jajbaat no jugar - 13 books and stories free download online pdf in Gujarati

જજ્બાત નો જુગાર - 13

ખાવામાં કોઈક ઝહેર ભેળવી દેય તો તેનું solution હોય છે,
પણ કાનમાં કોઈક ઝહેર ભેળવી દેયને તો તેનું solution નથી હોતું...
આ મમતાબેન પણ પ્રકાશભાઈને કંઈક કાન ભંભેરણી કરી લાગે છે. આવો પક્ષપાત ભર્યા વિવાદ ઘરમાં ક્યારેય થયાં જ નથી. છોકરાઓનું ફક્ત માઁ ના કહેવું સ્વાભાવિક હતું. હજુ તો માત્ર ને માત્ર ચાર પાંચ મહિના થયા હતા ત્યાં બાળકોને આવી બાબતે ધમકાવવા અયોગ્ય કહેવાય. માઁ કોઈ શબ્દ નથી. માઁ તો હૂંફનો દરિયો હોય છે, અને જ્યાં હૂંફ મળ્યા વગર તો માત્ર શબ્દ જ છે. માઁ માટે તો આ ધરા કાગળ હોય ને સાગર શાહી, ને કલ્પતરુ નું વૃક્ષ કલમ હોય તોપણ શબ્દો થી માઁ નું વર્ણન ન થઈ શકે.
પ્રકાશભાઈએ ફક્ત મમતાબેનની વાત ન માનવી જોઈએ. છોકરાઓને પણ ન્યાય આપવો જોઈએ. કંઈક તો કારણ હશે કે છોકરાઓ મમતાબેનને માઁ નો દરજ્જો નહીં આપી શક્યા હોય. પ્રવિણભાઈ થોડીવાર તો વિચાર માં પડી ગયા કે પ્રકાશભાઈનું આવું વર્તન આજ પહેલા ક્યારેય જોયું નથી. કંઈક તો ખીચડી રંધાઈ રહી છે.
કરશનભાઈએ વિષાદભાવે ધમકી ભર્યા સ્વરે છોકરાઓને કહ્યું છેલ્લીવાર પૂછું છું કહેશો...? મમતાબેનને માઁ એને ખુદને પણ સમજાતું ન હતું કે તે શું કરી રહ્યા છે. કેયુર તો પહેલેથી જ હકારાત્મક અભિગમ આપ્યો હતો. એ કંઈ જ ન બોલી શક્યો. હવે કલ્પનાની ધીરજ ખૂટી ગઈ હતી. છતાં મૌન માં ઘણું દબાવી રાખ્યું હતું. મૌનમાં ઘણી તાકાત હોય છે. પણ તેમણે મૌન રહેવાનું પસંદ કર્યું. કલ્પનાના માનસપટલ પરથી રેખાબેન ક્યારેય દુર થયા જ ન હતા.
કર્મ ની કઠણાઈ અને નસીબને શા માટે દોષ આપવો. ઈશ્વરે આપેલું જીવન મોતથી શા માટે માપવું
સમજદાર માણસે પક્ષપાત કરવા નથી હોતા પરંતુ લાગણીઓને પરાણે હડસેલો મારવો પડતો હોય છે કદાચ આવું જ થયું હશે પ્રકાશભાઈને પણ,
પણ પ્રકાશભાઈની એક વાત દિલને સ્પર્શી જાય એવી હતી. કોઈ વિધવા સ્ત્રી જેમ પોતાનો પતિ અવસાન પામ્યા પછી રીતરિવાજો પ્રમાણે કાળા કપડાં કે સફેદ કપડાં જ પહેરે છે. તેવી રીતે પ્રકાશભાઈ વિધુર થયા પછી ક્યારેય રંગીન કપડાં પહેર્યા ન હતાં. ફક્ત સફેદ કપડાં જ પહેરતા.
આપણા અંગત જ ક્યારેક સંગાથ છોડી દે ત્યારે વેદના નાં વાદળો ઘેરાતાં હોય છે.
પછી નાં દિવસે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. આગોતરી જાણકારી વગર જ અચાનક જ મહેમાનોનું આગમન થયું, એ કેયુરને જોવા આવેલા. મહેમાનો નું આગમન થતાં જ ગમગીન વાતાવરણ અચાનક જ હવાની લહેરખી આવે ને ખુશનુમા વાતાવરણમાં ફેરવાઈ જાય એમ બધાં બદલાઈ ને ખુશ હોય તેવા મુખૌટા પહેરી લીધાં પોતાના થી જ પોતે.....
કેયુર નાં સગાઈ લગભગ ફિક્સ જેવું જ હતું. તે ખૂબ જ શાંત અને નીખાલસ સ્વભાવનો હતો. ફ્રેન્ડ સર્કલ બહુ જ ઓછું હતું. થોડા મિત્રો છે પણ પ્રકાશભાઈથી ડરતો હોવાથી ન તો ફ્રેન્ડ ઘરે આવે કે ન ફ્રેન્ડને ઘરે જાય.
