લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-8 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-8

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-8


કોલેજનું બીજું વર્ષ…..



“સ...સોરી હું ...લ....લેટ થઈ ગ્યો....!” સ્ટેજના આગળના છેડે માઇક ઉપર આરવ ઓડિયન્સ સામે જોઈને બોલી રહ્યો હતો.

સ્ટેજની નજીક જમણી બાજુ લાવણ્યા હવે નેહા, પ્રેમ, વગેરે જોડે ઓડિયન્સમાં ઊભી હતી.

“પણ લાવણ્યા...! આરવ...!? કેમ...!?” જોડે ઊભેલી નેહાએ આરવને સ્ટેજ ઉપર જોતાં મૂંઝાઈને પુછ્યું.

“પૂછીશજ નઈ…!” લાવણ્યા દાંત ભીંચીને બોલી “સંજયને તો હું જોઈ લઇશ....!”

ઊંડા શ્વાસ ભરતો-ભરતો આરવ ઓડિયન્સ સામે જોઈ રહ્યો હતો. સામે રહેલી ભીડ અને આગળની રૉ માં બેઠેલાં જજીસને જોઈને આરવના માથે પરસેવો વળવા લાગ્યો. પોતાનાં ધબકારા વધતાં તેણે અનુભવ્યાં.

“કયું સોંન્ગ ગવ….!” નર્વસ થઈ ગયેલાં આરવને કઈં ના સૂઝતાં તે મનમાં બબડ્યો.

“ઓહો...! આ છોકરોતો બવ નર્વસ છે....!” આરવના ચેહરા ઉપરનો ગભરાટ જોઈ સ્ટેજ આગળ ઓડિયન્સમાં ઊભેલી લાવણ્યા બબડી.

ઓડિયન્સ ઉપર નજર ફેરવતાં આરવની નજર હવે લાવણ્યા ઉપર પડી. આરવે તેની સામે જોતાં લાવણ્યાએ સ્મિત કર્યું.

“તને જે છોકરી બઉજ ગમતી હોયને....!” લાવણ્યા સામે જોતાંજ આરવને લાવણ્યાએ બેકસ્ટેજ કહેલાં એ શબ્દો યાદ આવી ગયાં “એની સામે જોઈને ગાઈલેજે....! કશું નઈ ભૂલાય....!”

કેટલીક સેકંડો સુધી આરવે લાવણ્યા સામે જોઈ રહ્યો પછી તેણે એક ઊંડો શ્વાસ ભરી તેણે પણ સ્મિત કર્યું અને ગિટારનાં તાર ઉપર પોતાનાં હાથની આંગળીઓ ફેરવવાં લાગ્યો.

“તુઝકો.....! મેં રખલું વહાં....! જહાં પે કહીં....! હેં મેરાં યકિં...!

મેં જો.......! તેરાં ના હુઆ....! કિસીકા નહીં ઈ...! કિસીકા નહીં....!”

“લે જાને કહાં.....! હવાએ... હવાએ...

લે જાએ તુઝે કહાં....! હવાએ... હવાએ...

બેગાની હૈ યે બાગી...! હવાએ... હવાએ...

લે જાયે મુઝે કહાં....! હવાએ... હવાએ...!

લે જાને કહાં ના મુઝકો ખબર...

ના તુઝકો પતાઆ......!



“માય ગોડ....!” અરિજિત સિંઘનું એ સોંગ આરવે જેવું ગાવાનું શરું, ઓડિયન્સમાં ઊભેલી લાવણ્યાની આંખો આશ્ચર્યથી મોટી થઈ ગઈ.

કેન્ટીનમાં આરવ જેટલું સારું ગાતો હતો માઈકમાં તેનો સ્વર તેના કરતાં પણ અનેકગણો સુરીલો સંભળાઈ રહ્યો હતો.

“હો....ઓ...ઓ....!”

“હો....ઓ...ઓ....!”



જાણે કોઈ જાદુગરે સમ્મોહીત કર્યા હોય એમ આરવને ગાતાં ઓડિયન્સ મંત્રમુગ્ધ થઈને સાંભળી રહી.

લાવણ્યા પણ પોતાનાં બંને હાથ ગાલ ઉપર મૂકીને મલકાતી-મલકાતી આરવને જોઈ રહી. આરવ આટલું સારું ગાય છે એની લાવણ્યાએ કલ્પના પણ નહોતી કરી.

“બનાતી હૈ જો તુંઊ.....! વો યાદે જાને સંગ મેરે કબ તક ચલે....!

...ઈન્હી....મેં તો મેરીઈ....! સુબહ ભી ઢલે ...શામ ઢલે....મૌસમ ઢલે....!”



સોંન્ગ ગાતાં-ગાતાં હવે આરવને લાવણ્યા સાથેની એ પહેલી મુલાકાત યાદ આવી ગઈ. તેણે લાવણ્યા સામે ફરી એકવાર જોયું અને પહેલી મુલાકાતનું એ દ્રશ્ય યાદ કર્યું. ઢીંચણથી ઊંચાં ઝૂલવાળાં એ સ્લીવલેસ ડ્રેસમાં બંધ પડી ગયેલાં એક્ટિવાંને કીકો મારતી એ ખૂબસૂરત લાવણ્યાને જોતાંજ આરવને તે પહેલી નજરે ગમી ગઈ હતી.



...ખયલો કા શેહર...! તું જાને તેરે હોને સે હી આબાદ હૈ....

હવાયે હકમેં...! વો હી હૈ આતે જાતે જો તેરા નામ લે...!”



ઓડિયન્સમાં લાવણ્યાની જોડે ઉભેલાં પ્રેમ અને નેહા પણ સરપ્રાઈઝ થઈ ગયાં અને આંખો મોટી કરીને સ્મિત કરતાં-કરતાં આરવને પેરફોર્મ કરતાં જોઈ રહ્યાં. આરવના “A” ગ્રૂપનાં ફ્રેન્ડ્સ પણ ઓડિયન્સમાં હતાં. આકૃતિએ તો પોતાનો મોબાઈલ કાઢીને આરવને શરૂઆતથીજ સોંન્ગ ગાતો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું.

“દેતી હૈ જો સદાયેં....! હવાએ... હવાએ...

ના જાને ક્યાં બતાયેં....! હવાએ... હવાએ...”



સ્ટેજ ઉપર જતી વખતે અને સોંન્ગ ગાવાનું શરું કર્યું એ પહેલાં આરવ જેટલો ગભરાયેલો હતો એનાં કરતાં તે અત્યારે ફૂલ કોન્ફિડેન્સથી સોંન્ગ ગાઈ રહ્યો હતો. એમાંય જ્યારે ઓડિયન્સે પણ આરવની જોડે સૂર પૂરાવતાં “હવાએ... હવાએ...” ગાવાં માંડ્યુ, ત્યારે આરવનો ચેહરો નાનાં બાળકની જેમ ખુશીથી ખીલી ઉઠ્યો.

“ચેહરાઆ......! ક્યું મિલતા તેરાં....!

યું ખ્વાબો સે મેરેએ....! યે ક્યાં રાઝ હૈ...!”

આરવ હવે ફરી લાવણ્યા સામે જોઈને ગાવાં લાગ્યો. આરવના ચેહરા ઉપર આવી ગયેલી બાળક જેવી એ મુગ્ધતાને લાવણ્યા જોઈ રહી.

“તેરી હૈ મેરી સારી....!

વફાયેં..... વફાયેં....!

માંગી હૈ તેરે લિયે....! દુવાયેં.... દુવાયેં....”

“લે જાએ તુઝે કહાં....! હવાએ... હવાએ...

બેગાની હૈ યે બાગી...! હવાએ... હવાએ...

લે જાયે મુઝે કહાં....! હવાએ... હવાએ...!”

“કમ ઓન...! એવરીબડી વિથ મી....!” સોંન્ગ ગાતાં-ગાતાં આરવ ઓડિયન્સ સામે જોઈને બોલ્યો અને વધુ જોશથી ગાવાં લાગ્યો.

“લે જાયે જાને કહાંઆ....!” આરવે જોશથી ગાયું અને પછી ઓડિયન્સ સામે જોયું.

“હવાએ... હવાએ...!” ઓડિયન્સે પ્રતીભાવ આપ્યો.

“લે જાયે તુઝે કહાં....!” આરવે ફરીવાર એજરીતે ગાયું.

“હવાએ... હવાએ...” ઓડિયન્સે ફરી એજરીતે પ્રતીભાવ આપ્યો.

“લે જાયે જાને કહાંઆઆ....!”

“હવાએ... હવાએ...!”

“આણે તો જાણે આખી કેન્ટીન અહિયાં ઊભી કરી દીધી...!” આરવના પ્રતીભાવમાં ““હવાએ... હવાએ...!” ગાઈ રહેલી ઓડિયન્સ સામે જોઈને નેહાએ લાવણ્યાને કહ્યું.

જેમ આરવ કેન્ટીનમાં ગાતો અને તેની આજુબાજુ બેઠેલાં ફ્રેન્ડ્સ કોરસમાં ગાતાં, એજરીતે યૂથ ફેસ્ટિવલની ઓડિયન્સ પણ આરવની જોડે કોરસમાં ગાઈ રહી હતી. બધીજ ઓડિયન્સ સહિત હવેતો જજીસે પણ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. સ્ટેજ ઉપર એક સાઇડે મ્યુઝિક વગાડી રહેલાં લાઈવ ઓરકેસ્ટ્રાના સભ્યો પણ ખુશીથી ઝૂમી ઊઠ્યાં. આરવને મળેલાં પ્રતિસાદથી ખુશ થઈ ગયેલી નેહાને પણ ઝૂમી ઉઠવાનું મન થઈ ગયું. તેણીનાં પગ જાણે થીરકી ઊઠ્યાં.

કઈંપણ બોલ્યાં વગર આરવને સોંન્ગ ગાતો લાવણ્યા માણી રહી.

“હો....ઓ...ઓ....!

હો....ઓ...ઓ....!”

***

“વન્સ મોર...! વન્સ મોર...! વન્સ મોર...!” આરવે સોંન્ગ ગાવાનું પૂરું કરતાંજ ઓડિયન્સ આખી “વન્સ મોર”ના નારાં લગવાં લાગી. ચિચિયારીઓ અને તાળીઓથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. ઓડિયન્સમાં ઉભેલાં આરવના ગ્રૂપના ફ્રેન્ડ્સ સહિત લાવણ્યા અને નેહા વગેરેએ પણ તાળીઓ પાડી આરવને વધાવી લીધો.



ખુશ થઈ ગયેલાં આરવે નાનાં બાળકો જેવું સ્મિત કરતાં-કરતાં લાવણ્યા સામે જોયું. ભીડમાં ઊભેલી લાવણ્યા પણ મલકાઈને તેની સામેજ જોઈ રહી હતી.



“થેન્ક યુ...!” આરવે લાવણ્યા સામે જોઈ રહીને માઇકમાં કહ્યું અને ફરીવાર એવુંજ સ્મિત કરી માથું ઝુકાવી અભિવાદન કરીને છેવટે બેકસ્ટેજ જવાં દરવાજા તરફ જવાં લાગ્યો.



આરવને બેકસ્ટેજ જતો જોઈને લાવણ્યા પણ હવે ભીડ વચ્ચેથી જગ્યા કરતી-કરતી બેકસ્ટેજ જવાં લાગી. તેની પાછળ-પાછળ નેહા અને બાકીનાં ફ્રેન્ડ્સ પણ જવાં લાગ્યાં.



“વન્સ મોર...! વન્સ મોર...! વન્સ મોર...!”

આરવને બેકસ્ટેજ જતો જોવાં છતાં પણ ઓડિયન્સે ક્યાંય સુધી નારાં ચાલુજ રાખ્યાં.

***

“બે તું દિટ્ટો અરિજીત સિંઘ છે યાર....!” અક્ષય બોલ્યો.

આરવ બેકસ્ટેજનાં પગથિયાં ઉતરીને પહોંચ્યો ત્યાંજ તેને તેનાં ગ્રૂપના ફ્રેન્ડ્સ તેમજ અન્ય કોલેજના સ્ટુડન્ટ્સ પણ તેને ઘેરી વળ્યાં હતાં.

“હાં યાર...!” પોતાનાં પગ ઉપર કુદતા-કુદતા આકૃતિ બોલી “ઓસ્સમ છે તું તો..!”

આરવ ઔપચારિક સ્મિત કરીને બધાંનાં વખાણ સાંભળતો રહ્યો અને ભીડમાંથી પોતાનું મોઢું ઊંચું કરી-કરીને લાવણ્યાને ગોતી રહ્યો. ત્યાંજ તેને સામેની બાજુથી લાવણ્યા આવતી દેખાઈ.

ભીડમાં ઘેરાયેલાં આરવને જોઈને લાવણ્યા થોડે દૂર ઊભી રહી અને રહીને આરવને જોવાં મથી રહી. નેહા અને ગ્રૂપના અન્ય ફ્રેન્ડ્સ પણ હવે જઈને આરવને ઘેરી વળ્યાં.

“આરવ...! જોરદાર ગાયું...!” નેહાએ માંડ-માંડ ભીડમાંથી જગ્યા કરી આરવની નજીક જઈને કહ્યું.

“થેંન્ક્સ...!” આરવે ફરીવાર ઔપચારિકતાં ખાતર કહ્યું અને દૂર ઊભેલી લાવણ્યાને જોઈ રહ્યો.

હળવું સ્મિત કરતાં-કરતાં તે આરવને બધાંની વચ્ચે ઘેરાયેલો જોઈ રહી હતી.

“નેક્સ્ટ પર્ફોમન્સ ઈઝ....!” ત્યાંજ બીજાં કોઈ પર્ફોમન્સ માટેની એનાઉન્સમેંટ સંભળાઈ “પ્લે “હું ક્રિશ્ન છું...!” બાય HL કોલેજ સ્ટુડન્ટ્સ...!”

“એ આપડી કોલેજનુંજ પ્લે છે ....ચલો..ચલો...જલ્દી...!” ભીડમાંથી કોઈ સ્ટુડન્ટ બોલ્યું અને આરવને ઘેરીને ઉભેલાં બધાં સ્ટુડન્ટ્સ વારાફરતી ફટાફટ જવાં લાગ્યાં.

“આરવ...! તું આવે છેને...!?”અક્ષયે જતાં-જતાં પૂછ્યું “અજય અને અદિતિ પણ છે આ પ્લેમાં...!”

“હ...હાં...હાં....!” લાવણ્યા સામે જોઈ રહેલો આરવ બોલ્યો “તમે લોકો જાવ...! હું ગિટાર મૂકીને આવું...!”

આરવે કહ્યું પછી નેહા સામે જોયું. નેહાએ હળવું સ્મિત કર્યું અને એ પણ અન્ય સ્ટુડન્ટ્સ સાથે ત્યાંથી જવાં લાગી.

આખરે એક પછી એક બધાં સ્ટુડન્ટ્સનું ટોળું વિખેરાઈ ગયું. બેકસ્ટેજ હવે આગળનાં પેરફોર્મન્સને લાગતાં વળગતા હોય એવાં સ્ટુડન્ટ્સ અને ઈવેન્ટનો અન્ય થોડો સ્ટાફજ રહ્યો.

લાવણ્યા સામે જોતો-જોતો આરવ મલકાઈને તેણી તરફ ચાલવાં લાગ્યો. લાવણ્યા પણ ધિમાં પગલે ચાલતી-ચાલતી આરવ તરફ આવવાં લાગી.

“ઓટોગ્રાફ મળશે…!?”લાવણ્યાએ પોતાનાં જીન્સના પોકેટમાંથી ભરાવેલી પેન અને માર્કરપેનમાંથી માર્કર ખેંચીને કાઢી અને આરવ સામે ધરીને સ્મિત કરતાં કહ્યું.

“ના....! બધુ તમારાં લીધે થયું...!” આરવે નાનાં બાળકન જેમ માથું ધુણાવ્યું અને લાવણ્યા સામે ગિટાર ધર્યું “ઓટોગ્રાફ તમે આપો.....! તમારો....!”

“આમાં મેં શું કર્યું...!?” લાવણ્યાએ નવાઈપૂર્વક પૂછ્યું.

“અરે કેમ...!? તમે મને સ્ટેજ ઉપર ગાવાં માટે ફોર્સ ના કર્યો હોત તો હું સ્ટેજ ઉપર જાત પણ નઈ, મારો સ્ટેજ ફિયર દૂર થાત પણ નઈ અને હું આટલું સારું ગાત પણ નઈ....!”

“એવું થોડી હોય...! તું સારું ગાઈ શકે છે...! એટ્લે તે ગાયું...!”

“ના....! તમારાં લીધેજ થયું...! જે થયું એ...! હું ગાઈ શક્યો....! આટલાં બધાંની વચ્ચે...!” આરવ સહેજ ગળગળો થઈ ગયો એમ બોલ્યો “તમે નઈ સમજતાં....! મારાં માટે આજે જે થયું અને તમે જે કર્યું એ બઉ ખાસ છે....! એટ્લે તમે મારાં માટે કઈંક ખાસ છો...! એટ્લે તમારો ઓટોગ્રાફ જોઈએ...!”

