Break Up Message books and stories free download online pdf in Gujarati

બ્રેક અપ મેસેજ

મુખ્ય કયું શહેર છે તે તો નથી ખબર. પણ તે શહેર માં બનેલી એક બ્રેક અપ સ્ટોરી જરૂર ખબર છે.

એક છોકરી, જેનું નામ મિત્તલ છે. નાજુક, નમળી, બધાં સાથે તરત ભળી જાય તેવી. તે નોકરી પણ કરે છે. ઓફિસની જગ્યાએ પહોંચવા માટે ત્યાં જોબ કરતાં બીજાં લોકોની સાથે તે જાતી અને સાથે જ પાછી આવતી. તે ગ્રુપમાં એક છોકરો છે, નિશાંત. કોઈ હીરો જેવી પર્સનાલિટી નથી. પણ શાંત સ્વભાવ વાળો, જરૂર હોય તેટલું જ બોલવાવાળો હતો.

આપણી છોકરીને તે વધુ પસંદ આવી ગયો. તેની સાથે કામ કરવાના બહાના ગોત્યા રાખતી. જાણી બુઝી તેને વધારે બોલાવતી. આમ કેટલો સમય ચાલે! નિશાંતને ઘણી હિન્ટ આપવા છતાં જ્યારે તે ન સમજ્યો તો એક દિવસ મિત્તલે તેને મેસેજ કરીને પુછી લીધું કે જો અત્યારે તમારી કોઈ ગર્લફ્રેન્ડ ન હોય તો હું તમારી ગર્લફ્રેન્ડ બનવા માંગુ છું. "

પેલાં તો નિશાંત કાઈ બોલ્યો નહિ. મિત્તલે તેને મેસેજ કર્યો ત્યારે તે સામે જ બેઠો હતો. સીધું મોંઢા ઉપર પૂછવાની હિંમત તો મિત્તલમાં પણ ન હતી. નિશાંતે કહ્યું તે કાલે જવાબ આપશે. પણ થોડીક વારમાં નિશાંત તરફથી મિત્તલને મેસેજ જવા લાગ્યાં. હા નો એક પણ મેસેજ ન હતો. તેમ છતાં મિત્તલને સમજતાં વાર ન લાગી કે તેની હા છે!!

પણ આપણી મિત્તલ વધુ હોશિયાર હતી. ભવિષ્યમાં તકલીફ ન પડે એટલે સરખી હા હોય તો જ વાત કરીએ એમ કહી દીધું. નિશાંતે પણ ચોખ્ખી હા લખીને મેસેજ કરી દીધો.

તે દિવસે મિત્તલ ખુબ ખુશ હતી. જેવો મેસેજ આવ્યો તો તે જોરથી રાડ પાડી ગઈ. તે ત્યારે ઓફિસમાં હતી. બધાએ તરત પૂછ્યું કે શું થયુ! તો તેણે બીજી વાત કરી જવાબ આપી દિધો.

પછી તો દરરોજ દિવસમાં ત્રણ વખત વાત થવા લાગી. શું ખાધું, શું કર્યુ? બધી વાત થવા લાગી. પણ ખાલી વોટસએપ મેસેજીસ જ થતાં. ફોન કોલ માં વાત થતી જ નોતી. તો વિડિયો કોલ તો બહુ દૂરની વાત હતી!! મિત્તલની ઈચ્છાઓ ખુબ હતી. આમ કરશુ તેમ કરશુ તે એવું તો કેટલુંય વિચારતી રહેતી. અને ખાલી પોતાના મનમાં જ નોતી રાખતી. નિશાંત ને પણ કહેતી.

પણ મિત્તલને એવું લાગતું કે તેનું નસીબ તેને સાથ નથી આપી રહ્યું! એક જ જગ્યાએ કામ કરતા હોવાથી ઘ્યાન ખુબ રાખવું પડતું. બધાંની સાથે આવવા- જવાનુ થતુ હોવાથી ઓફિસ પછી પણ મળી ન શકતા. તો કયારેક બીજી પ્રોબ્લેમ ઊભી થઈ જતી. આમ ને આમ તો ત્રણ મહિના ચાલ્યાં ગયાં તો પણ તેમની ફસ્ટ ડેટ ન થઈ.

અને જેમ એક નોર્મલ ગર્લફ્રેન્ડ - બોયફ્રેન્ડ વાતુ કરતા હોય તેવી રોમેન્ટિક કે નોન વેજ ટાઈપના મેસેજિસ પણ નોતાં થતાં. આ બે ટોપીક સિવાયના દુનિયાના બધાં ટોપિક પર ચર્ચા થઈ ગઈ હતી.

મિત્તલને તો નિશાંતનો આખા દિવસનું ટાઈમ ટેબલ પણ ખબર પડી ગઈ હતી. તેને ક્રિકેટમાં આગળ વધવું છે. તે ક્રિકેટ પાછળ ગાંડો છે તે પણ ખબર પડી ગઈ. તેને શું ભાવે છે, તેને શું પસંદ છે, કયો કલર ગમે છે, બધી વાત તેણે પુછી પુછીને જાણી લીધી. આવી જ રીતે કયારેય પ્રયત્ન નિશાંતે ન કર્યો.
એક વખત હંમેશા ની જેમ મેસેજ માં વાત થઈ રહી હતી. ત્યારે મિત્તલે પૂછ્યું, "મને સૌથી વધુ શું ભાવે, તમને ખબર છે?"

તો નિશાંત બોલ્યો, " તમને તો બધું ભાવે છે. પણ થોડોક કારેલાનો રસ પણ સાથે પીતા જાવ. એનાથી બોડી સારું ઉતરી જાય છે. એવું ઘણા કહે છે."

મિત્તલને આ વાત લાગી આવી. તે કાઈ જાડી ન હતી. એટલે સુકલકડી પણ ન હતી. પણ તેને તેના ફિગરથી કયારેય વાંધો નથી આવ્યો. તેને હજી પણ એક વર્ષ જુના કપડાં થઈ જાય છે. એનો અર્થ તે દરરોજ વધતી નથી. પણ જે આપણને પસંદ હોય તેની માટે કાઈ પણ કરીએ. આ વાત મિત્તલને પણ લાગુ પડી. તેણે એટલી મેહનત કરી કે ત્રણ મહિના માં જ પોતાનું ખાસુ શરીર ઉતારી નાખ્યું. બધાં તેના ખુબ વખાણ કરતા. કેમકે બોડી ની સાથે સાથે તે વધુ ખુબસુરત પણ થઈ ગઈ. તેને ખાવાનો શોખ છે તે વાત સાચી. પણ તે ત્રણ મહિના તેણે બધું ભુલાવી દીધું. અને નિશાંતનો જવાબ પણ ખોટો હતો. તેને સૌથી વધુ મુંબઈ સ્ટાઈલની ગીલી ભેળ પસંદ છે. પણ મિત્તલે નિશાંતને ત્યાંરે કાઈ ન કહ્યું. ખાલી પોતાને શું ભાવે છે તે જ કહ્યું. બધા ના વખાણ સાંભળી તેને લાગ્યું કે નિશાંત પણ તેનાં વખાણ કરશે. નિશાંતે જ્યારે કાઈ ન કહ્યું, તો તેણે જ સામેથી પુછી લીધું કે "હું હવે તો સારી લાગુ છું ને?!"

હંમેશા માફક નિશાંત ચુપ જ રહ્યો, અને ખાલી હા માં માથુ હલાવ્યું. આ વાતથી પણ મિત્તલ ઘણી ખુશ થઈ ગઈ. તે બંને એકલા મળવા પહેલી વાર ચાર મહિના પછી ગયા. અને તે પણ બંનેના ઘરની ક્યાંક વચ્ચે પેટ્રોલ પંપ પાસે!! દસ મિનિટ ઉભા રહ્યા હશે. થોડી ઘણી વાતો કરી અને નિશાંત મિત્તલ માટે ચોકોલેટ લઈને આવ્યો હતો તે આપી. પછી બંને છુટા પડી ગયા. પણ તે પેલી મુલાકાત મિત્તલના મનમાં સારી છાપ પાડી ગઈ. મિત્તલ પુરેપુરી નિશાંત માં ખોવાઈ ગઈ હતી. તેને એના સિવાય બીજું કશું દેખાતુ નોતું. એટલે જ કદાચ તેની અપેક્ષા ધીમે ધીમે વધતી ગઈ. ત્યારપછી તેઓ ઘણી વાર મળ્યાં.
એક વાર મિત્તલ ખુબ હેરાન થઈને નિશાંત માટે બોલ લેવાં ગઈ. જેવા તેવા બોલ નહી, એક બોલ છસો થી સાતસોનો હતો. તેવા ત્રણ દડા સારી કંપની વાળા તેણે ખરીદ્યા. તેને મન પૈસા કરતાં નિશાંતના મોંઢા પર સ્મિત જોવું હતું. વાત વાતમાં નિશાંત જ બોલ્યો હતો કે તેને ઘણા બધા દડા લેવા છે. એમાં મિત્તલનું આ નાનકડું કન્ટ્રીબ્યુશન હતું. તે બોલ દેવા જ્યારે ગઈ ત્યારે પણ તે લોકો રસ્તા પર જ ભેગાં થયાં હતાં. અને રસ્તા વચ્ચે ઉભા ઉભા વાત કરતાં હતાં. હવે, મિત્તલને ક્રિકેટ માં કાઈ વધુ રસ નોતો. એટલે સ્વભાવિક છે કે દડા લેતાં પણ તેને આવડત ન હોય. એટલે નિશાંત ને ખોટું બોલી તેની પાસેથી બોલ કેવા, ક્યાંથી, કેવી રીતે લેવાં તે જાણી લીધું હતું. એટલે જ્યારે તેણે બોલ કાઢી બતાવ્યા તો પેલાં નિશાંત એમ બોલ્યો,"તો આવા બોલ લીધા!"

અને મિત્તલે કહ્યું, "તમારી માટે! મેં ખોટું કહયું હતું કે મારા ભાઈ માટે લેવાં છે. હું તમારી માટે લઈ રહી હતી. અને અત્યારે તે જ દેવા આવી છું."

આ સાંભળી નિશાંત હસ્યો. અને પેલી વાર તેણે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો. મિત્તલ એટલી ખુશ થઈ ગઈ કે છુટા પડતા પહેલાં તે નિશાંતને ગળે ચોંટી ગઈ. અને તે કાઈ બોલે તેની પહેલાં ત્યાંથી ભાગી ગઈ. રાતે મેસેજમાં નિશાંતે બંને માટે થેન્ક યું કહ્યું. આ બધી ઘટના પછી મિત્તલને લાગવા મંડ્યુ કે તે હવે નિશાંતને પ્રેમ કરી બેઠી છે. એટલે એક વખત મેસેજમાં પણ કહી દીધું. કે "નિશાંત હું તને પ્રેમ કરું છુ. "

અને સામે નિશાંતે ના ન પાડી, તો હા પણ ન પાડી! પણ આવી જ સારી સારી વાતું ખાલી મેસેજમાં જ થતી. બાકી મળવાનું કોઈ દિવસ કોઈ સારા હોટેલ કે રેસ્ટોરન્ટમાં થતુ નહી. કયારેય પંદર મિનિટ થી વધુ મળતા પણ નહી. અને મળવાનું થાય તો મિત્તલને ખુબ રાહ જોવી પડતી. હંમેશા મળવાના સમય કરતાં ઓછામાં ઓછું પોણો કલાક મોડો નિશાંત તો આવતો જ. અને બહાના પણ એવાં આપે કે મિત્તલ માની જતી. બે મિટિંગ વચ્ચે પણ ખુબ લાંબો સમય હોય. કેટલાય દિવસ સુધી મળવાનું થતુ જ ન હોય. ઘણી વખત મિત્તલે સામેથી ફોન કરવાનો કે પછી બીજી રીતે વાત કરવાનો પ્રયત્ન કર્યા. પણ બધું ફેલ!! તેની બેસ્ટ ફ્રેન્ડ તેને એમ કહેવા લાગી હતી કે પેલાં ની લાઈફ માં બીજુ કોઈક હશે. પણ મિત્તલ માનવા તૈયાર નથી.

નિશાંત ના બર્થડે ના દિવસે તેની માટે મિત્તલે ખુબ જ સરસ વિડિયો બનાવ્યો. એક ખુબસુરત કાર્ડ જાતે બનાવ્યું. અને તેનો વીડિયો ઉતારી મોકલ્યો. તેના બર્થડેના દિવસે તે બંને મળી પણ ન શક્યા. તે હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરતી. પણ કાઈક ને કાઈક એવું થઈ જતું કે મિત્તલને ગુસ્સો આવી જતો. આવી જ રીતે એક વાર નક્કી કર્યું કે આખો દિવસ ઓફીસમાં બંક મારી બહાર ફરવા જવાનુ નકકી કર્યુ. તે ખુબ જ ખુશ હતી. સવારે નિશાંતના ફેવરીટ કપડાં પહેરી તૈયાર થઈ. અને મેસેજ પણ કર્યો કે "હું નીકળી રહી છું. આપણે નકકી કર્યુ તે જગ્યાએ ભેગાં થઈએ."

થોડીક વાર પછી નિશાંતનો મેસેજ આવ્યો. આજે આપણે નહી જાઈ શકીએ! મારે ઘરે વહેલું જવાનુ છે!

આ વાચી મિત્તલ નું મન ભાંગી ગયું. કેટલો સમય તે સહન કરે. પેલાં તેને લાગતું હતું કે નિશાંતનો સ્વભાવ જ એવો છે કે તે ઓછું બોલે છે. વધારે વાતુડિયો નથી. ગિફ્ટ લેતાં કે ગર્લફ્રેન્ડ સાથે વાત કરતા નથી આવડતું. પણ હવે તે બંને ભેગાં હતા એને છ મહિના થઈ જશે. અને હજી સુધી તેનું આવુ જ વર્તન મિત્તલથી સહન ન થયું. દર વખતે તેની બેરુખી હસતાં કાઢી નાખતી. પણ આજે તેને ગુસ્સો ખુબ આવી ગયો.

મિત્તલનું મન તો હતું કે ફોન કરી સરખી રીતે સંભળાવે. તેને રડવું આવી રહ્યુ હતુ. પણ કોઈની સામે રડી શકે તેમ પણ ન હતી. એટલે પોતાના આંસુને મિત્તલે ગુસ્સામાં ફેરવી નાખ્યાં. અને અત્યાર સુધીનું બધું મેસેજ માં લખી ને કહી દીધું. તે બંને હજી પણ એકબીજાને તમે કહીને બોલાવતાં હતા. ઓફીસ માં તો મેડમ સર કહીને જ વાત થતી હોય. એટલે મિત્તલે ગુસ્સો કર્યો ત્યારે પણ તમે જ લખીને વાત કરી. કોઈ ગાળ નોતી લખી, નાહી કોઈ ખરાબ શબ્દ!

મનમાં જેટલું હતું તે બધું કહી દીધુ. જેમકે તેણે મેસેજમાં લખ્યું, "તમે આજે મને મળવાના નથી. તે મને ક્યારે કહેવાના હતા? હુ ત્યાં પહોંચી જાવ પછી? તમે દર વખતે આવુ જ કરો છો! સામેથી એક વાર પણ પ્રયત્ન નથી કરતા મને મળવાનો કે મારી સાથે વાત કરવાનો. એક નોર્મલ ફોન કોલ પણ નથી કરી શકતા તમે? હું ગળે ચોંટી તમને તો પણ બીજી વખત મળ્યા તો સામેથી એક વાર પ્રયત્ન ન કર્યો મને ગળે ચોટવાનો. તમારાં મોઢેથી મારા વખાણ સાંભળવા માટે તો મારે કેટ કેટલું કરવુ પડે છે! આજે મને ખુબ ખોટું લાગ્યું છે. મને તો રડવું આવી રહ્યુ હતુ. પણ હું એટલી પણ ઢીલી નથી કે તમારાં વાંક પર હું રડું!!"


આવુ તો એણે ઘણુ કહ્યું. ત્યારે તો નિશાંત સોરી સોરી બોલતો રહ્યો. અને રડતા નહી એવું કહેતો રહ્યો. પણ થોડાક દિવસ પછી તેણે મેસેજ કર્યો ,"કે મારે તમારી સાથે વાત કરવી છે. આપણે મળીએ કાલે.!"

મિત્તલ ને લાગ્યું કદાચ હવે તે સુધરી ગયો હશે. એટલે મિત્તલને એક પરીક્ષા હતી. એની પહેલા મળવાનું નક્કી કર્યું. આજે પણ હમેશાં ની જેમ તે મોડો જ આવ્યો. અને આ વખતે તો પાકી એક કલાક મોડો આવ્યો. હવે મિત્તલને પરીક્ષા હતી એટલે તે બંને વધુ વાત કર્યા વગર જતા રહ્યા.

તેનાં બીજા દિવસે નિશાંત મેસેજ કરી બોલ્યો, "મારે હવે આ ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ ની ફ્રેંડશિપ નથી રાખવી. હું તમને હંમેશા દુઃખી જ કરું છુ. એટલે બસ આપણે સાદા ફ્રેન્ડ રહીએ."

મિત્તલને થોડીક શંકા ગઈ હતી કે તે આવુ જ કાઈક કરવાં માંગે છે. પેલાં તો મિત્તલ કુલ હોય તેમ બોલી, "વાહ મને કાલે છેલ્લો વિચાર આ જ આવ્યો હતો કે તમે મારી સાથે બ્રેક અપ કરશો. "

પણ પછી પરિસ્થિતિ સમજતા ખુબ પ્રયત્ન કર્યાં નિશાંતને મનાવવા માટે. એમ પણ કહી દીધું કે કયારેય ગુસ્સો નહી કરે, કોઈ ઈચ્છા નહિ કરે, મળવા નહી આવે તો પણ કાઈ બોલશે નહી!!

બે દિવસ તો સાવ ચુપચાપ બેઠી રહી. નિશાંતને ખબર હતી કે મિત્તલ ની ફિલિંગ તેની માટે ઘણી છે. એટલે તે દરરોજ પૂછતો કે તમે જમો તો છો ને?!! રડતાં તો નથી ને!!!

પણ આ સવાલ સાંભળી મિત્તલને વધુ ગુસ્સો આવતો. તેનાં મનમાં એટલો બધો ગુસ્સો ભરાઈ ગયો કે હવે તે કાઈ પણ કરી શકે તેમ હતી. પોતે નિખાલસ પ્રેમ જ તો કરતી હતી. અને સામે શું મળ્યું વાંક વગરની સજા!!!

તેણે પોતાના કોલ લિસ્ટમાંથી એક એવા છોકરા ને મેસેજ કરી દીધો. જે ફુલ છોકરીબાજ હતો. તે એને મળવા પણ ચાલી ગઈ. અને પેલાં છોકરાએ તેને હગ કર્યુ. મિત્તલ કશું ન બોલી. પેલાએ તેના લીપ્સ પર કિસ કરી તો પણ તેણે તેને અટકાવ્યો નહી. વધારામાં પોતે પણ કિસ કરવાં લાગી. પેલાંને તેટલું જ જોતું હતું. તે મિત્તલને એક હોટલ લઈ ગયો. અને રુમ બુક કરવા લાગ્યો.

આ આખો સમય મિત્તલ એક જ વસ્તુ વિચારી રહી હતી કે તેને કોઈ પ્રકારની ફિલિંગ કેમ ન થઈ? એક બોય તેને કિસ કરી રહ્યો હતો અને તેને કોઈ ઉતેજના જ ન થઈ!! પોતે શું સંપૂર્ણ છોકરી નથી!? પોતાને બોય પસંદ નહી આવતાં હોય એટલે એવું થયુ!!! પણ જ્યારે તે નિશાંતને ગળે ચોંટી હતી. તે રોમાંચ બે દિવસ સુધી ભુલી ન શકી. તે યાદ કરી કરીને એકલી હસ્યા જ રાખતી હતી. તો પછી તેવું આની સાથે કેમ ન થયુ??? પણ હું અહીં તેને મળવા આવી જ શું કામ?? હું અહીં આવી હતી કેમકે મારે સાબિત કરવુ હતું કે મારામાં કાઈ ખામી નથી! પણ કોને સાબિત કરવુ છે? પોતાને? તો મને તો મારી ખબર જ છે! તો પછી નિશાંતને ? પણ તે અહીં થોડી જોવા આવશે! અને કયારેય મને તેણે આ છોકરા સાથે જોઈ પણ લીધી તો પણ તે હસી ને જતો રહેશે. તેનો સ્વભાવ જ એવો છે. અરે ગાંડી!! હું શું કરવાં જઈ રહી હતી? બીજાના વાંકની સજા પોતાને શું કામ આપી રહી છે? મારી આટલા સમયથી રાખેલી પવિત્રતા ને હું આવા છોકરા માટે તો નહી જ તોડું!! જેને મારી ફિલિંગ કરતા એક લેડીનું બોડી મળી ગયુ તે વિચારી ખુશ થઈ રહ્યો છે.!!!"

મિત્તલ નું મગજ હવે ક્લીઅર હતું. તે પેલાં છોકરાને ખાલી સોરી કહી ત્યાથી ભાગી! પોતે ઘરે જે ખોટું બોલીને નીકળી હતી તેને સાચું કરવાં! મિત્તલ પોતાની ઓફીસ જતી રહી. અને પેલાનો નંબર બ્લોક કરી નાખ્યો.

સાચી મુસીબત તો હવે હતી. મિત્તલ અને નિશાંત ની ઓફીસ એક જ હતી. બંને સામે ભેગાં થવાના જ હતા. મિત્તલને નિશાંત ને જોઈને જ ગુસ્સો આવતો. વાત વાતમાં તેને નીચો દેખાડવા લાગી. કામ નથી આવડતું, સરખું કરતા નથી, મારું કામ વધારી નાખે છે. તેને ખાલી કહેતી હોય તો તો વાંધો ન હતો. પણ તે તો પોતાના સિનિયર સામે પણ તેનાં વિશે ખરાબ બોલવા લાગી!! અરે એક વાર તો એમ પણ બોલી ગઈ કે ,"તમને તો મારવાની જરૂર છે!" આ બોલતી વખતે ત્યાં ઘણા લોકો ઉભા હતા. બીજા બધા મસ્તી કરવાં લાગ્યાં એટલે વાત ઉડી ગઈ.


આ ઘટના પછી મિત્તલે પોતાની ફ્રેન્ડ ને બધું કીધુ. તો તેણે તેને શાંતિથી સમજાવી કે, "હવે તું એને ભુલી જા. તું કોઈ પર ફોર્સ ન કરી શકે તારી સાથે રહેવા માટે!!" પોતાની ફ્રેન્ડ સાથે વાત કર્યા પછી મિત્તલને સમજાણું કે પોતે ફરી ભુલ કરી રહી છે. જો તેના સિનિયરે તેની વાત સિરિયસલી લઈ લીધી હોત તો!! નિશાંત ની કેરિયર બગડી જાત. એટલે ત્યાર પછી તેણે એવા પ્રયત્ન કર્યા કે તે તેની સામે જાય જ નહી. કોઈ કામ હોય તો પણ પરોક્ષ રીતે કરાવી લેતી. બોલવાનું તો ઠીક, જોવાનું પણ ઓછું કરી નાખ્યું. તેને જોઈને જ મિત્તલ બેકાબૂ બની જતી હતી. તેના મગજમાં ગુસ્સો જ સ્થાન લઈ લેતું હતું. મિત્તલ તેની સામે હંમેશા ગુસ્સો જ કરતી. પણ કયારેય એમ બોલી જ ન શકી કે, "અરે ગાંડા! બેવકુફ! હું તને આજે પણ પ્રેમ કરું છુ.! તારી માટે ગમે તે કરી શકું છું! તને આટલી વાત સમજાતી નથી!"

