Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 6 (માંની સાચી સલાહ)

રાજ્ય બંધ હતું છતાં વિરોધ પ્રદર્શ અને હિંસા માટે અમુક અમુક જગ્યાએથી ટોળાઓ નીકળ્યા.

'એ પેલી સામે બસ પડી તોડો કાચ...' પાંડે જે દરિયાપુરથી તેના મિત્રો ને લઈને નીકળ્યો હતો તેણે બે લોકોને લાલદરવાજા જ્યાં AMTS બસોનો નો ડેપો હતો ત્યાં બહાર થોડીક બસો પડી હતી તેના કાચ તોડવા માટે કહ્યું.

જોતા જોતા તો ધડા ધડ બસોના કાચ તોડયા અને કેરોસીન છાંટી આગ લગાવી.

બીજા પણ આવા ટોળાઓ સરકારી પોસ્ટ ઓફીસોને આગને હવાલે કરી દીધી.

જ્યાં દેખાય ત્યાં ટોળું , તૂટેલા કાચો , અમુક સરકારી મથકો આગને હવાલે...

ઉપરથી ઓર્ડર આવ્યો પોલીસ કમિશનરનો...

પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું. જેટલા જેટલા લોકો હાથમાં આવ્યા બધાના હાથ પગ તોડી તોડી તેઓને ડબ્બામાં નાખ્યાં.

તે દિવસે સવારે પોલીસે લગભગ પચાસથી વધુ ફરિયાદ નોંધી હતી.

પાંડે અને તેના મિત્રોએ પોલીસની ગાડીઓ પર હુમલો કર્યો. તે લોકો એ કેરોસીનથી ભરેલી કાચની બાટલીના કપડાં ઉપર આગ લગાવી બાટલીઓ છુટ્ટી ગાડીઓ પર ફેંકી અને ત્યાંથી બચીને ભાગી છૂટ્યા.

પોલીસ તંત્ર પર ઉપરથી દબાણ વધી રહ્યું હતું. તેઓને વધારે એક્શન લેવાની ભલામણ કરી.

*******************
બંધ ની તેજ રાતે
લગભગ રાતના સાડા સાત વાગે.

' અમ્મી... યાર કેટલી વાર? ' જાવેદે બહારના રૂમમાંથી તેની મમ્મીને રસોડામાં બૂમ પાડીને કહ્યું.

જાવેદના પપ્પા તેજ રૂમમાં અખબારો ખોલીને બેઠા હતા. સાથે સાથે ટીવીમાં સમાચાર ચાલી રહ્યા હતા.

એટલામાં પોળમાં બૂમાબૂમ સંભળાઈ. જાવેદે તરત જ ધીરેથી દરવાજાની તિરાડમાંથી જોઉં.

દરિયાપુરમાં હિંદુ અને મુસ્લિમ વચ્ચે જાતીય હિંસા શરૂ થઈ ગઈ હતી. બધા પોતપોતાના ઘરમાં દરવાજા બંધ કરી છુપાઈ ગયા હતા.

જાવેદના પપ્પા હજુ ઘરની બારી ધીરે રઈને ખોલીને જોતા હતા એટલામાં તેમની બારીના કાચ પર જોરથી પથ્થર આવ્યો.

એક જટકાથી બરીનો કાચ તૂટી ગયો અને જાવેદના પપ્પા ગભરાઈ ગયા.

' તમે બારી બંધ કરો ઝડપથી...જાવેદ અંદરના રૂમમાં ચાલો ' જાવેદની મમ્મી કાચ તૂટવાના અવાજ સાથે રસોડામાંથી આવીને કહ્યું.

એટલામાં તો કોઈએ જોરથી દરવાજા પર લાતો મારવાનું શરૂ કર્યું .

જાવેદનો પરિવાર ખૂબ ગભરાઈ ગયો. જાવેદના મમ્મી પપ્પાને તો એવુજ હતું કે આ એમની છેલ્લી રાત હશે.

જોતા જોતા તો ચાર - પાંચ લોકોનું ટોળું દરવાજો તોડી અંદર ઘુસી આવ્યું અને જાવેદના પપ્પાની ફેંટ પકડી ઘસેડીને બહાર લઈ ગયા અને તેમને ગદડાપાટું મારવા લાગ્યા.

' શું લખે છે અખબારમાં પોલીસ તંત્ર વિશે અને હિંદુઓ વિશે ' પાંડે જાવેદના પપ્પાના પેટ પર લાતો મારતા મારતા કહી રહ્યો હતો.

