Broken shoes books and stories free download online pdf in Gujarati

તૂટેલું ચંપલ

કેટકેટલીય મૂંઝવણો અને રાતોની રાતો ના ઉચાટ થી પ્રકાશભાઈ ત્રાસી ગયા હતા. lockdown ક્યારનું એ ભલે પત્યુ હોય પણ તેમની જિંદગી નું lockdown હજુએ પત્યું ન હતું. પહેલા નોકરી ગઈ અને પછી ઘરની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી બની ગઈ હતી. દુકાળમાં અધિક માસ ની જેમ જિંદગી રોજેરોજ નવી ઉપાધિઓ લઈને આવતી હતી. બાકી રહી ગયું હતું કે કોરોના થયો અને શરીરનું જોમ પણ લઈ ગયું...! તે પછી તેમની માનસિક હાલત સાવ કથળવા લાગી હતી. જીવનના બધા જ જૉશ પણ ધીરે ધીરે ઓસરવા લાગ્યા હતા.
વ્યાજે લીધેલા પૈસાની રોજ આવતી ઉઘરાણીઓ, છેલ્લા છ માસનો બાકી ઘરભાડુ અને હવે મકાનમાલિકને રોજે રોજ ઘર ખાલી કરાવવાની ધમકીઓ વિરાટની સ્કૂલની ફી...... અરે હવે તો ઘર ચલાવવાના સાંસા પડવા લાગ્યા હતા. રક્ષિતા બિચારી ઘરકામ કરીને મદદ કરવા મહેનત કરી રહી હતી. એના પિયર માં થોડું સુખ હતું પણ રક્ષિતા મારા જીવતેજીવત ક્યારે પિયર નહી જાય.....! પોતે એમની પાસેથી પહેલા પણ મદદ લઈ ચૂક્યો હતો એટલે હવે હાથ લંબાવે શરમ આવતી હતી. જીવનના બધા રસ્તાઓ ધીરે ધીરે બંધ થઈ રહ્યા હોય તેમ પ્રકાશભાઈ એની માનસિક હાલત ધીરે ધીરે બગડી રહી હતી.
એક દિવસ આખરે થાકીને પ્રકાશભાઈ છેલ્લો નિર્ણય કરીને ઘરની બહાર પગ મૂક્યો. 'ક્યાં જાવ છો ?' રક્ષિતા એમને કંઈ કીધા વિના બહાર જતા જોઈ ઉંબરે આવીને બોલી. "આતો ચંપલ તૂટી ગયું છે જરા સંધાવિ લાવું....!! અને નોકરી માટે તપાસ કરી આવું...!!" નજર મિલાવ્યા વિના પ્રકાશભાઈ રક્ષિતા તરફ પીઠ ફેરવીને ચાલ્યા ગયા.
પ્રકાશભાઈ શહેરના ધમધમતા વાતાવરણમાં દરરોજ કોઈ કામ માટે નીકળતા..... કોઈક દિવસ સારો હોય તો કોઈક દિવસ મજૂરી મળતી નહીં તો નદી કિનારે બેસીને ખારી સીંગ ખાઈ અને પાણી પી લેતાં. આજે પણ એમને ખારી શીંગનું પડીકું લીધું અને ધીરે ધીરે એક પછી એક સીંગદાણાને સાવ ખાલી પેટમાં પધરાવ્યા...!!! ક્યારેક પેટ દુઃખી હતું પણ એ દુઃખ જિંદગીના દુઃખોના પહાડથી સામે તો સામાન્ય હતું. પડીકુ ખાલી થયું અને તેના ફોતરા નીચે રહેલા અને જુના છાપા માં એક ન્યૂઝ પર ફરવા લાગી. " આર્થિક તંગીથી કંટાળીને એક આધેડે નદીમાં કરી આત્મહત્યા....!!" પ્રકાશભાઈ ની નજર થોડીવાર તેમાં ચોટી અને પછી નદીના વહેતા પાણી તરફ જોઈ લીધું.
એક ઊંડો શ્વાસ લઈને તે કાગળના ડૂચા ને મુઠ્ઠીમાં બંધ કરી નદીના પુલ તરફ આગળ વધ્યા. જ્યારે તે પુલની બરાબર મધ્યમાં આવ્યા ત્યારે નીચે ઊછળતાં પાણી તરફ દ્રષ્ટિ કરે અને જિંદગીની અનેક નિરાશાના વમળો નીચેના પાણીમાં દેખાવા લાગ્યા. "આ વમળો મારી બધી સમસ્યાઓનો અંત છે, હારી ગયો છું હવે નહિ જીવાય...!!"
