31 ડિસેમ્બરની તે રાત - 6 Urvil Gor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

31 ડિસેમ્બરની તે રાત - 6

ત્રિશા : ના..ના..!સાચું કે મજાક કરી રહી છે ને ?

રચનાની આ વાતથી ત્રિશા ને લાગ્યું કે તે મજાક કરી રહી હશે.

'ના...ત્રિશા હું મજાક નથી કરી રહી ... મેં કેશવ ને લગભગ મંગળવારે અને શુક્રવારે એમ બે વખત જોયો. તને વિશ્વાસ ના થતો હોય તો કેશવના કાનમાં આ વાત ધીરેથી નાંખજે...' રચના એ ત્રિશા ને ચોખવટ કરી સલાહ આપતા કહ્યું.

' હેલ્લો...? હેલ્લો...? ત્રિશા ... હેલ્લો...? '

ત્રિશા : હા... હા...રચના છું હું અહીંયાં જ છું...આભાર તારો વાત ની જાણ કરવા માટે હું ધીરે રઈને કેશવ ને પૂછીશ.

રચનાના આ ફોન કોલે ત્રિશાના મનમાં ભૂંકપ લાવી દીધો હતો.

*********************
એક સાંજે કેશવ ત્રિશા ને લઈને રચના એ કહ્યું હતું તેજ પિંક હાર્ટ કેફેમાં લઈ ગયો.

' તો જોબ કેવી ચાલે છે તારી...? ' કેશવે ત્રિશા ને પૂછ્યું.

' બસ...સારી ચાલે છે. તારા ઇન્ટરવ્યુ નું શું થયું? આજે ગયો હતો ને તું એક કંપનીમાં...? ' ત્રિશા એ કેશવ ને સવાલ કરતા પૂછ્યું.

' અરે... હા જો તને એતો કહેવાનું ભૂલી જ ગયો..મારું ઇન્ટરવ્યુ ખૂબ સરસ ગયું લગભગ જોબ મળી જ જશે '

ત્રિશા : હાં ... ભૂલી જ જવાય ને...મારા સિવાય ઘણા કામો છે તારી પાસે.

ત્રિશા એ જાણીજોઇને વાત છેડતા કહ્યું.

' અરે ...ના...ના એવું નથી ઇન્ટરવ્યુ આપ્યા બાદ તરત જ 'LIVE ROYAL LIFE' માંથી ફોન આવ્યો હતો ત્યાં કંઇક કામ હતું તો એમાં ને એમાં તને જાણ કરવાનું ભૂલી ગયો.

' સર યોર કૉફી...' એટલામાં વેટર કૉફી લઈને આવ્યો.

' ઓહ... ઠેન્કસ! ... યુ નો વૉટ.. ત્રિશા ગઈ વખતે આવ્યો હતો ત્યારે આ કૉફી પીધી હતી.. શું કઉ મસ્ત ટેસ્ટ હતો ' કેશવે વેટર નો આભાર માની ઉત્સાહ આવીને ત્રિશા ને કઈ દીધું.

આ સાંભળતાની સાથે જ ત્રિશા ત્યાંથી ઊભી થઈ ગઈ.

' હા... હા... બધું રચના એ મને કહી દીધું છે...જે તું મારા પાછળ ...કોઈ બીજા સાથે...' આટલું કહી ત્રિશા કેફેમાંથી નીકળી ગઈ.

' અરે...ત્રિશા ....ત્રિશા...વાત તો સાંભળ... ' ત્રિશા ને નીકળતાની સાથે તેને રોકતા કહ્યું પરંતુ ત્રિશા નીકળી ગઈ.

કેફેમાં આવેલા બીજા કપલ અને GF-BF કેશવ ને એકજ નજરે જોવા લાગ્યા.

કેશવ પણ કૉફી નું પેમેન્ટ આપી નીકળી ગયો.