જાવેદ અને તેના મમ્મી ટોળાને ધક્કા મારી તેમને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાંજ એક જણે જાવેદની મમ્મી ને ધક્કો માર્યો જાવેદની મમ્મીનું માથું પાછળ ધાર વાળી દીવાલ સાથે અથડાયું કે તરતજ તેમના માંથા માંથી લોહી નીકળવા લાગ્યુ.

' મમ્મી...મમ્મી... ' જાવેદે ત્યાં પપ્પા ને છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં તેની મમ્મીનો અવાજ સાંભળતા તેની મમ્મીની તરફ જોઈને બૂમો પાડતા પાડતા બોલ્યો.

ત્યાંથી બાજુમાં સમરના મમ્મી પપ્પા જાવેદના ઘર આંગણે આવી પહોંચ્યા કારણ કે તે એમના ખાસ પડોશી અને મિત્ર કોઈ જાતીય ઈર્ષ્યા નહતી આટલા બધા વિરોધ પ્રદર્શનમાં.

' એ....શું કરો છો તમે? મરી જશે મકબુલભાઈ ' સમારના પપ્પા પાંડે અને તેના મિત્રો ને જાવેદના પપ્પાની મદદે આવ્યા અને તે બધાને અલગ કરતા કરતા બોલ્યા.

' તું આઘો જા...તને ખબર નથી આ પોલીસો અને હિંદુઓ વિશે તેના અખબારમાં કેવું કેવું છાપે છે.આજ હાલત થશે જે આપણા વિશે બોલશે. ' પાંડે એ સમરનાં પપ્પા ' મોહનલાલ ' ને ધક્કો મારી આઘા ખસવા કહ્યું.

' અરે સમર...જલ્દીથી હોસ્પિટલ ફોન કર ' સમરની મમ્મીએ જાવેદની મમ્મીનું માથું ખોળામાં રાખી સમરને બૂમ પાડતા કહ્યું.

સમર કાયમના જેમ તેમના અને જાવેદના ઘર ની વચ્ચે રહેલી દીવાલ આગળ ડોકાચ્યું કરીને ડરતા ડરતા જોઈ રહ્યો હતો .

સમર તેની મમ્મીનો અવાજ સાંભળતા જ તેના ઘરમાં ગયો અને ત્યારે જે સેવા નંબર સરકારે આપેલા હતા તેમાંથી એક નંબર લેન લાઈનથી હોસ્પિટલ ફોન લગાવ્યો.

આખી પોળમાં અમુક અમુક પડોશીઓ લડવા લાગ્યા. અમુક હિંદુઓ મુસ્લિમના ઘરોમાં તોડફોડ કરી આગ ચાંપી રહ્યા હતા અમુક મુસ્લિમ પણ હિંદુઓના ઘરો પર પથ્થર મારો કરી તોડફોડ કરીને હિંસાઓ કરવા લાગ્યા હતા.

અમુક પોતાના ઘરની બાલ્કનીમાં ઊભા રહી આ તમાશો જોતા હતા અમુક ઘરના બધા લોકો લાઈટ દરવાજા બંધ કરી શાંતિથી છુપાઈ ગયા હતા.

આ ખાલી દરિયાપુરમાં જ નહિ પરંતુ રાત્રિ કરફયૂ હોવા છતાં ઠેર ઠેર જાતીય હિંસાઓ તેમજ ધાર્મિક હિંસાઓ થઈ હતી.

સમારનાં પપ્પા એટલે મોહનલાલ સીધા જાવેદના ઘરે ગયા અને તેમના લેન લાઈનથી નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન લગાવવાનો પ્રયાસ કરવા લાગ્યા.

' હેલ્લો .... સબ ઇન્સ્પેક્ટર વસંત ' પોલીસ સ્ટેશનમાંથી સબ ઇન્સ્પેક્ટર વસંતે લેન લાઈન ફોન ઉપાડતાં કહ્યું.

' હેલ્લો...સાહેબ અહીંયા દરિયાપુરમાં જાતીય હિંસા ભડકી ઉઠી છે અને અમારા પડોશીમાં રહેતા મકબુલ ભાઈ ને અમુક અસામાજિક ટોળાઓ તેમને માર મારી રહ્યા છે અને અમે છોડાવવાનો પ્રયાસ કરવા જઈએ તો ધક્કા મારી ધમકી આપે છે. તમે ઝડપથી આવો નહિતર કોઈકનો જીવ જતો રહેશે. ' મોહનલાલે સબ ઇન્સ્પેક્ટરને આખી વાતની જાણ કરતા કહ્યું.

વસંત : ' અરે... આ તો દરેક જગ્યાએ થઈ રહ્યું છે. દર એક સેકંડે ક્યાંકને ક્યાંકથી ફરિયાદ આવી રહી છે. પોલીસ ક્યાં ક્યાં જાય અને તમે રહ્યા હિંદુ શું કામ આમા પડો છો. તમને પણ નુકસાન થશે. એ ટોળાઓને એમનું કામ કરવા દો...'

આવું સાંભળતા જ મોહનલાલ ને આશ્ચર્ય થયું અને વિચારમાં પડ્યા કે અમુક પોલીસ પણ...

એટલામાં તો બે જણ અંદર આવ્યા અને લેન લાઈન નો વાયર કાપી તેને છૂટો દીવાલ પર ફેંક્યો.

' સાલા...ગદ્દાર આટલું બધું સરકાર હિંદુઓ અને ઉપર જાતિના લોકોને દબાવે છે તો પણ તું મુસ્લિમનો સાથ આપી રહ્યો છે. તું તો સૌથી ઉપર જાતિમાં આવે...' મોહનલાલ પંડિત ' તમારા જેવા ગદ્દાર જ...' આટલું બોલતા જ બે લોકો મોહનલાલ ને અંદર થી મારતા મારતા બહાર લઈ આવ્યા અને મકબુલ ભાઈ ના જેમજ તેમને મારવા લાગ્યા.

મકબુલભાઈ અધમૂઆ થઈ ગયા હતા. તેમના મોઢાં માંથી ખૂબ લોહી વહી રહ્યું હતું અને પેટમાં અમુક જગ્યાએ ચીરા પડી ગયા હતા.

એકબાજુ જાવેદની મમ્મીની હાલત ખુબ લોહી વહેવાની સાથે લથડી રહી હતી અને તેના પપ્પા એટલે મકબુલભાઈ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં અસહ્ય વેદના સહી રહ્યા હતા.

ટોળું આટલે પણ ના ઉભુ રહ્યું અને જાવેદના ઘરની સામાન તોડવા લાગ્યા.

એકજણે સીધું ટીવી ઊંચું કરી બહાર ફેંક્યું. જાવેદનો પારો હવે ખસ્યો હતો.

જે પણ થયું તેમાં તેના પરિવારનો કોઈ વાંક ન હતો. તેના મમ્મી પપ્પા ને એક ધાર્મિક હિંસાના રૂપેજ માર મારવામાં આવ્યો હતો.

જાવેદ અલીના અંદરનો પઠાણ જાગી ઉઠ્યો હતો તે સીધો દોટ મૂકી અંદર ગયો અને તિજોરી પાછળ બે ધારદાર તલવાર પડી હતી તેમાંથી એક નીકાળી...

એટલામાં પાછળથી એક જણ આવ્યો અને જાવેદના માંથા પર દંડો માર્યો.

' શું કરીશ હેં? સાલા મુસ્લિમ ' તે દંડો મારી આટલું જ બોલ્યો હશે કે જાવેદે ફરીને તલવાર સીધી તેની ગરદન ફેરવી દીધી.

આપણને લાગતું હશે કે તલવાર કેવી વાગતી હશે? કોઈની ગરદન કાપતા કેટલી વાર થતી હશે પરંતુ ખાલી જાવેદે હજુ તલવાર તેના ગરદન પર ફેરવી એકદમ બટરના જેમ લીસી રીતે તેની ગરદન કપાઈ અને ગળા પર મોટો કાપો પડ્યો અને ધમ ધમ કરતી લોહીની નદી વહેવા લાગી.

એટલામાં બહારથી બીજો માણસ આવ્યો તેને જોતાજ જાવેદે તેના મોઢાં પર તલવાર ફેરવી. તે માણસ મોઢું પકડી બાજુમાં ખસી ગયો કે તરતજ જાવેદે ફરીથી તેના પર હુમલો કર્યો અને પેટમાં તલવાર સીધી ઘૂસેડી દીધી.

તે તલવારની સાથેજ આંગણામાં પહોંચ્યો ત્યાં બે લોકો સમરના પપ્પા એટલે મોહનલાલ ને મારતા હતા. તેને સીધા દોટ મૂકી બંનેને ઘાયલ કરી નાખ્યાં.

આ જોતાજ આજુબાજુવાળા જે ઊભા ઊભા તમાશો જોતા હતા તે બધા બૂમાબૂમ કરી પોતપોતાના ઘરમાં ઘૂસી ગયા.

પાંડે આ જોઈ થોડો ગભરાઈ ગયો અને સીધો પોળની બહાર ભાગી ગયો.

'અબ્બા...અબ્બા....' જાવેદ તલવાર બાજુમાં મૂકી તેના પપ્પાને ખોળામાં મૂકી રડવા લાગ્યો.

એટલામાં ત્યાં હોસ્પિટલ લઈ જવા ગાડી આવી તેમણે તરતજ જાવેદની મમ્મી અને પપ્પાને સ્ટ્રેચરમાં સુવડાવી ગાડીમાં લઈ ગયા અને જાવેદ પણ તેજ ગાડીમાં બેસી હોસ્પિટલ ગયો.

સમરની મમ્મી કાવેરીબહેન ઘરમાં મોહનલાલ અને સમર કરતા બહુ કાઠા. તેમણે મોહનલાલભાઈ ને ઉઠાવ્યા અને તેમના ઘરમાં લઈ ગયા.

ઘરમાં ગયા તો શું જોયું સમર એક ખૂણમાં બેસી રોઈ રહ્યો હતો.

કાવેરીબહેને મોહનલાલભાઈને પાટ પર સુવડાવ્યા. તેમને પાણી પાઈને શાંત કરાવ્યા અને ધીરે રહીને સમર પાસે ગયા.

' બેટા...કશું નથી થયું. શાંત થઈ જા... આમ દુનિયાથી ડરતા ડરતા રોઈને જીવશો તો લોકો તમારા પર પગ મૂકી તમને અધમૂઆ કરી નાખશે. કાઠા થવાનું...' જો જાવેદે કેવા લોકોને તલવારથી ભગાડ્યા. પોતાના અને પોતાના પરિવારને બચાવવા માટે ગમે તે હદ સુધી તમે જઈ શકો છો... ચાલ શાંત થઈ જા..' રશિલાબહેને સમરને એક સલાહ આપતા તેને રોતા શાંત કરાવ્યો.

કાવેરીબહેન જાવેદના ઘરે ગયા અને તેમના ઘરમાં જે બે લોકો મૃત પડ્યા હતા તેઓને ઘસડીને આંગણામાં નાખ્યાં અને તેમના ઘરે તાળું મારી દીધું.

' શરમ કરો થોડી... આમ ઊભા ઊભા તમાશો જોઈ રહ્યા હતા. માણસાઈ દેખાડો નહિતર આ જાનવરો કોઈ સારા માણસોને જીવવા નહીં દે...' કાવેરીબહેને પોતાના ઘરમાં જતા જતા બહાર ઉભેલા તેમજ આજુબાજુમાંથી ડોકાચિયું કરતા કરતા જોતા હતા તેમને ટોંન્ટ મારતા કહ્યું.

**********************

થોડી વારમાં તો પાંડે પોલીસ લઈને આવ્યો.

પાંડે : ' આ જોવો...કઈ રીતે મારા મિત્રો ને મોત ને ઘાટ ઉતાર્યા. '

એટલામાં કાવેરીબહેન બહાર આવ્યા અને જે ઘટના ઘટી તેની પૂરી અને ચોખ્ખી માહિતી આપી.

મોહનલાલ અને કાવેરીબહેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને પાંડે સામે હિંસા ભડકાવવાનું બયાન આપ્યું.

પાંડે ને થોડા દિવસ માટે જેલમાં રાખ્યો.

જેલમાં જતા જતા પાંડે મોહનલાલ અને કાવેરીબહેનને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે બહાર આવીને શું કરી દેશે.

*********************
હોસ્પિટલમાં જાવેદના પપ્પા મકબુલભાઈની હાલત થોડી સુધરી હતી જ્યારે તેની મમ્મી હજુ પણ જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા હતા.

ડોક્ટરોએ કીધું હતું કે કશુજ નક્કી નથી. જીવી પણ શકે અને...

જાવેદના સાથે તેના કાકા - કાકી અને તેમનો છોકરો હતો.

પાંડેએ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ કે જાવેદે તેના મિત્રોને મોતને ઘાટ ઉતાર્યા અને તેને મારવાની કોશિશ કરી.

પોલીસ હોસ્પિટલ પહોંચી અને જાવેદને પકડીને લઈ ગઈ.

(ક્રમશ:)
- Urvil Gor