વર્ચ્યુઅલ સાયન્સને લેટેસ્ટ સાયન્સ ટેકનોલોજી કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. પરંતું વર્ચ્યુઅલ નું દુર્ભાગી સત્ય એ પણ છે કે તે તેના ચરમ બિંદુ સુધી પહોંચે એ પહેલા જ ડાઇવર્ટ થઈને મહદ અંશ કોર્પોરેટ હાઉસના હાથમાં જતુ રહ્યુ છે.અને આજે કેટલાક કોર્પોરેટ માંધાતાઓ વર્ચ્યુઅલ નો તેમના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે, જેમ કે બોલિવૂડ અને હોલિવૂડ ના પ્રોફેશનલ ટેકનિશિયનો વગેરે વગેરે.
વાસ્તવમાં વર્ચ્યુઅલ ના જન્મદાતા વૈજ્ઞાનિકો કદાચ જાણતા હશે કે વર્ચ્યુઅલ નુંં ચરમ બિંદુ કયું છે અને સંભવ છે કે તે વૈજ્ઞાનિકો ના પણ જાણતાા હોય.
અહીં એ જાણવું અનિવાર્ય નથી કે તે વૈજ્ઞાનિકો જાણતા હતા કે નહોતા જાણતા.
વાત માત્ર સંભાવનાઓ અનેેેે અસંભાવનાઓની જ છે.
અને જો સંભાવનાઓ ખરેખર જ હોય તો એ સંભાવનાઓ પણ ખરેખર જ અદભુત અનેેેે અકલ્પનીય જ હશે, ની:સંદેહ.
જેને તબાહ બરબાદ કરીને જાપાન કેટલેક અંશે પોતાનો વિજય નિશ્ચિત કરી ચૂક્યો હતો તેે અમેરિકાના વીતેલા વર્ષો ના તૂટેલા-ફૂટેલા નેવલ હેડ ક્વાર્ટર pearlharbour ના કાટમાળમાં એક વર્ચ્યુઅલ scientist બેઠો છે.
આ વર્ચ્યુલ scientist ને જોતાં એમ જ લાગે છેેેેે કે તે અત્યારે અર્થાત pearlharbour ના વિનાશ પછી ના ૫૦મા વર્ષે બેઠો બેેેઠો pearlharbour નો શોક મનાવી રહ્યો છે.
નથી તો તેની પાસે કોઈ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ , કે નથી તો એવી કોઈ વસ્તુ કેે જેનાથી એમ માની શકાય કે તે એક વૈજ્ઞાનિક છે.
આ વૈજ્ઞાનિકના મેન્ટલ આલ્ફાબેટ ને જોઈન્ટ કરી ને વાક્ય બનાવીએ તો એમ જ જાણવા મળેેે, કે આ વૈજ્ઞાનિક ખરેખર એ જ સનકી છે.એના મેન્ટલ આલ્ફાબેટ ને જોઈન્ટ કર્યા પછી જે સેન્ટેન્સ તૈયાર થાય છે એ સેન્ટેન્સ જાણીને પણ પેટ દુખી જાય એટલી હદ સુધી હસુ આવે.અને આ સનકી વૈજ્ઞાનિકના મગજના કક્કો બારખડી થી નિર્માણ પામતુ વાક્ય છે કે આ pearl harbourના ડી એન એ કેવી રીતે શોધવા?
માનવી ની ભાષા સમજનાર કોઇ પણ ગર્દભ ને પણ જઈને કહો કે એક માણસ નિર્જીવ pearl Harbourના ડીએનએ શોધી રહ્યો છે, તો એ ગધેડો પણ હસી પણ.
પરંતુ આ સનકી છેલ્લા ત્રણ વર્ષથી અહીં આવે છે અને પછીથી રોજ રાત્રે તેના ઘરે પાછો જાય છે.
તેને બસ એક જ ભૂત વળગ્યું છે કે મારે પાછું pearl Harbour નવેસરથી ઉભુ કરવું છે.અને તે પણ સ્માર્ટ વર્ક થી.
છેલ્લા ત્રણ વર્ષથી આ વૈજ્ઞાનિક અહીં આવ-જા કરે છે અને બસ ખુરશી ઢાળીને બેસી જાય છે. અને બસ વિચાર કર્યે રાખે છે કે ક્યાંથી શરૂ કરવું!
એણે એ રૂમની અંદર pearl harbour ની બોર્ડર લાઇન વાળી ઓરીજીનલ બ્લુ પ્રિન્ટ પણ ચોંટાડેલી છે. અને બ્લુ પ્રિન્ટ અનુસાર તે જાણે છે કે ઓરીજીનલ પર્લ હાર્બર આટલું જ છે. છતાં પણ ત્રણ વર્ષના અવિરત વાળા મનોમંથન પછી પણ તેને નથી સમજાતું કે પર્લ હાર્બર ના ડીએનએ ક્યાંથી મળી શકે છે!
આ વૈજ્ઞાનિક ની બીજી એક એ પણ સમસ્યા છે કે તેની પાસે થોડીક confusing ઇન્ફોર્મેશન પણ છે કે જે અનુસાર ઓરીજીનલ પર્લ હાર્બર ના 17 જેટલા જુદા જુદા મેપ્સ છે. અને આ ૧૭ મેપ્સ તથા 18મી પેલી ઓરીજીનલ બ્લુ પ્રિન્ટે આ વૈજ્ઞાનિકનું બીજું કાપી નાખ્યું છે કે ઓરીજીનલ પર્લ હાર્બર ને મારે કેવી રીતે ગણવુ?
આ વૈજ્ઞાનિકનું ભેજુ પણ એટલા માટે ખપાઇ રહ્યું છે કે તે કોન્ફિડેન્ટ છે કે મને પર્લ હાર્બર ના ડી.એન.એ મળશે જ. અને જો રોંગ અથવા અનઓરીજીનલ પર્લ હાર્બર ના ડીએનએ મળી ગયા તો પણ તેનો આખો પ્રયોગ નિષ્ફળ જશે. અને તેની સ્થિતિ પેલા કોલંબસ જેવી થશે જે નીકળ્યો હતો શોધવા એશિયાને અને પહોંચી ગયો અમેરિકા.
આ વૈજ્ઞાનિક નું નામ છે સ્કાય એન્ટોની વિલિયમ. જે મૂળભૂત અમેરિકા નો નિવાસી છે અને વ્યવસાયે પણ તે વર્ચ્યુઅલ technician છે.