“Aww….! તું...! તું...સાવ ડફોળ જેવો છે..!” લાવણ્યા વ્હાલથી બોલી અને માર્કરનું ઢાંકણું ખોલીને આરવના ગિટાર ઉપર લખવાં લાગી.

“વિથ લવ....! “ લખતાં-લખતાં લાવણ્યા બોલતી ગઈ “ફ્રોમ લાવણ્યા....!”

મરોડદાર અક્ષરોમાં લાવણ્યાએ લખ્યું. પોતાનું નામનાં અક્ષરો લાવણ્યાએ સહેજ મોટાં રાખ્યાં.

“બસ....! મારો ઓટોગ્રાફ...!” લાવણ્યાએ માર્કરનું ઢાંકણું વાખ્યું અને માર્કર પાછી જીન્સનાં પોકેટમાં મૂકી.

“હવે ચાલો.....!” આરવ પોતાનું ગિટાર તેની પીઠ ઉપર ભરાવતાં બોલ્યો.

“ક્યાં...!?” લાવણ્યાએ નવાઈપૂર્વક પૂછ્યું.

“અરે કેમ...!? કોફી પીવા માટે..! તમે પ્રોમિસ કર્યું’તુંને...!?”

“ઓહો...! છોકરાં...! તું તો જો...!” લાવણ્યાએ વ્હાલથી આરવનાં ગાલ ખેંચ્યાં “મારે ઈવેન્ટ હજી બાકી છે...! રેમ્પ વૉકનો...! એટ્લે આજે નઈ....! પછી જઈશું....!”

“પાકકું....!?”

“હાં પાક્કું....! પણ તને તારું પ્રોમિસ યાદ છેને...!?” લાવણ્યા યાદ કરાવતી હોય એમ બોલી “આપડે બેય કોલેજની બા’રજ મળીશું....!”

“હાં..હાં...યાદછેને....! નઈ તો તમારાં માટે લાઈનમાં ઉભેલાં બીજાં બોયઝ નારાજ થઈ જાય....!” આરવ હકારમાં માથું ધુણાવીને બોલ્યો “પણ હવે હું પણ ફેમસ થઈ ગ્યો હોં....! મારાં વિડીયો પણ વાઈરલ થાય છે....!”

“તો તું મને લાઈનમાં ઊભો રાખીશ....!?” લાવણ્યા નારાજ થતી હોય એમ નાટક કરતાં મોઢું બનાવીને બોલી “આવું કરવાનું...!?”

“અરે ના..ના..! તમે પે’લ્લાં....! પછી બીજાં બધાં તમારી પાછળ લાઈનમાં...!” આરવ નાનાં બાળકની જેમ સમજાવતો હોય એમ બોલ્યો.

“હાં..હાં..હાં...!” લાવણ્યાથી ખડખડાટ હસાઈ ગયું.

તેણીને હસતી જોઈને આરવ પણ થોડું મલકાયો.

“Aww…! કેટલો ઈનોસંન્ટ છે યાર આતો...!” આરવનાં ચેહરા સામે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી.

થોડીવાર સુધી આરવ મુગ્ધ નજરે લાવણ્યા સામે જોઈ રહ્યો.

“સારું....! તો હું જાવ હવે....! મારે હજી ઇવેન્ટનું કામ છે..!” લાવણ્યા બોલી.

“તો હું ઇવેન્ટ પછી તમને તમારાં ઘરે ડ્રોપ કરી દઈશ...!” આરવ બોલ્યો.

“હાં...! સારું.....!” લાવણ્યા બોલી.

“બાય....!”

બાય બોલીને પણ આરવ થોડીવાર સુધી ઊભો રહ્યો.

“હવે તું જઈશ..!? કે હજી અહિયાંજ ઊભાં રે’વાનું છે....!?” લાવણ્યાએ આંખો મોટી કરીને કહ્યું.

આરવે હળવું સ્મિત કર્યું અને પીઠે લટકાવેલાં ગિટારનો પટ્ટો રમાડતો-રમાડતો ત્યાંથી જવાં લાગ્યો.

“તમારાં ઘરે જતાં-જતાં રસ્તામાં એક જગ્યાએ કોફીશોપ આવેજ છે...!” જતાં-જતાં આરવ પાછું જોઈને બોલ્યો.

“જો પાછો...!” લાવણ્યા નકલી ગુસ્સો કરતી હોય એમ બોલી. જોકે આરવનાં માસૂમ ચેહરાને જોઈને લાવણ્યાથી પરાણે હસાઈ ગયું “કીધું તો ખરા …! આપડે પછી શાંતિથી જઈશું...!”

“હાં....હાં.....સારું હોં....!” સ્મિત કરતો-કરતો આરવ છેવટે ત્યાંથી ત્યાંથી નીકળી પાર્કિંગ તરફ જવાં લાગ્યો.

“પાગલ...! હી..હી..!” પીઠ ઉપર લટકાવેલા ગિટારને સરખું કરતાં-કરતાં જઈ રહેલાં આરવને જોઈને લાવણ્યા મનમાં હસી.

જતાં-જતાં આરવે વધુ એકવાર પાછું વળીને જોયું. લાવણ્યા પણ બીજી તરફ જઈ રહી હતી. ત્યાંજ અટકીને આરવે જઈ રહેલી લાવણ્યાને જોઈ રહ્યો. લાવણ્યા દેખાતી બંધ થયાં પછી છેવટે આરવ પાર્કિંગ તરફ જતો રહ્યો.

***

“આરવ....!” પાર્કિંગ તરફ જઈ રહેલાં આરવને આકૃતિએ પાછળથી બોલાવ્યો.

“હાં...! અ...” આરવે પાછું જોયું અને આકૃતિને જોતાં નવાઈ પામીને પૂછ્યું “અરે..તું..!? પ્લે જોવાં ના ગઈ...!”

“તું આયો નઈ એટ્લે હું તને બોલાવાં આઈ..!” આરવની જોડે આવતાં-આવતાં આકૃતિ તેની સામે જોઈ રહીને બોલી “અ...તું ...!”

“ગિટાર મૂકવા જતો’તો...!” આરવ તરતજ બોલ્યો.

“યુ નો પ્લે સરસ છે...! પણ ભીડ એટલી છે કે ઊભાં રે’વાની જગ્યાજ નઈ...!” બહાનું બનાવતી હોય એમ આકૃતિ બોલી “અ...!”

“ઓહ...! તો હવે..!?” આરવે પૂછવાં ખાતર પૂછ્યું.

“અમ્મ...! હવે આમતો આપડી કોલેજનું કઈં ખાસ પર્ફોમન્સ બાકી નઈ તો...એવું હોય તો ...! આઈ મીન...ભીડમાં નાં જવું હોય તો અ...આપડે ક્યાંક બા’ર જઈએ...! આઈ મીન...એક કપ અ....કોફી...!”

આકૃતિએ ડરતાં-ડરતાં પૂછ્યું.

“અમ્મ...!” આરવે કમને મોઢું સહેજ બગાડ્યું “મારે એકચ્યુંલી...અ….!”

“આરવ કમ ઓન....! જસ્ટ અ કપ ઓફ કોફી....!” આકૃતિ સહેજ આજીજીપૂર્વક બોલી.

“અચ્છા...! ઠીક છે...!” આરવ પરાણે માન્યો “પણ બવ દૂર નઈ...! ઈવેન્ટ પતે....એ પે’લ્લાં પાછું આઈ જવાય એટ્લેજ....!”

“હાં..હાં...શ્યોર...!” આકૃતિ ખુશ થઈ ગઈ “અહિયાં નજીકમાં છે CCD છે...!”

બંને હવે પાર્કિંગ તરફ ચાલવાં લાગ્યાં.

***

“બવજ મસ્ત ગાયું તે હોં...!” આકૃતિ ઉત્સાહપૂર્વક બોલી.

બંને હવે CCDમાં બેઠાં હતાં.

“હમ્મ...! થેંક્સ..!”

આરવ મન વગરનું આવ્યો હોવાથી બેચેનીપૂર્વક વારે ઘડીએ પોતાનાં મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈને ટાઈમ જોયાં કરતો હતો.

“તું રોજે રિયાઝ કરે છે..!? સિંગિંગ માટે...!?” થોડીવાર પછી આકૃતિએ પૂછ્યું.

“અમ્મ ...શું....!? ના નાં...હોં...” બેધ્યાન આરવ જેમ-તેમ બોલ્યો “રોજે નઈ...! જ્યારે મૂડ હોય ત્યારે....!”

“યુ નો મને પણ સિંગિંગ બવ ગમે છે...!” આરવનું ધ્યાન પોતાની તરફ કરવાં વાત કરવાનો પ્રયત્ન કરતી હોય એમ આકૃતિ બોલી “પણ મારો વોઈસ...!”

“બાર વાગી ગ્યાં...!” મોબાઈલ સ્ક્રીનમાં જોઈને આરવ ઉતાવળા સ્વરમાં બોલ્યો અને ચેયરમાંથી ઊભો થઈ ગયો “ચલ જલ્દી...! લેટ થઈ ગયું...!”

“અરે પણ કોફી અધૂરી છે...!?”આકૃતિ બોલી રહી હતી પણ આરવ ઊભો થઈને ચાલવાં પેમેન્ટ કરવાં કાઉન્ટર તરફ ચાલવાં લાગ્યો.

ઢીલી થઈને આકૃતિ આરવને કાઉન્ટર તરફ જોતો જોઈ રહી.

***

“આરવ....એક કામ કરને...!” આરવના એનફિલ્ડની પાછલી સીટ પાછળ બેઠેલી આકૃતિ બોલી “હવે મને ઘેરજ ઉતારીદેને...! યૂથ ફેસ્ટિવલ એમ પણ પતવાંજ આયો હશે...! ત્યાં જઈને શું કરું..!?”

“તું ગ્રૂપના ફ્રેન્ડ્સ જોડે ઘેર જતી રે’જે...!” આરવ બેદરકારીપૂર્વક બોલ્યો “મારે થોડું કામ છે...! એટ્લે લેટ થાય છે..!”

નિરાશ થઈ ગયેલી આકૃતિ મોઢું ઢીલું કરીને આડું જોવાં લાગી. યુનિવર્સિટી ગ્રાઉંન્ડ પહોંચ્યાં સુધી આકૃતિ કશું ના બોલી અને મૌન થઈને એમજ બેસી રહી.

“બાય...!” યુનિવર્સિટી ગ્રાઉંન્ડમાં યૂથ ફેસ્ટિવલનાં મેઇન ગેટ આગળ આકૃતિને ડ્રોપ કરીને આરવે કહ્યું.

“બાય...!” ઢીલા સ્વરમાં આકૃતિ બોલી અને પાછી મેઈન ગેટ તરફ ચાલી ગઈ.

“હવે ક્યાં ટાઈમ પાસ કરું..!?” આકૃતિનાં જતાં રહ્યાં પછી આરવ મનમાં બબડ્યો અને રસ્તાની સામેની બાજુ જોયું.

યૂથ ફેસ્ટિવલને લીધે ત્યાં લાઈનબંધ ચ્હા-નાસ્તાવાળાનાં ઠેલાંઓની ભીડ લાગેલી હતી. બાઈક ઘુમાવી લઈને આરવે એક ચ્હાનાં ઠેલાંવાળા પાસે ઊભું રાખ્યું.

“એક ચ્હા આપોને..!” કીટલીવાળાને કહીને આરવે જીન્સનાં પોકેટમાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને whatsappમાં લાવણ્યાનો નંબર કાઢ્યો.

“કેટલીવાર છે હજી...!?” આરવે whatsappમાં લાવણ્યાને મેસેજ કર્યો અને તેણીનાં રિપ્લાયની રાહ જોઈ રહ્યો.

ચ્હા પીતાં-પીતાં આરવ આજુબાજુના ઠેલાં ઉપર જામેલી ભીડ જોઈ રહ્યો. મોટેભાગે યૂથ ફેસ્ટિવલ જોવાં આવેલાં સ્ટુડન્ટ્સજ હતાં. પંદરેક મિનિટ વીતવા છતાંય લાવણ્યાનો કોઈ રિપ્લાય ના આવતાં આરવે તેણીને કૉલ કર્યો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” આખી રિંગ વાગી જવાં છતાંય લાવણ્યાએ આરવનો ફોન ના ઉપાડયો.

“ફરી કરી જોવું...! કદાચ ઘોંઘાટને લીધે રિંગ નઈ સંભળાઈ હોય...!” જાતેજ બબડીને આરવે ફરીરવાર લાવણ્યાનો નંબર ડાયલ કર્યો.

“હાં બોલ...!” છેવટે લાવણ્યાએ કૉલ રિસીવ કર્યો અને ઉતાવળા સ્વરમાં બોલી.

“કેટલીવાર....!?”

“અડધો કલ્લાક....!”

“ઓકે..!” એટલું કહીને આરવે ફોન કટ કરી દીધો.

“બીજી એક ચ્હા આપોને...!” આરવે ચ્હાવાળાને કીધું અને ખાલી કપ પાછો લારીવાળાને પાછો આપ્યો.

“હવે અડધો કલ્લાક રાહ જોવાનીજ છે...! તો પછી કઈંક તો ખાવુંપીવું પડશેજ....!” આરવ બબડ્યો.

લાવણ્યાએ અડધો કલ્લાક કહ્યાં પછી લગભગ કલ્લાકેક ઉપર વીતી ગયું છતાં તેનો હજી કોઈ કૉલ કે મેસેજ ના આયો. આરવે બે-ત્રણવાર કૉલ પણ કરી જોયો. છતાં તેણીએ એકેયવાર ના ઉપાડયો. કંટાળેલાં આરવે વધુ બે-ત્રણ કપ ચ્હા પી લીધી.

“ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ આરવનો મોબાઈલ રણક્યો.

“હાં બોલ...!” લાવણ્યાનો નંબર જોઈને આરવે ફોન ઉઠાવ્યો.

“ક્યાં છે તું...!? હું ગેટની બહાર ઊભી છું....! જલ્દી આય ચલ...!” લાવણ્યા હકથી બોલી.

“આયો...આયો...બસ પાંચ મિનિટજ...!” એટલું કહીને આરવે ઠેલાંવાળાંને ફટાફટ ચ્હાના પૈસાં ચુકવ્યા અને જોડે પડેલાં બાઇક ઉપર બેસીને બાઇકનો સેલ માર્યો.

બાઇક ઘુમાવીને આરવે સામેનાં રોડ બાજુ જવાં દીધું. ગ્રાઉંડનાં ગેટની બહાર હવે યૂથ ફેસ્ટિવલ જોઈને સ્ટુડન્ટ્સ વગેરેની ભીડ બહાર જઈ રહી હતી. ગેટની જોડે સહેજ આછા પ્રકાશમાં લાવણ્યા ઊભી હતી.

“આટલું બધું મોડુ કરાય.....!?” આરવે લાવણ્યાની આગળ બાઈક ઊભું રાખતાજ લાવણ્યા તેને ધમકાવતી હોય એમ બોલી.

“પણ મેં પાંચ મિનિટ કીધું’તું...ને હું ત્રણ મિનિટમાં તો આઈ ગ્યો...!” આરવ દલીલ કરતો હોય એમ બોલ્યો.

“ના તું મોડો આયો...!” પાછલી સીટ ઉપર બેસતાં-બેસતાં લાવણ્યા બોલી “હું થાકી ગઈ એટ્લે તું મોડો આયો એમજ કે’વાય....!”

“અચ્છા એમ કો’ને...!” લાવણ્યાની મજાક સમજી ગયેલાં આરવે સ્મિત કર્યું અને બાઇકનું એક્સિલેટર ફેરવી બાઇક ચલાવી લીધું.

“હી..હી..તો તું ભૂલ માને છેને તારી...!?” લાવણ્યાએ પણ સ્મિત કર્યું.

“હાં....! માનું છું...! હવે તમે સજા આપશો...!? એમ..!?” બાઇક ડ્રાઈવ કરતાં-કરતાં આરવ વાત કરવાં લાગ્યો.

“હાં....! એ તો આપવાનીજ...!” લાવણ્યા બોલી.

“તો હું સજાથી બચવાં કોફી પીવડાઈ દવ...!? અત્યારેજ...!?” સહેજ પાછું મોઢું કરીને નાનાં બાળકની જેમ હોંઠ બનાવીને આરવ બોલ્યો.

“આહાહા...! વાહ...! જો તો હોશિયાર....!” લાવણ્યાએ હસીને ટોંન્ટ માર્યો “આમાં સજા ક્યાંથી આઈ..!?”

“કેમ...!? આટલાં મોડાં કોફી માટે જવાનું...!? અને મારે પૈસાં પણ ખરચવાનાને...!?” આરવ વાતો બનાવવાં લાગ્યો “તો સજાજ કે’વાયને...!?”

“વાહ...વાહ...શું મેથ્સ લડાવે છે તું તો...!?” લાવણ્યાએ ફરીવાર ટોંન્ટ માર્યો પછી કડક સ્વરમાં બોલી “અને તું આ બાઈક કઈ બાજુ લઈ જાય છે....!?”

“અરે કોફી પીવાં નઈ જવું...!? તમે કીધું’તુંને....!?” આરવે યાદ કરાવ્યું પછી બોલ્યો “હજી ઘણાં કોફી શોપ્સ ખુલ્લાં હશે...!”

“આરવ....! પે’લ્લાં તું બાઈક વળાય અને જોધપૂર બાજુલે....!” લાવણ્યા સહેજ નારાજ સૂરમાં બોલી “રહી વાત કોફીની...! તો સાંભળ...!”

આરવે આગળ જોઈ રહીને પોતાનાં કાન સહેજ પાછળ કર્યા.

“આ રીતે મને પૂછ્યા વગર તું કદી ફરીવાર મને ક્યાંય નઈ લઈ જાય ઓકે...!?” આરવનો કાન ખેંચીને લાવણ્યા કડક સ્વરમાં બોલી.

“ઓકે....!” આરવ ઢીલું મોઢું કરીને બોલ્યો અને આગળ જોઈ બાઈક ચલાવા લાગ્યો.

“અને કોફી આપડે કાલે પીવાં જઈશુંજ....!”

“પ્રોમિસ...!?” ઢીલું મોઢું કરીને આરવ પાછળ જોઈને બોલ્યો.

“હાં બાબાં....પ્રોમિસ જઈશું...! પણ તું બી મને પ્રોમિસ કર...! કે તું ફરીવાર આવું નઈ કરે...! હમ્મ...!?”

“હાં પ્રોમિસ...!” આરવ બોલ્યો અને આગળથી યુ-ટર્ન મારી બાઈક પાછું લીધું અને જોધપૂર તરફ ચલાઈ દીધું.

***

“બસ...બસ....!અહિયાંજ...! ગેટ આગળ...!” પોતાની સોસાયટીનો મેઈન ગેટ આવી જતાં લાવણ્યા બોલી.

“પણ...! હું આવું છુંને....! ઘર સુધી..!”

“ના....! અહિયાંજ ઊભી રાખ...!” લાવણ્યા કડક સ્વરમાં” બોલી.

લાવણ્યાનો સ્વર સાંભળી આરવ સમજી ગયો અને બાઈક ધીમું કરીને લાવણ્યાની સોસાયટીના ગેટ આગળ ઊભું રાખ્યું.

“ગૂડ નાઈટ...!” લાવણ્યા બોલી અને પાછું ફરી.

“અરે....!? બસ...!?” આરવે હાથ કરીને નવાઈપામીને પૂછ્યું “ગૂડ નાઈટ...!?”

“તો શું..!?” લાવણ્યાએ પણ નવાઈપૂર્વક પૂછ્યું.

“ક...કઈં નઈ....!” આરવ ઢીલું મોઢું કરીને બોલ્યો “ગૂડ નાઈટ ....બીજું શું...!”

“હી...હી....! ડરપોક....!” લાવણ્યા ધીરેથી બબડી.

“શું...!?”

“કઈં નઈ...! જા અવે...! કાલે મલીએ...!” લાવણ્યા મલકાઈને બોલી અને પાછુંવળીને સોસાયટીના ગેટ તરફ જવાં લાગી.

લાવણ્યાને સોસાયટીના અંદર જતાં આરવ બાઈક ઉપર બેઠાં-બેઠાં જોઈ રહ્યો.

“અરે....! આ તો...નેહા છે...!?” લાવણ્યાના જતાં રહ્યાં પછી આરવ હજી તેનાં બાઇકને ગિયરમાં નાંખી રહ્યો હતો ત્યાંજ એક હોન્ડા સિટિ કારમાં આગળની સીટમાં તેણે નેહાને બેઠેલી જોઈ.

સામેની દિશામાંથી આવતી કારે તરતજ આરવની આગળથી ટર્ન કર્યો અને લાવણ્યાની સોસાયટીના ગેટમાંથી અંદર એન્ટર થઈ. કાર સોસાયટીમાં જઈ રહી હતી ત્યારે આરવે જોયું મોબાઈલ મચેડી રહેલી નેહાનું ધ્યાન એ વખતે બહારની તરફ નહોતું.

“બાપરે...! નેહા પણ આજ સોસાયટીમાં રે’છે...!?” આરવ ચોંકયો હોય એમ કોર્નરનાં પહેલાંજ ઘર આગળ નેહાને કારમાંથી ઊતરતી જોઈ રહ્યો.

“બચી જવાયું...! એ જોઈ ગઈ હોત...! તો દસ પ્રશ્નો પૂછત...!” નેહાને ઘરનાં ઓટલાંનાં પગથિયાં ચઢતી જોઈ રહેલો આરવ બબડ્યો.

“ફટાફટ નીકળવું પડશે...!”બાઇકને ગિયરમાં નાંખીને આરવે એક્સિલેટર ફેરવી દીધું.

***

“વન્સ મોર...વન્સ મોર...!” આરવ ઉત્સાહપૂર્વક બોલ્યો “બધાંજ બૂમો પાડતાં’તાં...!”

“જાને અવે...! ફેંકું...!” બેડમાં આરવની સામે બેઠેલી ઝીલ બોલી.

ઘરે આવીને આરવે યૂથ ફેસ્ટિવલમાં બનેલી આખી ઘટના વિષે ઝીલને કહી સંભળાવ્યું હતું.

“અરે સાચું કવ છું યાર....! સાચે એવુંજ થયું ‘તું...!” આરવ નાનાં બાળકની જેમ ઝીલને મનાવા મથી રહ્યો.

“મેં એટલું જોરદાર ગાયું’તું કે જજીસે તો સ્ટેન્ડિંગ ઓવેશન આપી દીધું...!”

“બા....અ......સ...!” ઝીલ હાથ કરીને લાંબો લહેકો લઈને બોલી “હવે બવ ફેંકયું તે...! ચલ હવે મને વાંચવાદે...!”

બેડમાં પોતાની બાજુમાં પડેલું બેગ હાથમાં લેતાં ઝીલ બોલી.

“અરે યાર તું માનતી કેમ નઈ...!?” આરવ દયામણું મોઢું કરીને બોલ્યો.

“તો કોઈએ તો વિડીયો રેકોર્ડ કર્યો હશેને...!?” ઝીલ દલીલ કરતી હોય એમ બોલી “મને બતાડ...! તો હું માનું...!”

“અરે હાં નઈ....!” આરવ બોલ્યો અને પોતાનાં મોબાઈલમાં whatsapp ખોલી જોવાં લાગ્યો.

“અરે વાહ...! લાવણ્યાએ જ વિડીયો શેયર કરેલો છે...!” વાઈરલ ગ્રૂપમાં આવેલાં મેસેજમાં આરવે લાવણ્યાએ શેયર કરેલાં વિડીયો નીચે કેપ્શન વાંચીને આરવ ખુશ થઈને બોલી ઉઠ્યો.

“જો...જો...!” વિડીયો ડાઉનલોડ કરી નીચે લખેલું કેપ્શન ઝીલને વાંચવા આરવે સ્ક્રીન તેણી સામે ધરી.

“Aarav rocks…!” કેપ્શન વાંચીને ઝીલ બબડી અને વિડીયો પ્લે કર્યો.

“લે જાયે તુઝે કહાં..હવાયે...હવાયે...!”

વિડીયોમાં આરવને સ્ટેજ ઉપર સોંન્ગ ગાતો જોઈ રહી.

“અમેઝિંગ હાં...!” હોંઠ બનાવી ઝીલે વિડીયો પોતાનામાં ફોરવર્ડ કરવાં માંડ્યો “હું મારાં બધાં ફ્રેન્ડ્સને મોકલીશ...!”

ઝીલ આંખો મોટી કરીને બોલી.

“અરે તું નંબર તો જો...!” આરવ પણ આંખો મોટી કરીને બોલ્યો “લાવણ્યાએ પોતે વિડીયો શેયર કર્યો છે...!”

“તું તો એવી રીતે બોલેછે જાણે એ મિસ વર્લ્ડ હોય....!”

“અરે મારાં માટે તો એ મિસ વર્લ્ડજ છે...!”

“ટ્રીન....ટ્રીન...ટ્રીન.....!” ત્યાંજ ઝીલના હાથમાં રહેલો આરવનો ફોન રણક્યો.

“લે તારી મિસ વર્લ્ડનો ફોન છે...!” ઝીલે મોબાઈલ આરવ તરફ ધર્યો.