કેશવે ઘણા કોલ કર્યા પરંતુ ત્રિશા એ એક પણ કોલ નો જવાબ આપ્યો નહીં.

' આ રચના ને વાત ની ખબર નથી અને....' કેશવે ગુસ્સામાં રચના ને ફોન કરતા પોતાની જાત ને બબડતા કહ્યું.

રચના : હેલ્લો....

' શું .. હેલ્લો...ત્રિશા ને શું કીધું મારા વિશે? તને આખી વાત ની જાણ છે? '

રચના : મેં તો એટલું જ કહ્યું કે તને બે વાર કોઈ બીજી છોકરી જોડે પિંક હાર્ટ કેફે માંથી નીકળતા જોયો.

' હાલ તો ત્રિશા મારો ફોન નથી ઉપાડતી હવે તે જ કીધું છે ને તો એક કામ કર કાલે સવારે નવ વાગે તેને લઈને મળ મને '

**************************

કેશવે પુરે પૂરી વાત ની ચોખવટ કરવા બંને ને બીજે દિવસે બોલાવી.

રચના ગમે તે કરીને ત્રિશા ને સમય પ્રમાણે નવ વાગે લઈને કેશવ ના બતાવેલ જગ્યાએ પહોંચી ગઈ.

' આવો ... આવો...મેડમ ત્રિશા ને કહેતા પહેલાં મને પૂછી લીધું હોત તો આ બધું નાટક ના થાત ' કેશવ ગઈ કાલના ગુસ્સામાં સામેથી આવતી રચના ને કીધું.

રચના : પહેલાં તો તારો અવાજ નીચો રાખ...મારી સાથે આ ટોનમાં વાત ના કરીશ.

' બતાવ હજુ શું ચોખવટ કરવી છે...? ત્રિશા એ પણ ગુસ્સામાં કેશવ ને કહ્યું.

કેશવ : હા...વાત સાચી છે હું ગયો હતો એક છોકરી સાથે પિંક હાર્ટ કેફે અને એ છોકરી મારી ફ્રેન્ડ છે ' LIVE ROYAL LIFE' સંસ્થામાં. જ્યારે હું એ સંસ્થા સાથે જોડાયો એ પહેલાંની તે છોકરી ત્યાંની યંગ સ્વયંસેવિકા છે.

ત્રિશા : ' ત્યારે જ હું વિચારું કેમ તું વ્યસ્ત રહે છે... ' કેમ તું ઇન્ટરવ્યુ ની જાણ કરવાનું ભૂલી ગયો અચ્છા... કારણ કે તું પેલી છોકરી સાથે વ્યસ્ત હતો.

કેશવ : ' હા...પરંતુ હું ત્યારે સાચેમાં ભૂલી ગયો હતો...કારણ કે હું હોસ્પિટલમાં હતો...

' તું આની વાતમાં ના આવીશ... આ તને ગોળ ગોળ ફરાવી રહ્યો છે...' રચના એ કેશવ ને રોકતા ત્રિશા નો હાથ પકડતા કહ્યું.

કેશવ : 'એ...રચના શું બોલી રહી છે તું...?'

ત્રિશા : ' રચના સાચું જ કહી રહી છે જો ખાલી ફ્રેન્ડ હોત તો તું બધા સાથે તેને ઇન્ટ્રોડ્યુસ કરાવત...'

રચના : હા...સાચી વાત ત્રિશા ને પીઠ પાછળ દગો આપી બીજી ગર્લ - ફ્રેન્ડ બનાવી લીધી જો ખાલી ફ્રેન્ડ હોત તો તું ત્રિશા ને કહેતો પણ આ તો ગર્લ - ફ્રેન્ડ છે...

" બિકોઝ શી હેઝ કેન્સર..." કેશવ બૂમ પાડીને બંને કાબરીઓની ચિંચિંયારીઓ ને બંધ કરાવતા જોરથી બોલ્યો.

( ક્રમશ: )
- Urvil Gor