NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 4 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 4

આખરે ત્રણ વર્ષની નિરંતર વાળી નિષ્ફળતા બાદ સ્કાય તેની સિસ્ટમેટિક વર્ચ્યુઅલ લેબોરેટરી તૈયાર કરે છે.

જેની અંદર નાસાના સાઇકોલોજી(theft) કરેલા એક લાખ જેટલા તારાઓ ના ડેટાસ છે અને જેનો પાસવર્ડ છે સ્કાય ની પોતાની જ ફીંગર ક્લિપ્ટ નો સાઉન્ડ.

જોકે સ્કાય જાણે છે કે એક લાખ તારાઓના ડેટાસ થી કઈ થાય તેમ નથી. કેમકે કદાચ સંભવતઃ આ ધરતી પરની કોઈ એક ઘટના પાછળ સૌરમંડળના બધા જ એટલે કે કરોડો તારાઓની એકબીજા સાથેની કેમેસ્ટ્રી જવાબદાર હોઈ શકે છે. જ્યારે ડી.એન.એ જેવી અત્યંત મહત્વપૂર્ણ ઘટના ની માહિતી માટે 100000 તારાઓની કેમેસ્ટ્રી થી કઈ વળે તેમ નથી.

છતાં પણ સ્કાય ને વિશ્વાસ છે કે તે કોઈક નતીજા સુધી તો પહોંચશે જ.


જોકે ના નાસા ને તે વાતમાં વિશ્વાસ અવશ્ય છે કે ધરતી પરની પ્રત્યેક નાની-મોટી ઘટનાઓ પાછળ અવકાશી પદાર્થો પૂર્ણ રૂપે ક્યાંકને ક્યાંક જવાબદાર હોય છે જ. પરંતુ નાસા એ આ એક લાખ તારા ઉપર રિસર્ચ કરવાનું કામ હજુ શરુ નહોતું કર્યું કે કયો તારો કઈ ઘટના માટે જવાબદાર હોય છે! અને એટલે જ કદાચ સ્કાયે એકડે એક થી ઘુટવાનું શરૂ કરવાનું આવ્યું છે.

આ ઉપરાંત હબલ ના એ સોફ્ટવેર મા ડેટાસ સાથે sofar(space) google નો પણ સમાવેશ છે જ .

કે જે એ એક લાખ તારાઓના વ્યાસ ત્રિજ્યા ની અંદર બનતી દરેક નાની મોટી ઘટનાઓ તથા એક્ટિવિટી ની માહિતી પલ પ્રતિપલ નાસાને આપી શકે છે જેમાં updatetions itself છે.


આ sofar google ગાઈડ નો વોઇસ મેલ છે.અને મહા આશ્ચર્યની વાત છે કે તેના navigations(generalisation) પણ છે.
It can guide you for time travel even.

દોસ્તો, ટાઈમ ravalએટલે કે જેમકે તમે બધા જાણો જ છો કે, આપણે અહીં થી અમેરિકા જઈએ છીએ ત્યારે તેના સમયમાં અને આપણા સમયમાં અંતર હોય છે. આ એક પ્રકારનો લઘુ સમય પ્રવાસ જ કહેવાય છે. પરંતુ જ્યારે ભૂમંડલ ની બહાર અને almost ગેલેક્સી distance માં આવ્યે છીએ ત્યારે આપણને ખબર પડે છે કે રિયલ ટાઇમ ટ્રાવેલ કયુ કહેવાય!
કેટલાક ટાઈમ ટ્રાવેલ ની અંદર એવુ પણ બનતું હોય છે કે આપણે ત્યાં ઇ.સ. 1947 ચાલતી હોય છે, તો ત્યાં 10000 A.D.

સ્કાય ને માટે એકડે એક થી ઘુંટવા નું આવ્યું છે તે વાત સાચી હતી પરંતુ સ્કાયે આનો પણ તોડ શોધી કાઢ્યો હતો. જેમ કે ઘણીવાર google કોઈ પ્રશ્ન ના ઉત્તરમાં પોતે તે વિષય પર જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યું છે એવું જણાવે છે. અને તેના સંદર્ભમાં આપણે ગુગલને જ કંઈક શીખવાનું કહીએ તો તે ના પણ નથી જ પાડતું.અને આવા લર્નિંગ ડેટાસ ફીડ થતાં કેટલાય multiply થયા જ કરે છે. અને પછી આપણને એક પછી એક પ્રશ્નોના ઉત્તર મળતા જ રહે છે.

વૉયજર ના ગૂગલે નેતિ નેતિ પોકારી ને તેના હાથ ઉપર કરી લીધા અને ત્યારબાદ તેજ google ને સ્કાયે તેના જ અનુસંધાન મા કેટલીક વાતો લર્ન કરાવી અને સાથે સાથે એ પણ લર્ન કરાવ્યું કે આવા સવાલોના જવાબ કોને અને કેવી રીતે આપવા?
જેને એક પ્રકાર નો પાસવર્ડ જ કહેવાય.

વૉયજર વન કે જે ધરતી થી 1200 કિલોમીટર ઉપર ભ્રમણ કરે છે તેના sofar (space)google ની અંદર આ બધી જ માહિતી ફીડ કરવામાં આવે છે, જેના multiplication વાળા બધા જ answers સ્કાય સિવાય અન્ય કોઈને પણ મળે તેમ નથી.

સ્કાયે સ્પેસ google ને એ બધું જ જ્ઞાન આપ્યું કે જેનાથી જીવરચના ના અને જીવન ચક્ર ચાલતું હોય છે.
જે જ્ઞાન કદાચ વૉઈજર પાસે ન હતું.

સ્કાયે વૉયજરને એ જ્ઞાન પણ આપ્યું કે એક નિર્જીવ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેવી રીતે તેનો નાશ થાય છે!!
જે રીતે એક બાળકને એની આંગળી પકડીને ચાલવાનું હોય છે તેવી જ રીતે એક પેટીપેક નિર્જીવ ને કઈ રીતે લઈને ચાલવું જોઈએ અને તેના પરથી તેના અંગ ઉપાંગો ની જાણકારી મેળવવી વગેરે વગેરે.

જેવી રીતે એક briefcase ને તેને હેન્ડલ થી જ પકડી શકાય છે તો આ હેન્ડલ પરથી તેના બાકીના અંગોની પણ માહિતી મળી શકે છે.

સ્કાયે google ને તે આધ્યાત્મિક સિદ્ધાંત પણ સમજાવ્યો કે ઈશ્વર ચરાચર સજીવ-નિર્જીવ બંનેમાં વ્યાપ્ત છે તો આ બંનેના ડીએનએ પણ હોવા જ જોઈએ.
વૉયજરે સ્કાય ની કેટલીક વાતોનો સ્વીકાર કર્યો અને કેટલીક વાતો માટે ફરીથી નેતિ નેતિ ઉચ્ચારણ કર્યું.

(નેતિ=મને નથી ખબર)

પરંતુ સ્કાય નો આત્મવિશ્વાસ વધારવા માટે આટલું પર્યાપ્ત હતું.

હવે થોડા જ સમયમાં એ દિવસ દૂર નથી જેમાં વૉયજર સ્કાય ને તેના કેટલાક સવાલોના જવાબ આપશે અને સ્કાય ત્યારે જેને સાંભળીને દંગ રહી જશે.