પરાગિની 2.0 - 41 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 41

પરાગિની ૨.૦ - ૪૧




સિમિત પરાગની કંપનીમાં તેનો કોન્ટ્રાક્ટ લઈને પાછો આવી ગયો હોય છે. તે પરાગના કહેવા પર આવ્યો તો હોય

છે પરંતુ કોઈ બીજા ઈરાદાથી... તે વિચારીને જ આવ્યો હોય છે કે આ વખતે રિનીને પોતાની કરીને જ રહેશે..! તેને પહેલી જ નજરે રિની પસંદ આવી ગઈ હતી...! એ ત હવે પાછળથી ખબર પડશે કે રિનીને પરાગથી દૂર કરી પોતાની કેમની બનાવશે...?


ક્રિસમસ પર બધા સાથે મળીને ડિનર કરે છે અને ક્રિસમસ એન્જોય કરે છે. પરાગ અને રિની વચ્ચે બધુ સરખુ થઈ ગયુ હોય છે. હોસ્પિટલમાં રહીને લીનાબેન અકળાઈ ગયા હોય છે. તેમને રાણીની જેમ પરાગના મોટા બંગલામાં રહેવું હોય છે પરંતુ હજી સુધી ડોક્ટર તેમને રજા નથી આપતા..! તેઓ પરાગને ફોન કરીને કહે છે, પરંતુ પરાગ પણ એવું જ કહે છે કે ડોક્ટર જ્યારે રજા આપશે ત્યારે તમને હું ઘરે લઈ જઈશ..!

એશા અને માનવની સગાઈ વિશે બધાને ખબર પડી જ ગઈ હોય છે. દાદા એશા પાસે જઈને માફી માંગે છે અને કહે છે, મારા લીધે તમારે આવી રીતે સગાઈ કરવી પડી... આપણે ફરીથી સગાઈની વીધી રાખીશું એ પણ ધૂમધામથી કરીશું..! માનવને ફોન કરીને સાંજે બોલાવજે એટલે બધુ નક્કી કરી લઈએ...! એશા ખુશ થઈ જાય છે અને દાદાને કહે છે, દાદા તમે માફી ના માંગશો... મને ખોટું નથી લાગ્યું..! અને હું માનવ સાથે વાત કરી લઈશ..!

સાંજે દાદા માનવ સાંથે બધી વાત કરી લે છે અને પંડીત પાસે સગાઈની તારીખ અને મૂહર્ત જોવડાવી રાખે છે. બીજા દિવસે માનવ હોટલમાં જઈ નાનો હોલ બૂક કરાવે છે અને પંદર માણસ માટે ટેબલ બૂક કરાવે છે સાથે કંઈ ડિશ જમવામાં રાખવી તે પણ એશા સાથે ચર્ચા કરી નક્કી કરી દે છે. તે જ દિવસે લીનાબેનને હોસ્પિટલમાંથી રજા મળવાની હોય છે તેથી પરાગ તેમને લેવા જાય છે. લીનાબેન તેમનું નાટક ચાલુ જ રાખે છે કે તેમને હજી કંઈ યાદ નથી..! પરાગ હોસ્પિટલમાં બિલ ભરી બધી ફોર્માલિટી પૂરી લીનાબેનની દવા લઈ લે છે અને પછી લીનાબેનને લઈને ઘરે જવા નીકળે છે.

ઘરે પહોંચે છે અને દરવાજે લીનાબેન માટે એક ખાસ વ્યક્તિ રાહ જોઈ રહી હતી..! પરાગ લીનાબેનનો હાથ પકડી તેમને અંદર લઈ જાય છે. દરવાજે પરીતા રાહ જોઈને ઊભી હોય છે. પરાગ અંદર આવતા જ લીનાબેનનું બેગ પરીતાને આપે છે. પરીતાને ઘરમાં જોઈ લીનાબેનને ઝટકો લાગે છે. પરીતા લીનાબેનને આવકારતા કહે છે, કેમ છો લીનામેમ?

લીનાબેન પરાગને પૂછે છે, બેટા, આ કોણ છે?

પરીતા- તમે મને ના ઓળખી?

પરાગ પરીતાને કહે છે, એક્સિડન્ટનાં લીધે તેમની યાદશક્તિ જતી રહી છે.

પરીતા- ઓકે. લીનામેમ તમને યાદ નહીં હોય પરંતુ થોડા દિવસો પહેલા આપણે સાથે રહેતા હતા અને હવે હું તમારી નર્સ છું... હુ તમારી સાથે જ રહીશ અમે તમારી દેખરેખ રાખીશ..!

પરાગ લીનાબેનને અંદર લઈ જાય છે. લીનાબેન બધાને મળે છે. પરાગ પરીતાને કહે છે કે મમ્મીને ઉપર તેમના રૂમમાં લઈ જાય..! પરીતા લીનાબેનને લઈને ઉપર જાય છે.

બે દિવસ પહેલા પરાગ પરીતાને ફોન કરીને ઓફિસ પર બોલાવે છે અને તેને ઓફર કરે છે કે તે લીનાબેન સાથે આખો દિવસ એક નર્સ તરીકે રહેશે અને તેમની દેખરેખ રાખશે..! પરીતાને પૈસા દેખાતા હોવાથી તે હા કહે છે અને તે લીનાબેનને પાઠ ભણાવવા માંગતી હોય છે કેમ કે લીનાબેન પરીતાને એકલી મૂકીને પૈસા લઈને ફરાર થઈ ગયા હતા..!

