સ્નેહ નું સગપણ - 3 bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહ નું સગપણ - 3

ઘરમાં પગ મૂકતા ની સાથે જ સુધા બહેન ગભરાઈ ને અરે અનંત તને આ શું થઈ ગયું?આ હાથમાં પાટો કેમ બાંધ્યો છે.?
અરે મમ્મી એતો કઈ નહીં કોલેજમાં મસ્તી મસ્તી માં હું સ્લીપ થઈ ગયો ને હાથમાં થોડુંક વાગ્યુ એમા ગભરાઈ ને અનુ મને ડોક્ટર પાસે લઈ ગઈ ને ડ્રેસિંગ કરાવ્યુ. સારું કર્યુ અનન્યા દિકરી તે હું તો ગભરાઈ જ ગઈ હતી સુધા બહેને આંખો ના ખૂણા સાડીના છેડે થી સાફ કરતા કહ્યું આ જોઈ અનંત અને અનન્યા સુધા બહેનને વહાલથી ભેટી પડ્યા.
ચાલો તમે બેસો થાકી ને આવ્યા હશો? હું તમારી બન્ને માટે નાસ્તો લઈને આવું કહેતા સુધા બહેન કિચન માં જતા રહ્યા
એકલા પડતા જ અનન્યા એ અનંત ને પુછ્યું શું કરતો હતો, તને શાનો આટલો બધો ગુસ્સો આવ્યો કે તે કપ તોડી ને હાથ લોહીલુહાણ કર્યો, તને કઈ વધુ ઈજા થઈ હોત તો? સાચું બોલ. સાચું કહું હું તને જોઈ રહ્યો હતો તને અને કાવ્ય ને હસીને વાત કરતા જોઈ ન જાણે મને શું થયું ,પણ હા મને તુ એ કાવ્ય સાથે ફરે તે બિલકુલ પસંદ નથી અનંતે ગુસ્સા માં કહ્યું ,તને પસંદ હોય કે ન હોય કાવ્ય મારો ફ્રેન્ડ છે અને હું તારા લીધે એની સાથે ફ્રેન્ડશીપ નહીં તોડુ જ્યારે તુ મને એકલી મુકી ને પેલી ચાંપલી કુંજલ સાથે ફરતો હતો ત્યારે કાવ્ય એજ મારો ફ્રેન્ડ બની મને સહારો આપ્યો ને મારી એકલતા દૂર કરી. આટલુ કહી અનન્યા ગુસ્સામાં ત્યાંથી જતી રહી.

બીજા દિવસે સવારે અનન્યા કોલેજ જવા ઘરની બહાર નીકળી તો જોયુ કે અનંત બાઈક લઈ ને બહાર જ ઊભો હતો,તેને જોઈ અનુ એ કહ્યું અરે તુ હજુ કોલેજ નથી ગયો?
રોજ તો વહેલો નીકળી જાય છે,હા આજે તારી રાહ જોઈને
ઊભો હતો ચાલ બેસીજા અનંતે બાઈક ચાલુ કરતા કહ્યું.
તુ જા હું મારી જાતે આવી જઇશ અને તારી પેલી કુંજલ મને ને તને સાથે જોશે તો એને નહીં ગમે અનુ આટલુ કહીં સ્કુટી ચાલુ કરવા ગઈ ,પણ આ શું સ્કુટી નું પાછળના ટાયર માં તો પંક્ચર હતું, આ જોઈ અનંત કહ્યું ગઈ કાલે તે મારી હેલ્પ કરી હતી આજે મારો વારો ચાલ બેસ,અનુ બાઇક ઉપર બેઠી એટલે અનંત મન માં મલકાઈ ને બોલ્યો સારુ થયુ કે મે ટાયર માંથી હવા કાઢી નાખી નઈ તો આ અનુ મારી સાથે આવવા ક્યારેય તૈયાર ન હોત, વાક એનો નથી ભુલ મારી જ છે મે એની સાથે બહુજ ગેરવર્તન કર્યુ ,એને એકલી પાડી જ્યારે એને મારી જરુર હતી.

થોડીવાર માં બન્ને કોલેજ પહોંચ્યા તો જોયુ કે કુંજલ અનંત ની રાહ જોઈ ગેટ પાસે જ ઉભી હતી,બન્ને ને સાથે જોઈ ને તેના ચહેરા ના ભાવ બદલાઈ ગયા. તેણે અનંત ની પાસે જઈ ને પુછ્યુ અનંત તને વધારે વાગ્યું તો નથી ને?તારો હાથ બતાવ તને ખબર છે હું કેટલી ટેન્શન માં આવી ગઈ હતી,આખી રાત સૂતી નથી અને તુ મારા ફોન રિસીવ કેમ નથી કરતો? મે કેટલા બધા મેસેજ કર્યા બટ તે એક પણ નો રિપ્લાઈ ન આપ્યો.

કુંજલ ને જોઈ અનંત ને ગઈ કાલ નુ એ દ્રશ્ય યાદ આવ્યુ જયારે તેણે કુંજલ નો સ્કાફ હાથમાં લીધો એને તે ગુસ્સે થઈ જ્યારે અનન્યા એ પોતાનો દુપટ્ટો ફાડી ને તેને પટ્ટી બાધી હતી,આ બધુ વિચારતા અનંત ને એ પણ ખ્યાલ ન હતો કે કુંજલ તેની સાથે વાત કરે છે ,તેને કંઇક પૂછે છે.

કુંજલે ફરી વાર કહ્યું અનંત અનંત હું તારી સાથે જ વાત કરું છુ.અનંત બેફિકરાઈ થી એની વાત નો જવાબ આપ્યા વગર અનન્યાનો હાથ પકડી ત્યા થી જતો રહ્યો.હવે અનંત ને સમજાય ગયુ હતું કે તે કેટલી મોટી ભુલ કરી રહ્યો હતો તે, હવે તેને સમજાયું કે કુંજલ અને અનન્યામાં કેટલો ફર્ક છે...

(ક્રમશ)

તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી? અનંત અને અનન્યા ને એકબીજા સાથે લાગણીઓ છે પણ એ વ્યક્ત કેવી રીતે કરશે?

તો મને વાર્તા આગળ વધારવા તમારો કિંમતી અભિપ્રાય જરુર જણાવજો🙏🙏🙏