નિશાંત તો પેલાં પણ નોતો સમજ્યો તો હવે શું સમજવાનો!! હવે મિત્તલ તેને વધારે સહન કરી શકે તેમ ન હોવાથી જોબ છોડી દીધી. દુર જતી રહી તેનાથી!

મિત્તલ અને નિશાંત ભેગાં હતા તો જે દિવસે નિશાંતે હા પાડી તે દિવસને એનીવર્સરી ગણી દર મહિને વિશ કરતી. અને જોબ મુકી દીધા પછી પણ તે દિવસ આવે તો પોતાને જ વિશ કરી લે છે. તેની સામે કોઈ એવી વાત આવે કે જે તેણે નિશાંત સાથે કરી હોય અથવા તેની સાથે જોડાયેલી કોઈ ઘટના યાદ આવે તો હસી પડે છે. તે દુઃખી કે રડતી નથી. તેણે પોતાના રિલેશનની ખરાબ યાદો ને સાથે રાખી જ નહી. જે થોડા ઘણા ખુશી ની ક્ષણો હતી તે જ યાદ રાખી!! નિશાંત ના મનમાં શુ ચાલી રહ્યુ છે તે મિત્તલ છેલ્લે સુધી ન સમજી શકી. તેણે હા પાડવા માટે કોઈ ફોર્સ નોતો કર્યો. જો રહેવું જ ન હોય તો હા પાડી જ શું કામ?!!!

પણ હવે કોઈ ફર્ક નથી પડતો! મિત્તલે તેનો નંબર બ્લોક નથી કર્યો. એટલે કયારેક વોટ્સ અપમાં મુકેલી સ્ટોરી જોઈ ખુશ રહેતી.

મિત્તલને નિશાંત જ કેમ પસંદ આવ્યો?
તે દેખાવમાં ઠીકઠાક હતો. પણ તેનો સ્વભાવ ખુબ સારો હતો. ઓફિસ માં બધા તેના સ્વભાવ ના વખાણ કરતાં. જરૂર કરતાં વધારે તે બોલતો નહી, છોકરીઓની રિસ્પેક્ટ કરવી, કોઈ કાઈ પણ કહી દે તો પણ ચુપચાપ સાંભળી લેતો. એટલે જ બ્રેક અપ કર્યા પછી મિત્તલ બધાની સામે તેના વિશે ખરાબ બોલતી તો પણ સામે એક શબ્દ નથી બોલ્યો!! તે બીજા બોયઝ જેવો ન હતો. જે લોકોને ગર્લફ્રેન્ડ બનવાની હા પાડીએ એટલે સીધી ડબલ મીનીંગ વાતુ ચાલું કરી દે. પેલી મિટિંગમાં હગ, કિસ અને બીજી મિટિંગમાં તો રુમ બુક થઈ ગયા હોય. જ્યારે નિશાંત તો મિત્તલનો હાથ પણ પકડતો નહી! મિત્તલ જો સામેથી ગળે ચોંટી ન હોત તો કદાચ બ્રેક અપ સુધી બંને અલગ જ રહ્યા હોત!! અને એટલે જ કદાચ તે મિત્તલને એટલો બધો પસંદ આવી ગયો હતો.




પણ નિશાંતનો તે સ્વભાવ હતો કે પછી તેને મિત્તલમાં કોઈ રસ ન હતો????



મિત્તલનો પ્રેમ એકતરફી હતો, કે પછી પ્રેમ હતો જ નહી??



નિશાંત ખાલી પોતાના બાકીના મિત્રોને કહી શકે કે તેને પણ ગર્લફ્રેન્ડ છે એટલે જ હા પાડી કે પછી દિલ થી હા પાડી હતી?????

બીજા રસપ્રદ વિકલ્પો