ઘરે દાદી અને શાલિની બંને પરાગને ના કહે છે કે પરીતા પર ફરી વિશ્વાસ ના મૂકીશ.. પહેલા એક વખત વિશ્વાસઘાત કર્યો છે તેણે આવુ શાલિની પરાગને કહે છે... પરંતુ પરાગને ખબર હોય છે કે પરીતાનાં લીધે તેના મમ્મીની તબિયત આજે સારી છે અને પૈસા પડાવવાનું કામ પરીતાએ તેના મમ્મીના કહેવા પર કર્યુ હતું..!

પરાગ પરીતાને ઓફર આપતી વખતે જ કહી દે છે કે જો તેણે લીનાબેન કે પરીવારનાં કોઈ પણ સભ્યને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી તો સીધી પોલીસને જ સોંપી દેશે..!


લીનાબેનનાં ઉપર ગયા બાદ પરાગ દાદીને બહાર ગાર્ડનમાં લઈ જાય છે. પરાગ દાદીને કહે છે, હું ત્રણ દિવસ પહેલા ડોક્ટરને મળવાં ગયો હતો... ઓફિસમાં કામ બહુ હતુ અને આજે મમ્મીને લેવા જવાનું હતુ એટલે તમારી સાથે વાત ના કરી શક્યો..!

દાદા- તેમને કોઈ સીરીયસ બિમારી તો નથીને?

પરાગ- ડોક્ટર સાથે વાત કરી... દાદાને બ્રેઈન ટ્યૂમર છે.

આ સાંભળી દાદી ચિંતામાં આવી જાય છે અને પરાગને કહે છે, ઓપરેશનથી સારૂં થઈ જશેને?

પરાગ- કંઈ કહી ના શકાય... ડોક્ટરનું કહેવુ છે ઉંમરના હિસાબે ઓપરેશન નો સક્સેસ રેટ ઓછો છે..!

દાદી- તેમની પાસે કેટલો સમય છે? એટલે કેટલા વર્ષ જીવશે..?

પરાગ- ડોક્ટર કહે છે, ટ્યૂમર હજી નાનું છે. બેઝીક ટ્રીટમેન્ટ ચાલુ કરી દે તો તેમને સારૂ રહેશે અને તેમની પાસે પાંચ જ વર્ષ છે જો તેઓ દવા અને ટ્રીટમેન્ટ ચાલુ કરી કરી દે તો..!

દાદી- શું આના વિશે રિનીને ખબર છે?

પરાગ- ના, કોઈને નથી ખબર... મારા અને તમારા સિવાય કોઈને નથી ખબર..!

પરાગ દાદી સાથે વાત કરીને ઓફિસ જતો રહે છે. પરીતા લીનાબેનના કપડાં બદલાવી તેમને બેડ પર બેસાડે છે અને કહે છે તમે આરામ કરો હું સાંજે ડિનરના સમયે તમને ઊઠાડવા આવીશ..!

લીનાબેન નાટક કરતાં પરીતાને પૂછે છે, તું પરાગને કેમની ઓળખે છે?

પરીતા- શું તમને સાચેમાં જ કંઈ યાદ નથી?

લીનાબેન- ઘરમાં બધા જ કેમ એક સવાલ કરે છે મને?

પરીતા- બીજા કોઈનું તો ખબર નથી પરંતુ હું તમને બહુ સારી રીતે ઓળખું છુ... અને મને ખબર છે કે તમે નાટક કરો છો..! શું તમને એ પણ યાદ નથી કે તમે કેવા કેવા કામ કર્યા છે?

લીનાબેન- હું બધાને કહી કહીને થાકી ગઈ છુ કે મને કંઈ યાદ નથી... હું તને પણ નથી ઓળખતી..!

પરીતા- કંઈ વાંધો નહીં... હું કોઈને કંઈ જ નહીં કહુ... તમારા લાડકા, ચહીતા છોકરાને પણ નહીં અને પરાગને પણ નહીં...!

આ સાં

ભળી લીનાબેનની આંખો પહોળી થઈ જાય છે અને પરીતાને કહે છે, તું કેમ આવુ કહે છે? તુ શું ઈચ્છે છે? મારો ફક્ત એક જ છોકરો છે અને તે પરાગ છે. પરાગને ખબર પડશે કે તુ આવું કરે છે તો તને નહીં છોડે એ..!

પરીતા- બધાને ખબર પડી જ જશે કે તમે નાટક કરો છો..!

આટલું કહી પરીતા ત્યાંથી જતી રહે છે.

લીનાબેનને પરીતા પર અકળામણ થતી હોય છે પરંતુ તેઓ કંઈ કરી શકતા નથી. લીનાબેન પૈસા માટે જ પરાગ પાસૈ પાછા આવ્યા હોય છે અને પૈસા માટે જ નવીનભાઈ અને પરાગને છોડીને જતા રહ્યા હતા..!

દાદાને બ્રેઈન ટ્યૂમર છે તે જાણી દાદી નક્કી કરે છે કે હવે તેઓ વાસુદેવભાઈ(દાદા) સાથે મળીનો તેમને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે..!

તેઓ બંને તેમની જૂની જગ્યા એ મળે છે બધી જૂની યાદોને વાગોળે છે.




લીનાબેનનાં આવવાથી ઘરમાં હવે શું થશે? કયાં નવા નાટક જોવા મળશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો નવો ભાગ પરાગિની ૨.૦ - ૪૨