31 ડિસેમ્બરની તે રાત - 18 Urvil Gor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

31 ડિસેમ્બરની તે રાત - 18

ગયા ભાગમાં જોયું કે વિરલ સાહેબ ફૂટેજ જોઈ રહ્યા હતા અને એમાં બ્લેક જેકેટ પહેરીને કોઈ વ્યક્તિ ઘટનાની રાતે ટેરેસ પરથી નીચે આવતી દેખાઈ રહી હતી.

"સર હું રાહુલ , નીરજ અને જૉનને લઈને આવ્યો છું." લ્યુકે કેબિનમાં આવી વિરલ સાહેબને જાણ કરી.

" લ્યુક એક માહિતી મળી છે " વિરલ સાહેબે તે બ્લેક જેકેટવાળી વ્યક્તિની આખી ફૂટેજ બતાવતા કહ્યું.

લ્યૂકે આખી ફૂટેજ જોઈ અને બંને રાહુલ , નીરજ અને જૉનને મળવા બહાર આવ્યા.

"સર... અમને અહીંયા કેમ લવવવામાં આવ્યા છે? " રાહુલે વિરલ સાહેબને આવતા જોઈને પૂછ્યું.

" રાહુલ , નીરજ અને જૉન રાઈટ...? કેશવના સંસ્થાના મિત્રો...એક કામ કરો ફટાફટ તમારી કેશવ સાથેની મિત્રતા વિશે જણાવો. " વિરલ સાહેબે આવતા જ સમયનો અભાવ હોય તેમ કામ શરૂ કર્યું.

"સર મારી મિત્રતાની વાત કરું તો કેશવ મારો ખાસ મિત્ર રહ્યો છે. લગભગ રોજ અમારી વાત થતી હતી અને દરેક વાતો અમે શેયર કરતા હતા. સાથે સાથે ઘણા બધા પ્રવાસના આયોજનો પણ કરતા....." રાહુલે તેની મિત્રતા જણાવી પરંતુ કોઈ ખાસ માહિતી વિરલ સાહેબને પ્રાપ્ત થઈ નહીં.

જૉન : "મારી કેશવ સાથે એટલી ગાઢ મિત્રતા ન હતી જેવી તેની રાહુલ સાથે કે તેના કોલેજના મિત્રો સાથે હતી. અમે બંને માત્ર હાય.. હેલો પૂરતું વાતચીત કરતા હતા અને એની સાથે કોઈ ખાસ રહસ્યો કે એવી કોઈ વાતો શેયર થતી ન હતી." જૉને પણ સામાન્ય માહિતી અને તેમાં પણ ખાસ માહિતી મળી નહીં.

" બરોબર... લ્યુક એક કામ કર જૉનને સાથે લઈ જા અને મસૂરી ટ્રીપના તમામ ફોટોઝ લઈ લે. "

નીરજ : હું અને કેશવ મિત્રોતો હતા પરંતુ અમારા બંને વચ્ચે ક્યારે બોલાચાલી થઈ જાય કહેવાય નહીં.

" હા એતો જેસિકા અને કેશવની મિત્રતાથી થવાનું જ હતું. "

વિરલ સાહેબના મોંઢેથી આવું સાંભળતા નીરજ કશું બોલી ન શક્યો.

લગભગ બે - ત્રણ કલાક સળંગ પૂછપરછ બાદ પણ વિરલ સાહેબ સામે કોઈ માહિતી ન હતી.

સામે હતા તો માત્ર મસૂરીની ટ્રીપના ફોટા અને માત્ર કેશવના ફ્લેટની તે રહસ્યમય ફૂટેજ...

***********************

બીજા દિવસે ,
સવારના 8 વાગે,

વિરલ સાહેબ અને લ્યુક સ્કાય બ્લ્યુ એપાર્ટમેન્ટમાં એન્ટર થઈ રહ્યા હતા.

નીચે ગાડી પાર્ક કરી તેઓ લિફ્ટ તરફ આગળ વધ્યા.

વિરલ સાહેબ અને લ્યુક કેશવના ફલેટના ટેરેસ પર જઈ જોવા માંગતા હતા કે મળેલી ફૂટેજના કારણે કંઇક ટેરેસ પર મળે છે કે કેમ.

બંને દસમાં માળે પહોંચ્યા. વિરલ સાહેબ ટેરેસ પર પહોંચ્યા અને દૂરથી જ આખા ટેરેસ પર નજર કરી રહ્યા હતા જ્યારે લ્યુક બીજી તરફ જઈ ટેરેસ જોઈ રહ્યો હતો.

વિરલ સાહેબે ટેરેસની રોડ તરફની દીવાલ તરફ આગળ વધી રહ્યા હતા અને ત્યાં જઈને જોયું તો શું? એક જાડી દોરી દીવાલની પાછળથી છેક નીચે સુધી લટકાવેલી હતી.

વિરલ સાહેબને જે શંકા હતી તે જ થયું.

"લ્યુક..." વિરલ સાહેબે લ્યુકને બૂમ પાડીને બોલાવ્યો.

વિરલ સાહેબ :- લ્યુક જો...

લ્યુક :- મતલબ તે ફૂટેજમાં જે વ્યક્તિ હતી તે અહીંયા થી આવી હતી.

વિરલ સાહેબ:- રાઈટ...

લ્યુંકે તરત તે દોરી કાઢી સબૂત મૂકવાના બેગમાં નાંખી દીધી અને થોડી પૂછપરછ કરી વિરલ સાહેબ અને લ્યુક બંને ત્યાંથી નીકળી ગયા.

પોલીસ સ્ટેશન જઈ લ્યુકે તરત જ તે દોરી ફોરેન્સિકમાં મોકલી અને ત્યાર બાદ કેશવના મિત્રોની ફિંગર પ્રિન્ટ મેચ કરવા આદેશ આપી દીધો.

આ બાજુ વિરલ સાહેબના મનમાં હાશ થઈ કંઇક સબૂત મળવાને કારણે... કારણ કે એક પણ નાની બાબત કેસ માટે મહત્વની સાબિત થઈ શકે છે.

*************************

એક દિવસ બાદ ફોરેન્સિકમાંથી રિપોર્ટ આવી ગઈ પરંતુ કેશવના એક પણ મિત્રની ફિંગર પ્રિન્ટ તે દોરી સાથે મેચ ન થઈ તેનો સીધો મતલબ એમ થતો હતો કે કેશવનું મર્ડર કોઈ બહારના વ્યક્તિએ કર્યું છે...પરંતુ બહારના વ્યક્તિએ શા માટે કેશવનું મર્ડર કર્યું?

એક બીજી વાત વિરલ સાહેબના મગજમાં નહતી બેસતી કે તે વ્યક્તિ દોરી મારફતે ટેરેસ પરથી આવી પરંતુ ગાયબ થઈ ક્યાં જતી રહી?

ફૂટેજમાં તો તે પાછી ટેરેસ પર નહતી આવી કદાચ કેશવના ઘરેથી નીકળી કોઈ બીજાના ઘરેથી નીકળી હશે કે કેમ?

ક્રમશ:
- Urvil Gor