Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 24 (ટોમી દોષી?)

ટોમી પણ ખૂબ ચાલાક. થોડા સમય માટે તેણે આખું કારખાનું બંધ કરી દીધું અને તેના માણસોને ક્યાંક જતા રહેવા કહ્યું.

ટોમીના લેનલાઈન પર કમિશનરનો ફોન આવ્યો.

કમિશનર : ટોમી... આ શું કર્યું તે? ના કહી હતી મેં

ટોમી : મેં પણ કહ્યું હતું કે તમને ગમે ત્યાં લાશ મળશે અને હવે મને અને મારા માણસોને બચાવવાની ફરજ તમારી...જો તમે મને વનરાજ વિશે કહ્યું હોત કે તે જેલમાંથી આવવાનો છે..તો આ બધું ના થાત

કમિશનર : ઓય...ટોમી ગાંડો થઈ ગયો છે હું કઈ તારી સેવા કરવા નથી બેઠો... આ વખતે તો મુખ્ય મંત્રીથી ઓર્ડર આવી ગયો છે તારા સામે પગલાં લેવાનો... આ વખતે મુશ્કિલ છે...

ટોમી : કમિશનર...તારી વાઇફ કેવી રીતે ધારાસભ્ય બની?...તારી લાગવગ ના કારણ કે... ધારાસભ્ય વ્યાસ સાથેના અંગત સંબંધોને કારણે?

કમિશનર : મ..મતલબ શું છે તારો?

ટોમી : ખાલી એટલું જ કઉ છું કે તને અને તારી વાઇફને ફેમસ થવું છે? તું મને ખાલી જેલથી બચાવી દે જા... મોં માંગ્યા રૂપિયા આપીશ.

ટોમી કમિશનરને તેની વાઇફના અંગત સંબંધોને લઈને બ્લેકમેઈલ કરવા લાગ્યો.

કમિશનર પાસે હવે કોઈ રસ્તો બચ્યો ન હતો. તેણે પોલીસસ્ટેશનમાં જાણ કરીને કહ્યું કે ટોમી અંગત વસાહતોમાં જવું નહીં ખાલી ટોમીને પકડી પોલીસ સ્ટેશનમાં હાજર કરજો અને એફ. આઈ. આર લખજો.

ટોમીના કારખાનાની જાણ અમુક કોન્સ્ટેબલો અને કમિશનરને હતી જે ફૂટેલા હતા.

ટોમીએ મોટા ભાગના મોટા હથિયારો છૂપાવી દીધા જેથી સાબિત ના થાય કે મોટા હથિયાર અને લોન્ચર તેનું હતું.

સરકારના દબાણ હેઠળ પોલીસ ટોમીને પકડીને લઈ ગઈ અને તેમણે સર્ચ કરવાનું શરૂ કર્યું.

કમિશનરે જેમ તેમ કરીને ટોમીના કારખાનાને બચાવી લીધું પણ અદાલતની તારીખ આવતા સુધી ટોમીને જેલમાં રખાયો.

આ વખતે ટોમી પૂરી હિંમત સાથે હસતા હસતા જેલમાં ગયો. તેને જોઈને બાકીના કેદીઓ પણ બૂમો પાડી પાડીને ટોમીને બોલાવા લાગ્યા. આ જેલ ખૂંખાર જેલ કરતા અલગ હતી. આ જેલમાં બધા અદાલતવાળા હતા.. જેમને કોર્ટમાં હાજર થવાનું હોય તેમના કેસ માટે.

કમિશનરને હવે રાહુલ ફોન કરીને ડરાવતો હતો જે પ્રમાણે ટોમી જેલમાં જતા પહેલા રાહુલને સમજાવી ગયો.

કમિશનરે ટોમી માટે વકીલ રાખ્યો પણ કોઈને ખબર ન હતી કે વકીલ કમિશનરનો ખાસ માણસ છે.

******************
1993 , અહમદાબાદ

આખરે ટોમીની કોર્ટમાં હાજર થવાની તારીખ આવી ગઈ.

વનરાજ અને નીરજ કુમારના પરિવારવાળા કોર્ટમાં હાજર હતા અને તેમનો વકીલ એક જ હતો.

તેમના વકીલે ટોમી ખિલાફ સબૂત આપવાના શરૂ કર્યા તેમજ સામ સામે વકીલોની બોલા બોલી શરૂ થઈ.

લગભગ બે થી ત્રણ તારીખ સુધી વનરાજ અને નીરજ કુમારના વકીલો પાસે કોઈ ખાસ સબૂત ના આવ્યા કે તે બંનેની હત્યા ટોમી અને તેના માણસોએ કરી છે.

આખરે ટોમીના વકીલે ગમે તેમ કરીને સાબિત કર્યું કે ટોમી નિર્દોષ છે...

ટોમી આ નિર્ણય સાંભળતા વનરાજ અને નીરજ કુમારના વકીલ સામે જોઈને ધીમી ધારે હસ્યો.

કોર્ટ રૂમમાં રાહુલ , બાબા બેઠા હતા જ્યારે ટોમીના પાળેલા લોકલ ગુંડાઓ નીચે રાહ જોઈને ઊભા હતા.

જેવા જ રાહુલ અને બાબા ટોમીને લઈને નીચે આવ્યા ત્યાંજ અદાલતના મેઈન ગેટથી લઈને દૂર સુધી ટેટાની રેલ પાથરેલી હતી અને બેન્ડ - વાજાવાળાઓએ ગીત વગાડવાનું શરૂ કર્યું...

तू मुंगड़ा-मुंगड़ा, मैं गुड़ की डली
मंगता है तो आजा रसिया
नाहीं तो मैं ये चली
तू मूंगड़ा, हाँ मूंगड़ा...

લગ્નની જાન હોય તેમ ટોમીના માણસો નાચવા લાગ્યા. રાહુલ અને બાબા પણ જોડાયા સાથે સાથે ટોમીને પણ ખેંચીને લઈ ગયા. બધા ટોમીના નિર્દોષ જાહેર થવાથી જોશમાં નાચવા લાગ્યા અને તેને ફૂલોના હાર પહેરાવવા લાગ્યા.

આખી અદાલતમાં વકીલો , અવર જવર કરનારા લોકો ઊભા રહી જોવા લાગ્યા.

ત્યાં એક કોન્સ્ટેબલે આવીને કહ્યું કે આ કોર્ટ છે અહીંયા આ બધું નઈ ચાલે...ત્યાં જ રાહુલ આગળ આવ્યો અને એક ખેંચીને લાફો માર્યો.

રાહુલ : અરે...ચલ થાય એ કરીલે...

(ક્રમશ:)
- Urvil Gor