ જા અને શાંત કરી ને પાણી આપ."
" ઠીક છે હું તારી ત્યાં રાહ જોવું છું."
" હારીકા જાનવી ક્યાં છે અને આ શું છે જાનવી તો ઠીક છે ને..બોલને"
" હા સમીર તે તારા રૂમ માં છે અને ઠીક છે તું મેનેજર ને લઈ ને આવ્યો."
" હા તે આવે છે પણ શું થયું છે."
" અરે આ શું થયું....હવે સર ને હું શું કહીશ...રિસોર્ટ ની બદનામી થશે."
" તમને રિસોર્ટ ની પડી છે મેનેજર ...અહી કોઈ નો જીવ ગયો છે."
" સોરી મેડમ હું ડરી ગયો હતો."
" તમે આ રૂમ બંદ કરી ને ચાવી તમારા પાસે રાખો કોઈ ને આ રૂમ માં આવવાનુ નથી સમીર ચલ આપડે તારા રૂમ માં જાયીએ."
" જાનવી મારી જાન તું ઠીક છે."
" હા સમીર હું ઠીક છું મને કઈ નથી થયું તું ચિંતા ના કરીશ."
" મેડમ તમારું નામ શું છે?"
" (ઊંડા શ્વાસ લઈ) મારું નામ પ્રચી ચૌધરી છે."
" તમે મને તમારા પતિ ના વિશે કઈ કહી શકશો."
" હા હું હવે ઠીક છું. હું કહીશ.... હું બાથરૂમ માં હતી અને બહાર થી અવાજ આવવા લાગ્યો થોડી વાર મને લાગ્યું કે મારા પતિ ઊઠીને કામ કરતા હસે પણ પછી હું જ્યારે બહાર આવી ત્યારે મે એક રાક્ષસ ને જોયો જે અમારા પલંગ પર હતો અને જયારે તે ઊંગમાં હતા ત્યારે એમને એના મોટા અને લાંબા નખ વડે ક્રૂરતાથી મારી નાખ્યાં... તેનો દેખાવ ભયાનક હતો.."
" હિંમત રાખો.... જાનવી તું આમની સાથે બેસ અને સમીર તું મારી સાથે આવીશ રિસોર્ટ ના માલિક નિખિલ ને મળવા."
" હા હું આવીશ... જાનવી બાલ્કની ના પડદા બંદ કરી લે અને ત્યાંથી બને તેટલી દૂર રેહ જે હું આવું છું."
" ઠીક છે તારું ધ્યાન રાખ જે."
" બસ હવે ચલ... આવી ને એક બીજા જોડે વાતો કરી લેજો."
સમીર અને હારી કા નિખિલ પાસે આવે છે.
" નિખિલ... તને ન્યૂઝ મળ્યા."
" હા સમીર મે સાંભળ્યુ પણ આવું કોણ કરી શકે."
" મારું નામ હારીકા છે તમારે હાલ પાર્ટી બંદ કરી ને બધાને સફે જગ્યાએ લાઈ જવા પડશે."
" હાલ હું પાર્ટી કેવી રીતે બંદ કરું અને ક્યાં લઇ જવું... અને એક વ્યક્તિ ના કારણે પાર્ટી માં બધાને તકલીફ આપુ... ના મારાથી આવું નઈ થાય."
" નિખિલ તને કદાચ મારી વાત પર વિશ્વાસ નઈ આવે પણ એ વ્યક્તિ ને મારવા વડું કોઈ સામાન્ય માણસ ના હતું તે એક રાક્ષસ હતો એને એની પત્ની અને જાનવી બને ને જોયો છે બધા ના જીવ આમ પાર્ટી માટે જોખમ માં ના મુકાય."
" સમીર આવી અફવા ના ફેલાવ જો બધાને ખબર પડે તો મારાં હિલ્સ રિસોર્ટ માં નુકશાન થશે."
" નિખિલ તું વાત ને સમાજ તો નથી......"
" સર...સર.... એક પ્રોબ્લેમ થયો છે."
" શું થયું છે."
" એક રૂમ માં પતિ અને પત્ની ની લાશ મળી છે તેમને પણ કોઈ ને ક્રૂરતા થી મારી નાખ્યાં અને એમનું નાનું પાંચ વર્ષ નું બાળક રાક્ષસ રાક્ષસ કરી ને બૂમો પડતું મારી પાસે આવ્યું હતું."
" શું ક્યાં છે મને તે રૂમ માં લઇ જા."
નિખિલ હરી કા અને સમીર ત્યાંથી મેનેજર ની પાછળ જાય છે.બીજી બાજુ જાનવી અને પ્રાચી...
" પ્રાચી હું આવી રીતે એક રૂમ માં બેસી નથી શક્તિ સમીર બહાર એકલો છે મને એની ચિંતા થાય છે"
" હા મારે પણ મારા પતિ ને આમ ક્રૂરતા થી મોત આપનાર રાક્ષસ ને બીજા ના જીવ સાથે રમવા ના દેવાય. હું પણ તરી સાથે આવવા માગું છું."
જાનવી અને પ્રાચી રૂમ માંથી બહાર આવ્યા તે હવે સમીર ને શોધવા લાગ્યા અને શોધતા શોધતા એમની પાસે આવ્યા.
" નિખિલ મે તને કહ્યું હતું બધા ના જીવ જોખમ માં છે હજુ સમય છે બધાને બીજે ક્યાંક મોકલ જે જગ્યા સેફ હોય."
" સમીર તે જોયું આ રૂમ માં પણ બાલ્કની નો કાચ નો દરવાજો તોડી ને તે અંદર આવ્યો છે. કોઈ રૂમ માં સફે નથી બધા રૂમ માં બાલ્કની છે."
" હું પાર્ટી બધ કરાવું છું. અને હોલમાં દરવાજા મજબૂત છે બધાને હોલમાં બોલાવી એ."
" ઠીક છે તું પાર્ટી બંદ કરાવ હું અને હારીકા રૂમ માં રહેલા બાકી ના ગેસ્ટ ને હોલમાં માં લઈ ને આવી એ."
" શું થયું સમીર?"
"જાન તું હોલમાં મારી રાહ જો હું થોડી વાર માં આવું છું."
પાર્ટી માં આવેલા બધા લોકો ને હોલમાં માં લેવાની શરૂઆત કરી. જાનવી અને પ્રાચી ત્યાં પેહલા આવ્યા અને નિખિલ બધાને સરપ્રાઈઝ ની વાત કરી ને પાર્ટી માં જૂમતા લોકો ને માંડ હોલમાં લઈ જવા લાગ્યો. જાનવી ની નજર ગગન પર પાડી અને તેને ફરી એની આંખો નો ગ્રીન રંગ હેરાન કરવા લાગ્યો. જાનવી ને જોયું ગગન ના વાઇટ કોટ ની કૉલર પર લાલ ડાગ પડ્યો હતો. જાનવી ના મનમાં ગગન રક્ષ્સ હોય એવી સાંકા થવા લાગી. તે ગગન ની પાસે જવા લાગી. પાર્ટી માં આવતા લોકો ના કારણે હોલમાં ભીડ વધી અને તે ભીડ માં ગગન ગાયબ થયી ગયો.