કેયુરની સગાઈ ફિક્સ થઈ તે છોકરી ગામડે રહેતી તો દુવિધા એ હતી કે તેને ગામડે જોવા જવાનું હતું. કેયુર ગામડે જાય તો સાથે કોને લઈ જાય. પ્રકાશભાઈએ મિત્રની જગ્યાએ પ્રવિણભાઈને લઇ જવાનું કહ્યું. પ્રકાશભાઈની વાતનો આજ દિવસ સુધી કોઈએ વિરોધ કર્યો જ નહોતો. એટલે પ્રકાશભાઈનો આ જબરદસ્તી થોપેલો નિર્ણયને બધાં એ માથે ચડાવવા સીવાય કોઈ ઉપાય ન હતો. આવી જ રીતે ઘણાં નાના મોટા નિર્ણયોને ઘરના બધા સભ્યો સ્વિકારી લેતાં.
આખરે કેયુર અને પ્રવિણભાઈ બંનેનું ગામડે જવાનું નક્કી થયું. ગામડે જઈ છોકરી જોઈ, કેયુરને ગમી પણ ગઈ. પણ શું પ્રેમની કોઈ કિંમત જ નથી હોતી. પ્રેમને કોઈ પ્રાધાન્ય કેમ નથી આપતું. શું પ્રેમ કોઈ આભડછેટ છે...? પ્રેમ કરે તો બધાં છે, પણ પ્રેમની વાતો સાંભળવા માં પણ બધાંને ખૂબ રુચી હોય છે. પણ પ્રેમને કંઈક અલગ જ નજરે જોવામાં આવે છે આપણાં સમાજમાં શામાટે...!?
કલ્પના આ વાત થી બીલકુલ રાજી નહોતી એક વખત કેયુરની મરજી પણ તો પુછવી જોઈએ. હવે આરતીના લગ્ન વિશે પણ પ્રકાશભાઈ વિચાર વિમર્શ કરશે એવું આરતીને લાગતું હતું. આ તર્ક વિતર્કની દુનિયામાં ઓજસના બિંદુ થી ખોબા નથી ભરાતાં....
કેયુરે હાં પડી કે તુરત જ શોપિંગ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું. ન તો કન્યાની મનપસંદગી પૂછાય ન તો કેયુરની અને બધું જ ફિક્સ થઈ ગયું. ગામડે જઈને કન્યાને રીતરિવાજો પ્રમાણે ફક્ત જલ આપવાનું નક્કી કર્યું. હવે ચર્ચા એ હતી કે ગામડે કોને લઈ જવા ને કોને ન લઈ જવા.... મુખ્યત્વે ઘરના બધા જ નિર્ણયો હંમેશની જેમ પ્રકાશભાઈ લેતાં આ વખતે પણ તેના જ નિર્ણયને શિરોમાન્ય રાખવાનો હતો. આ વાત ઘરના ઘણા લોકોને ખૂંસતી પણ કોઈ સામે બોલવાની હિંમત ન હતી. આખરે નક્કી થયેલ સમય અને સભ્યોએ જ ગામડે જવાનું હતું. જેમ સભ્યો વધારે તેમ વિવાદ પણ વધારે જ હોય.
આ બધાની વચ્ચે બધાંને અપેક્ષા તો વિસરાઈ ગઈ હતી. છતાં કલ્પનાના હૈયે હરખની સાથે વચ્ચે વચ્ચે ક્યારેક ઘડિયાળની ટીકટીકની જેમ ટકોર કરતી હતી.
આખરે નિર્ધારિત સમયે ગામડે જવા માટે તૈયાર થયેલા લોકો નિકળતા જ હતાં ત્યાં તો આરતી અચાનક જ આવી ને ઉભી રહી ને મનમાં વંટોળો આવ્યો હોય એમ બોલવાની ઈચ્છા થઈ ઉઠી કે શુ ક્યારેય કોઈ જાણવાની કોશિશ કરી છે. મારે પણ આવવું છે શું મને હરખ નહીં હોય કે હું પણ મારા મોટાભાઈના જલ માં હાજરી આપું આવું વિચારતા વિચારતા જ ચક્કર આવ્યા ને પડી ગઈ....



શું આરતી પણ ગામ જશે કે.....?
કેયુરને ફરી સાથે લઇ જશે...?
શું કલ્પના આ ફેંસલો સ્વીકારવાનો ઈનકાર કરશે....?
શું થયું હશે આરતીને....જાણો આવતા અંકે....


ક્રમશઃ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED