અતૂટ બંધન Urvashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતૂટ બંધન

મૌન ધારણ કરીને એ ઘરના ટેરેસ પર એકલો બેઠો આંખનો પલકારો માર્યા વગર એ આકાશમાં જોઈ રહ્યો હતો. જાણે હમણાં જ એના આંસુ સુકાયા હોય એવો ચહેરો લાગતો હતો. આંખો પણ સતત રડવાના કારણે સુજી ગઈ હતી.

"દિપ……! દિપ……!" બુમો પાડતી એની મમ્મી ત્યાં આવી પહોંચી. એના માથા પર હાથ ફેરવવા લાગી. થોડીવાર તો જાણે એને કંઈ જ ખબર ન હોય એમ સ્તબ્ધ બની રહ્યો. એણે ગળે આવેલા ડુમાને ભીંસી રાખ્યો હતો પણ એની આવી હાલત જોઈને એની મમ્મીથી ન રહેવાયું ને એની આંખોમાંથી પણ આંસુ સરવા લાગ્યાં. એ આંસુનો સ્પર્શ એના હાથ પર થતા જ જાણે એનામાં રહેલી અંતરવેદના સળવળી ને એની મમ્મીને ગળે લાગીને જોર - જોરથી ડૂસકાં ભરતો રડવા લાગ્યો. એની મમ્મી એને ચૂપ કરવાના પ્રયાસ કરતી રહી પણ એનું રુદન બંધ ન થયું.

એની મમ્મીની આજીજી સાંભળીને એ ટેરેશ પરથી આવી જમવા બેઠો પણ એ જમી ન શક્યો ને ઊભો થઈને બીજા રૂમમાં ચાલ્યો ગયો પણ હમણાં એને કાંઈ કેહવું એ લોકોએ યોગ્ય ન સમજ્યું. ઘરના અન્ય સદસ્ય પણ ખૂબ દુઃખી નજરે પડતાં હતાં.

આ કપરા સમયમાં સતત એની પડખે કોઈ ઉભું રહ્યું તો એ એની મમ્મી હતી. જો કે, વાસ્તવિક પરિસ્થિતિ ઘરના બધા સભ્યો જાણકાર હતાં. એ જમ્યો નહોતો એટલે એની મમ્મીને ચેન નહોતું પડતું. એના રૂમમાં જઈને એની મમ્મીએ જોયું તો એ ફોનમાં યામિનીનો ફોટો જોઈ રહ્યો હતો.

"બેટા! જે થવાનું હતું એ થઈ ગયું! હવે એ પાછી આવી શકવાની નથી. તો તું એ વાતને સ્વીકારી લે." મમ્મીની આ વાતથી જાણે એને કોઈ જ ફરક પડ્યો ન હોય એમ ફોટાને એકધારો જોઈ રહ્યો.

"તું જમી લે! તારા ના જમવાથી એ પાછી નહિ આવી જાય." એના માથે હાથ મુકતા એની મમ્મી બોલી.

"મમ્મી તું જાણે છે કે, યામિની અને મેં કેટલાં સપના જોયા હતાં, અમે સાથે આજીવન સાથે રહેવાના વચનો આપ્યા હતાં તો એ રીતે કેમ ચાલી ગઈ. મારે એના વગર જીવવું જ નથી." એમ કહીને એ જાણે સાવ તૂટી ગયો હોય એ રીતે રડવા લાગ્યો.

યામિની અને દિપની મુલાકત કોલેજમાં થયેલી ત્યારે બંનેને ખબર પડી કે એ લોકોના ઘર થોડાં - થોડાં અંતરે જ આવેલાં છે. ત્યારબાદ બંને સારા મિત્રો બન્યા. જેમ સમય પસાર થવા લાગ્યો એ બંનેની લાગણીઓ, સપનાં એકમેક માટે ગૂંથાઈ ગયા.

બંને સાથે ફરવા જતાં, સમય પસાર કરતાં, એ રીતે ત્રણ વર્ષ વીતી ગયાં. બંને હવે લગ્નના સપનાં જોઈ રહ્યાં હતાં. બંનેના પરિવારને પણ આ વાત,સંબંધથી કોઈ વાંધો નહોતો. આ કારણથી બંનેની ખુશી બમણી થઈ ગઈ હતી ને કોઈપણ જાતની રોકટોક વિના બંને આઝાદ પંછીની જેમ હાથમાં હાથ રાખીને સફર કરી રહયાં હતાં ને નવા સપનાં જોઇ રહયાં હતા.

અચાનક દિપના પરિવારને થોડાં દિવસો માટે ગામડે જવાનું થયું. ત્યારે યામિનીના ઘરએ ફોન કરીને દિપના પરિવારને જણાવ્યું કે યામિનીની તબિયત બહુ ખરાબ છે ને એ બે દિવસથી હોસ્પિટલમાં છે. "તમને તકલીફ નહોતી આપવી માટે ફોન નહોતો કર્યો. પણ હવે તબિયત………!"

આ વાતની જાણ દિપને થતાં એ એકક્ષણની પણ રાહ જોયાં વગર એની પાસે જવા નીકળી પડ્યો. એ યામિની પાસે હોસ્પિટલમાં પહોંચ્યો. એની હાલત જોઈને એ ભાંગી પડ્યો પણ યામિની હિંમત ન હારે માટે " તને યાદ છે ને ! આપણે શું નક્કી કર્યું હતું ! જલદી સારી થઈ જા!" દિપના મોંઢે આવું સાંભળીને એના ચહેરા પર હળવું સ્મિત ફરી વળ્યું.

દિપ એની પાસે જ રહ્યો. એનું ખૂબ ધ્યાન રાખ્યું. બંનેએ ખૂબ વાતો કરી અને સાથે સમય પસાર કર્યો. દિપ અને એનો પરિવાર પૂરતો પ્રયત્ન કરતાં હતાં કે એની તબિયતમાં સુધાર આવે પણ એની તબિયત વધારે ખરાબ થતી ગઈ. રાત્રિનો સમય હતો એને સૂતી જોઈ દિપની આંખ બંધ થઈ. જેવી સવાર થઈ કે દિપ એને બોલાવતો રહયો ઉઠાડતો રહયો પણ એ ન ઊઠી એ ચિરનિંદ્રામાં પોઢી ગઈ હતી.

"યામીની……! યામિની……!" ની બુમો સાંભળીને એનો પરિવાર એ રૂમમાં આવી પહોંચ્યો. જોયું તો યામિની………!!

આ આઘાતથી દિપને ખૂબ ઠેસ પહોંચી હતી. એની મમ્મીના સતત સમજાવવા છતાં એ કંઈ માનવા રાજી નહોતો. એણે બે દિવસથી જમ્યો નહોતો. એનો ચહેરો મુરજાઈ ગયો હતો. આંખો સુજી ગઈ હતી.

એનો જેટલો સમય હશે એ સમાપ્ત થયો પણ તારે એની યાદો સાથે જીવવાનું છે. તું અમારું એકનું એક સંતાન છે તને આમ દુઃખી કે તૂટતા અમે ન જોઈ શકીએ. મારી વાત માની જા ને એને વાસ્તવિકતા સ્વીકારી લે. હું તને એમ નથી કેહતી કે, 'તું એને ભૂલી જા.' પણ મને સમજવાની એકવાર કોશિશ કરી. આવી ઘટના જીવનમાં બને ત્યારે બધા જ આમ હાર માની જાય તો તું જ વિચાર કેમ કરીને ચાલે……!"
મમ્મીની સતત આવી હકારાત્મક વાતોથી દિપ ઘરમાં બધા સાથે થોડી વાતચીત કરતાં થયો. થોડાં દિવસો બાદ બહાર નીકળતા થયો પણ એ પેહલાં વાળો દિપ નહોતો રહયો. એ દિપ ખોવાઈ ગયો હતો. જેમ દિવસો પસાર થવા લાગ્યાં એ એને વધુ ને વધુ યાદ કરતો. એવામાં જ યામિનીનો જન્મદિવસ આવ્યો એ જ દિવસે એ યામિનીનો સુંદર ફોટો મોટી ફ્રેમમાં મઢાવીને લાવ્યો ને ઘરના બધા સદસ્યોની હાજરીમાં ઘરના ડ્રોઈંગ રૂમની દીવાલ પર લગાવ્યો.

"કોઈપણ સંજોગોમાં યામિનીના ફોટાને કોઈ અહીંથી હટાવે નહીં અને હું જીવું ત્યાં સુધી તો નહીં જ બીજી વાત કે, એ મારી સાથે જ છે એટલે કોઈ માળા એના ફોટા પર લગાવવી નહીં. એટલું કહી એ ફોટા સામે જોઈ રહ્યો જાણે યામિની એની સામે જ હોય.

આ મારી આંખો સમક્ષ મિત્ર સાથે બનેલી સત્યઘટના છે.
✍……ઉર્વશી. "આભા"