સ્નેહ નું સગપણ - 2 bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહ નું સગપણ - 2

આ તરફ અનંત આ બધી વાત થી અજાણ પોતાની દુનિયા માં મસ્ત,એણે કયારેય અનન્યા માટે ફ્રેન્ડ થી વધુ વિચાર્યું જ નહોતું.

જોતજોતામાં કોલેજમાં એક વર્ષ પૂરું થયું, ને નવા વર્ષ માં કુંજલ નામ ની એક નવી સ્ટુડન્ટે કોલેજમાં પ્રવેશ કર્યો, કુંજલ એટલી સુંદર હતી કે કોઈ પણ તેને એકવાર જોઈ લે એટલે તેનાં ઉપર થી નજર ન હટાવી શકે. આખાં કોલેજ ના છોકરા કુંજલ ઉપર લટ્ટુ થઈ ગયા, એમાં થી એક અનંત પણ હતો, તે આખો દિવસ કુંજલ ના વખાણ કરતા ન થાકે, અને એ સાંભળી ને અનન્યા ને અંદર થી

ઘણું દુખ થાય, છતાંય તેણે કયારેય અનંત ને પોતાના મન ની વાત કહેવાની હિંમત ન કરી .

આ તરફ અનંત અને કુંજલ સારાં ફ્રેન્ડ બની ગયા, કુંજલ અને અનંત ને સાથે ફરતા જોઈ આખાં કોલેજ ના છોકરા તેમની ઈર્ષા કરતા.કુંજલ જેટલી બ્યુટીફૂલ હતી અનંત પણ એટલો જ હેન્ડસમ યુવાન હતો, એકવાર વેલેન્ટાઈન ડે ને દિવસે અંનતે કુંજલ ને પ્રપોઝ કરી, કુંજલ તો જાણે એની જ રાહ જોઈ રહીં હતી,એણે તરત જ પ્રપોઝલ એક્સેપ્ટ કરી લીધું, આ તરફ અનન્યા સવાર થી ખુશ હતી કે વેલેન્ટાઇન ડે છે તો આજે અનંત ને પોતાના મન ની વાત કરી દેશે. પણ આજે અનંત સમય કરતા વહેલો કોલેજ જવા નીકળી ગયો હતો, એટલે અનન્યા એ વિચાર્યું કે કોલેજમાં જ અંનતને પ્રપોઝ કરશે, પણ જયારે તે કોલેજમાં પહોંચી, તો બધા ફ્રેન્ડસ મળી ને,અનંત અને કુંજલ ને કોંગ્રેચ્યુલેશન્સ કહીં રહ્યા હતા,અને અંનતે કુંજલ ને ઉંચકી લીધી હતી,આ બધું જોઈ ને અનન્યા ની આંખો માં આંસુ આવી ગયાં, તે તરત જ ઘરે જતી રહીં અને પોતાના બેડરૂમમાં જઈ ને ખૂબ રડી.

હવે ધીમે ધીમે અનન્યા અનંત થી દૂર રહેવા લાગી, કામ વગર અનંત ને મળવાનું પણ ટાળતી,અનંત ને જયારે જરૂર પડે અનન્યા પાસે દોડી જતો પણ હવે અનન્યા તેને કહેતી કે પોતાની પ્રોબ્લેમ જાતે સોલ્વ કર,અને તેની હેલ્પ કરવાની ના પાડી દેતી, હવે અનંત ને પણ અનન્યા ની કમી સાલતી, તેને લાગતું કે તેનાથી કઈક છૂટી રહ્યુ છે.પણ તેને સમજાવી નહોતી પડતી કે શું કામ આવું થાય છે.

એકવાર અનંત તે કોલેજમાં પહોંચી ને જોયું કે અનન્યા એક કાવ્ય નામ ના છોકરા સાથે ખૂબ હંસી હસીને વાતો કરતી હતી. આ જોઈ અનંત ને થોડી જલન થઈ ગઈ.

તેણે જયારે સાંજે કોલેજમાં થી ઘરે આવવા નીકળ્યા ત્યારે અનન્યા ને એક તરફ બોલાવી ને કહ્યું કે તું આજે

આ કાવ્ય સાથે કેમ આટલી બધી હસીને વાત કરતી હતી?

અને ગુસ્સામાં કહ્યું તું ફક્ત મારી બેસ્ટ ફ્રેન્ડ છે ઓકે.

આ સાંભળી અનન્યા હસી પડી અને કહ્યું કેમ હું કોઈ સાથે વાત પણ ન કરી શકું? તું કુંજલ સાથે આખો દિવસ હોય છે તો મેં કયારેય વાંધો નથી ઉઠાવ્યો? તું તારી લાઈફમાં ખુશ છે તોં મને કોઈ પ્રોબ્લેમ નથી અને હું પણ ખુશ રહું એમાં તને પણ કોઈ વાંધો ન હોવો જોઈએ.

અનન્યા ની આ વાત સાંભળી ને અનંત ને ગુસ્સો આવ્યો

પછી વિચાર્યું કે અનુ ની વાત તો સાચી છે. હું કુંજલ સાથે એટલો મશગુલ હતો કે અનન્યા મારી બેસ્ટ ફ્રેન્ડ છે એતો

ભુલી જ ગયો અને ભણવામાં પણ ધ્યાન નથી આપતો.

હવે રોજ કોલેજમાં અનંત નું ધ્યાન ફક્ત અનન્યા ઉપર જ રહેતું,તે કાવ્ય સાથે કોલેજમાં ફરે, હસીને વાતો કરે તે અનંત ને બિલકુલ ન ગમતું, એક વાર કેન્ટીનમાં અનંત કુંજલ સાથે બેસીને કોફી પી રહ્યો હતો અને અચાનક અનન્યા કાવ્ય ની સાથે આવી,ને સામે ના ટેબલ ઉપર બન્ને ગોઠવાયાં, બન્ને એ નાસ્તા નો ઓર્ડર આપ્યો અને પછી વાતો કરતા હતા, અનંત ની નજર એકધારી અનન્યા પર જ હતી, એ બન્ને ને હસી હસીને વાત કરતાં જોઈ ને અનંત ને એટલો ગુસ્સો આવ્યો કે એનાં હાથમાં રહેલો કોફી નો કપ ટૂટી ગયો અને તેનાં હાથમાં થી લોહી નીકળવા

લાગ્યું, આ જોઈ કુંજલ ગભરાઈ ગઈ ને જોર થી ચીસ પાડી દીધી, એટલે અનન્યા, કાવ્ય ને કેન્ટીનમાં હતા તે બધા તેઓની આસપાસ ભેગા થઈ ગયા. અનંત ને અચાનક ભાન થયું ત્યારે તેણે એકદમ કુંજલ નો સ્કાફ લઈને ને પોતાના હાથમાં લપેટવા લાગ્યો, આ જોઈ કુંજલે ગુસ્સામાં સ્કાફ ખેંચતા બોલી આ શું કરે છે? તને ખબર નથી પડતી આ કેટલો મોંધો સ્કાફ છે ખરાબ થઈ જશે તો?

આ બધાંની વચ્ચે અનંત ને ખબર પણ ના પડી કે કયારે અનન્યા એ પોતાનો દૂપટ્ટો ફાડી ને અનંત ના હાથમાં લપેટી દીધો. ખબર નથી પડતી તને આ શું કર્યું, તારું ધ્યાન ક્યા છે?, વધુ ઈજા થઈ હોત તો ચાલ હવે ફટાફટ ડોક્ટર પાસે જઈએ એમ બબડતી અનંત ને ખેંચી ને કોલેજ નાં પાર્કીંગમાં પોતાની સ્કુટી પાસે લઈ આવી અને કહ્યું બેસ હવે,ગાડી શરૂ કરી દવાખાને લઈને ડ્રેસીંગ કરાવ્યું દવા લીધી અને ઘેર લઈને આવી.

(ક્રમશ)