હૃદય નો વિલાપ અને આંખોના વહેતા આંસુ પ્રકાશભાઈ ની જીવવાની ઈચ્છા ને ધુંધળી બનાવી રહ્યા હતા. પુલ પર પોતાના બંને હાથ ની હથેળી દબાવી અને કૂદી પડવા મન મક્કમ બનાવ્યું...!! પુલ પર બધા પોત પોતાની જીંદગીમાં વ્યસ્ત હતા... તેમની આંખો મીચી અંદરથી એક ઊંડા વલોપાત ઉઠ્યો... ભગવાન પાસે મનોમન માફી માંગી... હાથમાં કોકડું વળી ગયેલા કાગળ ની અંદર આવતીકાલે પોતાની તસવીર છપાશે એવું પણ દેખાઈ ગયું...!! છેલ્લે છેલ્લે વિરાટ અને રક્ષિતા નો ચહેરો નજર સામે દેખાયો...!!
જ્યાં મન જ હારી ગયું હોય ત્યાં આશાના કિરણો પણ અંધકાર મય લાગતા હોય છે. એમ પ્રકાશભાઈ ની સામે ઘોર અંધકાર જ બચ્યો હતો. રક્ષિતાનો કાયમનો સાથ છોડીને અને વિરાટને અનાથ મૂકીને તેમની આત્મહત્યા કરવાનું નક્કી જ કરી લીધું.. એક પગ ઊંચો કર્યો અને કેડ જેટલી ઊંચી પુલની પાળી પર મુક્યો..!! મોત સામે છેલ્લી છલાંગ કરવાની ઘડી આવી પહોંચી હતી...!!
ત્યાં જ એક...નાનો છોકરો અચાનક જ પ્રકાશભાઈ ની સામે આવ્યો અને બોલ્યો...!! ' અંકલ, તમારું ચંપલ તૂટી ગયું છે ... લાવો સાંધી આપું...?' અને એકાએક પ્રકાશભાઈ ઘોર અંધકારમાંથી બહાર આવ્યા...!! પગ નીચે કર્યો.... સામે વિરાટ જેવડા જ છોકરાને ઊભેલો જોઈ તે રડી પડ્યા...!!
'કેમ રડો છો અંકલ ?'
' મારી પાસે પૈસા નથી...!!' પ્રકાશભાઈ આટલું જ બોલી શક્યા અને હિંબકા ભરાઈ ગયા.
' અરે, એમાં શું ? પૈસા પછી આપજો પણ આમ તૂટેલું ચપ્પલ થોડું પેહરાય....લાવો ....લાવો.....!!!' તેના શબ્દોમાં તાજગી હતી. પણ તું " મને ક્યાં ઓળખે છે ? અને તારા પૈસા હું તને ક્યારે આપીશ એ પણ ખબર નથી." પ્રકાશભાઈ તેની સાથે વાતો કરતા થોડા સ્વસ્થ બન્યા. ' અરે અંકલ તમે ટેન્શન બહુ લો છો.... મારી ફી કંઇ લાખો માં થોડી છે કે તમે નહીં આપો તો હું મરી જઈશ? આ તમારું ચપ્પલ સારું રહેશે તો તમે મને યાદ તો કરશોને આટલું ઘણું છે...!! લો જુનું ચંપલ પહેરો અને તમારું ચપ્પલ લાવો. તેને એક તૂટેલું ચપ્પલ પ્રકાશભાઈને આપ્યું અને એક પરાણે પ્રકાશભાઈના પગનું ચપ્પલ લઇ તેના કામે વળગી ગયો.
પ્રકાશભાઈ ત્યાં જ તેની સામે બેસી ગયા તે સારી રીતે કામ કરી રહ્યો હતો. પ્રકાશભાઈ થોડી સેકંડ પહેલા ના ભૂતકાળમાં ગયા અને પોતે ખરેખર શું કરવા જઈ રહ્યા હતા તેનો ભાન થયું...!! હવે વિરાટ અને રક્ષિતા નો ચહેરો પણ સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. તે અત્યારે આ છોકરા ને કારણેજ આત્મહત્યાના માર્ગથી પાછા વળ્યા હતા. થોડીવારમાં જ તેને તેનું કામ પૂરું કર્યું, "લો અંકલ તમારું ચપ્પલ...!!!" હવે બે વર્ષ સુધી આ ચંપલ ને કઈ થાય તો મને કહેજો...!! તેને પ્રકાશભાઈના ચપ્પલ ને જ નહીં પણ તેમની જિંદગી ને સાંધી આપી હતી.
'વાહ, સરસ કર્યું છે તે...!! હવે કહે કે કેટલા થયા ?? પ્રકાશભાઇએ તેને ચમકતી આંખો માં જોઈ ને કહ્યું..
'અંકલ, તમારી પાસે પૈસા જ નથી તો મને શું આપશો?' તેના શબ્દોમાં મીઠાશ ની સાથે સચ્ચાઈ પણ રણકી રહી હતી.
'સારું, એટલું કહે કે તું ક્યાં મળીશ?'
આ પુલ પર સામે છેડે બેસું છું...!! તેને સહજ રીતે જવાબ આપ્યો.
સારું તો આ પુલ પર ફરી મળે ત્યારે કેટલા આપવાના થશે એ તો કહે...?? પ્રકાશભાઈ હવે સંપૂર્ણ સ્વસ્થ હતા.
તે થોડીવાર માટે પ્રકાશભાઈ ની આંખમાં રહસ્યમયી નજરે જોઇ રહ્યો અને પછી બોલ્યો, 'અંકલ, એક વાત કહું......ગમે તે થાય પણ આ રીતે આ પુલ પર બીજી વાર ના આવતા.... મારે બસ એટલું જ જોઈએ છે.....!!
પ્રકાશભાઈ તેના શબ્દોની અને તેની આંખોની ભાષા સમજી ચૂક્યા અને સાવ નિઃશબ્દ તેની સામે તાકી રહ્યા. તે તેની ઉંમર કરતાં વધુ સમજદાર હતો. તે ઊભો થયો અને તેને તેની વસ્તુઓ તેના થેલામાં ફરી ગોઠવવા માંડી. પ્રકાશભાઇએ તેમના પગમાં રહેલું પેલું તુટેલુ ચપ્પલ તેને પાછું આપ્યું અને પૂછ્યું, ' તુ સરસ ચપ્પલ સાંધે છે તો આ જૂના ચપ્પલ ને કેમ નથી સાંધી દેતો ??'
'એ મારા પપ્પાને યાદગીરી છે....!!' એટલું કહેતાં જ તેના આંખમાં ઝળઝળિયા આવી ગયા અને મોં ફેરવી લીધું.
'કેમ તારા પપ્પા ક્યાં છે?' પ્રકાશભાઈને તેની વાતોમાં રસ જાગ્યો.
તેણે નદી તરફ મોં રાખીને જવાબ આપ્યો દસ દિવસ પહેલાં જ આ નદીમાંથી એમની લાશ મળી હતી ....!!! એમને આ પુલ પરથી જ આત્મહત્યા કરી હતી છાપામાં પણ આવ્યું હતું.... એમના એક પગનું આ તુટેલું ચપ્પલ અહીં રહી ગયું હતું.... તેઓ અહી સામે જ વર્ષોથી બુટપોલીસ કરતા હતા... કોરોના માં ઘરની હાલત બગડી ગઈ... એ સહન ન કરી શક્યા અને એમને....!!!!
તે રડી રહ્યો હતો... પણ થોડી વારમાં જ તે ફરી સ્વસ્થ થઈને બોલ્યો, ' આ પુલ પર કેટલાય આવે છે અને પોતાની જિંદગી ટૂંકાવી તેના પરિવારને અપાર દુઃખ માં મૂકીને એકલા સુખી થવા ચાલ્યા જાય છે. પણ એમને ક્યાં ખબર હોય છે કે તેમના ગયા પછી દુઃખ ઊલટાનું વધે છે...!!! એ પછી મને થયું કે હું અહીં જ આમતેમ ફરતો રહીશ અને કોઈ પણ આત્મહત્યા કરવા આવે તો તેને બચાવવા મથતો રહીશ...
'કોઈની તૂટેલી જીંદગી એને ફરી સાંધી આપવા પ્રયત્ન કરીશ...' તેનો ડૂમો બાઝી ગયો હતો એટલે તે ત્યાંથી ચાલતો થયો.
પ્રકાશભાઈ તેને સાંભળ્યા પછી પોતાની ભૂલ સમજી ચૂક્યા હતા અને સરખી રીતે પોતાના સંધાયેલા ચપ્પલ ને જોઈને પોતાની ભૂલ બદલ રડી પડ્યા.

પ્રકાશભાઈ તો એ જ હતાં પણ જ્યારે બીજાની સ્થિતિ જોઇ ત્યારે સમજાયું કે સુખની શોધમાં એનાં સહારે રહેલાંને દુઃખનાં દરીયામાં ડુબાડવા જઈ રહ્યા હતા. વાત બહું ધારદાર છે એટલે હૃદયની આરપાર નીકળી જાય એવી છે પણ એક વાત યાદ રાખવી કે 'આ સમય પણ પસાર થઈ જશે'. દુઃખ કોને નથી?, જવાબ આપણાં નજરીયાથી અલગ હશે પણ જે તે વ્યક્તિનાં હૃદયમાં કોઈ ખૂણે તો દુઃખ ધરબાયેલું પડ્યું જ હોય બની શકે બધાં વ્યક્ત ન કરે પરંતુ સહન તો કરતાં જ હોય છે. ક્યારેક સહન કર્યું હશે તો કોઇકને રોકી શકાશે...

મિત્રો , આપનું ચપ્પલ તો નથી ને?? સંધાવી લેજો આવા કારીગર પાસે હોને.......


બીજા રસપ્રદ વિકલ્પો