31 ડિસેમ્બરની તે રાત - 5 Urvil Gor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

31 ડિસેમ્બરની તે રાત - 5

' ત્રિશા હું સમજી શકું છું તમારું દુઃખ પણ પૂછપરછ અનિવાર્ય છે ' વિરલ સાહેબ ત્રિશા ની સામે જોતા કહ્યું.

ત્રિશા એ તેનું નિરાશ મોઢું હલાવતા હાં પાડી.
વિરલ સાહેબે ટેપ રેકોર્ડર ની સ્વીચ ફરીથી ચાલુ કરી.

'તો... કેવી રીતે તમારા અને કેશવ ના સંબંધ ગાઢ બન્યા? અને એવી દરેક ઘટના યાદ કરીને જણાવશો કેશવ ની તમારા સાથેની અને બીજા લોકો સાથે જે તમને ગળે નાં ઉતરી હોય અથવા વિચિત્ર લાગી હોય... '

************************
ત્રિશા એ ભૂતકાળ ની વાતો બતાવવાનું શરૂ કર્યું.

ત્રિશા :- ' અમે... દીવ થી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. એની કૉલેજ અને મારી કૉલેજ નજીકમાં જ હતી જેથી તે કાયમ કૉલેજ થી વહેલા નીકળી મારી કૉલેજમાં આવતો અને અમે બંને કેમ્પસમાં સાથે બેસીને સમય વિતાવતા ક્યારેક હું તેના કૉલેજમાં જઈને સમય વિતાવતી ક્યારેક અમે હોટેલમાં લંચ કે ડિનર ની સાથે મળતા.

આમજ કૉલેજ નું ત્રીજું વર્ષ પણ પૂરું થવા આવ્યું હતું.

મારી બર્થ ડે આવી અને મારા ઘરે મારા પરિવારે એક પાર્ટી નું આયોજન કર્યું હતું. મેં કેશવ ને આમંત્રણ આપ્યું હતું જેથી હું તેને મારા માતા પિતા સાથે મળાવી શકું.

' હેલ્લો... હું કેશવ ' કેશવ ત્રિશા ના અમુક ફ્રેન્ડસ સાથે હાથ મિલાવીને કહ્યું.

ત્યાંજ સામેથી રાકેશ આવ્યો.

'ઓહ...કેશવ શું હાલચાલ...?' રાકેશે કેશવને ગળે મળતા પૂછ્યું.

' બસ શાંતી એકદમ ' કેશવે જવાબ આપતા કહ્યું.

ત્રિશા ની બર્થડે કેક કાપવાનો સમય થઈ ગયો.
કેક કાપીને ત્રિશા એ તેના માતા પિતા સાથે કેશવ ને મળાવ્યો.

'મમ્મી અને પપ્પા ... આ કેશવ મારો ખાસ મિત્ર...!' ત્રિશા એ કેશવ ની મુલાકાત કરાવતા કહ્યું.

'ખાસ મિત્ર... કે...' તેની મમ્મી એ મીઠી હળવાશ સાથે ત્રિશા ને ચીડવતા કહ્યું.

ત્રિશા ના માતા પિતા ખુલ્લા વિચારવાળા હતા તેને હંમેશા ખુશ રાખતા કારણ કે ત્રિશા તેમની એકની એક દીકરી.

' હાં...એમજ સમજીલો પણ હજુ અમે બંને એકબીજાને વધારે સમજી રહ્યા છીએ . ' ત્રિશા એ પણ હસતાં હસતાં તેના માતા પિતા ની સામે જોઇને જવાબ આપતા કહ્યું.

કેશવ શાંતિપૂર્વક મળીને ત્રિશા ના ઘર ની બાલ્કનીમાં ઉભો ઉભો કોઈની સાથે ફોન પર ચર્ચા કરી રહ્યો હતો.

' મેં તને કીધું છે ને આજ પછી મને ફોન ના કરતી... હું જરાય ઇન્ટ્રેસ્ટેડ નથી આ પ્લાન સાથે...' કેશવ ગુસ્સા માં કોઈને ફોન પર ધમકાવતો હોય તેમ વાત કરી રહ્યો હતો.

ત્રિશા : ' શું થયું? કોઈ પ્રોબ્લેમ?

અરે...કંઈ નઈ આતો હું ' LIVE ROYAL LIFE' સંસ્થામાં જોડાયેલ છું ત્યાંથી ફોન હતો એ કંઇક અલગ પ્લાન બનાવી રહ્યા છે જે સાવ વાહિયાત છે... ' કેશવ ત્રિશા ને વાત ની ચોખવટ કરતા કહ્યું.

' એએએક... એક...મિનિટ ! તમારી બર્થડે ના દિવસે કોઈની સાથે ગુસ્સા સાથે ઝઘડો કરી રહ્યો હતો ' વિરલ સાહેબે ત્રિશા ને વચ્ચે થી અટકાવતા પૂછતા કહ્યું.

'સંસ્થા નું નામ શું બતાવ્યું તમે?' વિરલ સાહેબે જાણીજોઈને ત્રિશા ને પૂછતા કહ્યું.

' LIVE ROYAL LIFE' ત્રિશા એ જવાબ આપતા કહ્યું.

' લ્યુક...!' લ્યુક (સબ - ઇન્સ્પેક્ટર) જે વિરલ સાહેબ ની પાછળ એક ચોપડો લઈને ઊભો હતો તેને લખવાનો આદેશ આપતા કહ્યું.

'અને... તે તારીખ જણાવશો '

'10-2-2008 મારી બર્થડે ની તારીખે...' ત્રિશા એ જવાબ આપ્યો.

વિરલ સાહેબ : 'કોની સાથે વાત કરી રહ્યો હતો તે ખ્યાલ છે...?'

'ના... એ મેં ક્યારે પૂછ્યું ન હતું.'

ત્રિશા એ આગળ જણાવવાનું ફરીથી શરૂ કર્યું.

પરંતુ ત્રિશા ને તે વાત ગળે ઉતરતી નહતી કારણ કે કેશવ ને ક્યારેય આટલો ગુસ્સામાં જોયો ન હતો.

કેશવ ત્રીજા વર્ષ પુરું થતાં થતાં 'LIVE ROYAL LIFE' નામની સંસ્થા સાથે જોડાઈ ચૂક્યો હતો જે આત્મહત્યા , ડિપ્રેશન,સેલ્ફ ઇમ્પ્રોવમેંટ જેવી વિવિધ બાબતો માટે કાર્ય કરતી હતી.

*****************************
2008,

કૉલેજ પૂરી થયાને 6 મહિના થઈ ગયા હતા.બધા એ ક્યાંકને ક્યાંક જોબ શરૂ કરી દીધી હતી.

' હેલ્લો...ત્રિશા હું રચના બોલું છું... અઅઅઅ ...એક વાત ની જાણ કરવી હતી ...' રચના એ ત્રિશા સાથે ફોન પર વાત કરતા કહ્યું.

ત્રિશા : ' હાં બોલ શું થયું?

' કેશવે કોઈ બીજી ફ્રેન્ડ બનાવી છે? ' રચના એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

ત્રિશા : ' બીજી કોઈ ફ્રેન્ડ એટલે..?હું સમજી નઈ '

રચના : 'હું જ્યારે મારી ઓફીસ થી નીકળી રહી હતી ત્યારે મેં 2 વાર 2 અલગ અલગ દિવસે કેશવ ને એક છોકરી સાથે અમારી ઓફીસ ના સામે " પિંક હાર્ટ કૅફે " માંથી નીકળતા જોયો.

( ક્રમશ : )
- URVIL GOR