બીમાર પડવાની પણ મજા છે DAVE MITAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

બીમાર પડવાની પણ મજા છે

આજ કાલ કોરોના અને કોવિડ ૧૯ ના લીધે બીમાર પડવું ખૂબ જ ખરાબ છે. પણ એની પહેલા જયારે આપણે બીમાર પડતા ત્યારે એક અલગ જ આનંદ થતો. બધા લોકો આપણે આજુ બાજુ ફરે. બધા નું ૨૪ કલાક ધ્યાન આપણી ઉપર જ રહે. આપણી માટે બનતો તે સ્પેશ્યલ શીરો, જબરદસ્તી ખવડાવતા બદામ, કાજુ. મમ્મી તો આપણને એક મીનીટ માટે પણ  એકલા ન મુકે. ઘરે બધા ખબર અંતર પૂછવા આવે, આમ તમે જ સેન્ટર પોઈન્ટ હોય એવી રીત ની આખી દુનિયા બની જાય. સ્કૂલમાં તો ખોટા બીમાર પડીને રજા તો ખૂબ પાડી હશે જ બધાએ. મને તો માથા નો દુખાવો પેહલેથી જ છે. તો ઘણી વાર ના દુખતું હોય તો પણ કહું કે દુખે છે. માથું અને પેટ નો દુખાવો તો મસ્ત બહાના છે. એવા બહાના કે જેના પ્રૂફ ના આપી સકાય અને બધાયે માનવું પણ પડે. થોડુંક ફની જરૂર છે, પણ હકીકત છે. જ્યારથી જોબ ચાલુ થય ગઈ ત્યારથી તે ખોટું બોલી રજા પડવાની મજા વય ગઈ. આપણે ગમે તેટલા મોટા થય જાય પણ મમ્મીનું તે ધ્યાન રાખવું ક્યારેય નહિ બદલાય. હમણાં હું બીમાર પડી તો ખીજાતી જાય અને મારી માટે ગરમ ગરમ દાળ બનાવતી જાય અને પછી ડબલ ખવડાવે પણ એટલું. ગમે તેવી સ્થિતિ કેમ ના હોય બીમાર પડવાની મજા તો છે જ જ્યાં સુધી સાજા ના થાય ત્યાં સુધી ડોક્ટર નું પ્રિસ્ક્રિપ્શન માનવાનું, બીમાર પડવામાં કોઈ ખરાબ વાત હોય તો તે ડોક્ટર. અરે યાર આરામ કરવાનું કહી ને આપણી માટે સરસ સેફ સાઈડ આપે તો કેટલી બધી દવા ખાવાનું કહી મુડ જ બગાડી નાખે. ચાલો આટલો બધો ફાયદો થતો હોય તો એમાં એકાદ નેગેટીવ સાઈડ પણ હોય.ડોક્ટર ની દવા ભલે ખાવી પડે પણ બીમાર પાડવામાં મજા પણ મળે. જયારે આપણને થોડુંક સારું થાય અને આપણે સ્કૂલ કે કોલેજ જાય ત્યારે બધા આપણે ને પૂછ્યા રાખે અને જો આપણે એમ કહ્યું કે બોવ હજી સારું થયું નથી તો તો આપણા ફ્રેન્ડ્સ પણ આપણી કેર કરે. માણસ જે કાઈ પણ કરે તે બીજા અટેન્શન મેળવા જ કરતો હોય તો એમાં આ બીમાર પડવું એક સારો ઓપ્શન છે. એનિ-વે બધા ના અલગ અલગ વિચાર હોય છે. મારું તો આજ માનવું છે કે બીમાર પાડવામાં મજા તો છે જ.

આજે તો લોકો ને નોર્મલ શરદી થાય તો પણ લોકો ડરી જાય છે કે ક્યાંક કોરોના ના હોય તો એમાં બીમાર પડવાની ખુશી તો ક્યાંથી થવાની! કોઈને પણ હવે બીમાર પડવું પોષાય તેમ નથી વળી, ૧૪ દિવસ કવોરેન્ટાઇન કરી દેશે તો જોબ - ધંધો બધું બંધ કરવું પડશે. એટલે જો કોઈ બીમાર હોય તો પણ બોલતું નથી કે મને આ તકલીફ થાય છે. કેમકે બધાને ખબર છે કે કોઈને ખબર પડી કે હું બીમાર તો કોઈ મારી સામે પણ નઈ જોવે. તો એમાં બીમારી થી ખુશી ક્યાંથી થવાની! અને હું જે બીમારી ની મજા ની વાત કરું છું તે તો નોર્મલ તાવ, શરદી, ની વાત થાય છે મોટી ગંભીર બીમારી માં તો માણસ રીબાઈ રીબાઈ ને જીવતો હોય છે. ભગવાન બધાને સારું જ હેલ્થ આપે. કોઈ ક્યારેય બીમાર ના પડે. એમાં આવા ખરાબ રીતે તો ક્યારેય નહી. પણ નાના બાળકો ને જેમાં મજા આવતી તે નિર્દોષ બીમારી ની વાત થઈ રહી છે. જેમાં બસ બે દિવસ માં તો આમ આપણે લંગડી રમતા થઈ જાય. પણ જે કહો તે હું નાનપણ માં ખોટું બોલી જાણી બુજી ને બીમારી ના દિવસો લંબાવ્યા તો છે જ તમે કેટલા દિવસ ખોટું બોલી બીમાર રહ્યા છો અને જુઠાણું પકડાયું ત્યારે શું થયું?  ### ખૂબ બધા સ્માઇલી.....

રેટ કરો અને રિવ્યુ આપો

Trupti Ashara

Trupti Ashara 8 માસ પહેલા

DAVE MITAL

DAVE MITAL 1 વર્ષ પહેલા

Parth Kapadiya

Parth Kapadiya માતૃભારતી ચકાસાયેલ 8 માસ પહેલા

I AM ER U.D.SUTHAR

I AM ER U.D.SUTHAR 1 વર્ષ પહેલા

good

ᴡʀ.ᴍᴀɴᴠᴇᴇʀ

ᴡʀ.ᴍᴀɴᴠᴇᴇʀ માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા