31 Decemberni te raat book and story is written by Urvil Gor in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 31 Decemberni te raat is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
31 ડિસેમ્બરની તે રાત - નવલકથા
Urvil Gor
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
31-12-2013, અહમદાબાદ
31st ડિસેમ્બરની રાત. જેમ 12 વાગ્યા પછી એક નવો જીવ આવવાનો હોય તેમ આખી દુનિયા 12 ના ટકોરાની રાહ જોતી હતી.
અહમદાબાદનો એસ.જી હાઇવે સૌ કોઈ જાણે તે હાઈફાઈ ઇલાકો.
લગભગ રાત ના 11:25 વાગતા હતા.
એસ.જી હાઇવે એરિયા ના મોંઘા ડાટ હવેલી જેવા બંગલાઓમાંથી એક બંગલો "સમાજ- સેવા" નામની પાર્ટી ના અધ્યક્ષ એવા રામજીભાઈ ચૌહાણનો હતો.
31-12-2013, અહમદાબાદ 31st ડિસેમ્બરની રાત. જેમ 12 વાગ્યા પછી એક નવો જીવ આવવાનો હોય તેમ આખી દુનિયા 12 ના ટકોરાની રાહ જોતી હતી. અહમદાબાદનો એસ.જી હાઇવે સૌ કોઈ જાણે તે હાઈફાઈ ઇલાકો. લગભગ રાત ના 11:25 વાગતા હતા. એસ.જી ...વધુ વાંચોએરિયા ના મોંઘા ડાટ હવેલી જેવા બંગલાઓમાંથી એક બંગલો "સમાજ- સેવા" નામની પાર્ટી ના અધ્યક્ષ એવા રામજીભાઈ ચૌહાણનો હતો. રામજીભાઈ ના બંગલા માં બધા તહેવારોની પાર્ટીઓ મોટા પાયે થતી અને આતો આખરે 31st ની પાર્ટી હતી. બંગલાના બીજા માળે મોટો હૉલ જે ખાલી પાર્ટી માટે બનાવવામાં આવ્યો હતો અને ઉપર કાંચ થી ઢંકાયલી છત હતી જેમાં થી રાત નો ચાંદો
'સર કદાચ સુસાઇડ નોટ મળી પેન્ટના ગજવામાંથી ' રાવે ચિઠ્ઠી વિરલ સાહેબને આપતા કહ્યું. વિરલ સાહેબે ચિઠ્ઠી હાથમાં લીધી અને એક નજર આખા કાગળીયા પર ફેરવી. 'સાચેમાં સુસાઇડ નોટ છે સર? ' જૈમિને આશ્ચર્ય સાથે વિરલ સાહેબને પૂછ્યું. " ...વધુ વાંચોકેશવ રમાકાંત શાહ પોતાના જાગૃત મન થી લખી રહ્યો છું કે મેં જે પણ પગલું ભર્યું છે એ મારો પોતાનો નિર્ણય છે. આ પગલું મેં કોઈના દબાવ મા આવીને નથી ભર્યું. તેથી કોઈ આના માટે જવાબદાર નથી. હું છેલ્લા 4 મહિનાથી આર્થિક રીતે ખૂબ નબળો થઈ ગયો હતો. જેથી હું બહુજ ડિપ્રેશનમાં રહેતો હતો. બધીજ સમસ્યાના માર્ગ સ્વરૂપે મેં આ
'શું ? સર તમને કેવી રીતે લાગે છે કે કોઈ એ જબરદસ્તીથી કેશવને આત્મહત્યા માટે ફોર્સ કર્યો છે?' પાંડેએ વિરલ સાહેબ ની વાત સાંભળી આશ્ચર્ય થી પૂછ્યું. 'એક કામ કર રાવ ને અંદર લઇ આવ ' વિરલ સાહેબ ચિઠ્ઠી ...વધુ વાંચોઊભા થતા થતા પાંડેને આદેશ આપ્યો. પાંડે રાવને અંદર લઇ આવ્યો. વિરલ સાહેબ ને સૌથી વધારે ભરોસો પાંડે અને રાવ પર જ હતો કારણ કે કઈ વાત ક્યારે લીક થઈ જાય બીજા કોન્સ્ટેબલો થી કશું કહી ના શકાય. "આ ચિઠ્ઠી મા અમુક વર્ડ્સ ના પહેલા અક્ષર પર એક ટપકું કરેલું છે. એક પર થાય ભૂલથી અથવા બીજા પર થાય પરંતુ
લગભગ સાંજના 7:30 થતા હશે. "ચુરાઉંગા લુંટકર ભી તેરી બદન કી ડાલી કો....લહુ જીગર કા દૂંગા હસી લબો કી લાલી કો...!" જૈમિન કાર ચલાવતા ચલાવતા બાજુની સીટ પર બેઠી રિંકુંની આંખમાં આંખ મિલાવીને રેડિયો પર ચાલતા ગીતની સાથે ગાતા ...વધુ વાંચોતે પોતાની રીયલ લાઇફની "જિન્નત અમાન" માટે ગાતો હોય. 'અરે આ બધું દીવ જઈને કરી લેજો તમે બંને, પહેલાં ક્યાંક હોટેલ કે ધાબા પર ઊભી રાખ દબાઈને ભૂખ લાગી છે.' પાછળ ની સીટમાં બેઠેલા કેશવે કાંચની બાહર જોતા જોતા કહ્યું. એક ધાબા પર જમીને બધા દીવ પહોંચી ગયા. રાતે દીવમાં એક હોટેલમાં પોતપોતાના રૂમ બુક કરાવીને બધા આરામ કરવા જતાં
' ત્રિશા હું સમજી શકું છું તમારું દુઃખ પણ પૂછપરછ અનિવાર્ય છે ' વિરલ સાહેબ ત્રિશા ની સામે જોતા કહ્યું. ત્રિશા એ તેનું નિરાશ મોઢું હલાવતા હાં પાડી. વિરલ સાહેબે ટેપ રેકોર્ડર ની સ્વીચ ફરીથી ચાલુ કરી. 'તો... કેવી ...વધુ વાંચોતમારા અને કેશવ ના સંબંધ ગાઢ બન્યા? અને એવી દરેક ઘટના યાદ કરીને જણાવશો કેશવ ની તમારા સાથેની અને બીજા લોકો સાથે જે તમને ગળે નાં ઉતરી હોય અથવા વિચિત્ર લાગી હોય... ' ************************ ત્રિશા એ ભૂતકાળ ની વાતો બતાવવાનું શરૂ કર્યું. ત્રિશા :- ' અમે... દીવ થી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. એની કૉલેજ અને મારી કૉલેજ નજીકમાં જ