“હેં...!? અરે બાપરે...!?” સ્ક્રીન ઉપર લાવણ્યાનો નંબર જોઈને આરવે ઝડપથી ફોન હાથમાં લીધો અને હાંફળા-ફાંફાળા થઈને બેડમાંથી ઊભાં થઈને ઝીલનાં રૂમની બાલ્કનીમાં દોડી ગયો.

“હાં...હાય...!” ગભરાટમાં આરવ જેમ-તેમ બોલ્યો.

“વિડીયો જોયો...! તો પણ ફોન નાં કર્યો અને થેન્ક યુ નો મેસેજ પણ નઈ આવું ચાલે..!?” લાવણ્યા ખખડાવતી હોય એમ નકલી ગુસ્સો કરીને બોલી.

“અરે નાં..નાં...મેં તો whatsapp ચેકજ નો’તું કર્યુ...!” આરવ દલીલ કરતો હોય એમ બોલ્યો.

“ચલ જૂઠ્ઠા...! મેં જોયું...! તું ઓનલાઈનજ હતો...!” લાવણ્યા બોલી.

“અરે પણ....! સોરી....!” કોઈ દલીલ નાં બચતાં આરવે જાણે હથિયાર નાંખી દીધાં હોય એમ ઢીલા સ્વરમાં બોલ્યો.

“હાં..હાં....તું કેમ સાવ આવો ડરી જાય છે...!?” લાવણ્યાએ હસીને પૂછ્યું.

“અરે તમે બવ ડેંન્જર છો....! એકદમ ધાકડ...!” આરવ બોલ્યો.

“ઓય.... ડેંન્જરવાળાં...!?”

“જો...જો...કેવું ખખડાવા લાગ્યાં...!”

“હી...હી...તું જબરો છે હોં...!”

“હું નઈ તમે....!” આરવ બોલ્યો અને બાલ્કનીમાંથી હાથ લંબાવી બહાર પડી રહેલાં ધોધમાર વરસાદમાં પોતાની હથેળી પલાળી.

“તો હું જબરી એમ...!?”

“હી...હી...વરસાદ પડે છે...!?” આરવે પૂછ્યું.

“હમ્મ....! જોરદાર....! ચલ....કાલે મલીએ....!” લાવણ્યા બોલી અને ફોન મૂકવા જતી હતી ત્યાંજ આરવ બોલી ઉઠ્યો

“અ...વાત નઈ કરવી..?”

“શું વાત કરવી છે તારે બોલ..!? શેયર બજારના ભાવ જાણવા છે...!?” લાવણ્યાએ હસીને ટોંન્ટ માર્યો.

“હી...હી..ના....અવે...!”

“તો પછી...ચલ...બાય....!” લાવણ્યા બોલી અને કૉલ કટ કર્યો.

“બીપ...બીપ...!” થોડીવાર પછી આરવે લાવણ્યાને મેસેજ કર્યો.

“Hi….!”

“અરે...!? હવે શું છે...!?” લાવણ્યાએ વળતો મેસેજ કર્યો.

“એમજ....! વાત કર્યા વગર ઊંઘ નઈ આવે...!” આરવે મેસેજનો રિપ્લાય આપ્યો અને જોડે બે-ત્રણ બ્લશ સ્માઈલી મોકલ્યા.

“તો હું શું કરું...!? લોરી સંભળાવું...એમ...?” લાવણ્યા મેસેજ કર્યો “તું તો બાલમંદિરનાં ટેણીયાઓ જેવો છે..!”

“એવું કઈં નથી અવે….!” આરવે ગુસ્સાંવાળાં સ્માઇલી મોકલી મેસેજ કર્યો.

કોઈને કોઈ વાતે આરવે લાવણ્યા જોડે મેસેજમાં અડધો-પોણો કલ્લાક વાત કરી.

“હવે હું કંટાળી હોં..! બાય..” લાવણ્યાએ મેસેજ કરીને whatsapp બંધ કર્યું.

આરવે વધુ બે-ત્રણ મેસેજ કરી જોયાં. જોકે લાવણ્યાએ ઇન્ટરનેટ બંધ કરી દીધું હોવાથી તેણીને મેસેજ પહોંચ્યાજ નઈ.

પોતાનાં રૂમમાં આવીને આરવે બેડ ઉપર લંબાવી દીધું. લાવણ્યા વિષે વિચારતો-વિચારતો અને પડખાં ફેરવતો આરવ છેવટે વહેલી સવારે ઊંઘ્યો.

***

“બીપ....બીપ...!” કોલેજની બહારનાં બસસ્ટેન્ડ પાસે લાવણ્યા ઊભી હતી ત્યાંજ કોલેજનાં ગેટ તરફથી આરવ પોતાનું બાઈક લઈને આવતો દેખાયો.

બસસ્ટેન્ડ આગળ ઊભેલી લાવણ્યાને જોઈને આરવે તેનાં બાઈકનો હોર્ન વગાડયો.

બાઈક લાવણ્યાની આગળ લઈ જઈને આરવે ઊભું રાખ્યું. યૂથ ફેસ્ટિવલ પતી ગયાં પછી લાવણ્યાએ પોતાનું પ્રોમિસ નિભાવાં આરવ સાથે આજે કોલેજ પત્યા પછી કોફી પીવાં જવાનું નક્કી કર્યું હતું. અને આરવે કરેલાં પ્રોમિસ મુજબ બંને કોલેજની બહારથી જઈ રહ્યાં હતાં.

“તારી કાર ક્યાં ગઈ....!?” બાઈક જોતાંજ લાવણ્યાએ પૂછ્યું અને બસસ્ટેન્ડનું પ્લેટફોર્મ ઉતરીને બાઈકનાં સ્ટિયરિંગ પાસે આવી.

“સર્વિસમાં....!” આરવ બોલ્યો “કેમ તમને બાઈક નઈ ફાવે....!?”

“ફાવશે....! અને તારું ગિટાર...!?”

“તમને નડે નઈ એટ્લે હું આજે બપોરે લંચમાં ઘરે મૂકીને આયો...!” આરવ ભોળાંભાવે બોલ્યો.

“Aww….! ચો ચ્વિટ....!” લાવણ્યાએ આરવનાં ગાલ ખેંચ્યાં અને બાઈકની પાછલી સીટ ઉપર બેસવાં લાગી.

“શંભુ ઉપર જઈશુંને....!?” આરવે પાછળ બેસી રહેલી લાવણ્યાને કહ્યું.

“નાં...! હું તને એક મસ્ત જગ્યાએ લઈ જવ છું...! ત્યાં આપણે કોફી પણ પીશું અને કઈંક ખાઈશું પણ....!” લાવણ્યા બોલી.

“ક્યાં...!?” બાઈકને ગિયરમાં નાંખી એક્સિલેટર આપતાં આરવે પૂછ્યું.

“એસજી હાઇવે....! ફૂડ ટ્રક પાર્ક....!” લાવણ્યા બોલી અને આરવે બાઈક એસજી હાઇવે તરફ જવાં યુનિવર્સિટી રોડ તરફ વાળી લીધું.

***

“ઓહ માય.....! શું જગ્યા છે.....!” એસજી હાઇવે ઉપર ખેતલાપા ટી-સ્ટૉલની પાછળ આવેલાં ફૂડ ટ્રક પાર્કમાં પહોંચતાંજ આરવ આંખો મોટી કરીને આજુબાજુ જોતાં-જોતાં બોલી ઉઠ્યો.

વિશાળ ચોરસ પ્લોટમાં વચ્ચે ખાલી જગ્યા રાખવામાં આવી હતી અને આજુબાજુ નાના-નાનાં ફૂડ ટ્રક્સને એકબીજાંથી થોડા-થોડા અંતરે ઊભાં કરવામાં આવ્યાં હતાં. બધાંજ ટ્રક્સને યુનિક લૂક આપવામાં માટે કલરફૂલ રંગોથી રંગવામાં આવ્યાં હતાં. કેટલાંક ટ્રક્સને તો રંગબેરંગી લાઇટ્સથી ડેકોરેટ પણ કરવામાં આવ્યાં હતાં. અલગ-અલગ ફૂડ ટ્રક્સમાં વિવિધ પ્રકારનું સ્ટ્રીટ ફાસ્ટ ફૂડ જેવુકે દાબેલી, વડપાવ, પફ, પીઝા, પાંવભાજી, કોલ્ડડ્રિંક્સ, મળતું હતું. કેટલાંક ટ્રક્સમાં કોલ્ડકોફી વગેરે પણ મળતા હતાં. અમદાવાદના ફેમસ ખાઉગલી કહેવાતાં માણેકચોકમાં જેમ વિવિધ ખાણીપીણીની આઈટમો મળતી તેમ અહિયાં પણ અનેક ખાવાંપીવાની આઈટમોના ટ્રક્સ હતાં. ચોરસ પ્લોટમાં બને બાજુ આવાં કલરફૂલ ટ્રક્સ પાર્ક કરેલાં હતાં અને વચ્ચે ખાલી જગ્યામાં નદીનાં નાનાં-નાનાં પથ્થર પાથરવામાં આવ્યાં હતાં. જેની ઉપર નાનાં વુડન રાઉન્ડ ટેબલ અને આજુજાજુ એવીજ વુડન ચેયર્સ પણ મૂકવામાં આવી હતી. પ્લોટની વચ્ચોવચ એક ઊંચો થાંભલો ઊભો કરી તેની ટોચ ઉપરથી લાઇટ્સની સિરિઝો લાંબી કરી બધાં ફૂડ ટ્રક્સની છત ઉપર લગાડવામાં આવી હતી. આનથી વચ્ચે ટેબલ ઉપર બેસી ખાઈ-પી રહેલાં લોકોને તેમની માથે તારાં ટમટમતા હોય એવું લાગતું.

“ગજબ પ્લેસ છે યાર...!” ફૂડ ટ્રક પાર્કમાં ખાવાં માટે જામેલી ભીડ અને ત્યાંનું એટ્મોસ્ફીયર જોતો-જોતો આરવ બબડ્યો.

“અહિયાં આવ...!” લાવણ્યાએ આરવનો હાથ પકડીને ખેંચ્યો અને એક રાઉન્ડ ટેબલ પાસે લઇ ગઈ.

“તું બેસ....! હું આપડા બેય માટે કોફી લેતી આવું છું...!” લાવણ્યા બોલી અને કોફીના એક ટ્રક તરફ જવાં લાગી.

“અરે કેમ....!? કોફી માટે હું તમને કે’તોતોને..! તો હું લઈશ...!” આરવ ભોળા ચેહરે બોલ્યો.

“અહિયાં હું તને લઈને આવીને...!?” લાવણ્યા નકલી ગુસ્સો કરતી હોય એમ આરવ સામે હાથ કરીને બોલી “તો બધાં પૈસાં પણ હુંજ કાઢીશ અને કંઈપણ ખાવાનું હુંજ લેવાં જઈશ....! હમ્મ...!”

“પ...પણ...!”

“આરવ...! ડીયર...! મેં કીધુંને...! એટલે નો આરગ્યુમેન્ટસ...!” એટલું કહીને લાવણ્યા જમણી બાજુ કોફીના ટ્રક તરફ જવાં લાગી.

“આ લે...!” થોડીવાર પછી લાવણ્યા કોફીના બે મોટાં કપ લઈને આવી અને આરવની આગળ રાઉન્ડ ટેબલ ઉપર મુક્યાં.

“હવે મને કે’...!” લાવણ્યા આરવની સામે ચેયરમાં બેસતાં બોલી “કેવી લાગી તને આ જગ્યાં...!?”

“કીધું તો ખરાં ઓસ્સમ...! એકદમ..! તમારી જેવી...!” આરાવે તેની આંખો પટપટાવી પછી તરતજ તેનાં હોંઠ દબાવીને નીચું જોઈ લીધું.

“ઓયે...! પે’લ્લીજ વાર કોફી પીવાં આયા ‘ને તે તો ફલર્ટ પણ ચાલું કરી દીધું...! એમ..!?” લાવણ્યા નકલી ગુસ્સો કરતી હોય એમ આંખો મોટી કરીને બોલી.

“સોરી તમને ખોટું લાગ્યું હોય તો..!” આરવ છોભીલો પડ્યો હોય એમ બોલ્યો.

લાવણ્યા હસી અને પોતાનાં કપમાંથી સ્ટ્રો વડે કોફી પીવાં લાગી. આરવ પણ કોફી પીવાં લાગ્યો. કોફી પીતાં-પીતાં આરવ લાવણ્યા સામે નાનાં બાળકની જેમ મુગ્ધ નજરે જોઈ રહ્યો.

“તને સિંગિંગ બવ ગમે છેને...!?” થોડીવાર પછી લાવણ્યાએ પૂછ્યું.

“હમ્મ....! બઉજ....! અરીજીતસિંઘ મારાં ફેવરીટ સિંગર છે....!” આરવે કહ્યું અને કોફીની એક સીપ ભરી.

“મને નો’તી ખબર તું આટલું સરસ ગાય છે...”

“થેંન્ક યું...! પણ મારાં પપ્પાને નઈ લાગતું કે મારે સિંગિંગ કરવું જોઈએ...!” આરવ સહેજ ઢીલું મોઢું કરીને બોલ્યો “એ તો મને અમારાં ફેમીલી બીઝનેસમાંજ જવાનું કે’છે...!”

“અને તારે શું કરવું છે...!?” લાવણ્યાએ પ્રેમથી આરવ સામે જોઈને પૂછ્યું.

“સિંગર બનવું છે.....!” આરવે એવાંજ ઢીલાં મોઢે કહ્યું.

“તો પ્રોબ્લેમ શું છે...!?”

“મને નઈ ખબર પડતી....! હું ક્યાંથી સ્ટાર્ટ કરું...!” મૂંઝાઈને ઢીલું મ્હોં કરી નીચું જોઇને આરવ બોલ્યો.

“અહિયાંથી સ્ટાર્ટ કર....!” લાવણ્યાએ શાંતિથી કહ્યું.

“એટલે...!?” આરવ વધુ મૂંઝાયો.

“પાછળ જો..!” લાવણ્યાએ આરવની પાછળ નજર નાંખીને કહ્યું.

પાછળની દીવાલની આગળ એક નાનું સ્ટેજ બનાવેલું હતું. જેની ઉપર લાઈવ ઓરકેસ્ટ્રાનાં બે-ત્રણ કોમન મ્યુઝીશિયન જેવાંકે ડ્રમ પ્લે કરનાર વગેરે બેઠાં હતાં. સ્ટેજની આગળના ભાગે વચ્ચે એક માઈક અને ચેયર ગોઠવેલાં હતાં. જોડે એક ગીટાર સ્ટેન્ડ ઉપર આરવના ગીટાર જેવુંજ ખાખી ગીટાર પણ મુકેલું હતું.

“અહિયાં દર ફ્રાઈડેથી સનડે ...ત્રણ દિવસ લાઈવ ઓરકેસ્ટ્રા બેસે છે...!” લાવણ્યા સમજાવા લાગી. આરવ પાછું મ્હોં કરીને સ્ટેજ ઉપર બેઠેલાં ઓરકેસ્ટ્રા સામે જોઈ રહ્યો અને લાવણ્યાને સાંભળી રહ્યો.

“અહિયાં ઓપન ઇન્વીટેશન હોયે છે...!” લાવણ્યા આગળ બોલી “જે લોકો આ ફૂડ ટ્રક પાર્કમાં નાસ્તો-પાણી કરવાં આવે છે...! એમાંથી જો કોઈને સારું ગાતાં આવડતું હોય તો એ અહિયાં સ્ટેજ ઉપર જઈને ગાઈ શકે છે...! આ લોકો વિડીયો રેકોર્ડ કરીને પછી યુટ્યુબ ઉપર પણ મૂકતાં હોય છે...!”

“wow યાર....! મસ્ત છે આતો...!” આરવે લાવણ્યા સામે જોઇને કહ્યું.

નાનાં બાળકની જેમ ખુશ થઈ ગયેલાં આરવને લાવણ્યા જોઈ રહી. આરવ ફરીવાર હવે પાછું ફરીને સ્ટેજ તરફ જોઈ રહ્યો હતો.

“શું વિચારે છે...!?” લાવણ્યાએ પૂછ્યું “જા...! સ્ટેજ ઉપર....! અને એ દિવસે તે યુથ ફેસ્ટીવલમાં જે ધમાલ મચાવી હતી...! એવી ધમાલ મચાવીદે.....!”

“પણ કેટલી બધી પબ્લિક છે...!” આરાવે આજુબાજુ ભીડ જોઇને કહ્યું.

લગભગ બધાંજ ટેબલ ફૂલ હતાં. ખાવાનાં શોખીન હોય એવાં જેમને ટેબલ નહોતું મળ્યું એ લોકો પણ જે-તે ફૂડ ટ્રક આગળ કે પછી જ્યાં જાગ્યાં મળે ત્યાંજ ઉભાં રહીને ખાઈ-પી રહ્યાં હતાં. જાણે મેળો ભરાયો હોય એવી ભીડ ત્યાં જામેલી હતી.

“યુથ ફેસ્ટીવલ કરતાં તો ઓછી ભીડ છે...!” લાવણ્યાએ દલીલ કરી “અને તું જ તો કે’તોતો ને...! કે હવે તારો સ્ટેજ ફીયર દુર થઇ ગ્યો...!? તો હવે શું વાંધો છે...!?”

“પણ ...આ તો સાવ આજાણ્યા લોકો છે યાર...!” આરવ બાળકો જવું મોઢું બનાવીને બોલ્યો.

“હું તો તારી જાણીતી છુંને...!?” લાવણ્યાએ આરવનો ગાલ ખેંચીને કહ્યું.

“પણ...!”

“આરવ....!” લાવણ્યાએ હવે ટેબલ ઉપર આરવનાં હાથ ઉપર પોતાનો હાથ મુકીને પ્રેમથી કહ્યું “મેં કીધુંને....! હું અહિયાંજ છું...! હમ્મ..!”

આરવ એવીજ મુગ્ધ નજરે લાવણ્યા સામે થોડીવાર જોઈ રહ્યો.

“અને હાં....! જો તું આજે અહિયાં સોન્ગ ગાઈશ...! તો હું દર ફ્રાઈડે....! કે પછી વિકએન્ડમાં તારી જોડે અહિયાંજ કોફી પીવાં માટે અઈશ...!” લાવણ્યા આંખો મોટી કરીને લાલચ આપતી એમ બોલી.

“સાચે...!?” આરવ નાનાં બાળકની જેમ ખુશ થઈ ગયો.

“જોતો...! કેવો ખુશ થાય છે છોકરો...!” લાવણ્યા સ્મિત કરતાં બોલી.

“અરે તમે મારું અલ્ટીમેટ મોટીવેશન છો....!” આરવ બોલ્યો અને ચેયરમાંથી ઉભો થઇ ગયો “હવે જોવો...! હું જલસો કરાવી દઉ આ લોકોને....! એની માને....!”

“હાં...હાં...હાં.....! Aww....! ચો ક્યુટ ....!” લાવણ્યા હસી પડી.

આરવ હવે ટેબલો વચ્ચેની જગ્યામાંથી ચાલતો-ચાલતો સ્ટેજ તરફ જવાં લાગ્યો.

***



“વુઉઉઉઉ......!” ચેયરમાંથી ઊભી થઈને લાવણ્યા તાળીઓ પાડી ઉઠી.

ફૂડ ટ્રક પાર્કનાં સ્ટેજ ઉપર આરવે હમણાંજ બૉલીવુડનું એક હિટ સોંન્ગ “સોનિયો.....ઓ સોનીયો....!” સોંન્ગ ગાયું હતું.

ગિટારની ટ્યુન ઉપર આરવનાં સૂરીલા સ્વરમાં એ સોંન્ગ સાંભળીને ત્યાં હાજર બધીજ પબ્લિકે લાવણ્યાની જેમજ તાળીઓથી આરવને વધાવી લીધો હતો. ઘણાં લોકોએ સ્ટેજ ઉપર સોંગ ગાઈ રહેલાં આરવનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું.

“કેવું લાગ્યું...!?” સ્ટેજ ઉપરથી ઉતરીને લાવણ્યા જોડે આવતાંજ આરવે પૂછ્યું.

“એકદમ જો...!”

“એક્સક્યુઝ મી....!” લાવણ્યા બોલવાંજ જતી હતી ત્યાંજ આરવની પાછળથી એક આઘેડ ઉમ્મરની વ્યક્તિએ બોલાવ્યો.

આરવ અને લાવણ્યાએ એ વ્યક્તિ તરફ જોયું.

“તમે બહુ સરસ ગાયું હોં...!” તે વ્યકિતએ કહ્યું “મારું નામ રિતેશ શાહ છે...! હું આ ફૂડ ટ્રક પાર્કનો મેનેજર છું...!”

“ઓહ....! થેન્ક યુ...!” આરવે તેમની જોડે હાથ મિલાવતાં કહ્યું.

“જો તમને વાંધો ના હોય તો તમે દર વિકેન્ડ અહિયાં સોંન્ગ ગાવાં આઈ શકો...!? સાંજના ટાઈમે....!?”

“હેં...!? અ...!?”

“હાં....હાં....આવશે...! હોં...!” વિચારે ચઢી ગયેલાં આરવને લાવણ્યા તરતજ બોલી પડી.

“પણ....!?” આરવ મુંઝાઇને લાવણ્યા સામે જોઈ રહ્યો.

“અરે તું ચિંતા ના કરને...! હમ્મ..!” લાવણ્યાએ નીચેથી આરવનો હાથ પકડી લીધો પછી ધીરેથી તેનાં કાન નજીક મોઢું લઈને બોલી “હું આઈશ તારી જોડે...! દર વીકએન્ડ....!”

“હાં .....તો તો હું આઈશ....!” આરવ ખુશ થઈને લાવણ્યા સામે જોઈ રહીને બોલ્યો.

“આમ મોઢું કરીને બોલ...!” લાવણ્યાએ પોતાની સામેથી આરવનું મ્હોં ફૂડ ટ્રક પાર્કના મેનેજર રિતેશભાઈ તરફ ફેરવ્યું.

“હું આઈશ રિતેશભાઈ...!” આરવે સ્મિત કરીને તેમની સામે જોઈને કહ્યું.

“ઓકે...! શું ચાર્જ લેશો તમે...!?” રિતેશભાઈએ પૂછ્યું.

“ના...ના.. કોઈ ચાર્જ નઈ....!” લાવણ્યાએ કહ્યું “પણ કદાચ કોઈવાર ના મેળ પડે તો અમે ના પણ આઈએ….!”

“હાં...! હાં...! સમજી ગ્યો...! ફ્રી લાન્સ ટાઈપ....!” રિતેશભાઈ બોલ્યાં.

“હાં એવુંજ...!” લાવણ્યાએ સ્મિત કરીને કહ્યું “કાલે સેટરડે મળીએ....ચાલો...! બાય...!”

રિતેશભાઈએ હકારમાં માથું ધૂણાવતા આરવનું બાવડું પકડીને લાવણ્યા તેને ત્યાંથી લઈ જવાં લાગી.

“તમે સાચેજ આવશોને દર વિકેન્ડ મારી જોડે...!?” આરવે લાવણ્યા સામે જોઈને મુગ્ધભાવે પૂછ્યું.

“તારાં માટે વધારે જરૂરી શું છે...!?” લાવણ્યાએ પૂછ્યું “મારું જોડે આવવું કે અહિયાં સોંન્ગ ગાવું...!?”

“તમારું જોડે આવવું....!” આરવથી જાણે બોલાઈ ગયું.

“હેંએએ...!?” લાવણ્યાએ આંખો મોટી કરી સ્મિત કર્યું.

“એટ્લે એમ કઉ છું કે તમે જોડે હોવ....! તો ગમે હું ત્યાં સોંગ ગાઈ લઉં....!” આરવ થોથવાઈ ગયો.

“એક શરત ઉપર હું તારી જોડે આઈશ...!” લાવણ્યા અદબવાળીને બોલી “તું મને “તમે”ની જગ્યાએ “તું” કહીને બોલાવે તોજ....!”

“ઓકે....! હું હવે તમને એજરીતે બોલાવીશ...!”

“હી..હી.... !” લાવણ્યાથી હસાઈ ગયું.

“એટ્લે તને...! તને હું એજરીતે બોલાઈશ...! ઓકે...!”

“હમ્મ....!”

“હું બાઇક લેતો આવું છું...!” એટલું કહીને આરવ હાથમાં ચાવી રમાડતો-રમાડતો પાર્કિંગ તરફ જવાં લાગ્યો.

આરવ થોડે દૂર ગયાં પછી લાવણ્યાએ પોતાના જીન્સના પોકેટમાંથી મોબાઇલ કાઢ્યો અને તેમાં વોટ્સએપ ઓપન કર્યું.

ફૂડ ટ્રક પાર્કના સ્ટેજ ઉપર આરવે ગયેલાં સોંન્ગનો જે વિડીયો લાવણ્યાએ પોતાનાં મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો તે તેણીએ કોલેજના વાઈરલ ગ્રૂપમાં ફોરવર્ડ કરવાં માંડ્યો.

“આરવ....! લાઈવ સિંગિંગ એટ ફૂડ ટ્રક પાર્ક, એસ જી હાઇવે....!” બબડતાં લાવણ્યાએ વિડીયો નીચે કેપ્શન લખવાં માડ્યું “એવરી વીકએન્ડ...! એટ 7 PM….!”

કેપ્શન લખીને લાવણ્યાએ વિડીયો ફોરવર્ડ કરી દીધો.

***



“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19